Ahmedabad : નકલી પોલીસ બની પહેલું જ વાહન રોક્યું અને બંને મિત્રો ઝડપાઇ ગયા
ઉમેશભાઈ ને બંને પોલીસ નકલી હોવાની શંકા જતા બંને શખ્સો જે બાઈક પર આવ્યા હતા તેની બાઈક નો નંબર ઉમેશભાઈએ નોંધી લીધો હતો અને મણિનગર પોલીસ મથકમાં સમગ્ર ઘટના જણાવી બંને શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદના(Ahmedabad) મણિનગર વિસ્તારમાં બે મિત્રો નકલી પોલીસની (Duplicate Police) ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા પડાવવા ગયા પણ તેમના આ શોર્ટકટ માં હવે બંને મિત્રો જેલની હવા ખાઇ રહ્યા છે. મણિનગર(Maninagar) વિસ્તારના પિકનિક હાઉસ પાસેથી સાંજે સાતેક વાગ્યાની આસપાસ ઉમેશ કંડવિક અને તેનો સાળો બાઇકમાં પસાર થતાં હતાં ત્યારે તેની પાછળ બાઇકમાં આવેલા બે શખ્સોએ બાઈક સાઈડમાં રોકવા જણાવ્યું હતું. બંને શખ્સોએ પોતાની પોલીસ તરીકે ઓળખ બતાવી તેમનું ડ્રાઈવિંગ લાઇસન્સ માંગ્યું હતું તેમજ કયાથી આવો છો, માસ્ક કેમ પહેર્યું નથી, એકટીવાની ડેકી ખોલો ડેકીમાં શું છે તેમ કહી ડેકી ચેક કરી હતી તેમજ મોબાઇલ ફોન પણ ચેક કરવા જણાવ્યું હતું જે બાદ બંને શખ્સોએ પૈસાની માંગણી કરતા ઉમેશભાઈને શંકા જતા તેની પાસે પોલીસનું આઇ કાર્ડ માંગ્યું હતું.
આઈ-કાર્ડ માંગતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા
જો કે આઈ કાર્ડ માંગતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ઉમેશભાઈ સામે બોલાચાલી કરી ત્યાંથી નાસી ગયા હતા. ઉમેશભાઈ ને બંને પોલીસ નકલી હોવાની શંકા જતા બંને શખ્સો જે બાઈક પર આવ્યા હતા તેની બાઈક નો નંબર ઉમેશભાઈએ નોંધી લીધો હતો અને મણિનગર પોલીસ મથકમાં સમગ્ર ઘટના જણાવી બંને શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉમેશભાઈની ફરિયાદને આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.
મણિનગર પોલીસે બંને નકલી પોલીસની વધુ પૂછપરછ હાથ ધરી
પોલીસે વાહન નંબર ને આધારે બંને નકલી પોલીસની ધરપકડ કરી છે. બંનેની પૂછપરછ માં હકીકત સામે આવી કે બંને આરોપી પૈસા પડાવવા માટે વાહન રોક્યા હતા અને પહેલું જ વાહન રોકતા આઇ-કાર્ડ ની માંગણી થતાં બંને નાસી છૂટયા હતા. જોકે સમગ્ર મામલે મણિનગર પોલીસે બંને નકલી પોલીસની વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીએ અગાઉ કોઈ અન્ય વ્યક્તિ પાસેથી નકલી પોલીસ બની છેતર્યા છે કે કેમ અથવા તો બંને આરોપી કોઈ અન્ય કારણોમાં પોલીસ ચોપડે નોંધાયા છે કે કેમ આ તમામ મુદ્દાઓને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Surat : ક્રાઇમ બ્રાન્ચે ચેન સ્નેચિંગના કેસમાં આરોપીની ધરપકડ કરી, અનેક ગુનાઓના ભેદ ઉકેલાશે
આ પણ વાંચો : Rajkot: માલધારી સમાજનો બળાપો, રખડતાં ઢોર અંગેનો કાયદો બનાવો પણ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો