Gujarat માં મંગળવારે અતિ ભારે વરસાદની આગાહી, NDRFની આઠ ટીમો તૈનાત

ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરવામાં આવ્યો છે. જો કે મંગળવારે ભારે વરસાદની આગાહીના પગલે અલગ અલગ જિલ્લામાં એનડીઆરએફની 8 ટીમોને તૈનાત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 1:13 PM

ગુજરાતમાં (Gujarat )માં મંગળવારે ભારેથી અતિભારે વરસાદ(Rain) ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરવામાં આવ્યો છે. જો કે મંગળવારે ભારે વરસાદની આગાહીના પગલે અલગ અલગ જિલ્લામાં એનડીઆરએફની 8 ટીમોને તૈનાત કરવામાં આવી છે. જ્યારે 3 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

આ ઉપરાંત SDRF ની 11 ટીમોને પણ જિલ્લા મથકોએ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક માં 240 તાલુકામાં 44.11 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્ય નો અત્યાર સુધી મોસમ નો 273.65 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જે કુલ એવરેજ ના 32.58 % વરસાદ છે.

આ પણ વાંચો : Tokyo Olympics 2020: ઓલમ્પિકમાં હાર બાદ પણ ભવાની દેવીએ રચ્યો ઇતિહાસ, ઓલમ્પિક્માં ફેન્સીંગ હરીફાઈ જીતનારી પ્રથમ ભારતીય

આ પણ વાંચો :  GOLD : સોનાની આયાત એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 7.9 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે નોંધાઈ, નિકાસમાં પણ આવ્યો ઉછાળો 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">