Ahmedabad માં સતત બીજા વર્ષે કોરોનાના પગલે તાજિયાના ઝુલુસ નહી નીકળે, ધાર્મિક સ્થાન પર જ વિધી કરાશે
મુસ્લિમ આગેવાનોએ નાયબ પોલીસ કમિશ્નર સાથે મહોરમ અંગે ચર્ચા વિચારણા કરી તાજીયાના ઝુલુસ ન કાઢવા નિર્ણય લીધો છે.
અમદાવાદ(Ahmedabad) માં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મહોરમના દિવસે તાજીયા(Tajiya) ના ઝુલુસ નહી નીકળે. જેમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારી અને તાજીયા કમિટી દ્વારા સંયુક્ત નિર્ણય લઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મુસ્લિમ આગેવાનોએ નાયબ પોલીસ કમિશ્નર સાથે મહોરમ અંગે ચર્ચા વિચારણા કરી તાજીયાના ઝુલુસ ન કાઢવા નિર્ણય લીધો છે.
માત્ર ધાર્મીક સ્થાન પર જ તમામ વિધી કરવામાં આવશે અને તાજીયા ઠંડા કરવા માટે ઝુલુસ કાઢવાની મનાઈ ફરમાવામાં આવી છે.. સંભવિત ત્રીજી લહેરને ટાળવા જનતાને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા પોલીસે અપીલ કરી છે. જો નાગરિકો નિયમોનું પાલન નહિ કરે તો એપેડમીક એક્ટ હેઠળ તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત તાજિયા કમિટીના ચેરમેન પરવેઝ મોમીને જણાવ્યું કે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહંમદ સાહેબ ના દોહિત્ર હઝરત ઈમામ હુસેન તથા તેમના 72 સાથીઓએ સત્ય અને માનવતાના મૂલ્યોના રક્ષણ માટે વહોરેલી શહાદતણી યાદમાં શુકવારે 19-08- 2021ના રોજ કતલની રાત અને 20-08-2021 ના રોજ ” યવ્મે આશુરા ” તરીકે ઉજવવામાં આવશે.
આ ઉપરાંત તાજિયા કમિટીના ચેરમેન પરવેઝ મોમીને જણાવ્યું કે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહંમદ સાહેબ ના દોહિત્ર હઝરત ઈમામ હુસેન તથા તેમના 72 સાથીઓએ સત્ય અને માનવતાના મૂલ્યોના રક્ષણ માટે વહોરેલી શહાદતણી યાદમાં શુકવારે 19-08- 2021ના રોજ કતલની રાત અને 20-08-2021 ના રોજ ” યવ્મે આશુરા ” તરીકે ઉજવવામાં આવશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હાલ વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણના પગલે સરકારના આદેશોનું પાલન અને લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં લેતા પરંપરાગત રીતે નીકળતા મોહરમના ઝૂલુસને મોકૂફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Covid-19 Update : સંપૂર્ણ રીતે વેક્સીનેટ પેસેન્જર્સ માટે RT-PCR ટેસ્ટ રિપોર્ટ જરુરી ન રાખવા રાજ્યોને કેન્દ્રની અપીલ
આ પણ વાંચો : Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિચિત્ર પરિપત્ર રદ, પૂરક ઉત્તરવહી અપાશે
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો