ગુજરાત હજ સમિતિ દ્વારા હજ-2022 માટે નવી માર્ગદર્શિકા જાહેર, આગામી 22 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
નવી માર્ગદર્શિકા (Guideline)મુજબ 65 વર્ષથી નીચેના અને સાઉદી ગવર્મેન્ટે માન્ય કરેલ વેક્સિન લીધેલ હશે તેવા અરજદારો જ હજ માટે જવા લાયક ગણાશે. સાઉદી અરેબિયા જવાના સમયે 72 કલાકની અંદર કરાવેલ RT-PCR ટેસ્ટનો નેગેટીવ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.
હજ કમીટી ઓફ ઈન્ડિયાના (Haj Committee of India)તારીખ 09-04-2022ના ઠરાવ અંતર્ગત સૂચનાઓ તેમજ હજ કમિટિ ઓફ ઇન્ડિયા તરફથી મળેલ વધારાની સ્પષ્ટતાઓ મુજબ હજ-2022 (Haj-2022) માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકા (Guideline)મુજબ 65 વર્ષથી નીચેના અને સાઉદી ગવર્મેન્ટે માન્ય કરેલ વેક્સિન લીધેલ હશે તેવા અરજદારો જ હજ માટે જવા લાયક ગણાશે. સાઉદી અરેબિયા જવાના સમયે 72 કલાકની અંદર કરાવેલ RT-PCR ટેસ્ટનો નેગેટીવ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.
હજ અરજદારો હજ કમિટિ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર આગામી તા.૨૨ એપ્રિલ-૨૦૨૨ સુધી ઓનલાઇન અરજી કરી શકશે
વધુમાં કિંગડમ ઓફ સાઉદી અરેબિયાનાં હજ અને ઉમરાહ મંત્રાલય દ્વારા નવી ગાઈડલાઈન્સ પ્રમાણે હજ 2022 માટે 65 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. આથી, 70+ કેટેગરીની અરજીઓ(કમ્પેનિયન સહીત) તેમજ 65 વર્ષ ઉપરના સામાન્ય કેટેગરીના અરજદારોની અરજીઓ પણ આપો-આપ રદ્દ થયેલ ગણાશે.આથી રિઝર્વ કેટેગરીનાં કવરો રદ્દ કરવામાં આવેલ છે. હજ અરજદારો હજ કમીટી ઓફ ઇન્ડિયાની વેબસાઈટ https://hajcommittee.gov.in પર તા.22 એપ્રિલ 2022 સુધી નિયત શરતો મુજબ ઑનલાઈન અરજી કરી શકશે.
આ ઉપરાંત નવી અરજી માટે અરજદારનો મશીન રીડેબલ પાસપોર્ટ, કે જે 22-04-2022 પહેલા ઈસ્યૂ થયેલ હોય અને 31-12-2022 સુધી વેલિડ હોય તેવા અરજદારો નવેસરથી અરજી કરી શકશે. તારીખ 30-04-2022ની સ્થિતિએ 65 વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા અરજદારો કે જેઓએ પેહલા અરજી કરેલ નથી, તેવા અરજદારો નવેસરથી અરજી કરી શકશે તેમજ તેઓએ સાઉદી ગવર્મેન્ટે માન્ય કરેલ વેક્સિન લીધેલ હોવી જોઈશે. એવી સ્ત્રીઓ કે જેઓના મેહરમની ઉમર 65 વર્ષ કરતા વધારે હશે તેઓની અરજી પણ રદ કરવામાં આવશે, પરંતુ એવી સ્ત્રીઓ 65 વર્ષ કરતા ઓછી વયના મેહરમ-કમ્પેનિયન બદલવા માટે અરજી કરી શકશે. આ જ બાબત 70+ કેટેગરીનાં કમ્પેનિયનને પણ લાગુ પડશે. જો કમ્પેનિયનની ઉમર 65 વર્ષ કરતા ઓછી હોય તો તેઓની અરજી સામાન્ય કેટેગરીમાં ગણાશે. નવી માર્ગદર્શિકાનાં કારણે હજ-2022માં જવા ઈચ્છતા ન હોય તો તેવા હજ અરજદારો જો ઈચ્છે તો તેમની અરજી પાછી પણ ખેંચી શકે છે.
હજ-2022 માટેની તમામ સુચનાઓ/ફેરફારો માટે https://hajcommittee, gov.in,https://www.gujarathajhouse.com, https://haj.gujarat.gov.inની વેબસાઈટ સમયાંતરે તપાસ કરતા રહેવા સચિવશ્રી, ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો :ગુજરાતમાં આજે કોરોનાના નવા 35 કેસ નોંધાયા, કુલ એક્ટીવ કેસની સંખ્યા 148 થઇ
હવામાં ભેજનું પ્રમાણ વધતા ગરમીમાં આંશિક રાહત મળશે, આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે : હવામાન વિભાગ