લતા મંગેશકર (Lata Mangeshkar) ના નિધનથી ગુજરાતના કલાકારો (Gujarati artists)માં પણ શોક ફેલાઈ ગયો છે. કલાકારો શોક સંદેશા પાઠવી લતાજીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. પ્રફૂલ દવે, માયાભાઈ આહીર, હોમાંગ વ્યાસ, પાર્થ ઓઝા સહિતના કલાકારોએ લતાજીના નિધન પર શોક સંદેશ પાઠવ્યો છે.
ગુજરાતી કલાકારોએ લતાજીને પોતાના પ્રેરણાસ્રોત ગણાવ્યાં છે. લતાજીએ ઘણાં બધાં ગુજરાતી ગીતો (Gujarati songs) પણ ગાયાં છે. તમામ કલાકારો એવું કહે છે કે લતાજીની વિદાયથી મોટી ખોટ પડી છે. જે ભરી શકાય તેમ નથી. લતાજીએ માત્ર ગુજરાતી અને હિન્દી જ નહીં પણ દેશની લગભગ 15 જેટલી ભાષામાં ગીતો ગાયાં છે.
લતા મંગેશકર એ શ્વર સાથે જોડાયેલાં હતાં તેથી તેમનું નિધન નથી થયું કેમ કે શ્વરનું ક્યારેય મૃત્યુ થતું નથી. શ્વર એ ઇશ્વરનું સ્વરૂપ છે. જેમ ઇશ્વરનું ક્યારેય મરણ ન થાય તેમ શ્વરનું મરણ નથી થતું. છતાં વાસ્તવિકતા એ છે કે સદેહે લતાજી હવે આપણી વચ્ચે નથી. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાની જરૂર નથી કેમ કે જેણે સ્વરને સાધ્યો છે તેનું સ્થાન ઇશ્વરના ચરણમાં જ હોય છે.
ભારતનો સૂર તૂટ્યો હોય તેવો કલાજગતને આઘાત લાગ્યો છે . વસંતપંચમીની રાત્રે ભગવાને જાણે સરસ્વતીના એક સૂરની જરુર પડી હોય તેમ તેમને બોલાવ્યા છે. સમગ્ર ભારત માટે આ મોટામાં મોટો આઘાત છે. આ સૂર ભારતને પાછો ક્યારે મળે તે માટે માતાજી પાસે પ્રાર્થના કરું છું.
ગાયક હેમાંગભાઈ વ્યાસે પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કલા જગત માટે મોટી ખોટ પડી છે. તે સંગીત માટે સૌથી મોટા પ્રેરણાશ્રોત હતાં. તેમના જેવાં ગાયિકા કોઈ થયાં નથી અને ભવિષ્યમાં પણ થશે કે કેમ તે શંકા છે.
લતા મંગેશકર એ સંગીતનો દરિયો હતાં, તેમણે દેશને અમુલ્ય ગીતો આપ્યો અને સંગીત પર અઢળક પ્રેમ વરસાવ્યો હતો. તેમના આશીર્વાદ જાણતા અજાણતા દરેક કલાકાર પર હોય છે. તેના નિધનથી સમગ્ર દુનિયાને ખોટ પડી છે. હું તો તેમના માતા સરસ્વતીનો અવતાર જ ગણતો હતો.
લતાજીને સાક્ષાત સરસ્વતીનું રૂપ કહી શકાય. તેમણે ઘણા ગુજરાતી ગીતો પણ ગાયાં છે. તેનો અવાજ પણ એટલો મધુર હતો કે તે બોલતાં હોય તો પણ તે ગાઈ રહ્યાં હોય તેવું લાગતું હતું. આ ખોટ પૂરી શકાય તેવી નથી.
આ પણ વાંચોઃ Surat: TMC સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદમાં કરેલી જૈન સમાજ પરની ટિપ્પણીનો વિરોધ, જૈન સમાજે માફીની કરી માગણી
આ પણ વાંચોઃ અમદાવાદીઓને મળ્યુ નવુ નજરાણુ, હવે સાયન્સ સિટીમાં પણ હેલિકોપ્ટર જોયરાઈડ સેવા શરૂ