JAMNAGAR : ભારે વરસાદને કારણે કાલાવડની જીવાદોરી સમાન બાલાભડી ડેમ ઓવરફ્લો થયો

Balabhadi dam overflow : કાલાવડનો જીવાદોરી સમાન બાલાભડી ડેમ છલકાતા કાલાવડ શહેરની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે.તો ખેડૂતોને પણ સિંચાઈનું પાણી મળી રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 11:18 AM

JAMNAGAR : જામનગરના કાલાવડ પંથકમાં નવાગામ, ધૂંનધોરાજી ,ઉમરાળા સહિત અનેક ગામોમાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તો બીજી બાજુ મુળીલા, મોટાભાડુકિયા, બાલાભડી, કોઠાભાડુકિયામાં ભારે વરસાદ વરસ્યો. જેના પગલે કાલાવડનો જીવાદોરી સમાન બાલાભડી ડેમ છલકાયો (Balabhadi dam overflow) છે. બાલાભડી ડેમ ઓવરફ્લો થતા વહીવટી તંત્રએ નીચાણવાળા ગામ અને વિસ્તારના લોકોને સાવચેત કર્યા છે. કાલાવડનો જીવાદોરી સમાન બાલાભડી ડેમ છલકાતા (Balabhadi dam overflow)કાલાવડ શહેરની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે.તો ખેડૂતોને પણ સિંચાઈનું પાણી મળી રહેશે.મેઘરાજાએ સમગ્ર જામનગર જિલ્લાને તરબોળ કરી દીધા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">