જામનગર (Jamnagar) શહેરમાં આવકના દાખલા માટે લોકોને પારાવાર મુશેકલી પડે છે. અધિકારીને રજુઆત કરે તો કોઈ સાંભળનાર નથી. કચેરી ખુલ્લે તે પહેલાથી લાંબી કતારોમાં આવકના દાખલા માટે લોકો પરેશાન. દિવસભરમાં લાંબી કતારોમાં ઉભીને આવકનો દાખલો (Income certificate)મેળવવા લોકો હેરાન પરેશાન થાય છે. ઉનાળાના દિવસોમાં તાપમાં લાંબી કતારોમાં (Long queues)ઉભા માટે અરજદાર મજબુર બન્યા છે. વડીલ-વૃધ્ધો માટે અનેક સમસ્યા વચ્ચે આવકના દાખલો મળે શકે. એકથી બે દિવસની આવક ગુમાવીને આવકનો દાખલો મળે તેવી સ્થિતી ઉભી થઈ છે. એટલે કે કામ-ધંધો કે નોકરીમાં રજા મેળવીને આવકના દાખલા માટે સંઘર્ષ કરવો પડે છે.
જામનગર શહેરમાં મામલતદાર કચેરી (Mamlatdar’s office) ખુલ્લે તે પહેલાથી અરજદારો દોડી આવે છે કે વહેલી સવારે આવે તો દિવસભરમાં એક આવકનો દાખલો મળી શકે. લાંબી કતારોમાં તડકામાં ઉભું રહેવું ન પડે. પરંતુ એસી ચેમ્બરમાં અને કારમાં ફરતા અધિકારીઓને આ સમસ્યા દેખાતી નથી. દૈનિક આવકના દાખલા માટે આવતા મોટી સંખ્યામાં અરજદારો વિશે તંત્રને જાણ થતા તેમની મુશ્કેલી દુર કરવાના બદલે માત્ર સબસલામતનો દાવો કરવામાં આવે છે. લોકોની ભીડ વધતા સ્થાનિક તંત્રએ પોલીસને જવાનો તૈનાત કર્યો, પરંતુ આવકના દાખલા માટે વધુ સ્ટાફ, વધુ ઝડપી કામગીરી માટે કોઈ પગલા ના લેતા લોકો પરેશાન થયા છે. હાલ રાઈટ ટુ એજ્યુકેશન માટે આવકનો દાખલો ફરજીયાત હોવાથી વાલીઓ કતારમાં ઉભા માટે મજબુર હોય છે. સાથે આયુષ્માન કાર્ડ, શિષ્યવૃતિ, સહીતની સરકારી યોજનાના લાભ માટે આવકના દાખલાની જરૂરીયાત હોવાથી લોકો કચેરીના ધકકા ખાય છે. વેપાર-ધંધા મુકીને દિવસભર એક દાખલા માટે લોકો અનેક પરેશાનીનો સામનો કરે છે.
સામાન્ય લોકોને થતી પરેશાની વિશે મામલદ સાહેબને પુછતા જામનગર શહેર મામલતદાર સાહેબ જે.ડી.જાડેજાએ આ સમસ્યા માત્ર જામનગર શહેર પુરતી નથી. દરેક શહેરમાં આ સમયે દર વર્ષે થતી આ સમસ્યા છે. આવકના દાખલા માટે આવતા અરજદારો માંગ કરે છે. શહેરની વસ્તી મુજબ વધુ કર્માચારી, અન વધુ જગ્યાએ આવકના દાખલા માટે વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ દૈનિક 1000થી વધુ આવતા અરજદારો બાદ પણ સ્થાનિક તંત્રને કોઈ મુશ્કેલી દેખાઈ નથી.
આ પણ વાંચો :ગાંધીનગર : મુખ્યમંત્રી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મંગળવારે સરઢવ ગામે પ્રભાત ફેરીમાં હાજર રહેશે
Published On - 9:51 pm, Mon, 11 April 22