Rajkot: રાજકોટના રસરંગ મેળાના આકાશી દૃશ્યો આવ્યા સામે, નયનરમ્ય નજારો ડ્રોન કેમેરામાં કેદ- જુઓ Video
Rajkot: રાજકોટના રસરંગ મેળાનો આકાશી નજારો સામે આવ્યો છે. જેમા રંગબેરંગી લાઈટ્સ, વિવિધ ફરતા ચકડોળનો અદ્દભૂત દૃશ્યો જોવા મળી રહ્યા છે. આ નયનરમ્ય દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. રાજકોટમાં પ્રથમ દિવસે મેળામાં હજારો લોકો મેળો માણવા ઉમટ્યા હતા. 9 સપ્ટેમ્બર સુધી આ મેળો ચાલવાનો છે.
Rajkot: સૌરાષ્ટ્રમાં જનમાષ્ટમી પર્વ નિમિતે યોજાતા સૌથી મોટા રસરંગ મેળાનો ગઇ કાલથી જ પ્રારંભ થઇ ચૂક્યો છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આયોજિત મેળામાં પહેલા જ દિવસથી હજારો લોકોની ભીડ જામી. રસરંગ મેળાના રમણીય આકાશી દૃશ્ય સામે આવ્યા છે. ડ્રોન કેમેરામાં કેદ આ નયનરમ્ય નજારો જોવા લાયક છે. નાની-મોટી રાઇડ્સ, રંગબેરંગી લાઇટો અને ખાણી-પીણીના સ્ટોલ સહિત અનેક વસ્તુઓથી મેળો જામ્યો છે.
9 સપ્ટેમ્બર સુધી ચાલશે રસરંગ મેળો
5 સપ્ટેમ્બરે પ્રવાસનમંત્રી મુળુ બેરા અને કુંવરજી બાવળિયાએ આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. જે 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ 5 દિવસોમાં અંદાજિત 10 લાખથી વધુ લોકો મેળાની મુલાકાત લે તેવું અનુમાન છે, તો સુરક્ષા માટે વહીવટી તંત્રએ 1300 પોલીસ જવાનો તૈનાત કર્યા છે. તેમજ રાઇડ્સની ફિટનેસ અંગે પણ સાવચેતી રખાઇ રહી છે. રસરંગ મેળાના પ્રથમ દિવસે જ ધામધૂમનો માહોલ જોવા મળ્યો.
આ પણ વાંચો: ભુજ નગરપાલિકામાં ગાયોના મોત મુદ્દે રજૂઆત કરવા ગયેલા ગૌરક્ષકોએ પાલિકા પ્રમુખને જડી દીધી થપ્પડ, જુઓ Video
Input Credit-Mohit Bhatt- Rajkot
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો