Ahmedabad: ઈસ્કોન મંદિર અને SGVP ગુરુકુળમાં રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરાઈ
અમદાવાદમાં (Ahmedabad) પણ SGVP ગુરુકુળ ખાતે રામ નવમીને (Ram Navami)લઈને મીની કાર્નિવલ યોજી રામનવમીની ઉજવણી કરવામાં આવી. તો ઇસ્કોન મંદિર ખાતે 56 ભોગ, રામ અભિષેક અને ભંડારા સહિતના કાર્યક્રમ રાખી ઉજવણી કરવામાં આવી
આજે દેશભરમાં રામ નવમીની (Ram Navami) ઉજવણી (Celebration) કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) પણ SGVP ગુરુકુળ ખાતે રામ નવમીને લઈને મીની કાર્નિવલ યોજી રામ નવમીની ઉજવણી કરવામાં આવી. રામનવમી અંતર્ગત 9 અને 10 એપ્રિલ સુધી આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ. ઉજવણીમાં ચિત્રો અને નાટક મારફતે ભગવાન રામના જીવનને વર્ણવવામાં આવ્યું તો ઈસ્કોન મંદિર ખાતે 56 ભોગ, રામ અભિષેક અને ભંડારા સહિતના કાર્યક્રમ રાખી ઉજવણી કરવામાં આવી
અમદાવાદમાં SGVP ગુરુકુળ ખાતે રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. રામ જીવનના વિવિધ 59 પ્રસંગો પર બાળકોએ ચિત્રો બનાવી એક્ઝિબિશનમાં મુક્યા. જ્યારે 6 વિશેષ પ્રસંગ પર નાટ્યવલી રજૂ કરવામાં આવી. આ વિશેષ આયોજન થકી લોકો રામ જન્મ અને રામ જીવન વિશે જાણી શકે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમજ બાળકો રામ જન્મ વિશે અવગત થાય તે માટેનો પ્રયાસ હતો. જે ચિત્રો 75 બાળકોએ 15 દિવસમાં બનાવી તેમજ નાટક શીખી પોતાની કલા રજૂ કરી હતી.
ઈસ્કોન મંદિરમાં રામનવમીની ઉજવણી
અમદાવાદના વિવિધ મંદિરોમાં રામનવમીની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી. ઈસ્કોન મંદિરમાં રામનવમી નિમિત્તે રામ જન્મ, રામ અભિષેક તેમજ 56 ભોગનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી. ઈસ્કોન મંદિરમાં ભગવાનને પહેરાવવા વૃંદાવનથી ખાસ ફૂલ આકારના બનાવવામાં આવેલા વાઘા મગાવવામાં આવ્યા હતા. જેણે ભક્તોમાં એક અનેરું રૂપ ઉભું કર્યું હતુ તો ભગવાનને ધરાવવા 400 જેટલી વસ્તુઓ બનાવવામાં આવી. 6 હજાર ભક્તો માટે ભંડારાનું આયોજન કરાયું હતુ. જેની અંદર દાળ, ભાત, શાક-પુરી, રોટલી, મોહનથાળ સહિત 10 જેટલી વસ્તુ બનાવવામાં આવી હતી.
મંદિરના સેવકોની વાત માનીએ તો કોરોનાકાળના બે વર્ષ બાદ ઈસ્કોન મંદિરમાં રામનવમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ. આ વર્ષે છૂટછાટ સાથે રામનવમી ઉજવણીનું આયોજન કરાયું હતુ. આ ઉજવણીમાં ભક્તોએ પણ મોટી સંખ્યામાં દર્શન કરી ભાગ લીધો તો ભક્તોએ ભજન કીર્તનની પણ મજા માણી ભક્તિનો અનેરો લાવો લીધો હતો.
એટલું જ નહીં પણ ઈસ્કોન મંદિર ખાતે બે પ્રસંગ જોવા મળ્યા. કેમ કે આજે રામનવમીના દિવસે ઈસ્કોન મંદિરના 25 વર્ષ પૂર્ણ થયા હોવાથી મંદિર માટે આજના દિવસે બે પ્રસંગની ઉજવણી કરાઈ. જ્યાં ભક્તોએ રામનવમીના દિવસે ઈસ્કોન મંદિરે દર્શન કરી ભક્તિનો અનેરો લાવો લીધો તો આજનો દિવસ બે પ્રસંગના કારણે મંદિર માટે યાદગાર દિવસ બની રહ્યો.
આ પણ વાંચો-ધોરણ 10નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું કરનાર સંજેલીના ચાર યુવાનોને LCBએ ઝડપી લીધા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો