Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતનો ઐતિહાસિક નિર્ણય, વિશ્વ મહિલા દિવસે નવસારીમાં PM મોદીના લખપતિ દીદી કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ સંભાળશે

સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુર્ણા તોરવણે રહેશે. સમગ્ર બંદોબસ્ત વ્યવસ્થા 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પી.એસ.આઇ., 61 મહિલા પી.આઇ., 19 મહિલા ડી.વાય.એસ.પી., 05 મહિલા એસ.પી., 01 મહિલા ડી.આઇ.જી. અને 01 મહિલા અધિક પોલીસ મહાનિદેશક દ્વારા કરવામાં આવશે અને સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભળાશે.

ગુજરાતનો ઐતિહાસિક નિર્ણય, વિશ્વ મહિલા દિવસે નવસારીમાં PM મોદીના લખપતિ દીદી કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ સંભાળશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2025 | 7:18 PM

વિશ્વ મહિલા દિવસે, નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર ‘લખપતિ દીદી’ કાર્યક્રમનુ સંપૂર્ણ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા ગુજરાતની મહિલા પોલીસ અને કર્મચારીઓ સંભાળશે. આ અંગે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી 8મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં 1.50 લાખથી વધુ મહિલાઓ સહભાગી થશે. ત્યારે આ કાર્યક્રમમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી માત્રને માતા મહિલા પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ સંભાળશે. આ નિર્ણય માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં પોલીસિંગ અને લૉ એન્ડ ઓર્ડર ક્ષેત્રે માઇલ સ્ટોન રૂપ સાબિત થશે.

રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે, વડાપ્રધાનના કાર્યક્રમમાં લો અને ઓર્ડરથી લઈને સમગ્ર કાર્યક્રમની જવાબદારી મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. હેલિપેડથી લઈને રૂટ, અને રૂટથી લઈને સભા સ્થળની સપૂર્ણ વ્યવસ્થાઓની ઉપર ગુજરાતના મહિલા પોલીસની ચાંપતી નજર રહેશે.

કોન્ડોમ અસ્તિત્વમાં આવતા પહેલા લોકો કેવી રીતે ગર્ભાવસ્થા અટકાવતા હતા?
ઘરમાં ચામાચીડિયાનું આવવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર

સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુર્ણા તોરવણે રહેશે. સમગ્ર બંદોબસ્ત વ્યવસ્થા 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પી.એસ.આઇ., 61 મહિલા પી.આઇ., 19 મહિલા ડી.વાય.એસ.પી., 05 મહિલા એસ.પી., 01 મહિલા ડી.આઇ.જી. અને 01 મહિલા અધિક પોલીસ મહાનિદેશક દ્વારા કરવામાં આવશે અને સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભળાશે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યોજનાર આ કાર્યક્રમમાં મહિલા શક્તિ ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષાની મહત્વની જવાબદારીઓ સુપેરે નિભાવી રહ્યા છે તે અંગેનો ખૂબ મોટો સંદેશો આપશે.

ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ભારતનો આ સૌ પ્રથમ અને ઐતિહાસિક કાર્યક્રમ બનશે, જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને, મહિલા પોલીસ અધિકારી- કર્મચારીઓ દ્વારા વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા અને સમગ્ર કાર્યક્રમનો બંદોબસ્ત સાંભળવામાં આવશે.

બીજી તરફ પુરુષ પોલીસ અધિકારી- કર્મચારીઓ માત્ર પાર્કીંગ અને ટ્રાફીક મેનેજમેન્ટ જેવી જગ્યાએ રહેશે. મુખ્ય કાર્યક્રમ સહિત અન્ય તમામ સ્થળો પર મહિલા પોલીસ અધિકારીઓ ફરજ બજાવશે તે માટે હર્ષ સંઘવીએ મહિલા અધિકારીઓ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">