AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જૂનાગઢમાં શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે સવાજની લટારનો Video વાયરલ

જૂનાગઢના વાઘેશ્વરી માતાજીના મંદિર નજીક સિંહ દેખાતા વન વિભાગ એલર્ટ થયું છે. રજાઓમાં ભવનાથ વિસ્તારમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે સિંહની હાજરી જોવા મળી હતી. વન વિભાગની ટીમ અને નવ નિયુક્ત ટ્રેકર્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2026 | 2:09 PM
Share

જૂનાગઢના ભવનાથમાં અવાર-નવાર સિંહના આંટાફેરાના વીડિયો સામે આવતા હોય છે. હાલમાં જૂનાગઢમાં શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે સવાજની લટારથી ખળભળાટ ફેલાયો છે. ભવનાથમાં આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિર નજીક અચાનક સિંહ દેખાતા દોડધામ મચી ગઈ હતી. વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને સિંહને સુરક્ષિત રીતે શ્રદ્ધાળુઓના રસ્તાથી દૂર ખસેડાયો હતો.પરંતુ શહેરી વિસ્તારમાં સિંહના આંટાફેરાએ ચિંતા વધારી છે. અવારનવાર રહેણાંક વિસ્તારમાં સિંહની દેખાતા લોકોમાં ભયનો માહોલ છે.

સિંહ અને નાગરિકો બંને સુરક્ષિત

સિંહને યાત્રાળુઓના માર્ગથી દૂર ખસેડાયો હતો. વન વિભાગની સતર્કતાથી સિંહ અને નાગરિકો બંને સુરક્ષિત છે.ભવનાથ વિસ્તારમાં વન વિભાગની ઝડપી કામગીરીથી મોટી ઘટના ટળી હતી. આ પહેલી વખત નથી કે, ભવનાથ વિસ્તારમાં સિંહ દેખાયો હોય. આ પહેલા પણ અનેક વખત ભવનાથ તળેટીમાં સિંહોના અવાર-નવાર આંટાફેરા જોવા મળતા હોય છે. થોડા મહિના પહેલા જ ગિરનારના પગથિયા પર સિંહે બાળકને ફાડી ખાધો હતો. ત્યારબાદ વનવિભાગ સતર્ક થયું છે.

એક બાજુ તહેવારોની સીઝન આવી રહી છે. તેમાં પણ શનિ-રવિની રજામાં ભવનાથમાં લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. રજાઓમાં મોટી સંખ્યામાં લોકો ગિરનાર, કાશ્મીર બાપુની જગ્યા અને જટાશંકરના મંદિરે મોટી સંખ્યાં જતા હોય છે. રજાઓમાં ભવનાથમાં મેળાવડો જામે છે. ત્યારે  આ ભીડ વચ્ચે સિંહ દેખાતા ખળભળાટ મચ્યો હતો.

Breaking News : અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ અહી ક્લિક કરો

Follow Us
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video
અમદાવાદમાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા
અમદાવાદમાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા
એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છેઃ USAમાં બોલ્યા મોહન ભાગવત
એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છેઃ USAમાં બોલ્યા મોહન ભાગવત
મધ્યપ્રદેશના સતના-ચિત્રકૂટમાં ભારે પૂર, 26 રાજ્યમાં વરસાદની આગાહી
મધ્યપ્રદેશના સતના-ચિત્રકૂટમાં ભારે પૂર, 26 રાજ્યમાં વરસાદની આગાહી
આજનું રાશિફળ: અટકેલા પૈસા અને નવા કરારથી થશે ફાયદો
આજનું રાશિફળ: અટકેલા પૈસા અને નવા કરારથી થશે ફાયદો
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
છોટા ઉદેપુરમાં શાળાનું મકાન જર્જરીત થતા બાળકો મંદિરમાં ભણવા લાચાર
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવા વધુ 15 દિવસની મુદત
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
વૈશ્વિક હીરાની માંગથી સુરત ઉદ્યોગને મોટો વેગ
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
g clip-path="url(#clip0_868_265)">