Jamnagar: મનપા દ્વારા લાખોના ખર્ચે સાધનો, વાહનો અને ટ્રીગાર્ડની ખરીદી, અત્યારે ઉપયોગ પહેલા જ ભંગાર હાલતમાં
જામનગર કોર્પોરેશનના વિપક્ષના નેતા આનંદ રાઠોડે મનપાના મેદાનમાં મુલાકાત લીધી હતી અને આવી કરોડોની મિલકતને કચરો બનતા અટકાવવાની અધિકારીને રજુઆત કરી હતી. આનંદ રાઠોડે જણાવ્યુ કે જે હેતુ માટે સાધનો અને વાહનોની ખરીદી કરવામાં આવી હોય તે હેતુ માટે તેનો ઉપયોગ થાય તે માટેની કામગીરી તંત્રએ કરવી જોઈએ.
જામનગર (Jamnagar) શહેરને સ્વચ્છ રાખવાનો દાવો કરતી મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં જ કચરા પેટીઓ કચરો બની ગયાની સ્થિતિ જોવા મળે છે. વૃક્ષોના ઉછેર માટે અને શહેરને હરીયાળુ કરવાના હેતુથી મહાનગરપાલિકા (Corporation) દ્વારા ટ્રીગાર્ડ (Tree guard) ની ખરીદી તો કરવામાં આવી છે. પણ હાલ તે ધૂળ ખાઇ રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાના જ કમ્પાઉન્ડમાં લાખોના ખર્ચે ખરીદેલા વાહનોનો ઉપયોગ ના થતા હાલ તે ભંગાર બન્યા છે. આમ જામનગર કોર્પોરેશનના આંગણામાં જ પ્રજાના પરસેવાના પૈસાનો ખોટો બગાડ થવાના દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.
જામનગર મહાનગર પાલિકાના મેદાનમાં જ કચરાના ઢગલા જોવા મળે છે. જેમાં કચરો ભરવાનો હોય તે કચરા પેટીઓ જ કચરો બની ગઇ છે. લાખો રૂપિયાના ખર્ચ કરીને આવી કચરા પેટીએ શહેરમાં કચરો ઉપડવા માટે ઉપયોગી બની રહે તે માટે ખરીદવામાં આવી હતી. પરંતુ હાલ લાંબા સમયથી આવી કચરા પેટીઓને કોઇ ઉપયોગમાં લેવાતી નથી. તો આવી જ હાલત શહેરમાં સફાઈ માટે ઉપયોગી એવા વાહનોની છે, લાંબા સમયથી ઉપયોગમાં ના લેવાતા આ વાહનો જાણે ભંગાર બની ગયા છે. ધારાસભ્યની ગ્રાન્ટ માથી વૃક્ષોના રક્ષણ માટે ખરીદ કરવામાં આવેલા પાંજરા પણ ધૂળ ખાય છે. પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો નથી.
જામનગર કોર્પોરેશનના વિપક્ષના નેતા આનંદ રાઠોડે મનપાના મેદાનમાં મુલાકાત લીધી હતી અને આવી કરોડોની મિલકતને કચરો બનતા અટકાવવાની અધિકારીને રજુઆત કરી હતી. આનંદ રાઠોડે જણાવ્યુ કે જે હેતુ માટે સાધનો અને વાહનોની ખરીદી કરવામાં આવી હોય તે હેતુ માટે તેનો ઉપયોગ થાય તે માટેની કામગીરી તંત્રએ કરવી જોઈએ. પરંતુ સમયસર એક કામગીરી ના થતા ઉપયોગમાં લેવાય તે પહેલા ભંગાર બની છે. શહેરને ગ્રીન બનાવવા માટે વૃક્ષારોપણ માટે પાંજરા તો ગ્રાન્ટમાંથી ખરીદી કરવામાં આવે છે. પરંતુ તે ઉપયોગમાં આવે તે પહેલા ભંગાર બન્યા છે. મોટા જથ્થામાં વૃક્ષના પાંજરા શોભાના ગાંઠીયા સમાન મનપાના કમ્પાઉન્ડમાં પડાયા છે.
આ બાબતથી અધિકારીઓ પણ અજાણ નથી. જો કે આ અંગે જ્યારે અધિકારીને પુછવામાં આવ્યુ ત્યારે તે માટેની કામગીરી ચાલુ હોવાનુ અધિકારીએ જણાવ્યુ. સાથે ધુળ ખાતા સાધનો, વાહનો અને કચરા પેટીનો યોગ્ય ઉપયોગ થાય તે માટે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી.
જામનગર શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ મહાનગર પાલિકાના કમ્પાઉન્ડમાં જ સફાઈના સાધનો, વાહનો કચરો બન્યા છે. જે હેતુ માટે ખરીદ કરવામાં આવી છે. તેનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ થાય તો પ્રજાના પરસેવાના પૈસાનો ખોટો બગાડ અટકાવી શકાય.
આ પણ વાંચો-
Ahmedabad: ઓઢવમાં પરિવારની હત્યાના કેસમાં ઘરના મોભી વિનોદ મરાઠી પર શંકાની સોય, પોલીસે શોધખોળ શરુ કરી
આ પણ વાંચો-