AMCના ટેક્ષ વિભાગની ગંભીર બેદરકારી, ઓનલાઇન ટેક્સ ભરવાની સિસ્ટમમાં છબરડાથી મોટું નુકસાન

AMCના ટેક્ષ વિભાગની ગંભીર બેદરકારી, ઓનલાઇન ટેક્સ ભરવાની સિસ્ટમમાં છબરડાથી મોટું નુકસાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 11:32 PM

આ અંગે રેવન્યુ કમિટીના ચેરમેને મ્યુનિસિપલ કમીશનરને પત્ર લખી તપાસ કરવાની માગ કરી છે. ટેક્સ વિભાગની ઓનલાઇન સિસ્ટમમાં ટેક્નિકલ બગને કારણે એએમસીને લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.

Ahmedabad: AMCના ટેક્ષ વિભાગની (tax department) ગંભીર બેદરકારી સામે આવી છે. ટેક્સ વિભાગના ઓનલાઇન (ONline TAX) ટેક્સ ભરવાની સિસ્ટમમાં છબરડો સામે આવતા જેમણે ટેક્સ ભર્યા છે એ કરદાતાઓના ખાતામાં ભરેલો ટેક્સ રિફંડ થઈ ગયું છે. જોકે સિસ્ટમમાં કરદાતાએ ટેક્સના પૈસા ભર્યા હોવાનું દેખાડે છે.જેને પગલે લાખોનું રૂપિયાનું નુકસાન કોર્પોરેશનને થઈ શકે છે. એક કંપનીએ 12 લાખ ઓનલાઇન ટેક્સ ભર્યા બાદ 12 લાખ રિફંડ મળ્યા છે.રિફંડ મળ્યા બાદ કરદાતા ફરીથી ટેક્સ ભરી શકતા નથી.કારણ કે સિસ્ટમમાં ટેક્સ ભરેલો હોવાનું બતાવે છે. ત્યારે આ બાબતે કરદાતાએ એએમસીનો સંપર્ક કરતા આ છબરડો સામે આવ્યો છે.

આ અંગે રેવન્યુ કમિટીના ચેરમેને મ્યુનિસિપલ કમીશનરને પત્ર લખી તપાસ કરવાની માગ કરી છે. ટેક્સ વિભાગની ઓનલાઇન સિસ્ટમમાં ટેક્નિકલ બગને કારણે એએમસીને લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.ત્યારે રેવન્યુ કમિટીના ચેરમેને તાત્કાલિક ટેક્નિકલ ખામી દૂર કરવા માગ કરી છે. તેમજ અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનો છબરડો થયો છે તેની પણ તપાસ કરાશે. હાલ તો સિસ્ટમમાં ગડબડીને પગલે અનેક કરદાતાઓ અટવાઇ ગયા છે. અને, મોટું નુકસાન થવાનો અંદાજ છે.

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત ટાઈટન્સના સ્ટાર બોલર પર છગ્ગા ઉડાવનારો ખેલાડી Ayush Badoni કોણ છે, જેણે ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી, જાણો

આ પણ વાંચો : IPL 2022: SRH vs RR: હૈદરાબાદ અને રાજસ્થાનની ટીમો એકબીજા સામે ટકરાશે, આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન

g clip-path="url(#clip0_868_265)">