Jamnagar: સિક્યોરિટી એજન્સીનાં માલિક પોતોના ઘરની સુરક્ષા કરવામાં જ નિષ્ફ્ળ, 100 તોલા દાગીનાની ચોરી બાદ પોલીસ જાગી

Jamnagar : દિવસે-દિવસે ચોરીના બનાવો વધવા લાગ્યા છે. જામનગરમાં(Jamnagar) નવાગામ ઘેડ આનંદ સોસાયટી વિસ્તારમાં રહેતા અને ખાનગી સિક્યુરિટીના સંચાલકના મકાનને ગુરુવારે રાતે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

Charmi Katira
| Edited By: | Updated on: May 28, 2021 | 3:54 PM

Jamnagar : દિવસે-દિવસે ચોરીના બનાવો વધવા લાગ્યા છે. જામનગરમાં(Jamnagar) નવાગામ ઘેડ આનંદ સોસાયટી વિસ્તારમાં રહેતા અને ખાનગી સિક્યુરિટી એજન્સીના  સંચાલકના(Security Agency) મકાનને ગુરુવારે રાતે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી તિજોરીમાંથી 100 તોલા સોનાના દાગીનાની ઉઠાંતરી કર્યાનો કિસ્સો સામે આવતાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જામનગર એલસીબી, એસઓજી અને સીટી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

માહિતી અનુસાર, જામનગરમાં રોયલ રાજપુતાના નામની ખાનગી સિકયુરિટી એજન્સી ચલાવતા આફતાબભાઈ મુનવર અલી શેખના બે માળ પૈકીના નીચેના ભાગના બંધ રહેણાંક મકાનને ગુરુવારે રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનની અંદર ઘૂસી જઈ દિવાલમાં ફીટ કરેલી લાકડાની તિજોરીના દરવાજાનું લોક તોડી 100 તોલા દાગીના લઈને ફરાર થઇ ગયા હતા.

પોલીસે કોઈ જાણભેદુ તસ્કરોનું કારસ્તાન હોવાનું અનુમાન લગાવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસ વિસ્તારના સીસીટીવી કેમેરાઓ પણ તપાસવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">