Gujarat Top News: રાજ્યમાં ઉદ્યોગ, શિક્ષણ અને વિવિધ શહેરોના મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં

દેશનું પ્રથમ વાહન સ્ક્રેપીંગ પાર્ક ગુજરાતના ક્યા શહેરમાં બનાવવામાં આવશે,ક્યા શહેરની નગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરિપત્ર શા માટે રદ્દ કરવામાં આવ્યો,તમામ મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં ઉદ્યોગ, શિક્ષણ અને વિવિધ શહેરોના મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં
Gujarat Top News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 6:24 PM

1.ભાવનગરમાં બનશે દેશનું પહેલું સ્ક્રેપીંગ પાર્ક, રિસાયક્લિંગ ઉદ્યોગને થશે લાભ

દેશનું પ્રથમ વાહન સ્ક્રેપીંગ પાર્ક ગુજરાતના ભાવનગરમાં બનાવવામાં આવશે. નવી સ્ક્રેપિંગ સ્ક્રેપીંગ પોલિસી બાદ આ પાર્ક બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે. સ્ક્રેપીંગ પાર્ક બનવાથી રિસાયક્લિંગ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે,ઉપરાંત રોજગારીમાં પણ વધારો થશે.

આ સમાચાર વિગતવાર વાંચો: BHAVNAGARમાં બનશે દેશનું પહેલું સ્ક્રેપીંગ પાર્ક, રિસાયક્લિંગ ઉદ્યોગને પ્રોત્સાહન સાથે રોજગારીમાં ધરખમ વધારો થશે

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

2.અમદાવાદમાં રોગચાળાએ માથું ઉચક્યું, સિવિલની ઓપીડીમાં દરરોજ બે હજારથી વધુ દર્દીઓનો ઘસારો

કોરોના અને મ્યુકરમાઈકોસિસના કેસમાં ઘટાડો નોંધાયો છે.પરંતુ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે.સિવિલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટના જણાવ્યા મુજબ, સિવિલમાં હાલ ઓપીડીમાં દૈનિક ધોરણે બે હજારથી 2800 જેટલા દર્દી નોંધાઈ રહ્યા છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Ahmedabad માં રોગચાળાએ માથું ઉચક્યું, સિવિલની ઓપીડીમાં દરરોજ બે હજારથી વધુ દર્દીઓનો ઘસારો

3.વાપી નગરપાલિકાનો નવતર પ્રયોગ, બગીચામાં ઉર્જા આપતું સોલાર ટ્રી નિર્મિત કર્યું

સૌરઉર્જાના શ્રેષ્ઠ ઉપયોગનું ઉત્તમ ઉદાહરણ વાપી નગરપાલિકાએ પુરૂ પાડ્યું છે. જેમાં વાપી નગરપાલિકાએ નવતર પ્રયોગ કરી બગીચામાં ઉર્જા આપતું સોલાર ટ્રી નિર્મિત કર્યું છે. આ સોલાર ટ્રી કુદરતી વૃક્ષ જેટલું જ ઉપયોગી છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Vapi નગરપાલિકાનો નવતર પ્રયોગ, બગીચામાં ઉર્જા આપતું સોલાર ટ્રી નિર્મિત કર્યું

4.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિચિત્ર પરિપત્ર રદ, પૂરક ઉત્તરવહી અપાશે

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં પરીક્ષા વિભાગ દ્રારા ગત બુધવારના રોજ એક વિચિત્ર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હશે તેઓ ઉત્તરવહીમાં જગ્યા છોડશે અથવા તો મોટા અક્ષરે લખશે તો તેમને પૂરક ઉત્તરવહી આપવામાં નહીં આવે.આ પરિપત્ર બહાર પડતાની સાથે જ વિવાદ ઊભો થયો હતો.હાલ,પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો :  Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિચિત્ર પરિપત્ર રદ, પૂરક ઉત્તરવહી અપાશે

5.અમદાવાદમાં સતત બીજા વર્ષે કોરોનાના પગલે તાજિયાના ઝુલુસ નહી નીકળે, ધાર્મિક સ્થાન પર જ વિધી કરાશે

અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મહોરમના દિવસે તાજીયાના ઝુલુસ નહી નીકળે. ઉલ્લેખનીય છે કે,ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને તાજીયા કમિટી દ્વારા સંયુક્ત નિર્ણય લઈને આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો :  Ahmedabad માં સતત બીજા વર્ષે કોરોનાના પગલે તાજિયાના ઝુલુસ નહી નીકળે, ધાર્મિક સ્થાન પર જ વિધી કરાશે

6.રાજકોટમાં પણ તૈયાર થશે એથલિસ્ટ, મહાનગરપાલિકા કરી રહી છે આયોજન

ઓલમ્પિકની રમતમાં ભારતે ડંકો વગાડ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકા ઓલમ્પિક રમતોને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરી રહી છે. જેમાં શહેરના મવડી વિસ્તારમાં ઓલમ્પિકની વિવિધ રમત માટેનું મેદાન અને તેને લગતી સુવિધાઓ ઉભી કરવાનું આયોજન કરી રહી છે.

આ સમાચાર વિગતવાર વાંચો : Rajkot માં પણ તૈયાર થશે એથલિસ્ટ, મહાનગરપાલિકા કરી રહી છે આવું આયોજન

7.વડોદરામાં મચ્છરજન્ય રોગ વધતા આરોગ્ય તંત્ર એક્શનમાં,ડોર ટુ ડોર તપાસ હાથ ધરાઈ

ગુજરાત અને વડોદરા શહેરમાં કોરોનાના કેસો ઓછા થતા હવે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને મેડિકલ પેરામેડિકલ સ્ટાફ તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ કામે લાગ્યા છે.જેમાં વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર વિગતવાર વાંચો : VADODARA : શહેરમાં મચ્છરજન્ય રોગ વધતા VMCનું આરોગ્ય તંત્ર કામે લાગ્યું, ડોર ટુ ડોર તપાસ હાથ ધરાઈ

8.મેડીકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાળ સમેટી, દર્દીઓને હાશકારો

શહેરમાં SSG મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે છેલ્લા 8 દિવસથી ચાલી રહેલી રેસિડેન્ટ તબીબોની હડતાળનો આખરે અંત આવ્યો છે. SSG મેડીકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાળ સમેટી જેના કારણે દર્દીઓને હાશકારો થયો છે.

આ સમાચાર વિગતવાર વાંચો : VADODARA : મેડીકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ હડતાળ સમેટી, દર્દીઓને હાશકારો

9.સાબરકાંઠામાં ઈડરિયો ગઢના ખનનની પરવાનગી સામે વ્યાપક વિરોધ, આજે ઈડર સ્વયંભૂ બંધ

સાબરકાંઠાનો ઐતિહાસિક ઈડરિયો ગઢ બચાવવા આજે ઈડર સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે. ઈડરિયા ગઢનું અસ્તિત્વ અને અસ્મિતાને બચાવવા ગઢ પ્રેમીઓ છેલ્લા ચારેક વર્ષથી ઝઝૂમી રહ્યા છે અને પ્રતિદિન કાયદા-હુકમોનો હવાલો આપી ઐતિહાસિક વિરાસતને પરવાનગી આપતા ગઢનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.

આ સમાચાર વિગતવાર વાંચો :  SABARKANTHA : ઈડરિયો ગઢમાં ખનનની પરવાનગી સામે વ્યાપક વિરોધ, આજે ઈડર સ્વયંભૂ બંધ

10.અમદાવાદમાં ગ્રાન્ટેડ કોલેજોના ખાનગીકરણ સામે અધ્યાપકો બાદ, હવે NSUIએ કર્યો વિરોધ

ગ્રાન્ટેડ કોલેજોના ખાનગીકરણ સામે અધ્યાપકો બાદ હવે NSUIએ પણ વિરોધ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે,સરકારે ખાનગી યુનિવર્સિટી એકટમાં સુધારો કરતા રાજ્યની અનેક ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવામાં આવતા વિરોધ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો : Ahmedabad : ગ્રાન્ટેડ કોલેજોના ખાનગીકરણ સામે અધ્યાપકો બાદ હવે NSUIનો વિરોધ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">