Surat: TMC સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદમાં કરેલી જૈન સમાજ પરની ટિપ્પણીનો વિરોધ, જૈન સમાજે માફીની કરી માગણી

જૈન અગ્રણીઓએ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે ગૃહમાં ટીએમસીના મહિલા સાંસદે આવું બેજવાબદાર અને જૈન સમાજની લાગણીને ઠેસ પહોંચાડનાર કોઈ પણ નિવેદન આપતા પહેલા તેમણે ક્યારેય જૈન ધર્મ તથા તેના અનુયાયીઓ વિશે અભ્યાસ કર્યો છે?

Surat: TMC સાંસદ મહુઆ મોઇત્રાએ સંસદમાં કરેલી જૈન સમાજ પરની ટિપ્પણીનો વિરોધ, જૈન સમાજે માફીની કરી માગણી
Surat: protests against TMC MP Mahua Moitra's remarks on Jain community in Lok Sabha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 10:55 AM

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા (MP Mahua Moitra) દ્વારા લોકસભામાં જૈન સમાજને લઈને કરવામાં આવેલી ટિપ્પણીને લઈને જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. સુરત (Surat)માં જૈન સમાજ (Jain Community) દ્વારા આ ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો છે. જૈન સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સાંસદ મહુઆ મોઈત્રા માફી માગે તેવી માગ કરવામાં આવી છે.

સાંસદ મહોદયા મહુઆ મોઈત્રાએ લોકસભામાં નિવેદન આપ્યુ હતુ કે, ”જૈન સમાજના છોકરા અમદાવાદની લારી ગલ્લા પર જઈ કાઠી કબાબ ખાય તો ઈંડા-માસની લારીઓ બંધ કરી દેવાની? ” ત્યારે આ નિવેદનનો જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સુરત શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર તેમજ જૈન અગ્રણી નિરવભાઈ શાહની આગેવાનીમાં તેમજ જૈન કોર્પોરેટરરોની ઉપસ્થિતિમાં સુરત શહેરના સમસ્ત જૈન સમાજે કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.

જૈન અગ્રણીઓએ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે ગૃહમાં ટીએમસીના મહિલા સાંસદે આવું બેજવાબદાર અને જૈન સમાજની લાગણીને ઠેસ પહોંચાડનાર કોઈ પણ નિવેદન આપતા પહેલા તેમણે ક્યારેય જૈન ધર્મ તથા તેના અનુયાયીઓ વિશે અભ્યાસ કર્યો છે? શું ક્યારેય તેઓ અમદાવાદની ગલીઓમાં ગયા છે ? તેમની પાસે તેમના નિવેદનને સાબિત કરતો કોઈ ઠોસ આધાર-પુરાવો છે? કયા આધારે તેઓ આ નિવેદન આપી રહ્યા છે ?

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

આવેદનમાં લખવામાં આવ્યું છે કે જૈન સમાજ ન માત્ર શુદ્ધ શાકાહારી સમાજ છે પણ જૈન સમાજ અને ધર્મ અહિંસા ઉપર આધારિત છે અને જ્યાં નાનામાં નાના જીવોની પણ હિંસા ન થાય તેની કાળજી રાખવામા આવે છે. જૈન ધર્મના આજે જ્યારે સમગ્ર વિશ્વ જૈન ધર્મની પધ્ધતિ અને આચાર વિચાર અંગે ખૂબ જ આશાભરી નજરોથી જોઈ રહ્યું છે અને તેનો સ્વીકાર કરી રહ્યું છે. ત્યારે આવા તદ્દન નિમ્ન કક્ષાના તથા બેજવાબદાર વકતવ્યનો સમગ્ર જૈન સમાજ ફરી એકવાર સખત શબ્દોમાં વિરોધ કરે છે અને વખોડે છે.

સુરત સમગ્ર જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે કે, ત્વરિતમા ત્વરિત સાંસદના નિવેદન મામલે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા તેમના શબ્દો સંસદના રેકોર્ડ પરથી પાછા ખેંચે અને સમગ્ર જૈન સમાજની માફી માગે અને ભવિષ્યમાં ક્યારેય પણ સમજ્યા વિચાર્યા વગર આવા કોઈ પણ બેજવાબદાર અને સમાજની લાગણી દુભાય તેવા નિવેદનો ના કરે અને જો આમ નહીં કરવામાં આવે તો સમગ્ર જૈન સમાજ તેનો આકરો પ્રતિકાર કરશે અને જે પરિણામો આવશે તેની સમગ્ર જવાબદારી સાંસદની રહેશે.

આ પણ વાંચો- Surendranagar: વઢવાણમાં બે આખલા લડતા લડતા દુકાનમાં ઘૂસી ગયા, પછી શું થયુ જુઓ આ વીડિયોમાં

આ પણ વાંચો- Kutch : નવી આશા સાથે ભુજ-નલિયા બ્રોડગેજ લાઇન પર પ્રથમ વાર માલગાડી દોડી

g clip-path="url(#clip0_868_265)">