સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદને કારણે લીલો દુષ્કાળ સર્જાવાની ભીતિ, જુનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદરમાં વરસાદે વેર્યો વિનાશ- Video

ગુજરાતમાં મેઘરાજા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિશેષ મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. ખાસ કરીને પોરબંદર, દ્વારકા, જુનાગઢ, ગીરસોમનાથમાં ભારે થી અતિ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. જેમા પોરબંદર અને જુનાગઢમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2024 | 7:08 PM

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે કે પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. મોટા ભાગના જિલ્લાઓમાં અનરાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તેમાં પણ ખાસ કરીને પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર થતાં સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઇ છે. ખેતરો પાણીમાં ગરકાવ થતાં બેટ જેવા દ્વશ્યમાન થઇ રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક સ્થળો પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ અને રાજકોટમાં પણ અત્યંત ભારેની આગાહી કરાઇછે. બીજી તરફ 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરનો સમાવેશ થાય છે.  મધ્ય ગુજરાતના 5 જિલ્લા અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અનરાધાર વરસાદથી ફરી એક વખત જુનાગઢ જિલ્લો જળબંબાકાર બન્યો. ખાસ કરીને જુનાગઢના કેશોદ પંથકમાં સ્થિતિ વિકટ બની. કેશોદના ઘેડ પંથકમાં આવેલ અખોદર ગામે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમનાં દરવાજા ખોલવામાં આવતાં સમગ્ર ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યાં છે. ત્યારે અખોદર ગામે વાડી વિસ્તારમાં 4 પશુપાલકો ફસાયા. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી અને વોટર બોટની મદદથી ચારેયને સહીસલામત પાણીમાંથી બહાર કાઢ્યા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જુનાગઢમાં અવિરત વરસાદને કારણે ઘેડ પંથકના ગામો ત્રીજી વાર બેટમાં ફેરવાયા. ઘેડ પંથકના સરમા, સમરડા, સાંઢા, ઘોડાદર, ભાથરોટ સહિતના ગામો જળમગ્ન થયા. અવિરત વરસાદ પડતાં ક્યાંક ખુશી ક્યાંક તારાજી જોવા મળી રહી છે. ખેડૂતોના ખેતરોમાં નદી જેવી સ્થિતિ સર્જાઇ છે. ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકોનું વાવેતર કર્યું છે. પરંતુ ઓઝત નદીના પાળા તૂટ્યા બાદ સ્થિતિ વધુ વિકટ બની છે.

દેવભૂમિ દ્વારકા પંથકને સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધમરોળી નાંખ્યો. ભારે વરસાદને કારણે ખંભાળિયા તાલુકાનો સિંહણ ડેમ ઓવર ફ્લો થયો. જેના સુંદર દ્રશ્યો સામે આવ્યા. ઉપરવાસ વિસ્તારમાં એક જ રાતમાં પડેલા પડેલા વરસાદે સિંહણ ડેમને છલકાવી દીધો.

દ્વારકાના જામ રાવલમાં પણ ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. જામ રાવલ ગામે ભારે વરસાદ થતા જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને HGL હાઇસ્કુલ પાસેના વિસ્તારોમાં ધસમસતા પાણી ફરી વળ્યા. સમગ્ર ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જામ રાવલ ગામે તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદથી પાણી ભરાયા. ભાટિયામાં ધોધમાર વરસાદમાં ચારે તરફ પાણી પાણી થઇ ગયું. ભાટિયા ગેટ પાસેના ભોગાત જતા માર્ગ પર પાણી ફરી વળ્યાં. જેના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી. ભાટિયાના કાલેશ્વર મંદિર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોમાં પણ પાણી ફરી વળ્યા. ધસમસતા પાણીના પૂરના કારણે મકાનોની દિવાલ ધરાશાયી થઇ. ઘરવખરી પણ પલળી જતા લોકોને હાલાકી વેઠવી પડી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">