સુરતમાં 11 દિવસનું બાળક કોરોનાથી સંક્રમિત, રેમડેસિવીર ઈન્જેકશન આપીને રખાયુ છે વેન્ટીલેટર ઉપર

ગર્ભવતી મહિલાઓ માટે આંખ ઉધાડનારો કિસ્સો, હવે નવજાત ( newborn ) બાળકો પણ કોરોનાથી ( corona ) થઈ રહ્યા છે સંક્રમિત

| Updated on: Apr 13, 2021 | 8:18 AM

ગુજરાતમાં ફેલાયેલા કોરોનાનુ સંક્રમણ હવે કોઈને છોડતુ નથી. નવજાત ( newborn ) બાળકોને  પણ કોરોનાનું સંક્રમણ લાગી રહ્યું છે. સુરતમાં માત્ર 11 દિવસનુ બાળક (11 day old baby) કોરોનાથી ( corona ) સંક્રમિત થયુ છે. આ નવજાત બાળકનો જીવ બચાવવા માટે સુરતના તબીબો સઘન સારવાર કરી રહ્યાં છે.

સુરતની ડાયંમડ હોસ્પિટલ નોન કોવિડ હોસ્પિટલ હોવા છતા, નવજાત 11 દિવસના બાળકને બચાવવા માટે તબીબોએ, વેન્ટિલેટર ઉપર મુકવાની ફરજ પડી છે. આ બાળકને તેની માતાના કારણે કોરોનાનું સંક્રમણ થયુ છે. 11 દિવસનું આ બાળક, કોરોનાથી એટલુ બધુ સંક્રમિત છે કે, તેને રેમડેસિવીર ઈન્જેકશન પણ આપવુ પડ્યુ છે.

આ કિસ્સો ગર્ભવતી મહિલાઓ માટે આંખ ઉઘાડનારો છે. કોરોનાની ગાઈડલાઈન ધ્યાને લઈને ગર્ભવતી મહિલાઓએ હાલના સંજોગોમાં ખાસ તકેદારી રાખવી જરૂરી છે. વર્તમાન સમયમાં જે કોરોનાના સ્ટેન છે તે બાળકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. તેમાં પણ પાંચ વર્ષ સુધીના બાળકોને કોરોના તેની ઝપટમાં લઈ રહ્યો છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">