Ahmedabad: કોંગ્રેસના 20થી 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, કયા મુદ્દા પર ચર્ચા કરશે તેના પર સૌની નજર
કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, સી. જે. ચાવડા, બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રઘુ દેસાઈ સહિતનાએ મળીને રાહુલ ગાંધીને મળવા માટે સમય માગતો પત્ર લખ્યો છે.
વર્ષ 2022ના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) યોજાવાની છે. જે માટે દરેક રાજકીય પક્ષો દ્વારા જનતાને રીઝવવાના પ્રયાસ પણ શરુ કરી દેવામાં આવ્યા છે. પક્ષપલટાનો દૌર પણ શરુ થઈ ગયો છે પણ આ વચ્ચે ગુજરાત કોંગ્રેસના 20થી 25 ધારાસભ્યો (Congress MLA)એ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પાસે મળવાનો સમય માગ્યો છે. કયા મુદ્દા પર આ ધારાસભ્યો રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માગે છે તે વાતને લઈને સૌમાં આતુરતા જોવા મળી રહી છે.
ગુજરાત વિધાનસભા 20222ની ચૂંટણી નજીક આવી રહી છે. ધીરે ધીરે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પણ શરુ કરી દેવામાં આવ્યા છે. જે વચ્ચે હવે રાજકીય પક્ષોના સમાચારો સામે આવી રહ્યા છે. હવે ગુજરાત કોંગ્રેસના 20થી 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધી પાસે મુલાકાત માટેનો સમય માગ્યો છે. રાહુલ ગાંધીને મળીને વાત કરવા માટે આ ધારાસભ્યોએ ભેગા મળીને પત્ર લખ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, સી. જે. ચાવડા, બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રઘુ દેસાઈ સહિતનાએ મળીને આ પત્ર લખ્યો છે. કોંગ્રેસના આ ધારાસભ્યો રાહુલ ગાંધીને મળીને પક્ષ અંગેની વાત કરવા માગતા હોવાની ચર્ચા થઇ રહી છે.
મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક પછી એક કોંગ્રેસ નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. તો કોંગ્રેસમાં વિખવાદ ચાલતો હોવાના પણ અનેક સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના 20થી 25 ધારાસભ્યો રાહુલ ગાંધીને મળીને કયા મુદ્દા પર ચર્ચા કરશે તેના પર સૌ કોઇની નજર છે.
આ પણ વાંચો- સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ પણ બનશે સ્માર્ટ, એક મેસેજથી થઈ જશે ચાલુ, આ રીતે કરશે કામ
આ પણ વાંચો- Tapi: બાજીપુરામાં આજે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે, અમિત શાહ લાખો પશુપાલકોને કરશે સંબોધન