Kutch: ભૂજના બે ઐતિહાસિક તળાવોની દશા બેઠી, તળાવમાં ગંદકીના ઢગલા થતાં સ્થાનિકોમાં નારાજગી
ભૂજના આ તળાવ છલકાય ત્યારે શહેરમા ઉત્સવ મનાવાય છે. જે તળાવ છલકાય ત્યારે લોકો હરખમાં હોય છે. ત્યારે આવી લાગણી સાથે જોડાયેલા તળાવની દુર્દશા ભૂજના નાગરિકોમાં દુ:ખ ઊભુ કરનારી છે.
કચ્છ (Kutch) ના મહારાવના સમયમાં ભૂજ (Bhuj)ના ઐતિહાસિક તળાવની માઠી દશા બેઠી છે. દેશલસર તળાવ (Deshalsar Lake)માંથી જળકુંભી દુર કરાઈ છે, પરંતુ ગટરનું પાણી હજુ પણ તળાવમાં વહી રહ્યું છે. ત્યાં હવે હમિરસર તળાવ (Hamirsar Lake)માં પણ ગટરનું ગંદુ પાણી મીશ્ર થતા લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ નિયમિત સફાઈના અભાવે તળાવમાં ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળે છે. નગરપાલિકાના વિપક્ષના નેતાએ પણ તળાવની અવદશા મામલે પાલિકા સતાધીશો સામે સવાલો ઉઠાવ્યા છે.
ભુજ શહેરમાં આવેલા બે ઐતિહાસિક તળાવની દુર્દશાએ નાગરીકોની લાગણી દુભાવી છે. દેશલસર બાદ હવે હમિરસર તળાવની પણ દુર્દશા થઈ છે. એક તરફ ઐતિહાસિક દેશલસર તળાવમાંથી જળકુંભી દુર કરાઈ છે, પરંતુ ગટરના પાણી હજુ પણ તળાવમાં વહી રહ્યા છે, ત્યાં હવે હમિરસર તળાવમાં પણ ગટરના પાણી મીશ્ર થતાં લોકો દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ નિયમિત સફાઈ તળાવની ન થતા ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજાશાહી સમયમાં બનેલા આ તળાવના મહત્વ વિશે વાત કરી નાગરીકો તળાવના ડેવલોપમેન્ટ કરવાની અને તળાવને સ્વચ્છ રાખવાની માગ કરી રહ્યા છે.
તો બીજી તરફ વિપક્ષે પણ તળાવની અવદશા મામલે પાલિકા સામે સવાલો ઉભા કરી જવાબદારોના રાજીનામાંની માગ કરી છે. કરોડો રૂપિયાના ખર્ચ છતાં તળાવની યોગ્ય સફાઈ ન થતી હોવાના વિપક્ષે આક્ષેપ કર્યા છે. સાથે જ દેશલસર બાદ હમિરસર તળાવમા પણ ગટરના પાણી આવતા વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે તો બીજી તરફ પાલિકાએ સ્વીકાર તો કર્યો છે કે તળાવની સ્થિતિ દયનીય છે. પરંતુ તેના સુધાર માટે આયોજન કરવામાં આવી રહ્યુ છે અને આ સાથે ટુંક સમયમાં સ્થિતિ સુધરશે તેવી આશા વ્યક્ત કરી છે.
ભૂજના આ તળાવ છલકાય ત્યારે શહેરમાં ઉત્સવ મનાવાય છે. જે તળાવ છલકાય ત્યારે લોકો હરખમાં હોય છે. ત્યારે આવી લાગણી સાથે જોડાયેલા તળાવની દુર્દશા ભૂજના નાગરિકોમાં દુ:ખ ઉભુ કરનારી છે. કેમકે એક તરફ જળ સંવર્ધન પાછળ સરકાર ચોક્કસ આયોજન સાથે આગળ વધી રહી છે, ત્યાં બીજી તરફ જુના ઐતિહાસિક તળાવમા ઠેરઠેર કચરા સાથે ગટરના પાણી મળી રહ્યા છે. ત્યારે દેશલસર જેવી સ્થિતિ હમીરસરની ન થાય તે જોવાનું પાલિકા માટે પડકાર છે. જો કે હવે જોવુ રહ્યુ તળાવની સફાઈ સાથે ગટરના પાણી તળાવમા ન આવે તે માટે પાલિકા શુ આયોજન કરે છે.
આ પણ વાંચો- Ahmedabad: કોંગ્રેસના 20થી 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, કયા મુદ્દા પર ચર્ચા કરશે તેના પર સૌની નજર
આ પણ વાંચો- Tapi: બાજીપુરામાં આજે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે, અમિત શાહ લાખો પશુપાલકોને કરશે સંબોધન