AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar આઇટીઆઇના વિદ્યાર્થીઓનો તૈયાર કર્યો ખાસ પ્રોજેક્ટ, મોબાઇલ મેસેજથી વીજ ઉપકરણો ચાલુ બંધ કરી શકાશે

જામનગર(Jamnagar)આઈટીઆઈમાં(ITI)બીજા વર્ષમાં તાલીમ લેતા પાંચ તાલીમાર્થીઓએ બે શિક્ષકોના માર્ગદર્શનથી ખાસ પ્રોજેકટ તૈયાર કર્યો છે. જેમાં વીજ ઉપકરણોને( Electrical appliances) ચાલુ અને બંધ કરવા માટે સ્વીચનો ઉપયોગ થતો હોય છે.

Jamnagar આઇટીઆઇના વિદ્યાર્થીઓનો તૈયાર કર્યો ખાસ પ્રોજેક્ટ, મોબાઇલ મેસેજથી વીજ ઉપકરણો ચાલુ બંધ કરી શકાશે
Jamnagar ITI Student Project
Divyesh Vayeda
| Edited By: | Updated on: Sep 17, 2022 | 5:09 PM
Share

ગુજરાતના જામનગર(Jamnagar)આઈટીઆઈમાં(ITI)બીજા વર્ષમાં તાલીમ લેતા પાંચ તાલીમાર્થીઓએ બે શિક્ષકોના માર્ગદર્શનથી ખાસ પ્રોજેકટ તૈયાર કર્યો છે. જેમાં વીજ ઉપકરણોને( Electrical appliances) ચાલુ અને બંધ કરવા માટે સ્વીચનો ઉપયોગ થતો હોય છે. આઈટીઆઈમાં અભ્યાસ દરમિયાન એક પ્રોજેકટ તૈયાર કરવાનો હોય છે. બીજા વર્ષના તાલીમાર્થી નિલેશ પરમારને કંઈક અલગ જ પ્રોજેકટ કરવાનો વિચાર આવ્યો. અનેક વખત વાડી વિસ્તારમાં પાણીની મોટર ચાલુ કરવા માટે ચાલીને દુર સુધી જવુ પડે છે. તેમજ ઉંચી ઈમારતોમાં કે એપાર્ટમેન્ટમાં પાણીની મોટર ચાલુ કરવા માટે ઉપરથી નીચે સુધી જવું પડે છે. તેમજ મોટા કારખાના કે ગોડાઉનમાં એસી કે અન્ય ઉપકરણો ચાલુ બંધ કરવા માટે દુર જવુ પડે છે. આ માટે કોઈ એક જ સ્થળ પર બેસીને આ ઉપકરણોને કેમ ચાલુ ના કરી શકાય તેવા વિચાર સાથે નવો પ્રોજેકટ તૈયાર કર્યો. જેમાં અન્ય ચાર તાલીમાર્થીઓને મદદ લેવામાં આવી.

બે અધ્યાપકોએ તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યુ

સ્વીચની સાથે સીમકાર્ડને કનેકટ કરીને તે સીમમાં ઓન ઓફનો મેસજ કરતા સાથે જોડાયેલ વીજઉપકણને ચાલુ કે બંધ કરી શકાય. આ પ્રોજેકટમાં નિલેશ પરમારની સાથે મહેશ ઠાકર, વિક્રમ તરાર, દિલીપ ભરવડીયા અને જેમીસ ગાઢેર સાથે મળીને આ પ્રોજેકટ તૈયાર કર્યો છે. જેમાં ઈશ્વર નકુમ અને દિવ્યેશ પરમાર બે અધ્યાપકોએ તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું.

અંદાજીત 5 હજારથી વધુનો ખર્ચ તાલીમાર્થીઓ પોતે ઉઠાવ્યો

જેમાં પાંચ વિદ્યાર્થીઓએ પોતાની સુઝ, આવડત અને માર્ગદર્શનથી દોઢ માસની મહેનતથી આ મેસેજ વાળી સ્વીચ તૈયાર કરવામાં આવી છે. જેમાં અંદાજીત 5 હજારથી વધુનો ખર્ચ તાલીમાર્થીઓ પોતે ઉઠાવ્યો છે. પ્રોજેકટમાં વાયરમેન ટૂલ કિટ, કલીપઓન મીટર, મલ્ટીમીટર, પીવીસી ઈન્સ્યુલેટેટ 5 મીટર, આઈસીટીપી સ્વીચ, જીએસએમ મોડયુલર, નેનો એરડીનો, ચાર્જર, વાયર, સ્ટાટર, સીમકાર્ડ, સહીતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રોજેકટ તૈયાર કરીને તેને ડ્રેમોસ્ટ્રેશન માટે રાખવામાં આવ્યો

આ પ્રોજેકટનો અનેક વખત પ્રયોગ કર્યા બાદ તૈયાર અને સફળ થયો છે. જેમાં સીમકાર્ડ સ્વીચ સાથે કનેકટ કરે તે સીમકાર્ડના નંબર પર મેસેજ કરતા સ્વીચ ઓન ઓફ કરી શકાય છે. પ્રોજેકટ તૈયાર કરીને તેને ડ્રેમોસ્ટ્રેશન માટે રાખવામાં આવ્યો છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">