Youngest Umpire : ક્રિકેટ જગતના સૌથી નાની વયના અમ્પાયર જામનગરના જય શુક્લ

Youngest Umpire Jay Shukla : જામનગરના ક્રિકેટપ્રેમી જય શુકલ (Jai Shukla)એ ક્રિકેટના શોખને કારકિર્દી બનાવવા નિર્ણાયક ભુમિકામાં રહેવાનુ પસંદ કર્યુ અને આ નિર્ણય સાથે પોતે અમ્પાયર બની કારકિર્દી બનાવી.

Youngest Umpire : ક્રિકેટ જગતના  સૌથી નાની વયના અમ્પાયર જામનગરના જય શુક્લ
The youngest umpire in the world of cricket is Jay Shukla from Jamnagar
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 28, 2021 | 11:40 AM

JAMNAGAR : જામનગર શહેર અને ક્રિકેટ બન્ને વચ્ચે જુનો સંબંધ છે. ક્રિકેટના પ્રારંભથી જામરણજીતસિંહજી (Jamranjit Singhji)થી લઈને હાલ લોકપ્રિય રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સુધીની ક્રિકેટની સફરમાં જામનગર શહેરે અનેક ક્રિકેટરો આપ્યા છે. ક્રિકેટની દુનિયામાં સૌથી નાની વયના અમ્પાયર હોવાનો શ્રેય પણ જામનગર શહેરને મળ્યો છે. જામનગરના જય શુકલ એ ક્રિકેટ જગતના સૌથી નાની વયના અમ્પાયર (Youngest Umpire Jay Shukla) છે. જામનગરના ક્રિકેટપ્રેમી જય શુકલ (Jay Shukla)એ ક્રિકેટના શોખને કારકિર્દી બનાવવા નિર્ણાયક ભુમિકામાં રહેવાનુ પસંદ કર્યુ અને આ નિર્ણય સાથે પોતે અમ્પાયર બની કારકિર્દી બનાવી.

BCCI અને ICC માં અમ્પાયર બનવાની તૈયારી જય રાકેશ શુકલએ સૌથી નાની વયનો અમ્પાયર બન્યો (Youngest Umpire Jay Shukla) છે, જે હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં એમ્પાયર છે. તેની મહત્વાકાંક્ષા BCCIના અમ્પાયર બનવાની છે અને આ માટે તે તૈયારી કરી રહ્યાં છે, ત્યારબાદ બાદ ICCમાં અમ્પાયર બનવા માટે તૈયારી કરશે. જય શુકલને 21 વર્ષની ઉંમરે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (Saurashtra Cricket Association) દ્વારા અમ્પાયર તરીકે તેની નિમણુક કરવામાં આવી હતી. તેણે બે વર્ષમાં કુલ 11 જેટલા ક્રિકેટ મેચમાં અમ્પાયરની ભુમિકા ભજવી છે. જેમાં ત્રણ રાજકોટ, 1 સણોસરા, 7 જામનગર શહેરમાં મેચ રમાયા હતા. આ ઉપરાંત અન્ડર 16, અન્ડર -19, અન્ડર-23 માં ડ્રીસ્ટ્રીકટ લેવલમાં અમ્પાયર તરીકેની ફરજ બજાવી છે.

દાદાના કારણે બન્યા ક્રિકેટપ્રેમી જય શુકલ (Jay Shukla)ને નાનપણથી ક્રિકેટનો શોખ છે. જામનગરમાં નવાનગર ક્રિકેટ એકેડમી (Nawanagar Cricket Academy) માં ત્રણ વર્ષ સીઝન ક્રિકેટમાં તાલીમ મેળવી છે. તેમજ ક્રિકેટ રમવાની સાથે ક્રિકેટ મેચને નિહાળવાનો ખુબ શોખ તેને દાદાના વારસામાં આવ્યો છે. તેના દાદા જગદિશચંદ્ર શુકલ સાથે નિયમિત તમામ મેચના તમામ પ્રસારણને જોતા. મોડી રાત્રીની લાઈવ મેચ હોય કે જુના મેચનુ રીટેલીકાસ્ટ હોય, જયારે ટીવીમાં મેચનુ પ્રસારણ ચાલુ થાય તે સાથે દાદા-પૌત્ર ટીવી સામે જ બેસી રહેતા.

એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024

કલાકો સુધી ટીવી જોવાની ટેવથી ક્રિકેટ મેચ જ જોવાનુ વ્યસન થયુ. જેના કારણે ઘરના સભ્યોના ઠપકા પણ ચાખ્યા, પરંતુ દાદાના ક્રિકેટપ્રેમ અને પૌત્રપ્રેમના કારણે પ્રોત્સાહન પણ મળ્યુ અને આ ક્રિકેટ જોવાનું વ્યસન કારકિર્દી માટે મહત્વનું સાબિત થયુ.

The youngest umpire in the world of cricket is Jay Shukla from Jamnagar

21 વર્ષની ઉંમરે પાસ કરી અમ્પાયરન પરીક્ષા પરિવારના સભ્યોએ જય શુકલને અભ્યાસ માટે ક્રિકેટ રમવા તો છોડાવ્યુ પરંતુ શોખ ના છોડયો. ત્રણ વર્ષ ક્રિકેટ નિયમિત રમ્યા બાદ અભ્યાસ માટે ક્રિકેટનુ મૈદાન છોડયુ. બી.ઈ. ઈલેક્ટ્રીકલ વિષય પર એન્જીનરીંયગનો અભ્યાય કર્યો. અભ્યાસ પુર્ણ થતાની સાથે કેમ્પસ ઈન્ટરવ્યુમાં જ ખાનગી કંપનીમાં સારા પગાર સાથેની નોકરી મળી. પરંતુ નોકરીમાં રૂચિ ના લાગતા પોતાનુ વ્યવસાય કરવાનો નિર્ણય કર્યો અને ઈવેન્ટ મેનેજમેન્ટની કામગીરી વર્ષોથી કરે છે.

જેવી જાણ થઈ કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurashtra Cricket Association) દ્વારા અમ્પાયર માટેની ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે, કેરીયર માટે અચનાક આવેલી ગુગલીને જય શુકલે ઝીંલી લીધી. મે 2019માં અમ્પાયર માટેના ત્રણ દિવસના સેમીનારમાં હાજરી આપી. જયાં આંતરરાષ્ટ્રીય કક્ષાના અમ્પાયર અમીશ સાહેબા (Amish Saheba) પાસેથી માર્ગદર્શન મેળવ્યુ. પછી લેખીત પરીક્ષા, વાઈવા-પ્રેકટીકલમાં ઉર્તીણ થયા. જેમા 17 જેટલા ઉમેદવારો પાસ થયા હતા. જયે આ પરીક્ષા 21 વર્ષની ઉમરે પાસ કરી હતી.

હાલ BCCI ની પરીક્ષાની તૈયારી કરે છે જય જય શુકલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું અમ્પાયરીંગ કરવાનો મકકમ વિશ્વાસ ધરાવે છે, જે માટે હાલ BCCIની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. આ પરીક્ષા માટે દિવસના 4 કલાકથી વધુનુ વાંચન કરે છે. જય શુકલે જણાવ્યુ કે અન્ય વ્યવસાય કરતા ક્રિકેટમાં અમ્પાયર બનાવાનુ પંસદ કરવાના અનેક કારણો છે. સૌથી મોટું કે જે વિષયમાં રસ, રૂચિ અને શોખ હોય તેવા ક્ષેત્રે આગળ વધુ સારૂ. ક્રિકેટનો શોખ હોવાથી આ ક્ષેત્રે ઝંપલાવ્યુ. ક્રિકેટ રમવા માટે તો ખુબ જ હરીફાઈ રહે છે, પરંતુ અમ્પાયર તરીકે ઓછી સંખ્યામાં લોકો હોય છે. તેમજ અમ્પાયરીંગનુ કાર્ય ખુબ ચોકકસાઈપુર્વક હોવુ જોઈએ, અંહી ભુલને અવકાશ નથી. જય શુક્લ સૌથી નાની વયે અમ્પાયર બનવાથી લાંબી કારકિર્દી બનાવવાની મહત્વાંક્ષા ધરાવે છે.

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">