Rashmika Mandanna Reaction : અલ્લુ અર્જુનની ધરપકડ પર રશ્મિકા મંદાનાનું નિવેદન આવ્યું સામે, જુઓ

પુષ્પામાં શ્રીવલ્લીનું પાત્ર ભજવનાર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ અલ્લુ અર્જુનને કસ્ટડીમાં લેવાયાની ઘટના પર ટિપ્પણી કરી હતી. રશ્મિકાએ કહ્યું, 'હું અત્યારે જે જોઈ રહી છું તે હું વિશ્વાસ નથી કરી શકતી. જે ઘટના બની તે એક દુર્ભાગ્યપૂર્ણ અને ખૂબ જ દુઃખદ ઘટના હતી.

Rashmika Mandanna Reaction : અલ્લુ અર્જુનની ધરપકડ પર રશ્મિકા મંદાનાનું નિવેદન આવ્યું સામે, જુઓ
Follow Us:
| Updated on: Dec 13, 2024 | 10:56 PM

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન હાલમાં માત્ર પોતાની ફિલ્મ માટે જ નહીં પરંતુ અન્ય એક કારણથી પણ ચર્ચામાં છે. તાજેતરમાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2: ધ રૂલ રિલીઝ થઈ હતી. ફિલ્મને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને પુષ્પાના તોફાનને કારણે તમામ રેકોર્ડ તુટી ગયા.

આ દરમિયાન અલ્લુ અર્જુનને હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસને લઈને કાનૂની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, જોકે અલ્લુ અર્જુનને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. અલ્લુ અર્જુનને કસ્ટડીમાં લીધા બાદ પુષ્પાના શ્રીવલ્લીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી
રાજ કપૂરનું આ 3 એક્ટ્રેસ સાથે જોડાયેલું હતું નામ, એક ના કારણે પત્નીએ છોડ્યું હતું ઘર!
Vastu shastra : કેવી રીતે જાણી શકાય, ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં ?
Video : રસ્તા પરની આ 3 લાઇન વિશે જાણી લો, નહીં થાય તમારું એક્સિડન્ટ
'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરવાના 7 ફાયદા

પુષ્પામાં શ્રીવલ્લીનું પાત્ર ભજવનાર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ અલ્લુ અર્જુનને કસ્ટડીમાં લેવાયાની ઘટના પર ટિપ્પણી કરી હતી. રશ્મિકાએ કહ્યું, ‘હું અત્યારે જે જોઈ રહી છું તેનો મને વિશ્વાસ નથી થઈ રહ્યો. જે ઘટના બની તે એક દુર્ભાગ્યપૂર્ણ અને ખૂબ જ દુઃખદ ઘટના હતી.’ અભિનેત્રીએ આગળ કહ્યું, ‘જોકે, તે જોઈને નિરાશા થાય છે કે દરેક વસ્તુ માટે માત્ર એક જ વ્યક્તિને દોષી ઠેરવવામાં આવે છે. આ સ્થિતિ અવિશ્વસનીય અને હૃદયદ્રાવક છે.

આ બનાવ સંધ્યા થિયેટરમાં બન્યો હતો

તમને જણાવી દઈએ કે, 4 ડિસેમ્બરના રોજ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં અકસ્માત દરમિયાન એક મહિલાનું મોત થયું હતું, જ્યારે મહિલાનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન, ફિલ્મ રીલિઝ થયા બાદ અલ્લુ અર્જુને એક વીડિયો જાહેર કર્યો અને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને પીડિત પરિવારને પણ મળ્યા અને તેમને મદદની ઓફર કરી.

મહિલાના પરિવારજનોએ શું કહ્યું?

તે જ સમયે, એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે મહિલાના પરિવારે કહ્યું હતું કે અકસ્માતમાં અલ્લુ અર્જુનનો દોષ નથી. આવી સ્થિતિમાં તેને દોષિત ન ગણવો જોઈએ. હાલ અલ્લુને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. અલ્લુ સાથે બનેલી આ ઘટના અંગે અન્ય ઘણા લોકોએ પણ પ્રતિક્રિયા આપી છે. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પણ અલ્લુ અર્જુનની કસ્ટડી કેસ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઘટનાને દુ:ખદ ગણાવી છે.

g clip-path="url(#clip0_868_265)">