GUJARAT : સાવચેતી સાથે શિક્ષણ, રાજ્યમાં આજથી ધોરણ-9 થી 11ના વર્ગો શરૂ, વિદ્યાર્થીઓ માટે વાલીનું સંમતિપત્રક ફરજિયાત

Classes 9 to 11 started in Gujarat : રાજ્યમાં દોઢ વર્ષ બાદ ઓફલાઇન શાળા આજથી શરૂ થશે.રાહતની વાત એ છે કે શાળામાં ન આવનાર વિદ્યાર્થીઓ માટે ઑનલાઈન ક્લાસની સુવિધા પણ ચાલુ રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 8:38 AM

GUJARAT : રાજ્યમાં આજથી ધોરણ 9થી 11ના વર્ગો સાથે શાળાના પ્રાંગણ ફરી ધમધમતા થશે.રાજ્ય સરકારે 50 ટકા ક્ષમતા સાથે ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવાની પરવાનગી આપી છે. સાથે જ SOPના પાલન પર પણ ભાર મુક્યો છે. રાજ્યમાં દોઢ વર્ષ બાદ રાજ્યમાં ઓફલાઇન શાળા આજથી શરૂ થશે.મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારના નિર્ણયને વાલીઓ, વિદ્યાર્થી અને શિક્ષકોએ આવકાર્યો હતો.રાહતની વાત એ છે કે શાળામાં ન આવનાર વિદ્યાર્થીઓ માટે ઑનલાઈન ક્લાસની સુવિધા પણ ચાલુ રહેશે.તો સ્કૂલે જનારા વિદ્યાર્થીઓ માટે વાલીનું સંમતિપત્રક ફરજિયાત છે. શાળાઓએ વિદ્યાર્થીઓને ફેસશિલ્ડ અને હેન્ડ ગ્લવ્સ પહેરીને આવવાની સૂચના આપી છે. વિદ્યાર્થીઓ ભેગા ન થયા અને ટોળા ન થયા તે માટે સાવચેતીના ભાગ રૂપે વિદ્યાર્થીઓને રીસેસ આપવામાં નહીં આવે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">