Jamnagar : રખડતા ઢોરો પર નિયંત્રણ લાવવા મહાનગરપાલિકાની કડક કાર્યવાહી

જામનગર શહેરમાં મોટાભાગના રસ્તા પર રખડતા ઢોરનો અડીગો જોવા મળે છે. જે સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્રએ આળસ ખંખેરી છે. પોલીસ બંદોબસ્ત સાથે રાખીને રખડતા ઢોરને પકડવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 9:53 AM

Jamnagar : શહેરમાં રખેડતા ઢોરની સમસ્યાનો ઉકેલ મળેવા માટે તંત્ર દ્રારા શકય તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. રખડતા ઢોરને રસ્તા પરથી દુર કરવા માટે હવે ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે ઢોરને પકડાવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે.

જામનગર શહેરમાં મોટાભાગના રસ્તા પર રખડતા ઢોરનો અડીગો જોવા મળે છે. જે સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્રએ આળસ ખંખેરી છે. પોલીસ બંદોબસ્ત સાથે રાખીને રખડતા ઢોરને પકડવામાં આવે છે. શહેરના માર્ગો પરથી રખડતા ઢોરને દુર કરવા માટે મહાનગર પાલિકા દ્રારા વિવિધ કામગીરી કરવામાં આવી છે. જેમાં અગાઉ રસ્તા પરથી ઢોરને દુર કરવા માટે લાકડી સાથે રોજમદારોને રસ્તા પર ફરજ પર તૈનાત કર્યા હતા. પરંતુ કાયમી ઉકેલ ના આવતા આજથી પોલીસને સુરક્ષા સાથે રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહાનગર પાલિકા કડક પગલા લેવાનુ શરૂ કર્યુ છે. જેમાં રસ્તા પર ઘાસચારો નાખતા લોકો સામે પોલીસ ફરીયાદ સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ રખડતા ઢોર મુદે ઢોર માલિકો સામે પોલીસ ફરીયાદ કરવા સુધીની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. કોઈ પણ રીતે માથાના દુખાવા સમાન બનેલી રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્ર લાલ આંખ કરી છે. તેમજ ઢોર માલિકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવેથી કોઈ ઢોરને રઝડતા રસ્તા પર મુકવામાં ના આવે. જો આવુ બનશે તો કડક કાર્યવાહી ઢોર માલિકો સામે કરાશે.

Follow Us:
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">