Breaking News : અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ
વરસાદના વિરામ બાદ અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. શહેરના આ વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે.
વરસાદની ઋતુ ચાલી રહી છે. ડેન્ગ્યુ તાવ લોકો માટે ખૂબ જ ચિંતાનું કારણ બની રહ્યો છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા છે.ઓગસ્ટમાં અસારવા સિવિલમાં ડેન્ગ્યુના 45, સોલા સિવિલમાં 267 કેસ નોંધાયા છે.ગોતા, થલતેજ, બોપલ, નવરંગપુરા, જોધપુરમાં ડેન્ગ્યુના વધુ કેસ છે.કન્સ્ટ્રક્શન સાઈટ્સ, ઘરમાં મચ્છરનો ઉપદ્રવથી રોગચાળો વકર્યો છે.
ડેન્ગ્યુ ઘણીવાર તાવ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો અને નબળાઈ આવી જાય છે. જોકે, જો સામાન્ય રીતે અવગણવામાં આવે તો કેટલાક લક્ષણો ગંભીર બની શકે છે. ડેન્ગ્યુના લક્ષણો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ડેન્ગ્યુ એક વાયરલ ચેપ છે, અને મોટાભાગના દર્દીઓ યોગ્ય દેખરેખ, આરામ અને તબીબી સલાહથી સ્વસ્થ થઈ જાય છે.
ડેન્ગ્યુ વાયરસના લક્ષણો
ડેન્ગ્યુ એ વાયરસથી થતો રોગ છે, જે એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ઉલટી અને થાકનો સમાવેશ થાય છે. ડેન્ગ્યુ તાવ લગભગ 2 થી 7 દિવસ સુધી રહે છે.
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અહી ક્લિક કરો
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
