JAMNAGARના બેડી બંદર પરથી નવા ટ્રેન રૂટ પર કોલસાનો જથ્થો રવાના કરાયો

બેડી બંદર પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનના વિઝનને આગળ લઈ જશે : CM Bhupendra patel

JAMNAGARના બેડી બંદર પરથી નવા ટ્રેન રૂટ પર કોલસાનો જથ્થો રવાના કરાયો
બેડી બંદર પરથી નવા ટ્રેન રૂટ પર કોલસાનો જથ્થો રવાના
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 11:17 PM

ગાંધીનગર, 14 જુલાઈ, 2022 : જામનગર (jamnagar) નજીક બેડી બંદરેથી નવી વિકસિત કરાયેલી રેલ્વે લાઇન મારફતે આજે કોલસાની પ્રથમ ટ્રેન (Train) રવાના કરવામાં આવી છે. ભારતીય રેલવે સાથે સંયુક્ત સાહસમાં ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (G-RIDE) દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામા આવી છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને આ ઉપલબ્ધિ બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે આ રેલ જોડાણ દેશમાં એવા પ્રકારનું પ્રથમ સાહસ છે જેમાં આઠ મહિનાના ગાળામાં પીપીપી દ્વારા ઈપીસી કોન્ટ્રાક્ટના માધ્યમથી પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હોય.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ મલ્ટિમોડલ કનેક્ટિવિટી માટે PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનના વિઝનને આગળ લઇ જશે. જામનગર બાયપાસનો રોડ પ્રોજેક્ટ પણ અમલમાં છે. આ વ્યૂહાત્મક પહેલથી પોર્ટની ક્ષમતા વધશે તેમજ સપ્લાય ચેન કાર્યક્ષમ બનશે. તે સિવાય બર્થથી ડાયરેક્ટ લોડિંગ, લોજિસ્ટિક્સનો ઓછો ખર્ચ, કાર્ગો અવરજવર માટે સંતુલિત મોડલ, કનેક્ટિવિટીની સુવિધા અને રોજગારીની નવી તકોનો વિસ્તાર થશે.

બેડી બંદર કચ્છના અખાતના દક્ષિણ કિનારે જામનગર જિલ્લામાં આવેલું છે. જેનું સંચાલન ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તક છે. અહીં 2250m લંબાઇના લાંબા વ્હાર્ફ સાથે, ઓલ-વેધર ટાઇડલ લાઇટરેજ સુવિધા છે, અને બાર્જ દ્વારા કાર્ગો પરિવહન સાથે લાઇટરેજ કામગીરી પણ ઉપલબ્ધ છે. બેડી એન્કરેજમાં મહત્તમ ડ્રાફ્ટ 16 મીટર છે. બંદર તેની નજીકના અંતરિયાળ વિસ્તારોમાં માર્ગ માલસામાનની અવરજવર સાથે કોલેન્ડ પેટ્રોલિયમ કોક પર વધુ નિર્ભરતા ધરાવે છે. બેડી બંદરનો અંદાજિત આયાત/નિકાસનો વાર્ષિક ટ્રાફિક આશરે છે. 2.8 મિલિયન ટન છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ SPV રેલવે પ્રોજેક્ટને જી-રાઇડ બેડી પોર્ટ રેલ લિમિટેડ દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે. જેમાં જીએમબી અને જી રાઇડ વચ્ચેની ભાગીદારી છે. તેમાં જીએમબીની 74 ટકા જ્યારે જીરાઇડની 26 ટકા ભાગીદારી છે. અંદાજિત 3 કિમીના આ પ્રોજેક્ટની કિંમત રૂ. 70 કરોડ છે.

બેડી બંદર પર રેલ જોડાણના ફાયદા

a.તેનાથી બંદરની ક્ષમતામાં મોટાપાયે વધારો થશે. b.મુંદ્રા, કંડલા જેવા બંદરોનો ટ્રાફિક અહીં ડાયવર્ટ કરી શકાય છે. c.કાર્ગોનું ઇવેક્યુએશન જલ્દી થશે, બંદર પર ભીડ ઘટાડી શકાય છે. d.રોડ કરતા રેલવે ભાડું ઓછું હોવાથી આયાતકાર અને નિકાસકારને ફાયદો થશે e.સીધી રેલ કનેક્ટિવીટી હોવાના લીધે ઉત્તર ભારત અને મધ્ય ભારતના વિસ્તારોમાંથી કાર્ગોને આકર્ષી શકાય છે. f.રોડ પર ભારણ ઘટાડી શકાય છે અને પર્યાવરણને લગતા મુદ્દાઓમાં પણ ફાયદો થાય છે.

આ પ્રકારના પ્રોજેક્ટથી ગુજરાત સરકાર અને રેલવે મંત્રાલય જી-રાઇડના માધ્યમથી રાજ્યમાં ઉત્તમ કક્ષાનું રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા માંગે છે. આ પ્રોજેક્ટ ડબલ એન્જિન સરકારની ઉપલબ્ધિ સૂચવે છે અને બન્ને સરકાર રાજ્યમાં રેલવેને લગતા મહત્વપૂર્ણ અને લોજિસ્ટિક પ્રોજેક્ટના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">