Junagadh: શું ગરમી અને ક્લાઈમેટ ચેન્જને કારણે શ્વાન હિંસક બને છે? જાણો નિષ્ણાંતોના મતે શ્વાનના હુમલા વધવા પાછળ ક્યાં કારણો છે જવાબદાર

|

May 25, 2023 | 4:12 PM

Junagadh: રાજ્યમાં ડોગ બાઈટના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. શું શ્વાનને પણ ગરમી અને ક્લાઈમેટ ચેન્જની અસર થાય છે? શું હોર્મોનલ ચેન્જિસને કારણે શ્વાન હિંસક બને છે અને હુમલો કરી બેસે છે. જુનાગઢના કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત શ્વાનના હુમલા વધવા પાછળ ગરમી પણ એક પરિબળ હોવાનુ ગણાવે છે.

Junagadh: શું ગરમી અને ક્લાઈમેટ ચેન્જને કારણે શ્વાન હિંસક બને છે? જાણો નિષ્ણાંતોના મતે શ્વાનના હુમલા વધવા પાછળ ક્યાં કારણો છે જવાબદાર

Follow us on

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ સહિતના શહેરોમાં તાજેતરમાં ડોગ બાઈટના હુમલા વધ્યા છે. હ્યુમન-એનિમલ કોન્ફ્લિક્ટ વિષય પર રિસર્ચ પણ શરૂ કરવામાં આવ્યા છે. ડોગ બાઈટ, કાઉ ફાઈટ ઉપરાંત માનવવસ્તી હોય તેવા વિસ્તારોમાં જંગલી પ્રાણીઓની અવરજવર વધવા પાછળના કારણો પણ તપાસાઈ રહ્યા છે. આધુનિક બદલાવ વચ્ચે પાણી અને ખોરાકની તંગી પ્રાણીઓને હિંસક બનાવી રહ્યા હોવાનુ પણ એક તારણ છે.

અસલામતી અનુભવતા શ્વાન કરી દે છે હુમલો

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ શહેરી વિસ્તારોમાં પ્રાણીઓની જગ્યા માણસો છીનવી રહ્યા છે. હોર્મોનલ અને ક્લાઈમેટ ચેન્જની અસર પ્રાણીઓમાં પણ થાય છે. શ્વાનની મેટિંગ સિઝન ડિસેમ્બર અને મે મહિનો હતી તે ડિસેમ્બરથી લંબાઈને માર્ચ સુધી થઈ છે. પિરિયડ દરમિયાન પણ પ્રાણીઓ એગ્રેસિવ રહે છે. ફિમેલ ડોગ બચ્ચાને જન્મ આપે ત્યારે હિંસક રહે છે. અસલામતી અનુભવતા વ્યક્તિ વાહન ઉપર કે અન્ય કોઈ પીતે પણ એટેક કરે છે. વધુ પડતુ શહેરીકરણ પણ શ્વાનના આક્રમક બનવા માટે કારણભૂત છે.

ગરમીને અને ઘોંઘાટને કારણે શ્વાન માનસિક સંતુલન ગુમાવે છે

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વેટરનરી વૈભવસિંહ ડોડિયાના જણાવ્યા મુજબ શ્વાનના હુમલા વધવા પાછળ વાતાવરણ પણ અસર કરે છે. નાના બાળકો પર અને વૃદ્ધો પર શ્વાનના હુમલાનું પ્રમાણ વધ્યુ છે. ગરમીને કારણે શ્વાન પણ ટેમ્પરામેન્ટ ગુમાવે છે. પાણી ઓછુ મળવાના કારણે પણ શ્વાન હિંસક બની રહ્યા છે. સૌથી વધુ શ્વાન નાના બાળકો પર અને વૃદ્ધો પર વધુ હુમલા કરે છે. શ્વાન માટે પણ ઠંડા પાણીની જો વ્યવસ્થા થાય તો શ્વાન પણ માનસિક સંતુલન ગુમાવે નહીં. ઘણા લોકો શ્વાનને દૂધ પીવડાવતા હોય છે. પરંતુ ઉનાળામાં શ્વાનને છાશ પીવડાવવી જોઈએ. જો શ્વાનને ઠંડી છાશ મળે તો હુમલાનું પ્રમાણ ઘટાડી શકાય.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

ગરમીની સિઝનમાં શ્વાન પણ મગજમાં ગરમી ચડવાની સમસ્યાથી પીડાય છે

રખડતા શ્વાનને સ્થાનિકો જો ખોરાક આપે તે છાંયાવાળી જગ્યાએ આપવો જોઈએ. ઉપરાંત શક્ય હોય એટલો વાસી ખોરાક તેમને ન આપવો જોઈએ. શ્વાનને તીખુ તળેલુ પણ આપવુ હિતાવહ નથી. શ્વાનને રોટલી અને છાશ આપવી જોઈએ. ઉનાળામાં ઠંડી છાશ અને રોટલી શ્વાનને મળશે તો તે માનસિક સંતુલન ગુમાવશે નહીં. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વેટરનરી ડૉક્ટર વૈભવસિંહના જણાવ્યા મુજબ શ્વાન પર પણ ખાનપાનની અને વાતાવરણની અસર થતી હોય છે. ગરમીને કારણે પણ શ્વાન હિંસક બનતા હોય છે. ગરમીના સમયગાળામાં પ્રાણીઓ મગજમાં ગરમી ચડવાની સમસ્યાથી પીડાતા હોય છે. વૃક્ષોનો છાંયડો ઘટવાથી પણ શ્વાનની પ્રકૃતિ તામસી બની રહી છે.

આ પણ વાંચો : Junagadh : શહેરી વિસ્તારોમાં કેમ વધી રહ્યો છે આખલાઓને આતંક ? જાણો નિષ્ણાંતોની દ્રષ્ટિએ આખલાઓની વધતી આક્રમક્તા માટે કયા કારણો છે જવાબદાર

નિષ્ણાંતોના મતે જેમ માણસને દરેક ઋતુ અને પરિસ્થિતિની અસર થાય છે તેમ પ્રાણીઓને પણ થાય છે. માણસ જાત આ બાબતો સમજીને પ્રાણીઓ સાથે અનુકંપાથી વર્તે તો શ્વાનના હુમલા પર અંકુશ મેળવી શકાય છે. ઘાસ કરીને ઘોંઘાટને કારણે પણ પશુઓ હિંસક બને છે.

ઈનપુટ ક્રેડિટ- વિજયસિંહ પરમાર- જુનાગઢ

જુનાગઢ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:23 pm, Mon, 22 May 23

Next Article