Gujarat Top News : રાજ્યમાં શિક્ષણ, વરસાદ સહીતના તમામ મહત્વના સમાચાર જાણો માત્ર એક ક્લિકમાં

|

Jul 26, 2021 | 5:09 PM

રાજ્યમાં ક્યા થઈ મેઘ મહેર, આજથી ક્યા વર્ગોનું ઓફલાઈન શિક્ષણ થયું શરૂ, ભારે વરસાદને પગલે ક્યા થયા ચેકડેમ ઓવરફ્લો, તક્ષશિલા કાંડ મામલે વાલીઓએ ક્યા કરી ન્યાયની માંગ, મહત્વના તમામ સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News : રાજ્યમાં શિક્ષણ, વરસાદ સહીતના તમામ મહત્વના સમાચાર જાણો માત્ર એક ક્લિકમાં
Gujarat Brief News

Follow us on

1. રાજ્યમાં આજથી ધોરણ-9 થી 11ના વર્ગો શરૂ, વિદ્યાર્થીઓ માટે વાલીનું સંમતિપત્રક ફરજિયાત

રાજ્યમાં આજથી ધોરણ 9થી 11ના વર્ગો સાથે શાળાના પ્રાંગણ ફરી ધમધમતા થશે.રાજ્ય સરકારે 50 ટકા ક્ષમતા સાથે ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવાની પરવાનગી આપી છે. સાથે જ SOPના પાલન પર પણ ભાર મુક્યો છે. ત્યારે રાજ્યમાં દોઢ વર્ષ બાદ ફરીથી આજે ઓફલાઇન શિક્ષણ શરૂ થશે.મહત્વનું છે કે, ઓફલાઈન શિક્ષણ લેવા માગતા વિદ્યાર્થીઓ માટે વાલીનું સંમતિપત્રક ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ સમાચાર વિગતવાર વાંચો: GUJARAT : સાવચેતી સાથે શિક્ષણ, રાજ્યમાં આજથી ધોરણ-9 થી 11ના વર્ગો શરૂ, વિદ્યાર્થીઓ માટે વાલીનું સંમતિપત્રક ફરજિયાત

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

2.મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ સહીતના જિલ્લામાં વરસાદ

મધ્ય ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે.છોટાઉદેપુર અને પંચમહાલ પંથકમાં ભારે વરસાદને પગલે શહેરી વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા.જ્યારે ગ્રામ્ય પંથકમાં ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે.ભારે વરસાદને પગલે છોટાઉદેપુર, પંચમહાલ, નસવાડી, દાહોદ, શિનોર સહિતના વિસ્તારોમાં મેઘ મહેર થઈ છે.

આ સમાચાર વિગતવાર વાંચો: GUJARAT : મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ સહીતના જિલ્લામાં વરસાદ

 

3. રાજ્યમાં મંગળવારે અતિ ભારે વરસાદની આગાહી, NDRFની આઠ ટીમો તૈનાત

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં મંગળવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરવામાં આવ્યો છે. ઉપરાંત ભારે વરસાદની આગાહીના પગલે અલગ અલગ જિલ્લામાં NDRFની 8 ટીમોને તૈનાત કરવામાં આવી છે. જ્યારે 3 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat માં મંગળવારે અતિ ભારે વરસાદની આગાહી, NDRFની આઠ ટીમો તૈનાત

 

4. સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, નર્મદા ડેમની હાલની જળસપાટી 115.88 મીટર પહોંચી

ભારે વરસાદને પગલે છેલ્લા 8 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 8 સેમીનો વધારો થયો છે. ત્યારે નર્મદા ડેમ હાલની જળસપાટી 115.88 મીટર સુધી પહોંચી છે. જો કે ગતવર્ષ કરતા ચાલું વર્ષે ડેમની સપાટી 5 મિટર ઓછી છે. ડેમમાં હાલ 4363 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: NARMADA : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો, નર્મદા ડેમની હાલની જળસપાટી 115.88 મીટર

 

5.સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, રાજકોટથી લઈને જૂનાગઢ સુધી જોવા મળી મેઘ મહેર

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે.રાજકોટથી લઈને જૂનાગઢ સુધી મેઘરાજાએ કૃપા વરસાવી છે. રાજકોટના લોધિકા અને માણાવદરમાં ભારે વરસાદ વરસતા નદી-નાળા છલકાઈ ગયા છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

આ સમાચાર વિગતવાર વાંચો: GUJARAT : સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, રાજકોટથી લઈને જૂનાગઢ સુધી મેઘરાજાની કૃપા વરસી

 

6. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ મામલે મૃતક વિદ્યાર્થીઓના પરિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

ગુજરાતના સુરતના તક્ષશિલા અગ્નિકાંડ મામલે મૃતક વિદ્યાર્થીઓના પરિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે ટ્યુશન કલાસના માલિકને જામીન આપી છે. જેના પગલે આ કાંડમાં મૃતક વિધાર્થીઓના પરિવારે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને ન્યાયની માંગ કરી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Surat : તક્ષશિલા અગ્નિકાંડ મામલે મૃતક વિદ્યાર્થીઓના પરિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

 

7.પાણીની આવક વધતાં મચ્છુ 3 ડેમના 2 દરવાજા ખોલાયા, 21 ગામોને એલર્ટ કરાયા

ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદની અનેક ડેમો અને નદીઓમાં પાણીની આવક વધી છે. જેમાં મોરબી ના ગ્રામીણ વિસ્તારોમાં પડી રહેલા સતત વરસાદના પગલે મચ્છુ-૩ ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેના લીધે મચ્છુ 3 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Morbi:પાણીની આવક વધતાં મચ્છુ 3 ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા, 21 ગામોને એલર્ટ કરાયા

 

8. ભારે વરસાદને કારણે કાલાવડની જીવાદોરી સમાન બાલાભડી ડેમ થયો ઓવરફ્લો

જામનગરના કાલાવડ પંથકમાં નવાગામ, ધૂંનધોરાજી ,ઉમરાળા સહિત અનેક ગામોમાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તો બીજી બાજુ મુળીલા, મોટાભાડુકિયા, બાલાભડી, કોઠાભાડુકિયામાં ભારે વરસાદ વરસ્યો. જેના પગલે કાલાવડનો જીવાદોરી સમાન બાલાભડી ડેમ છલકાયો છે. બાલાભડી ડેમ ઓવરફ્લો થતા વહીવટી તંત્રએ નીચાણવાળા ગામ અને વિસ્તારના લોકોને સાવચેત કર્યા છે.

આ સમાચાર વિગતવાર વાંચો: JAMNAGAR : ભારે વરસાદને કારણે કાલાવડની જીવાદોરી સમાન બાલાભડી ડેમ ઓવરફ્લો થયો

 

9. મહિસાગરની ભાદર નદીમાં નવા નીરની આવક, દસથી વધુ ચેકડેમો થયા ઓવરફ્લો

ભાદર નદીમાં નવા નીરને પગલે દસથી વધુ ચેકડેમો ઓવરફ્લો થયા છે. ચેકડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યુ છે. નવા નીરની આવક થતા આસપાસ વિસ્તારોના ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Mahisagar : ભાદરમાં નવા નીરની આવક, દસથી વધુ ચેકડેમો થયા ઓવરફ્લો

 

10. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લાનો મોતીસર ડેમ થયો ઓવરફ્લો 

ભારે વરસાદ પડતા રાજકોટ જિલ્લાનો મોતીસર ડેમ ઓવરફ્લો થયો છે. મોતીસર ડેમમાં 17 દરવાજા ઉપરથી પાણી વહી રહ્યું છે. મોતીસર ડેમ ઓવરફ્લો  થતા ડેમના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે. અટીયાળી, વેંગણી સહીતના ગામડાઓમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડતા મોતીસર ડેમમાં નવા નીર આવ્યાં છે.

આ સમાચાર વિગતવાર વાંચો: RAJKOT : ઉપરવાસમાં ભારે વરસાદ પડતા મોતીસર ડેમ ઓવરફ્લો થયો

Next Article