ગુજરાતના સરકારી-અર્ધસરકારી સંસ્થાઓના દર મહિને લાખો રૂપિયાના વીજબીલ આવતા હોય છે. આવા વીજ બીલના ખર્ચ ઘટાડવા સરકાર દ્રારા પહેલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે નગર પાલિકા- મહાનગર પાલિકામાં સોલાર ઉર્જાનો ઉપયોગ વધારવા પ્રસાયો શરૂ કર્યા છે. જામનગર મહાનગર પાલિકાએ 200 કિલો વોટની સોલાર પેનલ લગાવીને વીજખર્ચ ઓછા કરવાનો પ્રયાસ શરૂ કર્યા છે. ટુંક સમયમાં વધુ 285 કિલોવોટની સોલાર પેનલો લગાવવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે.
જામનગર મહાનગર પાલિકા દ્રારા વીજબીલના થતા ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયાસો શરૂ થયા છે. માસિક લાખો રૂપિયાના આવતા વીજબીલના ખર્ચ ઓછા કરવા માટે સોલાર પેનલો લગાવવામાં આવી છે. તેમજ આગમી સમયમાં વધુ સોલાર પેનલો લગાવી ખર્ચ ઓછા કરવાના પહેલ કરવામાં આવી છે.
જેમાં સરકારી ઈમારતોમાં લાખો રૂપિયાના આવતા વીજબીલના ખર્ચમાં ઘટાડો કરવા માટે સોલાર પેનલોનો ઉપયોગ વધ્યો છે. જામનગર મહાનગર પાલિકાએ પણ આ પહેલ કરી છે. મહાનગર પાલિકાની અલગ-અલગ ત્રણ બીલ્ડીંગમાં સોલાર પેનલ લગાવીને માસિક લાખો રૂપિયાના આવતા બીલના ખર્ચ ઓછા કરવાનો પ્રયાસ કર્યો છે. જામનગર મહાનગર પાલિકાની મેઈન બીલ્ડીંગ, ફાયર વિભાગની બીલ્ડીંગ અને સોલીટ વેસ્ટની એસ્ટાની બીલ્ડીંગમાં કુલ 371 સોલારની પેનલ લગાવવામાં આવી છે.
જેમાં કુલ 200 કિલોવોટની સોલાર પેનલ લગાવવામાં આવી છે. અંદાજીત 1 કરોડ અને 5 લાખના ખર્ચે 200 કિલોવોટની સોલાર પેનલ લગાવવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાનનુ અંદાજી માસિક વીજબીલનો ખર્ચ 3 લાખ જેવો થાય છે. આ 200 કિલોવોટની સોલાર પેનલથી અંદાજી માસિક બે લાખનો ખર્ચ ઘટાડી શકાશે તેવો અંદાજ છે.
આ ઉપરાંત ફેઝ-2માં વધુ 285 કિલોવોટની વધુ સોલાર પેનલો લગાવવામાં આવશે. મહાનગર પાલિકાના પંપ હાઉસના અંદાજે 1 કરોડ 45 લાખના ખર્ચે વધુ સોલાર પેનલ લગાવવામાં આવશે. જે માટેની ટેન્કરપ્રક્રિયા કાર્યરત છે. હાલ 200 કિલોવોટની સોલાર પેનલથી માસિક 2 લાખ અને વાર્ષિક 24 લાખનો ખર્ચ ઓછો થઈ શકે.
જામનગર મહાનગર પાલિકાની કચેરીમાં વધુ વીજળીનો ઉપયોગ દિવસ દરમિયાન થતો હોય છે. હાલ મહાનગર પાલિકાનો માસિક બીલ અંદાજે 3 લાખનો થતો હોવાની લાઈટ શાખાનો ડેપ્યુટી ઈજનેર રૂષભ મહેતાએ જણાવ્યુ. જે ખર્ચ ઓછો કરવા પ્રથમ ફેઝમાં 200 કિલોવોટની સોલાર પેનલ લગાવવામાં આવી છે. ટુંક સમયમાં ફેઝ-2માં 285 કિલોવોટની વધુ સોલાર પેનલો લગાવીને સોલાર ઉર્જાનો ઉપયોગ વધારવામાં આવશે.