જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી રદ કરવાની માગ સાથે TET-TAT પાસ ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ, કોંગ્રેસ કાયમી ભરતી માટે આપશે સાથ: મનિષ દોશી

Ahmedabad:  TET-TAT પાસ ઉમેદવારોએ સરકાર સામે જ્ઞાનસહાયકની કરાર આધારિત ભરતી રદ કરવાની છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે.  ઉમેદવારોએ વ્યથા ઠાલવતા જણાવ્યુ કે જો આ પ્રમાણે કરાર આધારિત ભરતી થશે તો તેમનુ કાયમી શિક્ષક બનવાનું સપનું રોળાઈ જશે. આ તરફ કોંગ્રેસ પણ TET-TAT પાસ ઉમેદવારોના સમર્થનમાં આવી છે અને કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યુ કે કોંગ્રેસ કાયમી ભરતી માટે ઉમેદવારોનો સાથ આપશે.

જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી રદ કરવાની માગ સાથે TET-TAT પાસ ઉમેદવારોએ નોંધાવ્યો વિરોધ, કોંગ્રેસ કાયમી ભરતી માટે આપશે સાથ: મનિષ દોશી
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 06, 2023 | 11:13 PM

Ahmedabad:  રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલ જગ્યા માટે કરાર આધારિત જ્ઞાનસહાયક ભરતીનો વિરોધ યથાવત છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં સહાયક હનુમાન મંદિર TET-TAT પાસ ઉમેદવારોએ રામધુન બોલાવી. જેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા.

હનુમાન મંદિરે રામધુન બોલાવી જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતીનો વિરોધ

જ્ઞાન સહાયક શિક્ષકની કરાર આધારિત ભરતીના વિરોધ વચ્ચે ફોર્મ ભરવાની તારીખમાં શિક્ષણ વિભાગે વધારો કર્યો છે. જ્ઞાનસહાયક ભરતીમાં લાયક ઠરતા TET-TAT પાસ ઉમેદવારો શરૂઆતથી જ કરાર આધારીત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આવેલ સહાયક હનુમાન મંદિરે વિદ્યાસહાયક ભરતીનો ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. યુવરાજસિંહ જાડેજા સહિત ઉમેદવારોએ હનુમાન મંદિરે રામધુન બોલાવી ભગવાન કરાર આધારિત ભરતી પ્રક્રિયામાં સરકારને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી હતી. પ્રાર્થનામાં TAT પરીક્ષામાં ટોપર રહેલ શુભમ રાઠોડ નામનો ઉમેદવાર પણ જોડાયો હતો. જેણે વ્યથા ઠાલવતા જણાવ્યું કે તે પરીક્ષામાં ટોપર રહ્યો છતાં તે સરકારી શિક્ષકની કાયમી નોકરી કરવા સક્ષમ નથી. કારણ કે સરકાર માત્ર કરાર આધારિત જ ભરતી કરવા માંગે છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી

માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત વિદ્યા સહાયકની ભરતી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 4 સપ્ટેમ્બર નિર્ધારિત કરાઈ હતી. જો કે ફોર્મ ભરવાની તારીખ લંબાવી 11 સપ્ટેમ્બર કરાઈ છે. મહત્વનું છે કે જે ઉમેદવારો કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. તેઓ અન્ય સાથીઓને આ ભરતીમાં ફોર્મ ના ભરવા માટેની પણ અપીલ કરી રહ્યા છે. એમનો દાવો પણ છે કે પૂરતા પ્રમાણમાં ફોર્મ ના આવતા તારીખ લંબાવવાનો વારો આવ્યો છે. જોકે સરકારમાંથી મળતી માહિતી મુજબ ભરતી માટે અંદાજિત 20 હજાર ફોર્મ ભરાયા છે.

આ પણ વાંચો:  ભુજ નગરપાલિકામાં ગાયોના મોત મુદ્દે રજૂઆત કરવા ગયેલા ગૌરક્ષકોએ પાલિકા પ્રમુખને જડી દીધી થપ્પડ, જુઓ Video

કોંગ્રેસ કાયમી ભરતી માટે આપશે સાથ:દોશી

રાજ્યની સરકારી-ગ્રાન્ટેડ શાળાઓમાં 30 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે ત્યારે કાયમી ભરતી કરી ઘટ પૂર્ણ કરવાને બદલે શિક્ષણમાં કોન્ટ્રાકટ પ્રથાના આક્ષેપ કોંગ્રેસે કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી એ જણાવ્યું કે સરકારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી ત્રણ મહિનામાં શરૂ કરવી જોઈએ. ભાજપ સરકાર જે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)ના આધારે જ્ઞાનસહાય યોજના લાવી છે એ NEP માં જ ઉલ્લેખ છે કે રેગ્યુલર ફેકલ્ટી અને પરમેનન્ટ ટીચરની વ્યવસ્થા હોવી જોઈએ. કોંગ્રેસ પક્ષ TET-TAT પાસ ઉમેદવારોના આંદોલનને વિધાનસભા અને રસ્તા પર સમર્થન આપશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">