વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Naredra Modi)એ જૂનાગઢ (Junagadh) જિલ્લાના ગાઠીલામાં ઉમિયાધામ (Umiyagham) મંદિરના 14મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. મોદીએ ગુજરાતીમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ગાંઠિલામાં ભવ્ય આયોજનનું નિમંત્રણ આપ્યું તેનો આનંદ છે પણ જો રૂબરૂ આવી શક્યો હોત તો વધુ આનંદ થાત. આમ છતાં વર્ચ્યુઅલી જૂના જોગીઓના દર્શન થયા તે આનંદની વાત છે. તેમણે કહ્યું કે નવરાત્રીમાં માતાજી તમારી મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના છે. આ જપ-તપની ભૂમી છે. આ ગીરનાર, જેના પર મા અંબાના બેસણા છે. આપ સૌ માના આશીર્વાદથી ગુજરાતના વિકાસ માટે હમેશાં યોગદાન આપતાં રહ્યા છો. તેમણે કહ્યું કે મે તમારી આ સમુહ શક્તિનો અનુભવ કર્યો છે.
તેમણે કહ્યું કે આજે રામ નવમી છે. મારા માટે તમારી વચ્ચે આવવું નવું નથી. મા ઉમિયાના ચરણમાં જવું પણ નવું નથી. છેલ્લા 35 વર્ષમાં ક્યાંક ને ક્યાંક તમારી વચ્ચે આવવાનું થાય જ છે. 2008માં લોકાર્પણ માટે અહીં આવવાનો મોકો મળ્યો હતો. આ ધાર્મિકની સાથે સામાજિક અને ટુરીઝમનું ક્ષેત્ર બની ગયું છે. અહીં વિવિધ સુવિધાઓ ઊભી કરાઇ છે. જેનાથી મા ઉમિયાના ભક્તોને જે કંઈ જરૂર હોય તે આપવાનો પ્રયાસ થયો છે. આ 14 વર્ષના ટૂંકા ગાળામાં જે પ્રગતી થઈ તે બદલ અનેક અભિનેદન પાઠવું છું.
વડાપ્રધાને કહ્યું કે મુખ્યમંત્રીએ લાગણીસભર વાત કરી કે હું ઉમિયા માતાનો ભક્ત હોઉ તો આ ધરતી મારી માતા છે. માતાને પીડા આપવી જરાય યોગ્ય નથી. આપણે અત્યારે ધરતી માતાને ઝેર પીવડાવી રહ્યાં છીએ તે અટકાવવું જ પડશે. આ ધરતી માતાને બચાવવી એ પણ મોટું અભિયાન છે. હવે કેમિકલથી કેમ મુક્તિ મળે તે જોવું પડશે, કેમિકલનો આમ જ ઉપયોગ થતો રહેશે તો એક દિવસ ધરતી માતા આપણને આપવાનું બંધ કરી દેશે. એટલે માતાને બચાવવી જ પડશે. પ્રાકૃતિક ખેતી માટે જેટલું થઈ શકે તે કરવું જોઈએ, અને તો આ ગુજરાત ખીલી ઉઠશે.
તેમણે કહ્યું કે આપણે પાણીની અછતમાં જીવીએ છીએ. આપણે સિંચાઈ માટેની વિવિધ યોજનાઓ ચલાવી તે મહત્ત્વનું છે. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓને જણાવતો કે પાણી માટે અમારે આટલો ખર્ચ કરવો પડે છે ત્યારે તેમને અશ્ચર્ય થતું. કેમ કે તેમના આવી સમસ્યાઓને સામનો કરવો જ પડતો નથી. આપણે જળ સંયય માટે કામ કરવું જ જોઈએ.
પ્રાકૃતિક ખેતી વિશે તેમણે કહ્યું કે ગુજરાતના રાજ્યપાલ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપે છે. તે આપણા માટે સારી વાત છે. મને રૂપાલાએ કહ્યું હતું કે આપણા ઘણા ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને તેનો ગર્વ લે છે. ગુજરાતના ગામેગામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે આગળ આવે તે જરૂરી છે. એક સમયે હું કે કેશુભાઈ જે કામ કરતાં હતા તે રીતે જ આજે ગુજરાતના મુખ્યમંત્રી પણ કરી રહ્યા છે. આ માટે મા ઉમિયાના આરાધકોને ખાસ અપીલ છે અને મને તમારા પર વિશ્વાસ છે.
મોદીએ પાટીદારોની સમજશક્તિના વખાણ કરતાં કહ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં દીકરીઓની સંખ્યા ખુબ ઘટી રહી હતી. આવામાં એક વખત હું ઉઝા ઉમિયા ધામમાં ગયો હતો ત્યારે મે પાટીદાર આગેવાનોને બેટી બચાવવાવી અપીલ કરી હતી અને પાટીદારોએ તે કરી બતાવ્યું છે. પાટીદાર સમાજમાં હવે બેટી વચાવવામાં અગળપડતું સ્થાન ધરાવે છે. તેમણે એમ પણ કહ્યું કે દીકરી પણ હવે બધા ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. મહેસાણાની દિવ્યાંગ દીકરીએ ઓલિમ્પિકમાં મેડલ મેળવ્યો છે. મહત્ત્વનીવાત એ છે કે આ વખતે ગુજરાતની 6 દીકરીઓ ઓલિમ્પિકમાં ગઈ હતી. માતા ઉમિયાની ભક્તિથી આ તાકાત મળે છે.
આપણા ગુજરાતમાં બાળકો કુપોષિત હોય તે ન પાલવે, આપણે ત્યાં ગરીબી નથી પણ બાળકો ભાવતું નથી તેમ કરીને ન ખાય અને બહારની જે તે વસ્તુ ખાયને પેટ ભરે જેથી તે કુપોષિત રહે છે. આપણે દીકરીના સ્વાસ્થ્યની વધું ચિંતા કરવી જોઇએ, તેનાથી જ આપણે આવનારો સ્વસ્થ સમાજ મેળવી શકીશું. તેમણે કુપોષિત ગુજરાતનું આહવાન કર્યું હતું.
તેમણે કહ્યું કે ભગવાન રામની સાથે નાના માણસોના નામ જોડાયાં છે. રામ આ બધાને સાથે લઈને ચાલનારા હતા. આમ નાનામાં નાના માણસોને સાથે લઈને ચાલનારાને કાળક્રમે લોકો યાદ કરે છે અને ઉચ્ચ સ્થાન આપે છે.
તેમણે સ્વસ્થતા અભિયાન ચલાવવાનું આહવાન કરતાં કહ્યું કે આપણે સ્વસ્થતા માટે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરીએ, ગાયો પ્લાસ્ટિક ખાય તે મા ઉમિયાના ભક્તો તરીકે પાલવે નહીં. આ માટે આ પણ આગળ આવવું જ પડશે.
આ પણ વાંચોઃ Ahmedabad: ઈસ્કોન મંદિર અને SGVP ગુરુકુળમાં રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ
આ પણ વાંચોઃ Ahmedabad: AMC વિપક્ષના નેતાની મુલાકાત બાદ સ્માર્ટ શાળાની પોલ ખુલી, જાણો આ સ્માર્ટ શાળાની કેવી છે સ્થિતિ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો