કચ્છની ગળપાદર જેલમાં ગુનેગારોની દારૂ પાર્ટી ! જલસા પર કચ્છ પોલીસ બની જલદ, જુઓ Video

કચ્છની ગળપાદર જેલમાં ચાલતા જલસા પર કચ્છ પોલીસ જલદ સામે આવી છે. દારૂના બુટલેગરો અને હત્યાના આરોપીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા ત્યારેજ પોલીસની ટિમો ત્રાટકી. બહુ ચર્ચિત CID કેસની કોન્સ્ટેબલ નીતા ચૉધરી સાથે કનેક્શન ધરાવતા કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા, સહિતના આરોપીઓના જેલમાં જલસા થતાં હોવાની વાત સામે આવી છે.

કચ્છની ગળપાદર જેલમાં ગુનેગારોની દારૂ પાર્ટી ! જલસા પર કચ્છ પોલીસ બની જલદ, જુઓ Video
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jul 21, 2024 | 6:47 PM

કચ્છના ગાંધીધામ સ્થિત ગળપાદર જેલમાં કુખ્યાત અને રીઢા આરોપીઓ દ્વારા સજા ભોગવવાને બદલે જલસા કરવામાં આવતા હોવાની બાતમી મળતા બોર્ડર રેન્જના વડા ચિરાગ કોરડીયા એ કચ્છ પૂર્વ ના પોલીસ વડા સાગર બાગમાર સાથે મળી જેલમાં દરોડા નું આયોજન ઘડી કાઢ્યું હતું.

SP સાગર બાગમારે કોઈને ગંધના આવે એ રીતે એલસીબી SOG, સહિતની એજન્સીઓના અધિકારીઓ કર્મચારીઓ, એ ડિવિઝન, બી ડિવિઝન અને આદિપુર પોલીસ સ્ટેશન ના સમગ્ર સ્ટાફ અને અધિકારીઓને એક ખાનગી બસમાં લઈ ગળપાદર જેલ ખાતે પહોંચી ગયા.

જેલ પર પહોંચતાજ ક્યાં કોને શુ કામ કરવાનું છે તે સમજાવી દેવાયું, રાત્રીના અંદાજે 10.30 વાગ્યા ના સુમારે એસ પી સાગર બાગમારના નેતૃત્વ હેઠળનો સમગ્ર કાફલોના તાબડતોબ જેલના દરવાજા ખોલાવી અંદર ઘૂસ્યો, ફરજ પરના જેલર કે સિપાઈઓ કાઈ સમજે વિચારે તે પૂર્વજ ગળપાદર જેલની અલગ અલગ બેરેકો,ચોક્કસ બાતમી વાળી જગ્યા,કેમ્પસ અને જેલના ધાભા પરનો કબજો લઈ લીધો અને પછી શરૂ કરી દીધી ચેકીંગ અને દરોડાની કાર્યવાહી..

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

કચ્છ એસપી સાગર બાગમારે ટીવી નાઈન સાથેની વાતચીત માં આ સમગ્ર ઓપરેશન અંગે માહિતી આપતા જણાવ્યું કે અમારા નેતૃત્વ હેઠળ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જેમાં 6 કેદી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા,કેદીઓ પાસેથી 4 મોબાઈલ ,દારૂનો જથ્થો અને 50 હજાર રૂપિયા રોકડ મળી આવ્યા છે.

  • રીઢા ગુનેગારો પાસે થી મોબાઈલ મળી આવ્યા
  • કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા નશા ની હાલત માં દારૂ ના જથ્થા સાથે મળી આવ્યો
  • અન્ય 5 કેદીઓ પણ સાથે દારૂ ની મહેફિલ માણી રહ્યા હતા
  • મોરબી ના હિતુભા ઝાલા, જામનગર ના રઝાક સુપારી, જયંતિ ભાનુશાળી મર્ડર કેસ ના શૂટર પાસેથી મોબાઈલ ,રોકડ રકમ અને દારૂ કબ્જે લીધો
  • જેલ વિભાગના અનેક અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી થશે
  • જેલ વિભાગ દ્વારા અલગ થી સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહી સંભવ

દારૂના નશામાં ઝડપાયેલા કેદીઓના નામ

1). મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ ઉ.વ.28 રહે.જુની સુંદરપુરી, ગાંધીધામ

2). રોહિત ગોવિંદભાઈ ગરવા (મારાજ) ઉ.વ.30 રહે.કાર્ગો ઝુપડા, બાપા સીતારામનગર, ગાંધીધામ

3). શિવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા ઉ.વ.32 રહે.નવી મોટી ચીરઈ તા.ભચાઉ

4). ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી ઉ.વ.27 રહે.મ.નં.106 મહેશ્વરીનગર, ગાંધીધામ

5). યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.30 રહે.જુની મોટી ચીરઈ, તા.ગાંધીધામ

6). રોહિતસંગ ઉર્ફે સોનુ રામપ્રસાદસંગ ઠાકુર ઉ.વ.27 રહે.દર્શનગર સોસાયટી, અયોધ્યા, જી.અયોધ્યા (UP) ઉપરોક્ત તમામ હાલે રહે. પુરૂષ યાર્ડ, બેરેક નં.1, ગળપાદર જેલ, ગાંધીધામ

ઉપરોક્ત છ એ કેદીઓ વિરૂધ્ધ કેફી પીણું પીવા સબબ પ્રોહી કલમ-66(1)(B) મુજબ અલગ-અલગ ગુન્હાઓ દાખલ કરાવવામાં આવેલ છે. તેમજ પ્રોહી. કબજામાં રાખવા સબબ પ્રોહી એક્ટ કલમ-65(A) મુજબ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.

મોબાઇલ ફોન મળી આવેલ કેદીઓના નામ

1). યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.30 રહે.જુની મોટી ચીરઈ, તા.ગાંધીધામ

2). સુરજીત દેવીસિંગ પરદેશી ઉ.વ.39 રહે.મુંઢવા, કેશવનગર, તા.મુંઢવા જી.પુના (મહારાષ્ટ્ર)

3). રજાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા ઉ.વ.48 રહે.પંચવટી, વ્યુ મિલન હોટલની પાછળ, જામનગર

4). હીતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા કરણસિંહ ઝાલા ઉ.વ.42 રહે.શકત શનાળા, તા.મોરબી

ઉપરોક્ત ચારેય આરોપીઓ વિરૂધ્ધ પ્રીઝનર એક્ટ કલમ- 42,43,45 મુજબ અલગ-અલગ ગુન્હાઓ દાખલ કરાવવામાં આવેલ છે.

જેલની હાઇ સિક્યુરીટી બેરેકની છત ઉપરથી મળી આવેલ રોકડ રકમ તથા ચાર્જર

> 500 ના દર ની નોટ નંગ-100, કુલ્લે રૂપિયા 50,000/- તથા ચાર્જર નંગ-1 કિં.રૂપિયા 100/-

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત :

> કાળાં કલરનો એપ્પલ કંમ્પનીનો આઇફોન નંગ-01 , કિ.રૂ.10,000/- (નં.1 વાળાં પાસેથી)

– કુલ 4 મોબાઈલ

> રોકડા રૂપિયા-50,000/- (જેલની હાઇ સિક્યુરીટી બેરેકની છત ઉપરથી મળી આવેલ રોકડ)

> મોબાઇલ ફોનના ચાર્જર નંગ-02, કિ.રૂ.200/-

કુલ્લે કિ.રૂ.1,40,700/-

આરોપીઓ વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાની વિગત:

1). પ્રોહીબીશન તળે કુલ્લે-૦૭ કેસો ગુના દાખલ કરવામાં આવ્યા

2). જેલની અંદર ગેર કાયદેસર મોબાઇલ ફોનના ઉપયોગ બદલ તેમજ રોકડ રકમ મળી આવેલ તે બાબતે અલગથી ગુન્હો દાખલ કરવામાં આવ્યો

સાગર બાગમારે વધુમાં જણાવ્યું કે જુદી જુદી કલમો મુજબ 8 જુદા જુદા ગુના એ ડિવિઝન પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યા છે, જેલ પ્રશાસન ની શુ ભૂમિકા કે બેદરકારી રહેલ છે તે અંગે તપાસ કરવામાં આવશે અને આગળ ની કાર્યવાહી કરવામાં આવશે

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">