Junagadh: આજથી ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, 8 માર્ચ સુધી જામશે મેળાનો માહોલ

મહાશિવરાત્રીના મેળાને લાખો ભાવિકોની આસ્થા, આગમન તેમજ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ માનવામાં આવે છે. ચાર દિવસ સુધી ચાલતા આ પ્રસિદ્ધ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી એસટી નિગમ દ્વારા ખાસ વધારાની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Junagadh: આજથી ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, 8 માર્ચ સુધી જામશે મેળાનો માહોલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2024 | 9:22 AM

દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનુ આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ભવનાથમાં પરંપરા મુજબ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. 5 માર્ચથી 8 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં આવતા ભાવિકોને કોઈ જાતની અગવડ ન પડે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાશિવરાત્રીના મેળાને લાખો ભાવિકોની આસ્થા, આગમન તેમજ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ માનવામાં આવે છે. ચાર દિવસ સુધી ચાલતા આ પ્રસિદ્ધ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી એસટી નિગમ દ્વારા ખાસ વધારાની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળો શરૂ થવાના બે દિવસ અગાઉથી જ ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન શરૂ થઈ ગયુ છે. ભવનાથ મહાદેવના મંદિરમાં ધજારોહણ સાથે મેળાનો વિધિવત પ્રારંભ થાય છે.

મૃગીકુંડમાં સાધુ સંતોના સ્નાન બાદ મેળો પૂર્ણ થશે

મેળામાં ત્રણ અખાડામાં ધ્વજારોહણ થાય છે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતો વહેલી સવારે મૃગીકુંડમાં સ્નાન કરે છે અને આ સ્નાન બાદ મેળો સંપન્ન થાય છે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠમાં લોકો ભગવાન શિવની ભક્તિમાં લીન થાય છે અને જય ગિરનારી, બમ બમ ભોલે અને હરહર મહાદેવના નારા સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

મેળા દરમિયાન ગિર સફારી પાર્ક રહેશે બંધ

મહાશિવરાત્રીના મેળા દરમિયાન વન વિભાગનો સ્ટાફ પણ મેળામાં વ્સસ્ત રહેતા હોવાથી પાંચ દિવસ સુધી ગીર નેચર સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે.

પ્લાસ્ટિક પર પ્રતિબંધ

જુનાગઢ ગીરનાર અને ભવનાથ તળેટી સહિત આસપાસના ગામોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવા તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે. તંત્રએ શિવરાત્રિના મેળા દરમિયાન પણ પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગીરનાર પર્વત પર પર્યાવરણ સંરક્ષણ અને કચરાની સફાઇ મુદ્દે છેલ્લા કેટલાંક સમયથી વિવાદ ચાલતો હતો. આ સફાઈ અંગેનો વિવાદ અને પ્લાસ્ટિકનો મુદ્દો હાઇકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. ત્યારે હાઇકોર્ટની ફટકાર બાદ તંત્રએ પ્લાસ્ટિક પ્રતિબંધની કામગીરી કરી છે. તંત્રએ શ્રદ્ધાળુઓને પણ અપીલ કરી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. જો કોઇ વ્યક્તિ પાસે પ્લાસ્ટિક મળશે તો દંડનીય કાર્યવાહી કરાશે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh    

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
g clip-path="url(#clip0_868_265)">