છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ, જેમાં 12 નક્સલવાદીઓ ઠાર થયા છે. સૈફ અલી ખાન પર હુમલો કરનાર યુવક CCTVમાં કેદ. હુમલા પહેલા થઇ હતી ઝપાઝપી. હુમલાખોરે કરી હતી 1 કરોડની માગ. નોકરે કર્યો ખુલાસો. બજેટ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારની મોટી ભેટ. મોદી કેબિનેટની 8મા પગાર પંચને મંજૂરી. વર્ષ 2026થી લાગુ કરાશે કમિશનની ભલામણો. બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે મેગા ડિમોલિશન. ભીમસર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર. 54 કરોડથી વધુની જમીન કરાઇ ખુલ્લી. સુરતમાં સચિન-મગદલ્લા રોડ પર કાર પલટી જતાં એક વિદ્યાર્થિનીનું મોત. કારમાં 4 વિદ્યાર્થીઓ હતા સવાર. પોલીસે શરૂ કરી તપાસ. બનાસકાંઠાની છાપી ગ્રામ પંચાયતના સરપંચના પતિ 15 લાખની લાંચ લેતા ઝડપાયા. પ્લોટ અંગેની અરજી પરત ખેંચવા માગી હતી લાંચ.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે, TikTok પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે. ભારતની જેમ અમેરિકામાં પણ TikTok પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
સંસદનું બજેટ સત્ર, આગામી 31 જાન્યુઆરીથી શરૂ થશે. સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. સંસદના બજેટ સત્રનો બીજો ભાગ 10 માર્ચ, 2025થી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલશે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ જમીન ફાળવણી કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અંદાજિત રૂ. 300 કરોડની 142 સ્થાવર મિલકતો જપ્ત કરી છે.
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ એક ફાઇનાન્સરની ઓફિસમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક પકડાયું છે. ક્રિકેટની મોબાઈલ ફોનની આઇડી પર હાર જીતનો સટ્ટો રમી રહેલા ત્રણ શખ્સ પકડાયા છે. પોલીસે ઘટનાસ્થળેથી રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતના મોબાઈલ ફોન સહિતનું ક્રિકેટના સટ્ટાને લગતા સાધનો કબજે કર્યાં છે. જો કે તેઓની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર મુખ્ય બુકીને ફરાર જાહેર કર્યો છે.
પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ત્રણ શખ્સો જુદા જુદા મોબાઈલ ફોન ઉપર બનાવેલ ક્રિકેટની આઇ.ડી. પર બાંગ્લાદેશમાં રમાઈ રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ પર હાર જીતનો સટ્ટો રમાડતા હોવાનુ જણાયું હતું. પોલીસે ફાઈનાન્સ ઓફિસના સંચાલક ચિરાગ સુરેશભાઈ આહીર કે જે નિવૃત્ત પોલીસ કર્મચારીનો દીકરો છે તે, ઉપરાંત રવિ નવીનભાઈ ગોરી અને સિકંદર ઈસ્માઈલભાઈ દલવાણીની અટકાયત કરી લીધી છે. ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા મહેન્દ્રસિંહ પરાક્રમસિંહ રાણા નામના મુખ્ય બુકી સાથે ક્રિકેટની આઈડી પર સોદાની કપાત કરતા હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે.
અમદાવાદમાં નરોડા પોલીસે જ પોલીસ વિરુદ્ધ ગુનો નોધી કાયદાનું ભાન કરાવ્યું.. PCR વાનમા દારૂની બોટલ લઈને ફરતા પોલીસ કર્મી અને હોમગાર્ડ જવાન વિરુદ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ધરપકડ કરાયેલા પોલીસ પાસેથી મળી આવેલા રોકડા રૂપિયા ક્યાંથી આવ્યા તેને લઇ વધુ તપાસ શરૂ કરવામાં આવી. જો આ ધરપકડ કરાયેલા પોલીસ કર્મચારીઓએ અન્ય કોઈ ગુનો કર્યો હશે તો તેની પણ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ શકે છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા ડેવલપમેન્ટના કામકાજને કારણે આગામી 23 જાન્યુઆરી 2025થી અન્ય સૂચના ના મળે ત્યા સુધી અમદાવાદથી ઉપડતી અને આવતી કેટલીક ટ્રેન સેવાઓ અમદાવાદના બદલે વટવા અથવા તો મણિનગર સ્ટેશનથી ચાલશે.
ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોના સંવર્ધન માટે રેલવે વિભાગે વધુ એક પગલું ભર્યું છે. રેલવે ટ્રેકની 50 મીટરની આસપાસ સિંહોની અવરજવરનો અંદાજ લગાવવા વિશેષ મશીન મુકાશે. “ઇન્ટ્રુશન ડિટેકશન ડીવાઈસ” નામનું વિશેષ મશીન લગાવવામાં આવશે. સિંહોના અકાળે મોત મામલે ગુજરાત હાઇકોર્ટમાં ચાલે છે જાહેરહીતની અરજી પર સુનાવણી. કોર્ટમાં સુનાવણી દરમિયાન રેલ વિભાગે માહિતી આપી હતી. રેલ વિભાગે ટેન્ડર જાહેર કર્યું, આગામી 6 મહિનામાં અમલવારીની શક્યતા હોવાનું જણાવ્યું છે.
ઈફ્કો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થયો. ભાવ વધારાને પગલે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. 50 કિલોની એક બેગ પર 250 રૂપિયા વધ્યા છે.
સુરતઃ 9 વર્ષની બાળકી સાથે છેડતીનો બનાવ બન્યો. ચોક બજાર વિસ્તારમાં બાળકીને પૈસા આપી ચેવડો લાવવાનું કહી ભોળવી અડપલાં કર્યા. બાળકીએ માતાને હકીકત કહેતા નોંધાઈ ફરિયાદ. આરોપી ચેતન સવાણીની પોલીસે ધરપકડ કરી.
આણંદ પોલીસનો કોન્સ્ટેબલ લાંચ લેતા ACBની ટ્રેપમાં ઝડપાયો છે. ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો લાંચિયો પકડાયો છે. રોશન વણકર નામના પોલીસ કોન્સ્ટેબલને ACBએ ઝડપ્યો.
ફરિયાદીના મિત્રને પ્રોહીબિશનના ગુનામાંથી બચાવવા 2 લાખની લાંચ માગી હતી. 1 લાખ 50 હજારની લાંચ નક્કી કરી લેતી વખતે ACBએ પકડ્યો. કલોદરા ગામના 3 રસ્તા પર જાહેર રોડ પર લાંચ લેતા ઝડપાયો છે. ACB એ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
મુંબઈ: અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે એક શખ્સની અટકાયત કરી છે. આરોપી ઝડપાયા બાદ વધુ વિગતો સામે આવી શકે છે. બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં આરોપીની પૂછપરછ ચાલું છે.
વડોદરાઃ લાલબાગ અને જેતલપુર બ્રિજ એક માસ માટે બંધ રહેશે. માસ્ટિક રિસર્ફેસિંગ ની કામગીરીના લીધે બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરાયો. આજથી 17 ફેબ્રુઆરી સુધી વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો. બ્રિજ રીપેરીંગની કામગીરી પૂર્ણ થયા બાદ વાહનવ્યવહાર ફરી શરૂ કરાશે. પોલીસ કમિશનર દ્વારા વૈકલ્પિક રુટ જાહેર કરવામાં આવ્યો છે.
ખેડાઃ અમદાવાદ-ઇન્દોર હાઇવે પર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. ગાય વચ્ચે સીતાપૂર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. ગાય વચ્ચે આવતા કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો.
મૃતકો બાલાસિનોરના રહેવાશી હોવાની પ્રાથમિક માહિતી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
ડાંગ જિલ્લામાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે વાતાવરણમાં પલટો આવ્યો. ડાંગ જિલ્લાના ચીંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. શિયાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે.
ખેડા: કપડવંજમાં મોડાસા લાડવેલ રોડ પર ગઈકાલે ટ્રક ચાલકની લૂંટ બાદ હત્યા થઇ. મલકાણા નજીકની હોટલ પર લૂંટ બાદ 35 વર્ષીય ટ્રકચાલકની હત્યા કરી હતી. દિલ્લીથી સામાન લોડ કરી ટ્રક જઇ રહી હતી મુંબઇ. ટ્રકમાં રહેલો સામાન લૂંટી લૂંટારૂઓ થયા ફરાર.
ED દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં 10 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બેંક છેતરપિંડી કેસમાં દરોડા પાડવામાં આવ્યા. દરોડા દરમિયાન 2 હાઈ એન્ડ મર્સિડીઝ કાર તેમજ 37 બેંક ખાતાઓ ફ્રીઝ કરાયા છે. 37 બેંક ખાતાઓમાં કુલ 33.67 કરોડ રૂપિયા જમા હતા.
દાહોદઃ દેવગઢ બારિયામાં નગરમા હિટ એન્ડ રનની ઘટના બની છે. નગરના બે દરવાજા બહાર બોલેરો ચાલકે બે બાઇકને અડફેટે લીધી. બાઈક સવાર ફંગોળાઇને પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. અકસ્માત સર્જીને કારચાલક ફરાર થઇ ગયો હતો.
11 થી 16 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પ્રદેશમાં વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળા, પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન લગભગ 7 કરોડ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. પહેલું અમૃત સ્નાન ૨૦૨૫ ના મહાકુંભમાં પૂર્ણ થયું છે.
Published On - 7:36 am, Fri, 17 January 25