AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત ATS ને મોટી સફળતા, 250 કરોડ રૂપિયાના હેરોઇનના જથ્થા સાથે સાત પાકિસ્તાનીઓની ધરપકડ

ગુજરાત ATS એ ભારતીય જળસીમામાં ઘુસાડવામાં આવેલા 250 કરોડ રૂપિયાના હેરોઇનના જથ્થાને જપ્ત કરી સાત પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે.

ગુજરાત ATS ને મોટી સફળતા, 250 કરોડ રૂપિયાના હેરોઇનના જથ્થા સાથે સાત પાકિસ્તાનીઓની ધરપકડ
File Photo
Mihir Soni
| Edited By: | Updated on: Jun 07, 2022 | 7:09 AM
Share

ગુજરાતનો (Gujarat) દરિયા કિનારો ફરી એક વખત ડ્રગ્સની હેરાફેરી માટે સૌથી સરળ રસ્તો બન્યો હોય તે પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ગુજરાત ATS એ ભારતીય જળસીમામાં ઘુસાડવામાં આવેલા 250 કરોડ રૂપિયાના હેરોઇનના જથ્થાને જપ્ત કરી સાત પાકિસ્તાનીઓની (Pakistani) ધરપકડ કરી છે મહત્વનું છે કે આરોપીઓએ દરિયામાં ડ્રગ્સની હેરાફેરી માટે અલગ જ મોડસ ઓપરેન્ડી અપનાવી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ATS એ બાતમીના આધારે તપાસ હાથ ધરી

ગુજરાત એટીએસની ગિરફતમાં દેખાતા આ તમામ પાકિસ્તાની માછીમારો માછીમારીની સાથે- સાથે ડ્રગ્સની હેરાફેરીનું પણ કામ કરતા હાલ જેલ હવાલે થવાનો વારો આવ્યો છે.મહત્વનું છે કે, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે પાકિસ્તાનના પીસકાન, ગવાદર બંદરથી પાકિસ્તાની બોટ અલ-નોમાન માદક પદાર્થની ગુજરાતના જખોમાં દરિયામાં ડિલિવરી કરવાની છે. જે બાતમીના આધારે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની(Gujarat Coast Guard)  ટીમે અલ નોમાન બોટને ઝડપી તપાસ કરતાં તેમાં કોઈપણ માદક પદાર્થ મળી આવ્યું ન હતું, પરંતુ તેમાં હાજર રહેલા ખલાસીઓની સામે ગુનો દાખલ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે બોટના ખલાસીઓએ કોસ્ટગાર્ડની બોટ પોતાની તરફ આવતી દેખાતા જ પોતાની બોટમાં રહેલ ડ્રગ્સના કોથળાને દરિયામાં ફેંકી દીધો હતો.

50 કિલો હેરોઇન કબજે કર્યું

દરિયામાં ફેંકેલા ડ્રગ્સની તપાસ કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને એસ.ઓ.જી તેમજ મરીન પોલીસને (Marin Police) સૂચના આપવામાં આવી હતી.જેમાં જખૌ મરીન પોલીસ દ્વારા દરિયાકિનારાની તપાસ શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન જખૌના દરિયા કિનારે શિયાળ ક્રિક પાસેથી મળી આવ્યા હતા, જે જથ્થા વિશે પકડાયેલા માછીમારોનેપૂછતા હવે તેઓએ જ આ કોથળા દરિયામાં ફેંક્યા હોવાની કબૂલાત કરી હતી. મહત્વનું છે કે એટીએસએ કુલ 49 જેટલા પેકેટમાં 50 કિલો હેરોઇન કબજે કર્યું હતુ.

ATS ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાની ડ્રગ માફિયા શાહિદ અને શહાબ દ્વારા અગાઉ પકડાયેલી પાકિસ્તાની બોટલ અલ નોમાન મારફતે ભારતમાં ઘુસાડવાના માટે મોકલવામાં આવ્યું હતું. હાલ ગુજરાત ATS એઆરોપીઓની વધુ પૂછપરછ કરી છે અને ગુજરાતમાં ઘુસાડવામાં આવતું કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી મોટી સફળતા હાંસલ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">