Jamnagar : આવાસ યોજનાના લાભાર્થી પીડીત બન્યા, મેન્ટેન્સના અભાવે મુશ્કેલીનો સામનો કરવા મજબુર

સ્થાનિકોએ  મુશ્કેલી અંગે વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને રજુઆત કરી હતી. તેમજ રચનાબેને સ્થાનિકોને સાથે રાખીને અધિકારીને સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઉગ્ર રજુઆત કરી હતી. અધિકારીને સ્થાનિકોએ રજુઆત કરતા તેમના દ્રારા જામનગર વિકાસ સત્તામંડળ વિભાગ સાથે મળીને તેના શકય તેટલા ઉકેલના પ્રયાસની ખાતરી આપી છે

Jamnagar : આવાસ યોજનાના લાભાર્થી પીડીત બન્યા, મેન્ટેન્સના અભાવે મુશ્કેલીનો સામનો કરવા મજબુર
Jamnagar PM Awas Yojana Beneficery Protest due to lack of maintenance
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 29, 2022 | 8:58 PM

જામનગર (Jamnagar) જામનગર વિકાસ સત્તામંડળ  દ્રારા આવાસ યોજના(Awas Yojna) હેઠળ લાભાર્થીઓને આવાસ તો આપવામાં આવ્યા. પરંતુ  આ આવાસ મેળવ્યા બાદ પણ લાભાર્થીઓની મુશકેલી ઓછી થઈ નથી. આવાસમાં 672 જેટલા આવાસનુ મેન્ટેન્સ (Maintenance)  યોગ્ય રીતે ના થતા રહેવાસીઓ અનેક મુશકેલી સહન કરવા મજબુર બન્યા છે અધિકારી પાસે સ્થાનિકોએ રજુઆત કરી છે.પરંતુ કાયમી ઉકેલ તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. જેમાં જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા આવાસના લાભાર્થીઓ સાત માળની ઈમારત અને છેલ્લા 10 દિવસથી લીફટ બંધ છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા આવાસમાં પ્રધાનનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓ આવાસ મળ્યુ. પરંતુ મેન્ટેન્સ ના થઈ શકતા એક મુશ્કેલી વચ્ચે લાભાર્થી પીડીત બની ગયા છે. આ આવાસ યોજના હેઠળ 7 માળની 12 બીલ્ડીંગ તૈયાર કરવામાં આવી દરેક બીલ્ડીંગમાં 56 જેટલા આવાસ છે. કુલ 672 જેટલા આવાસ પૈકી 400થી વધુ આવાસમાં લાભાર્થીઓ રહે છે.

10 દિવસથી કોમન વીજ કનેકશન કાપી નાખવામાં  આવ્યું

પરંતુ છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી અંહી લાભાર્થી રહે છે. પરંતુ મેન્ટેન્સ યોગ્ય રીતે ના થતા કોમનની વીજકનેશનનુ બીલ ના ભરાતા તે કનેકશન વિભાગ દ્રારા કાપી નાખવામાં આવ્યુ છે. છેલ્લા 10 દિવસથી વીજળી ગુલ થતા લીફટ બંધ થઈ છે.આ ઉપરાંત પાણી માટે મુશ્કેલી થાય છે. જે 2 થી 7 માળ સુધી લીફટ બંધ થતા સીડી ચડીને અવર-જવર કરવી મુશ્કેલ બને છે. તેમજ ગરમીના દિવસોમાં પાણી વગર સમસ્યાઓ થાય છે. આ માટે સ્થાનિકોએ આ મુદે અધિકારીને રજુઆત કરી તેના કાયમી ઉકેલની માંગ કરી છે.મેન્ટેન્સ માટે એસોશિયેશન બનાવેલ છે. પરંતુ લાઈટ બીલના ભરાતા વીજ વિભાગ દ્રારા છેલ્લા 10 દિવસથી કોમન વીજ કનેકશન કાપી નાખવામાં આવતા રહેવાસીઓ મુશકેલીમાં મુકાયા છે. મેન્ટેન્સનના થતા સમસ્યાઓ ઉદભવી છે. ગરમીના દિવસોમાં પાણી માટે મુશ્કેલી થાય છે.

જરૂરી પગલાની અધિકારીએ ખાતરી આપી હતી.

સ્થાનિકોએ  મુશ્કેલી અંગે વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને રજુઆત કરી હતી. તેમજ રચનાબેને સ્થાનિકોને સાથે રાખીને અધિકારીને સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઉગ્ર રજુઆત કરી હતી. અધિકારીને સ્થાનિકોએ રજુઆત કરતા તેમના દ્રારા જામનગર વિકાસ સત્તામંડળ વિભાગ સાથે મળીને તેના શકય તેટલા ઉકેલના પ્રયાસની ખાતરી આપી છે. સ્થાનિકો રજુઆત આવાસમાં કમિટીના સભ્યો દ્રારા મેન્ટેન્શન બીલ ના ભરાતા અને વીજ કનેકશન કપાયુ છે. તે અંગે તપાસ કરીને જરૂરી પગલાની અધિકારીએ ખાતરી આપી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચો :  Ahmedabad : નકલી પોલીસ બની પહેલું જ વાહન રોક્યું અને બંને મિત્રો ઝડપાઇ ગયા

આ પણ વાંચો :  Gujarat assembly elections 2022: વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ ગુજરાતનાં સાંસદોનો ક્લાસ લીધો, દિલ્હીમાં બેઠક કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">