Gujarat Municipal Election Result 2021 LIVE: 6 કોર્પોરેશન પર ભાજપની જીત, પરિણામો મુદ્દે PM મોદીનું Tweet
Gujarat Municipal Election Result 2021 LIVE: જેની આતૂરતા પૂર્વક રાહ જોવાઇ રહી હતી, તે ઘડી આખરે આવી ચૂકી છે. રાજ્યની 6 મનપાની ચૂંટણી બાદ આજે મતગણતરી હાથ ધરાશે. મતગણતરીની શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ ઇવીએમના મતોની ગણતરી પ્રક્રિયા શરૂ કરાશે.
Gujarat Municipal Election Result 2021 LIVE: જેની આતૂરતા પૂર્વક રાહ જોવાઇ રહી હતી, તે ઘડી આખરે આવી ચૂકી છે. રાજ્યની 6 મનપાની ચૂંટણી બાદ આજે મતગણતરી હાથ ધરાઈ ગઈ છે. મતગણતરીની શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઈ અને ત્યારબાદ ઇવીએમના મતોની ગણતરી પ્રક્રિયા શરૂ કરાઈ. તમામ 6 મનપાના અલગ અલગ વોર્ડની તબક્કાવાર મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે અને ક્રમશઃ પરિણામો જાહેર થશે. મતગણતરી શરૂ થતાની સાથે જ રાજ્યની 6 મનપાના 2,276 ઉમેદવારોના ભાવિનો ફેંસલા સાથે રાજકીય પક્ષોના ઉમેદવારોની હાર-જીતનો પણ ફેંસલો પણ નજર સમક્ષ આવી જશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યની 6 મનપા માટે સરેરાશ 42.67 ટકા મતદાન થયું હતું ત્યારે ઓછા અને નિરસ મતદાનથી રાજકીય ચિત્ર બદલાઇ શકે છે અને પરિણામો પર તેની અસર વર્તાઇ શકે છે. જો કે શરૂઆત ટ્રેન્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે.
રાજ્યની 6 મનપાની બેઠકો અને મતદાનની ટકાવારી પર નજર કરીએ તો અમદાવાદ મનપાના 48 વોર્ડની 192 બેઠકો પર સરેરાશ 42.30 ટકા મતદાન થયું છે તો વડોદરા મનપાના 19 વોર્ડની 76 બેઠકો પર સરેરાશ 43.53 ટકા મતદાન થયું છે. આ તરફ રાજકોટ મનપાના 18 વોર્ડની 72 બેઠકો પર સરેરાશ 47.27 ટકા મતદાન થયું છે તો સુરત મનપાના 30 વોર્ડની 120 બેઠકો પર સરેરાશ 43.82 ટકા મતદાન થયું છે તો ભાવનગર મનપાના 13 વોર્ડની 52 બેઠકો પર 43.67 ટકા મતદાન થયું છે જ્યારે જામનગર મનપાની 16 વોર્ડની 64 બેઠકો પર 51.37 ટકા મતદાન થયું છે.
તો મતગણતરીને લઇને ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. તમામ મનપાના સ્ટ્રોંગ રૂમ પર પોલીસ અને પેરામિલિટરી ફોર્સના જવાનો તૈનાત કરી દેવાયા છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે રાજ્ય ચૂંટણી પંચ સહિત, જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. કોવિડ-19ની ગાઇડલાઇનના પાલન સાથે મતગણતરી કેન્દ્રોમાં મોબાઇલ સાથે પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે તો જીત બાદ ઉમેદવારની રેલી કે અન્ય આયોજનો મુદ્દે પણ ચૂંટણી વિભાગે કડક વલણ અપનાવ્યું છે.
LIVE NEWS & UPDATES
-
Gujarat Municipal Election Result 2021 LIVE: શાહપુરમાં ઈવીએમમાં ખામી
Gujarat Municipal Election Result 2021 LIVE: શાહપુરમાં ઈવીએમમાં ખામીને કારણે મતગણતરી ખોરવાઈ.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: કુબેરનગરમાં EVMમાં ટેક્નિકલ ખાર્મી સર્જાઈ
Gujarat Municipal Election Result 2021 LIVE: કુબેરનગરમાં EVMમાં ટેક્નિકલ ખામી સર્જાતા મતગણતરી મોડી ચાલી રહી છે
-
-
Gujarat Municipal Election Result 2021 LIVE: મનપાના પરિણામ અંગે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કર્યુ ટ્વીટ
Gujarat Municipal Election Result 2021 LIVE: રાજ્યની 6 મહાનગરપાલિકામાં ભાજપનો વિજય, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કર્યુ ટ્વીટ
गुजरात की सभी छः महानगर पालिका में हुए स्थानीय निकाय के चुनावों में @BJP4Gujarat को अपार बहुमत मिला है। मैं इस अभूतपूर्व विजय के लिए मैं सभी छः महानगर पालिका के मतदाताओं , मुख्यमंत्री @vijayrupanibjp जी , प्रदेश अध्यक्ष @CRPaatil जी और पार्टी कार्यकर्ताओं को धन्यवाद देता हूँ।
— Jagat Prakash Nadda (@JPNadda) February 23, 2021
-
Gujarat Municipal Election Result 2021 LIVE: વટવામાં ભાજપની પેનલની જીત
Gujarat Municipal Election Result 2021 LIVE: વટવામાં ભાજપની પેનલની જીત
-
Gujarat Municipal Election Result 2021 LIVE: મનપાના પરિણામો મુદ્દે PM મોદીનું Tweet
Gujarat Municipal Election Result 2021 LIVE: મનપાના પરિણામો મુદ્દે PM મોદીએ Tweet કરી કહ્યું ‘તમામ કાર્યકરોનો દિલથી આભાર’
I would like to appreciate the efforts of each and every Karyakarta of @BJP4Gujarat, who reached out to people and elaborated on our Party’s vision for the state. The Gujarat government’s pro-people policies have positively impacted the entire state.
— Narendra Modi (@narendramodi) February 23, 2021
-
-
Gujarat Municipal Election Result 2021 LIVE: ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા પહોંચ્યા સુરત
Gujarat Municipal Election Result 2021 LIVE: આપની જીતની સાથે આપના કાર્યકરોમાં ઉત્સાહ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા પહોંચ્યા સુરત
-
Gujarat Municipal Election Result 2021 LIVE: જીતુ વાઘાણીએ માન્યો જનતાનો આભાર
Gujarat Municipal Election Result 2021 LIVE: ભાવનગરમાં 44 બેઠકો સાથે BJPનો ઐતિહાસિક વિજય, જીતુ વાઘાણીએ માન્યો જનતાનો આભાર
-
Gujarat Municipal Election Result 2021 LIVE: ભાવનગરમાં ભાજપનો વિજય
Gujarat Municipal Election Result 2021 LIVE: ભાવનગરમાં 52 બેઠકોમાંથી 44 બેઠક પર ભાજપ અને 8 બેઠક પર કોંગ્રેસનો વિજય
-
Gujarat Municipal Election Result 2021 LIVE: ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરી જનતાનો માન્યો આભાર
Gujarat Municipal Election Result 2021 LIVE: ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરી જનતાનો માન્યો આભાર
-
Gujarat Municipal Election Result 2021 LIVE: વડોદરામાં કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો
Gujarat Municipal Election Result 2021 LIVE: વડોદરા વોર્ડ નંબર 6માં કોંગ્રેસની રી-કાઉન્ટનીંગની માંગ, કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો
-
Gujarat Municipal Election Result 2021 LIVE: ગુજરાતમાં આપની એન્ટ્રી બાદ કેજરીવાલ આવશે ગુજરાત
Gujarat Municipal Election Result 2021 LIVE: ગુજરાતમાં આપની એન્ટ્રી બાદ અરવિંદ કેજરીવાલ ગુરૂવારે સુરત આવશે અને કરશે રોડ-શો
-
Gujarat Municipal Election Result 2021 LIVE: અમદાવાદ: કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસ કાર્યાલય પર સન્નાટો
Gujarat Municipal Election Result 2021 LIVE: કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસ કાર્યાલય પર સન્નાટો, સવારથી સાંજ સુધી કોંગ્રેસના નેતાઓ કે કાર્યકરો કાર્યાલય પર ના ફરકયા
-
Gujarat Municipal Election Result 2021 LIVE: ઠકરબાપાનગરમાં ભાજપની જીત
Gujarat Municipal Election Result 2021 LIVE: ઠકરબાપાનગર અને વાસણામાં ભાજપની જીત
-
Gujarat Municipal Election Result 2021 LIVE: વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલનું રાજીનામુ
Gujarat Municipal Election Result 2021 LIVE: વડોદરા કોર્પોરેશનની ચૂંટણીઓમાં કોંગ્રેસની હારની નૈતિક જવાબદારી સ્વીકારી શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે રાજીનામુ આપ્યું.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: અમદાવાદમાં ભાજપે ઓઢવની પેનલ જીતી લીધી
Gujarat Municipal Election Result 2021 LIVE:
અમદાવાદમાં ભાજપે ઓઢવની પેનલ જીતી લીધી
-
Gujarat Municipal Election Result 2021 LIVE: વડોદરામાં ભાજપને 69, કોંગ્રેસને 7 બેઠક મળી, જુઓ રાજ્યનું ચિત્ર
Gujarat Municipal Election Result 2021 LIVE: વડોદરામાં ભાજપને 69, કોંગ્રેસને 7 બેઠક મળી
District Sofar BJP Congress Others Ahmedabad 161 / 192 135 21 05 Baroda 76 / 76 69 07 00 Surat 120 / 120 93 00 27 Rajkot 72 / 72 68 04 00 Bhavnagar 52 / 52 44 08 00 Jamnagar 64 / 64 50 11 03 Total 545/576 459 51 35 -
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ બહેરામપુરામાં કોંગ્રેસની પેનલનો વિજય
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ બહેરામપુરામાં કોંગ્રેસની પેનલનો વિજય
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ મક્તમપુરામાં AIMIMનાં ત્રણ ઉમેદવારની જીત
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ મક્તમપુરામાં AIMIMનાં ત્રણ ઉમેદવારની જીત થઈ છે. આ સાથે કોર્પોરેશન ઈલેક્શનમાં AIMIMનાં કુલ 7 ઉમેદવારોની જીત થઈ છે.
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું નિવેદન, વિશ્વાસની થઈ જીત, કોંગ્રેસ નામશેષ બની ગઈ
Ahmedabad Municipal Election Result 2021 LIVE:
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નું વડોદરા એરપોર્ટ પર નિવેદન આવ્યું કે ગુજરાતના મતદારો એ ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને વિશ્વાસને કારણે જ જીત થઈ છે, સૌ નો આભાર માનું છું,જાત-પાતના રાજકારણથી ઉપર ઉઠાવી ગુજરાતને ખૂબ યોગદાન આપ્યું છે. પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસ નામશેષ થઈ ગઈ છે. આપ પાર્ટીની એન્ટ્રી પર તેમણે જણાવ્યું કે સપના બતાવી,ખોટી લાલચ બતાવી છે.
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: જમાલપુરમાં AIMIMનું ખાતું ખુલ્યું, પેનલે જીત હાંસલ કરી
Ahmedabad Municipal Election Result 2021 LIVE: જમાલપુરમાં AIMIMનું ખાતું ખુલ્યું, પેનલે જીત હાંસલ કરી
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં ભાજપે 85 બેઠક હસ્તગત કરી, કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી ન શકી
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં ભાજપે 85 બેઠક હસ્તગત કરી, કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી ન શકી
સુરત મનપા ચૂંટણીના અત્યાર સુધી ના પરિણામ પર મજર કરીએ તો
ભાજપની 85 બેઠક પર જીત
આપ પાર્ટીની 23 બેઠક પર જીત
વોર્ડ નંબર 7 ની પેનલ તૂટી,ભાજપ 2 અને આપ 2 પર વિજયી
વોર્ડ નંબર 8 માં પેનલ તૂટી, 3 ભાજપ અને 1 આપ ના ઉમેદવાર ની જીત
કોંગ્રેસનું હજી સુધી ખાતું ખુલ્યું નથી
ભાજપ વોર્ડ નંબર 1,6,9,10,11,12,13,14,15,18,19,21,22,23,24,25,26,27,29,30 માં જીત મેળવી ચુક્યું છે.
વોર્ડ નમ્બર 8 માં ભાજપ ના 3 ઉમેદવાર ની જીત
આમ આદમી પાર્ટી – વોર્ડ નમ્બર 2, 4,5 ,16 અને 17 મા જીત અને વોર્ડ નંબર 8 માં 1 ઉમેદવાર ની જીત
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી બાબુ રાયકાએ રાજીનામું, કહ્યું જનતાનો ચુકાદો સ્વીકારૂ છું
Surat Municipal Election Result 2021 LIVE:
સુરત કોર્પોરેશનમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી બાબુ રાયકાએ રાજીનામું આપી દીધુ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયેલી હારની જવાબદારી સ્વીકારીને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને રાજીનામુ આપી દીધું છે. તેમણે પાલિકાની ચૂંટણીમાં જણાદેશનો સ્વીકાર કરી લીધો છે.
-
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટમાં ભાજપનો સપાટો, 72માંથી 68 બેઠક જીતી
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટમાં ભાજપનો સપાટો, 72માંથી 68 બેઠક જીતી. ગુજરાત કોંગ્રેસ મહિલા પાંખનાં પ્રમુખ ગાયત્રી બા વાઘેલાની પણ હાર થવા પામી હતી.
-
Surat Municipal Election Result 2021 LIVE: કોંગ્રેસનાં હાથમાંથી સરસપુરની બેઠક સરી, ભાજપની પેનલનો વિજય
Surat Municipal Election Result 2021 LIVE:
સરસપુરમાં ભાજપની જીત થવા પામી છે. વર્ષ 2015માં 3 બેઠક કોંગ્રેસ પાસે હતી અને 1 ભાજપ પાસે હતી જે વર્ષ 2021માં કોંગ્રેસે તમામ બેઠક ગુમાવી દીધી છે અને ભાજપની પેનલનો વિજય થયો છે.
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં કોંગ્રેસનો રકાસ, SMCનાં વિરોધ પક્ષના નેતા પ્રફુલ તોગડીયાની હાર
Surat Municipal Election Result 2021 LIVE:
સુરત મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામમાં અત્યાર સુધી 19 વોર્ડના પરિણામ જાહેર, જેમાં 5 વોર્ડમાં આપ પાર્ટીની પેનલે જીત મેળવી અને 13 વોર્ડમાં ભાજપની પેનલે જીત મેળવી જ્યારે 1 વોર્ડમાં 3 ભાજપ અને એક આમ આદમી પાર્ટી ના ઉમેદવારો જીત મેળવી.
સુરત : વોર્ડ નંબર – 7 – કતારગામ,વેડ માં 2 ઉમેદવાર ભાજપ અને 2 આમ આદમી પાર્ટી ના ઉમેદવારની જીત થઈ. વોર્ડ નંબર 7 માં ભાજપનાં પૂર્વ મહામંત્રી લલિત વેકરિયાની હાર થઈ. SMCનાં વિરોધ પક્ષ ના નેતા પ્રફુલ તોગડીયાની પણ હાર વોર્ડ નંબર -5 માં થઈ હાર.
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: ઈન્ડિયા કોલોની વિસ્તારમાં 3 બેઠક ભાજપે જીતી 1 કોંગ્રેસનાં ફાળે
Ahmedabad Municipal Election Result 2021 LIVE:
ઈન્ડિયા કોલોની વિસ્તારમાં 3 બેઠક ભાજપે જીતી 1 કોંગ્રેસનાં ફાળે ગઈ હતી
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં વોર્ડ-19માં ભાજપની પેનલનો વિજય, કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં વોર્ડ-19માં ભાજપની પેનલનો વિજય, કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં કોંગ્રેસનાં નેતા અસલમ સાઈકલવાળાની વોર્ડ-19માં રસાકસી બાદ હાર
Surat Municipal Election Result 2021 LIVE:
સુરતમાં કોંગ્રેસનાં નેતા અસલમ સાઈકલવાળાની વોર્ડ-19માં રસાકસી બાદ હાર
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: કોંગ્રેસનો કરૂણ રકાસ, ચાંદખેડામાં AMCનાં વિપક્ષનાં પૂર્વ નેતા દિનેશ શર્માનો પરાજય
Ahmedabad Municipal Election Result 2021 LIVE:
કોંગ્રેસનો કરૂણ રકાસ, ચાંદખેડામાં AMCનાં વિપક્ષનાં પૂર્વ નેતા દિનેશ શર્માનો પરાજય થયો. ચાંદખેડામાં કોંગ્રેસનાં માત્ર એક ઉમેદવારનો વિજય થયો હતો.
-
Jamnagar Municipal Election Result 2021 LIVE: જામનગરની 64 બેઠકમાંથી 50 બેઠક ભાજપ પાસે 11 કોંગ્રેસ પાસે અને 3 બસપાને ફાળે
Jamnagar Municipal Election Result 2021 LIVE:
જામનગરની 64 બેઠકમાંથી 50 બેઠક ભાજપ પાસે 11 કોંગ્રેસ પાસે અને 3 બસપાને ફાળે ગઈ છે.
વોર્ડ વાઈઝ પેનલ અને પરિણામ
વોર્ડ નંબર 5 મા ભાજપની પેનલ વોર્ડ નંબર 9મા ભાજપની પેનલ વોર્ડ નંબર 13મા 3 ભાજપ 1 કોંગ્રેસ વોર્ડ નંબર 1 કોંગ્રેસની પેનલ વોર્ડ નંબર 6મા ભાજપ 1, 3 બસપા વોર્ડ નંબર 14 ભાજપની પેનલ વોર્ડ નંબર 7 ભાજપની પેનલ વોર્ડ નંબર 2 મા ભાજપની પેનલ વોર્ડ નંબર 10મા ભાજપની પેનલ વોર્ડ નંબર 8મા ભાજપની પેનલ વોર્ડ નંબર 11 ભાજપની પેનલ વોર્ડ નંબર 15મા 3 ભાજપ 1 કોંગ્રેસ વોર્ડ નંબર 3 મા ભાજપની પેનલ વોર્ડ નંબર 16મા ભાજપની પેનલ વોર્ડ નંબર 4મા ભાજપની 3 કોંગ્રેસ 1 વોર્ડ નંબર 12 કોંગ્રેસની પેનલ
-
Surat Municipal Election Result 2021 LIVE: SVNIT ખાતે ઉમેદવારોનો હોબાળો, મતગણતરી અટકી
Surat Municipal Election Result 2021 LIVE:
SVNIT ખાતે ઉમેદવારોનો હોબાળો થતા મતગણતરી અટકી , 30 નંબર વોર્ડના કાઉંટિંગમાં થઈ માથાકૂટ. 18 નંબરના ભાજપના ઉમેદવાર 30 નંબરમાં ઘૂસી ગયા બાદ
કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેને લઈને મતગણતરી હાલ પૂરતી અટકાવી પડી
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરતનાં પાટીદારોનાં ગઢમાં AAPનો સપાટો કોંગ્રેસનો સફાયો, 21 ઉમેદવારો જીત્યા
Surat Municipal Election Result 2021 LIVE:
સુરતનાં પાટીદારોનાં ગઢમાં AAPનો સપાટો કોંગ્રેસનો સફાયો, 21 ઉમેદવારો જીત્યા છે.
વોર્ડ નંબર – 17 પુણા ( પૂર્વ )- માં આપની પેનલ જીતી છે. સુરતમાં આમ આદમીના પાર્ટી ના કુલ 21 ઉમેદવારોએ જીત મેળવી.
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં વોર્ડ નંબર 26ના ઉમેદવારનો હોબાળો
Surat Municipal Election Result 2021 LIVE:
સુરતમાં વોર્ડ નંબર 26ના ઉમેદવારનો હોબાળો થયો છે. કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ઇવીએમના સીલ તૂટેલા હોવાનો આક્ષેપ કર્યો છે. ઉમેદવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે.
-
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટમાં કોંગ્રેસએ ખાતું ખોલાવ્યું
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટમાં આખરે કોંગ્રેસએ ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર 15ની આખી પેનલનો વિજય થયો છે. પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાની પેનલનો વિજય થયો છે.
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: જીત પર મુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા
Ahmedabad Municipal Election Result 2021 LIVE: 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે. રાજ્યની જનતાનો વિજય થયો છે. વિકાસની રાજનીતિનો વિજય થયો છે. આ સાથે જ તમામ મતદાતાનો આભાર માન્યો છે. વિકાસ માટે સરકાર કોઈ કચાશ રાખશે નહિ.
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: નારણપુરા બાદ ભાઈપુરા,ખાડીયામાં પણ ભાજપની પેનલ જીતી
Ahmedabad Municipal Election Result 2021 LIVE: નારણપુરા બાદ ભાઈપુરા,ખાડીયામાં પણ ભાજપની પેનલ જીતી. ભારે રસાકસી બાદ ખાડીયામાં ભાજપે પોતાનો ગઢ સાચવી રાખ્યો હતો અને જીત મેળવી છે
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: નારણપુરામાં અમિત શાહનો ગઢ અડીખમ, પેનલની જીત
Ahmedabad Municipal Election Result 2021 LIVE: નારણપુરામાં અમિત શાહનો ગઢ અડીખમ, પેનલની જીત
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં 13 બેઠક પર AAPની જીત , કોંગ્રેસ શૂન્ય પર
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં 13 બેઠક પર AAPની જીત , કોંગ્રેસ શૂન્ય પર
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ બાપુનગરમાં કોંગ્રેસ પાસેથી વોર્ડ છીનવતુ ભાજપ
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ બાપુનગરમાં કોંગ્રેસ પાસેથી વોર્ડ છીનવતુ ભાજપ. ગયા વખતે ત્રણ બેઠક કોંગ્રેસ પાસે હતી જે સામે આ વખતે ભાજપની પેનલનો વિજય થતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.
-
Vadodara Municipal Election Result 2021 LIVE: વડોદરામાં સેટબેક, કોંગ્રેસનાં મોટા નેતા ચિરાગ ઝવેરીની હાર
Gujarat Municipal Election Result 2021 LIVE:
વડોદરામાં સેટબેક, કોંગ્રેસનાં મોટા નેતા ચિરાગ ઝવેરીની હાર
-
Gujarat Municipal Election Result 2021 LIVE: 6 મહાપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો
Gujarat Municipal Election Result 2021 LIVE:
6 મહાપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો. ઓછા મતદાન વચ્ચે ભાજપ સહ્તનાં અન્ય પક્ષોની ખાસ પરીક્ષા જેવી સ્થિતિ હતી પરંતુ અંતે 21% જેટલા થયેલા મતદાન અને મતદારોએ સત્તા પક્ષ પર પોતાનો વિશ્વાસ યથાવત રાખતા ભાજપે 6 મહાનગરપાલિકા પર પોતાનો વિજય નોંધાવી દીધો છે.
-
Bhavnagar Municipal Election Result 2021 LIVE: ભાવનગરમાં વિરોધપક્ષના નેતા જયદીપસિંહ ગોહીલનો વિજય થવા પામ્યો છે
Bhavnagar Municipal Election Result 2021 LIVE:
ભાવનગરમાં વિરોધપક્ષના નેતા જયદીપસિંહ ગોહીલનો વિજય થવા પામ્યો છે
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: નારણપુરા અને ચાંદલોડીયામાં ભાજપની જીત
Ahmedabad Municipal Election Result 2021 LIVE:
નારણપુરા અને ચાંદલોડીયામાં ભાજપની પેનલની જીત થઈ છે.
-
Bhavnagar Municipal Election Result 2021 LIVE: ભાવનગરની 52 બેઠકમાંથી 35 પર ભાજપ, 5 પર કોંગ્રેસ વિજય તરફ
Bhavnagar Municipal Election Result 2021 LIVE:
ભાવનગરની 52 બેઠકમાંથી 35 પર ભાજપ વિજય તરફ છે તો 5 પર કોંગ્રેસ વિજય તરફ છે.
વોર્ડ 1 માં ભાજપ 3 કોંગ્રેસ 1 વિજય વોર્ડ 2 ભાજપ પેનલનો વિજય વોર્ડ 3 ભાજપ પેનલનો વિજય વોર્ડ 4 ભાજપ પેનલનો વિજય વોર્ડ 5 ભાજપ પેનલનો વિજય વોર્ડ 6 ભાજપ પેનલનો વિજય વોર્ડ 7 ભાજપ પેનલનો વીજય વોર્ડ 8 ભાજપ પેનલનો વિજય વોર્ડ 11 ભાજપ પેનલનો વિજય વોર્ડ 12 ભાજપ પેનલનો વિજય
3 વોર્ડ ની ગણતરી હજુ બાકી
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: ખાડીયાની ત્રણ બેઠક પર કોંગ્રેસ 1 પર AIMIM આગળ
Ahmedabad Municipal Election Result 2021 LIVE:
ખાડીયાની ત્રણ બેઠક પર કોંગ્રેસ 1 પર AIMIM આગળ ચાલી રહ્યા છે.
-
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટ વોર્ડ 2માં કોંગ્રેસના સિનીયર નેતા અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અતુલ રાજાણી હાર તરફ
Rajkot Municipal Election Result 2021 LIVE:
રાજકોટ-વોર્ડ નંબર 2માં ભાજપ જીત તરફ, કોંગ્રેસના સિનીયર નેતા અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અતુલ રાજાણી હાર તરફ.
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં મોટાવરાછા-અમરોલીનાં વોર્ડ-2માં AAP પાર્ટીનો વિજય
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં મોટાવરાછા-અમરોલીનાં વોર્ડ-2માં AAP પાર્ટીનો વિજય
-
Gujarat Municipal Election Result 2021 LIVE: ગુજરાતની 6 મહાપાલિકા પૈકી 4 પર ભાજપનો ભગવો, 2 કોર્પોરેશનમાં જીતની નજીક
Gujarat Municipal Election Result 2021 LIVE: ગુજરાતની 6 મહાપાલિકા પૈકી 4 પર ભાજપનો ભગવો, 2 કોર્પોરેશનમાં જીતની નજીક પહોચી ગઈ છે. અત્યાર સુધીમાં આંકડામાં જોઈએ તો હારજીતનું સરવૈયું આ પ્રમાણે રહ્યું હતું.
District So far BJP Congress Others Ahmedabad 101 / 192 83 18 00 Baroda 52 / 76 45 07 00 Surat 56 / 120 47 00 09 Rajkot 52 / 72 52 00 00 Bhavnagar 32 / 52 27 05 00 Jamnagar 44 / 64 36 05 03 Total 337/576 290 35 12 -
Bhavnagar Municipal Election Result 2021 LIVE: ભાવનગર કોર્પોરેશન પર ભાજપની સત્તા, જીતી 27 બેઠક
Bhavnagar Municipal Election Result 2021 LIVE: ભાવનગર કોર્પોરેશન પર ભાજપની સત્તા, જીતી 27 બેઠક
-
jamnagar Municipal Election Result 2021 LIVE: જામનગર કોર્પોરેશન પર ભાજપનો ભગવો લહેરાયો, 36 બેઠક પર વિજય
Jamnagar Municipal Election Result 2021 LIVE:
જામનગર કોર્પોરેશન પર ભાજપનો ભગવો લહેરાયો, 36 બેઠક પર વિજય
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં ભાજપનાં 47 ઉમેદવાર જીત્યા કોંગ્રેસનું ખાતું ન ખુલ્યું, આપ પાસે 9 બેઠક
Surat Municipal Election Result 2021 LIVE:
સુરત મનપા ચૂંટણી અત્યાર સુધી ના પરિણામ પર નજર નાખીએ તો ભાજપનાં 47 ઉમેદવારોની જીત થઈ છે જેમાં આપ પાર્ટીનાં 9 ઉમેદવારીની જીત થઈ છે. જ્યારે કે હજુ સુધી કોંગ્રેસનાં એક પણ ઉમેદવારના જીત થયા હોવાનાં સમાચાર સામે આવ્યા નથી.
-
Vadodara Municipal Election Result 2021 LIVE: વડોદરા વોર્ડ-4ની બેઠકમાં કાઉન્ટીંગમાં વિવાદ, મતગણતરી રોકી દેવાઈ
Vadodara Municipal Election Result 2021 LIVE:
વડોદરાનાં વોર્ડ 4 માં એક બેઠક પર કાઉન્ટીન્ગમાં વિવાદને પગલે ચોથા રાઉન્ડની ગણતરી અટકી ગઈ છે. કોંગ્રેસ ઉમેદવાર અજય સાટીયાએ વાંધો ઉઠાવ્યો કે ઇવીએમ બદલાઇ ગયા છે અને ઉમેદવારે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતીજેને લઈને તપાસ માટે મતગણતરી અટકાવી દેવામાં આવી હતી.
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: બહેરામપુરામાં કોંગ્રેસનો વિજય
Ahmedabad Municipal Election Result 2021 LIVE:
બહેરામપુરા વોર્ડમાં પ્રજાએ કોંગ્રેસ પર જીતનો કળશ ઢોળ્યો છે. પૂર્વ વિપક્ષ નેતા કમળાબેન ચાવડા ફરી જીત્યા છે. ચાર ઉમેદવારમાંથી રફીકભાઈ 68 વોટે જીત્યા છે. કોંગ્રેસને AIMIMના કારણે અસર પડી હોવાનો કોંગ્રેસે સ્વીકાર કર્યો હતો. કોંગ્રેસનાં ઉમેદવારોએ જણાવ્યું કે અનેક કામ થયા અને હજુ કામ કરશે કોંગ્રેસ.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: 6 મહાનગરપાલિકામાં શહેર પ્રમાણે જાણો હારજીતનું સરવૈયું
Gujarat Municipal Election Result 2021 LIVE: 6 મહાનગરપાલિકામાં શહેર પ્રમાણે જાણો હારજીતનું સરવૈયું
District Sofar BJP Congress Others Ahmedabad 100 / 192 82 16 02 Baroda 52 / 76 45 07 0 Surat 74 / 120 46 10 18 Rajkot 48 / 72 48 00 0 Bhavnagar 29 / 52 20 09 0 Jamnagar 36 / 64 28 05 03 Total 339/576 269 47 23 -
Vadodara Municipal Election Result 2021 LIVE: વડોદરા કોર્પોરેશનન પર ભાજપનો ભગવો લેહરાયો
Vadodara Municipal Election Result 2021 LIVE: વડોદરા કોર્પોરેશનન પર ભાજપનો ભગવો લેહરાયો, 76 કુલ બેઠકમાંથી 45 બેઠક લખાઈ રહ્યું છે ત્યાર સુધી ભાજપે મેળવી લીધી છે
-
Gujarat Municipal Election Result 2021 LIVE: મુખ્યપ્રધાન વિજયરૂપાણી કરશે ખાનપુર ખાતે સભાને સંબોધન,ભાજપ વિજયોત્સવનાં મૂડમાં
Gujarat Municipal Election Result 2021 LIVE:
ગાંધીનગર – સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો, કોરોના સંક્રમણ બાદ સીએમ કરશે પ્રથમ વખત જાહેરમાં સંબોધન. ખાનપુર કાર્યાલય ખાતે સીએમ રૂપાણી સાંજે આપશે હાજરી. ઉજવણી કાર્યક્રમ દરમિયાન સીએમ કરશે જાહેર સંબોધન, પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ પણ ઉજવણી કાર્યક્રમમાં હાજર રહેશે, ઠેરઠેર ભાજપની જીત બાદ કરાશે ઉજવણી
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં આપ પાર્ટીની એન્ટ્રી વચ્ચે કોંગ્રેસે હજુ એકપણ ખાતુ નથી ખોલાવ્યું
Surat Municipal Election Result 2021 LIVE:
સુરતમાં આપ પાર્ટીની એન્ટ્રી વચ્ચે કોંગ્રેસે હજુ એકપણ ખાતુ નથી ખોલાવ્યું. પાતળી સરસાઈથી આગળ ચાલી રહેલા ઉમેદવારો જીત નોંધાવી નથી શક્યા.
-
jamnagar Municipal Election Result 2021 LIVE: જામનગર 36 બેઠક પૈકી 28 ભાજપ, 5 કોંગ્રેસ અને 3 બસપા પાસે
Jamnagar Municipal Election Result 2021 LIVE:
જામનગરની 36 બેઠકોમાંથી 28 ભાજપ પાસે 5 કોંગ્રેસ અને 3 બસપા પાસે રહી છે.
વોર્ડ નંબર 5 મા ભાજપની પેનલ વોર્ડ નંબર 9મા ભાજપની પેનલ વોર્ડ નંબર 13મા 3 ભાજપ 1 કોંગ્રેસ વોર્ડ નંબર 1 કોંગ્રેસની પેનલ વોર્ડ નંબર 6મા ભાજપ 1, 3 બસપા વોર્ડ નંબર 14 ભાજપની પેનલ વોર્ડ નંબર 7 ભાજપની પેનલ વોર્ડ નંબર 2 મા ભાજપની પેનલ વોર્ડ નંબર 10મા ભાજપની પેનલ
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ નવાવાડજમાં ભાજપની પેનલનો વિજય
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ નવાવાડજમાં ભાજપની પેનલનો વિજય થયો છે. યોગેશ પટેલ, વિજય પંચાલ, લલિતા મકવાણા અને ભાવના વાઘેલાની જીત થઈ છે.
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં વોર્ડ-25માં ભાજપની પેનલનો વિજય
Surat Municipal Election Result 2021 LIVE:
સુરતમાં વોર્ડ-25માં ભાજપની પેનલનો વિજય
-
jamnagar Municipal Election Result 2021 LIVE: કોંગ્રેસનાં શહેર પ્રમુખની વોર્ડ નંબર 2માંથી હાર
jamnagar Municipal Election Result 2021 LIVE: કોંગ્રેસનાં શહેર પ્રમુખની વોર્ડ નંબર 2માંથી હાર
-
Surat Municipal Election Result 2021 LIVE: ભાજપ મનાવશે મહાનગરપાલિકામાં વિજયોત્સવ
Surat Municipal Election Result 2021 LIVE: ભાજપ મનાવશે મહાનગરપાલિકામાં વિજયોત્સવ મનાવશે અને ખાનપુર કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સભા પણ સંબોધશે.
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરત વોર્ડ નંબર-6માં ભાજપની પેનલનો વિજય
Surat Municipal Election Result 2021 LIVE: સુરત વોર્ડ નંબર-6માં ભાજપની પેનલનો વિજય
-
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટમાં વોર્ડ 21 અને વોર્ડ 12માં ભાજપની પેનલનો વિજય
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટમાં વોર્ડ 21 અને વોર્ડ 12માં ભાજપની પેનલનો વિજય
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ દાણીલીમડામાં કોંગ્રેસનો વિજય
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ દાણીલીમડામાં કોંગ્રેસનો વિજય થયો છે. AIMIMનાં પડકાર વચ્ચે પણ કોંગ્રેસે પોતાના મતદારોને જાળવી રાખવામાં સફળ રહી છે. મુસ્લિમ બાહુલ્ય મતદારો ધરાવતા આ વિસ્તારમા કોંગ્રેસની જીત થઈ છે.
-
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટમાં કોંગ્રેસનાં ફાળે હજુ એકપણ બેઠક નથી આવી
Rajkot Municipal Election Result 2021 LIVE:
રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ફરી સત્તા પર આવવાનો સંકેત આપી દીધો છે તો બીજી તરફ આ જ્યારે લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોંગ્રેસનાં ફાળે એકપણ બેઠક નથી આવી
-
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટ વોર્ડ 16માં ભાજપનાં ઉમેદવાર રૂચિતા જોશી માત્ર 11 મતથી જીત્યા
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટ વોર્ડ 16માં ભાજપનાં ઉમેદવાર રૂચિતા જોશી માત્ર 11 મતથી જીત્યા
-
Vadodara Municipal Election Result 2021 LIVE: વડોદરામાં વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય થયો
Vadodara Municipal Election Result 2021 LIVE: વડોદરામાં વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય થયો
-
Gujarat Municipal Election Result 2021 LIVE: 6 મહાનગરપાલિકાની પક્ષવાર સ્થિતિનો આ છે અત્યાર સુધીનો ચિતાર
Gujarat Municipal Election Result 2021 LIVE:
6 મહાનગરપાલિકાની પક્ષવાર સ્થિતિનો આ છે અત્યાર સુધીનો ચિતાર
District Sofar BJP Congress Others Ahmedabad 83 / 192 70 11 02 Baroda 24 / 76 17 07 0 Surat 74 / 120 46 10 18 Rajkot 32 / 72 32 00 0 Bhavnagar 29 / 52 20 09 0 Jamnagar 24 / 64 16 05 03 Total 266/576 201 42 23 -
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટ કોર્પોરેશનમાં ભાજપે મેળવી બહુમતિ, ફરી ભાજપની સત્તા
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટ કોર્પોરેશનમાં ભાજપે મેળવી બહુમતિ, ફરી ભાજપની સત્તા
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં વોર્ડ-4 કાપોદ્રા વિસ્તારમાં આપની પેનલનો વિજય
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં વોર્ડ-4 કાપોદ્રા વિસ્તારમાં આપની પેનલનો વિજય
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ સરદારનગર અને સૈજપુર બોઘામાં ભાજપની પેનલની જીત
Ahmedabad Municipal Election Result 2021 LIVE:
વોર્ડ 11 સરદાર નગરમાં 12 રાઉન્ડના અંતે ભાજપની પેનલ જીતી ગઈ હતી. કોંગેસના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારી પાતળી સરસાઈથી હાર્યા , 16018 મતો મળ્યા.
ચાર ઉમેદવાર મળેલા મતો
કંચન પંજવાણી – 20386 ચંદ્રપ્રકાશ ખાનચંદાની – 18106 મિત્તલ મકવાણા – 16288 સુરેશ દાનાણી – 16159 સૈજપુર બોધા- વોર્ડ-13માં 10 રાઉન્ડના અંતે ભાજપની પેનલ જીતી ગઈ છે.
ચાર ઉમેદવારને મળેલા મતો
મહાદેવ દેસાઈ – 19375 રેશમાં કુકરાણી -17656 વિનોદકુમારી ચૌધરી – 17187 હસમુખ પટેલ – 17007
-
Vadodara Municipal Election Result 2021 LIVE: 6 વોર્ડની 24 બેઠકની ગણતરી પૂર્ણ, 17 ભાજપને 7 કોંગ્રેસને ફાળે
Vadodara Municipal Election Result 2021 LIVE:
6 વોર્ડ ની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. વોર્ડ 1,4,7,10,13,16ની ગણતરી પૂર્ણ થઈ છે. કુલ 24 બેઠકોની ગણતરી પૂર્ણ થતા 17 ભાજપને જ્યારે 7 કોંગ્રેસ ને ફાળે બેઠક ગઈ છે.
વોર્ડ નમ્બર 1 માં કોંગ્રેસની પેનલનો વિજય, વોર્ડ નમ્બર 16 માં કોંગ્રેસનાં ઉમેદવારનો વિજય અને વોર્ડ નમ્બર 13માં કોંગ્રેસના ઉમેદવાર વિજય થયો હતો
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં પુણા-પશ્ચિમ વોર્ડ નંબર-16માં AAP પાર્ટીની પેનલનો વિજય
Surat Municipal Election Result 2021 LIVE:
સુરતમાં વોર્ડ નંબર-16માં AAP પાર્ટીની પેનલનો વિજય. જણાવવું રહ્યું કે સ્થાનિક વિસ્તારનાં પાટીદાર નેતા કોંગ્રેસથી નારાજ થઈને આપ પાર્ટીમાંથી ચૂંટણી લડીને જીત હાંસલ કરીને બતાવી આપ્યું હતું કે તે કઈ પણ કરી શકવા માટે સક્ષમ છે. પુણા પશ્ચિમ વિસ્તારમાં આવેલા આ વોર્ડમાં જીત મેળવીને આપ પાર્ટીએ ખાતુ ખોલાવી નાખ્યું છે.
-
Vadodara Municipal Election Result 2021 LIVE: વડોદરામાં વોર્ડ 17માં ભાજપની પેનલનો વિજય
Vadodara Municipal Election Result 2021 LIVE: વડોદરામાં વોર્ડ 17માં ભાજપની પેનલનો વિજય થયો છે. નીતિન દોંગા ફરીઓકવાર વિજયી બન્યા છે.
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ જોધપુરમાં ભાજપની પેનલનો વિજય
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ જોધપુરમાં ભાજપની પેનલનો વિજય
-
Vadodara Municipal Election Result 2021 LIVE: વડોદરામાં વોર્ડ 10માં ભાજપનો વિજય, વોર્ડ 16માં કોંગ્રેસનાં 3 ઉમેદવાર જીત્યા
Vadodara Municipal Election Result 2021 LIVE:
વડોદરામાં વોર્ડ 10માં ભાજપનો વિજય, વોર્ડ 16માં કોંગ્રેસનાં 3 ઉમેદવાર જીત્યા 2 બેઠક પર ભાજપનો વિજય
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ ખોખરા વોર્ડ-44માં ભાજપની પેનલ જીતી
Ahmedabad Municipal Election Result 2021 LIVE:
અમદાવાદ ખોખરા વોર્ડ-44માં ભાજપની પેનલ જીતી
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ દરિયાપુરમાં કોંગ્રેસની પેનલની જીત
Ahmedabad Municipal Election Result 2021 LIVE:
અમદાવાદ દરિયાપુરમાં કોંગ્રેસની પેનલની જીત
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં વોર્ડ 14 માં ભાજપની પેનલનો વિજય
Surat Municipal Election Result 2021 LIVE:
સુરતમાં વોર્ડ 14માં ભાજપની પેનલનો વિજય
-
Bhavnagar Municipal Election Result 2021 LIVE: ભાવનગર વોર્ડ નંબર 4 માં કરચલિયા પરામાં ભાજપની પેનલની જીત
Bhavnagar Municipal Election Result 2021 LIVE:
ભાવનગર વોર્ડ નંબર 4 માં કરચલિયા પરામાં ભાજપની પેનલની જીત થઈ છે.
ભાજપ 1. ગોપાલ મકવાણા 13290 વિજેતા
2. નીતા બારૈયા 12365 વિજેતા
3. ચુડાસમા ભરત 12459 વિજેતા
4. રતનબેન વેગડ 11794 વિજેતા
કોંગ્રેસ
1. ઇકબાલ બામુસા 7411 હાર
2. ગવુંબેન ચૌહાણ 7442 હાર
3. ભાવસંગ મકવાણા 6298 હાર
4. રેખા ચૌહાણ 4248 હાર
-
Jamnagar Municipal Election Result 2021 LIVE: જામનગરની 20 બેઠકમાંથી 12 પર ભાજપ, 5 કોંગ્રેસ અને 3 પર બસપા આગળ
Jamnagar Municipal Election Result 2021 LIVE:
જામનગરની 20 બેઠકોમાંથી 12 ભાજપ, 5 કોંગ્રેસ અને 3 બેઠક પર બસપા આગળ ચાલી રહ્યું છે.
વોર્ડ પ્રમાણેની સ્થિતિ
વોર્ડ નંબર 5 મા ભાજપની પેનલ વોર્ડ નંબર 9મા ભાજપની પેનલ વોર્ડ નંબર 13મા 3 ભાજપ 1 કોંગ્રેસ વોર્ડ નંબર 1 કોંગ્રેસની પેનલ વોર્ડ નંબર 6મા ભાજપ 1, 3 બસપા..
-
Gujarat Municipal Election Result 2021 LIVE: 6 મહાનગરપાલિકામાં વાંચો શહેર અને પક્ષવાર સ્થિતિ
Gujarat Municipal Election Result 2021 LIVE:
6 મહાનગરપાલિકામાં શહેર અને પક્ષ પ્રમાણે અગર સ્થિતિ પર નજર કરીએ તો આ પ્રમાણે રહી છે.
District So far BJP Congress Others Ahmedabad 79 / 192 65 10 04 Baroda 25 / 76 15 10 0 Surat 74 / 120 46 10 18 Rajkot 26 / 72 22 04 0 Bhavnagar 32 / 52 26 06 0 Jamnagar 21 / 64 12 05 04 Total 257/576 186 45 26 -
Bhavnagar Municipal Election Result 2021 LIVE: ભાવનગરનાં વોર્ડ 11માંભાજપની પેનલનો વિજય, AAP પાર્ટીએ મચાવ્યો હોબાળો
Bhavnagar Municipal Election Result 2021 LIVE:
ભાવનગર વોર્ડ નંબર 11 દક્ષિણ સરદાર નગરમાં ભાજપ ની પેનલનો વિજય થતા જેમાં ભાજપના ઉમેદવારો ને 28000 હજાર થી વધારે મતો મળતા આમ આદમી પાર્ટી ના કાર્યકરો અને કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવેલ અને આક્ષેપ મુકવામાં આવ્યો હતો કે 50 ટકા જ મતદાન આ વોર્ડમાં થયું છે 29000 નું મતદાન આ વોર્ડ માં થયેલું હોય કઇ રીતે ભાજપના ઉમેદવારો ને આટલા મત મળે જેને લઈને મતદાન મથક પર ભારે હોબાળો મચ્યો અને ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરત વોર્ડ-16માં 3 પર AAP અને 1 પર ભાજપ આગળ
Surat Municipal Election Result 2021 LIVE:
સુરત વોર્ડ-16માં 3 પર AAP અને 1 પર ભાજપ આગળ
-
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટ વોર્ડ-13માં ભાજપનો વિજય
Rajkot Municipal Election Result 2021 LIVE:
રાજકોટ વોર્ડ-13માં ભાજપનો વિજય
-
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટમાં વોર્ડ-8માં ભાજપની પેનલ જીત તરફ
Rajkot Municipal Election Result 2021 LIVE:
રાજકોટ વોર્ડ નંબર 8 માં પ્રથમ રાઉન્ડ મત ગણતરી પૂર્ણ થયા બાદ વોર્ડ નંબર 8 માં પ્રથમ રાઉન્ડ ના અંતે ભાજપના 4 ઉમેદવાર આગળ છે અને વોર્ડ નંબર 8 માં ભાજપની પેનલ જીત તરફ આગળ વધી રહી છે
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ ગોતામાં ભાજપની પેનલની જીત
Ahmedabad Municipal Election Result 2021 LIVE:
અમદાવાદ ગોતામાં ભાજપની પેનલની જીત
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં કોંગ્રેસ કરતા આપ પાર્ટીનું પર્ફોમન્સ સુઘર્યુ
Surat Municipal Election Result 2021 LIVE:
સુરતમાં કોંગ્રેસ કરતા આપ પાર્ટીનું પર્ફોમન્સ સુઘર્યુ છે. હાલમાં જે પ્રાથમિક તારણો આવી રહ્યા છે તેમાં ભાજપ 40 બેઠક પર , આપ પાર્ટી 18 બેઠક અને કોંગ્રેસ 10 બેઠક પર આગળ ચાલી રહી છે.
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: ખોખરા અને નવા વાડજમાં ભાજપની પેનલનો વિજય
Ahmedabad Municipal Election Result 2021 LIVE: ખોખરા અને નવા વાડજમાં ભાજપની પેનલનો વિજય થયો છે.
-
Jamnagar Municipal Election Result 2021 LIVE: 12 બેઠકમાંથી 11 ભાજપનાં ફાળે 1 કોંગ્રેસને મળી
Jamnagar Municipal Election Result 2021 LIVE:
જામનગરમાં હાલનાં તબક્કે 12 બેઠકોમાંથી 11 ભાજપે જીતી લીધી છે જ્યારે કે 1 કોંગ્રેસને મળી છે. વોર્ડ નંબર 5 મા ભાજપની પેનલ, વોર્ડ નંબર 9મા ભાજપની પેનલ અને વોર્ડ નંબર 13મા 3 ભાજપ 1 કોંગ્રેસને મળી છે.
-
Vadodara Municipal Election Result 2021 LIVE: ચંદ્રકાંત શ્રીવાસ્તવ સતત 8મી વાર કોંગ્રેસમાંથી જીત્યા
Vadodara Municipal Election Result 2021 LIVE:
વડોદરામાં વોર્ડ 16 માં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત થઈ છે. ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત થઈ છે. અગત્યની વાત એ છે કે ભાજપે કોંગ્રેસની પેનલ તોડી નાખી છે. ભાજપ વોર્ડ 16 માં બે બેઠકો ઘણા વર્ષો બાદ જીતી છે જો કે ચંદ્રકાંત શ્રીવાસ્તવ 2692 મતથી જીતી ગયા છે. તે સતત 8 મી વાર જીત્યા છે.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: 6 મહાપાલિકાની 576 બેઠકમાંથી 141 પર ભાજપ, 40 પર કોંગ્રેસ, 4 પર AIMIM, 16 પર AAP આગળ
Gujarat Municipal Election Result 2021 LIVE: 6 મહાપાલિકાની 576 બેઠકમાંથી 141 પર ભાજપ, 40 પર કોંગ્રેસ, 4 પર AIMIM, 16 પર AAP આગળ
-
Bhavnagar Municipal Election Result 2021 LIVE: ભાવનગર વોર્ડ-1માં ભાજપની પેનલનો વિજય
Bhavnagar Municipal Election Result 2021 LIVE:
ભાવનગર વોર્ડ-1માં ભાજપની પેનલનો વિજય
-
Vadodara Municipal Election Result 2021 LIVE: વડોદરામાં વોર્ડ-1માં કોંગ્રેસની પેનલનો વિજય
Vadodara Municipal Election Result 2021 LIVE: વડોદરામાં વોર્ડ-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે ગાલમાં 6 પાલિકામાં 40 જેટલી બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે
-
Surat Municipal Election Result 2021 LIVE: 4 વોર્ડમાં AAPનાં ઉમેદવાર આગળ
Surat Municipal Election Result 2021 LIVE:
6 મહાનગરપાલિકામાં ચાલી રહેલા ભાજપ તરફી ટ્રેન્ડ વચ્ચે સુરતમાં 4 વોર્ડમાં આપ પાર્ટીનાં ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે
-
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટમાં 5,9,13 વોર્ડમાં ભાજપની પેનલનો વિજય
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટમાં 5,9,13 વોર્ડમાં ભાજપની પેનલનો વિજય
-
Rajkot Municipal Election Result 2021 LIVE: રાજકોટમાં વોર્ડ 7 અને 10માં ભાજપની પેનલનો વિજય
Rajkot Municipal Election Result 2021 LIVE:
રાજકોટમાં વોર્ડ 7 અને 10માં ભાજપની પેનલનો વિજય થયો છે.
-
Bhavnagar Municipal Election Result 2021 LIVE: ભાવનગરમાં વોર્ડ-11માં ભાજપની પેનલનો વિજય
Bhavnagar Municipal Election Result 2021 LIVE:
ભાવનગરમાં વોર્ડ-11માં ભાજપની પેનલનો વિજય
-
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી
Ahmedabad Municipal Election Result 2021 LIVE: અમદાવાદ વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી જતા કાર્યકરોમાં ઉત્સાહ ફેલાઈ ગયો હતો.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: 6 મહાપાલિકાની 576 બેઠકમાંથી 110 પર ભાજપ, 21 કોંગ્રેસ, 4 AIMIM, 12 પર AAP આગળ
Gujarat Municipal Election Result 2021 LIVE:
6 મહાપાલિકાની 576 બેઠકમાંથી 110 પર ભાજપ, 21 કોંગ્રેસ, 4 AIMIM, 12 પર AAP આગળ ચાલી રહ્યા છે
-
Gujarat Municipal Election Result 2021 LIVE: રાજકોટ વોર્ડ-10માં ભાજપ જીત તરફ સુરતમાં વોર્ડ 21માં જીત તરફ
Gujarat Municipal Election Result 2021 LIVE:
રાજકોટ વોર્ડ-10માં ભાજપ જીત તરફ સુરતમાં વોર્ડ 21માં જીત તરફ છે. જ્યારે કે વોર્ડ 25માં હાલમાં કોંગ્રેસની પેનલ આગળ ચાલી રહી છે. જામનગરમાં વોર્ડ 5 માં ભાજપની પેનલ જીતી ગઈ છે.
-
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં બે વોર્ડમાં AAPનાં ઉમેદવાર આગળ
Surat Municipal Election Result 2021 LIVE: સુરતમાં વોર્ડ-16, 21 પર આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે તો ભાજપનાં પણ 2 ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
-
Bhvanagar Municipal Election Result 2021 LIVE: ભાવનગરમાં વોર્ડ-11માં પેનલનો વિજય
Bhavnagar Municipal Election Result 2021 LIVE:
ભાવનગરમાં વોર્ડ-11માં પેનલનો વિજય થયો છે. આ સાથે જ વિજયનાં આંકડા પણ હવે આવવાની શરૂ થઈ ગયું છે.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: ગુજરાતની 6 મહાપાલિકાની 576માંથી 93 બેઠક પર ભાજપ 16 પર કોંગ્રેસ આગળ
Gujarat Municipal Election Result 2021 LIVE:
ગુજરાતની 6 મહાપાલિકાની 576માંથી 93 બેઠક પર ભાજપ 16 પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે, જ્યારે કે આમ આદની પાર્ટી કે AIMIM દુર સુધી નથી દેખાઈ રહી. શરૂઆતમાંજ જે રીતે ભાજપે લીડ લીધી છે તેને જોઈ લાગે છે કે જનતા ફરી એકવાર ભાજપને સત્તા સોંપે તેમ લાગી રહ્યું છે. જો કે હજું ઘણા રાઉન્ડ બાકી છે
-
Gujarat Municipal Election Result 2021 LIVE: અમદાવાદ દરિયાપુર, વસ્ત્રાલ અને સરદારનગર વોર્ડમાં ભાજપ આગળ
Gujarat Municipal Election Result 2021 LIVE:
અમદાવાદ દરિયાપુર અને સરદારનગર વોર્ડમાં ભાજપ આગળ છે. દરીયાપુરમાં બીજા ક્રમે કોંગ્રેસ અને ત્રીજા ક્રમે આમ આદમી પાર્ટી ચાલી રહી છે. વસ્ત્રાલમાં 4 રાઉન્ડ પુરા થઈ ગયા બાદ પણ ભાજપ આગળ જ છે. ખોખરા 44 વોર્ડમાં ભાજપની પેનલ 1 રાઉન્ડના અંતમાં ભાજપ આગળ છે.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: અમદાવાદમાં મોટાભાગનાં વોર્ડમાં ભાજપ આગળ, ભાવનગર, સુરત, વડોદરા, રાજકોટમાં સારો દેખાવ
Gujarat Municipal Election Result 2021 LIVE:
ભાવનગરમાં હાલમાં 52 માંથી 6 ઉમેદવારો ભાજપના આગળ અને 2 ઉમેદવારો કોંગ્રેસના આગળ છે તો અમદાવાદમાં ઘણા વોર્ડમાં અત્યારથીજ ભાજપ આગળ ચાલી રહ્યું છે.
વસ્ત્રાલ વોર્ડ 41 માં ભાજપની પેનલ આગળ, નવા વાડજ વોર્ડ 6 માં ભાજપની પેનલ આગળ, સૈજપુર બોઘા 13 ભાજપની પેનલ આગળ, નવા વાડજ, વસ્ત્રાલ 41 વોર્ડમાં ભાજપની પેનલ 2 રાઉન્ડના અંતે આગળ, વસ્ત્રાલ વોર્ડ 41 માં ભાજપની પેનલ 4 રાઉન્ડના અંતે આગળ છે.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: ભાવનગર વોર્ડ-1માં ભાજપનાં 2 ઉમેદવાર આગળ નિકળ્યા
Gujarat Municipal Election Result 2021 LIVE:
ભાવનગર વોર્ડ નંબર 1 ચિત્રા ફુલસર નારીમાં ભાજપ ના 2 કોંગ્રેસ ના 2 ઉમેદવાર આગળ, વોર્ડ 1 માં ચિત્ર બદલાયું. અગાઉ કોંગ્રેસ આ વોર્ડમાં પેનલમાં આગળ ચાલી રહી હતી
-
Gujarat Municipal Election Result 2021 LIVE: ભાવનગર વોર્ડ-1માં કોંગ્રેસની પેનલ આગળ
Gujarat Municipal Election Result 2021 LIVE:
ભાવનગર વોર્ડ નંબર-1 માં ભાજપનાં ઉમેદવાર ઉપેન્દ્રસિંહ 1323 મત મેળવ્યા છે જ્યારે કે કોંગ્રેસનાં ઉમેદવાર કાંતિભાઈ ગોહેલ 1958 મતથી આગળ છે. કોંગ્રેસની પેનલ વોર્ડ નંબર-1માં આગળ ચાલી રહી છે.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: અમદાવાદમાં 7, સુરતમાં 7, વડોદરા 8, રાજકોટ 6 , ભાવનગર 5 અને જામનગરમાં 7 બેઠક પર ભાજપ આગળ
Gujarat Municipal Election Result 2021 LIVE: 6 મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો ટૂંક સમયમાં આવી જશે. શરૂઆતમાં ટ્રેન્ડ પ્રમાણે ભાજપ આગળ ચાલી રહ્યુ છે.
અમદાવાદમાં 7 પર ભાજપ અને કોંગ્રેસ 2, સુરતમાં 7 પર ભાજપ અને 2 પર કોંગ્રેસ , વડોદરા 8 પર ભાજપ અને 2 પર કોંગ્રેસ, રાજકોટમાં 6 પર ભાજપ અને 1 પર કોંગ્રેસ , ભાવનગરમાં 5 પર ભાજપ અને 1 પર કોંગ્રેસ જ્યારે કે જામનગરમાં 7 બેઠક પર ભાજપ અને 2 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યો છે.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: અમદાવાદ દાણીલીમડામાં કોંગ્રેસ આગળ, જોધપુર વોર્ડમાં ભાજપ
Gujarat Municipal Election Result 2021 LIVE:
અમદાવાદ દાણીલીમડામાં કોંગ્રેસ આગળ, જોધપુર વોર્ડમાં ભાજપ આગળ છે. ભાવનગરમાં પોસ્ટલ બેલેટથી મતગણતરી પુરી થતા હવે EVMથી ગણતરી શરૂ થશે.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: ભાવનગરમાં ભાજપ 3 બેઠક પર આગળ
Gujarat Municipal Election Result 2021 LIVE:
ભાવનગરમાં પણ ભાજપ 3 બેઠક પર આગળ ચાલી રહ્યો છે. વોર્ડ 1, 4 ,7, 11 બેલેટ પેપરમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે
-
Gujarat Municipal Election Result 2021 LIVE: રાજકોટ વોર્ડ-7માં ભાજપ આગળ કોંગ્રેસ બીજા નંબર, આપ અને AIMIMની એન્ટ્રી નહી
Gujarat Municipal Election Result 2021 LIVE: ચૂંટણી પરિણામનાં શરૂઆતી દોરમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે તો કોંગ્રેસ બીજા નંબર પર છે. આપ પાર્ટી કે AIMIM હજુ દેખાઈ નથી રહ્યા.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: અમદાવાદ-વડોદરા મહાનગર પાલિકામાં 4 બેઠક પર ભાજપ આગળ
Gujarat Municipal Election Result 2021 LIVE:
અમદાવાદ મહાનગર પાલિકામાં 4 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, વડોદરામાં 4 બેઠક, રાજકોટમાં વોર્ટ 7માં ભાજપ આગળ ચાલી રહ્યું છે
-
Gujarat Municipal Election Result 2021 LIVE: શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ 6 મહાનગરપાલિકામાં આગળ, ભાજપને ફાયદો
Gujarat Municipal Election Result 2021 LIVE:
શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ 6 મહાનગરપાલિકામાં આગળ જોવા મળી રહ્યું છે. હાલમાં રાજકોટમાં 6 વોર્ડમા પોસ્ટલ બેલેટથી ગણતરી ચાલી રહી છે. પ્રાતમિક વલણમાં ભાજપ આગળ દેખાઈ રહ્યું છે અને ભાજપને ફાયદો થાય તેમ લાગી રહ્યુ છે
-
Gujarat Municipal Election Result 2021 LIVE: હજુ તો મતગણતરી બાકી છે અને ભાજપ ખાનપુર કાર્યાલયે વિજયોત્સવની તૈયારી
Gujarat Municipal Election Result 2021 LIVE:
6 મહાનગર ખાતે યોજાયેલી ચૂંટણીમાં પરિણામો હવે ટૂંક સમયમાં આવવાની તૈયારી છે, જો કે આ પહેલા જ ભાજપનો આત્મવિશ્વાસ આકાશને આંબી રહ્યો છે. ભાજપનાં ખાનપુર કાર્યાલયે તો અત્યારથી જ વિજય સરઘસની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાઉન્ડ સિસ્ટમ લાવવામાં આવી અને કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: વડોદરા પોલીટેકનીક ખાતે પોલીસ અને એજન્ટો વચ્ચે ધક્કામુક્કી, 4 ઈજાગ્રસ્ત
Gujarat Municipal Election Result 2021 LIVE:
વડોદરા પોલીટેકનિક મેદાન ખાતે પોલીસ અને એજન્ટો વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ સાથેની ધક્કામુક્કીમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતિ પ્રમાણે વોર્ડ નંબર 4 ના એજન્ટો ને રોકતા વિવાદ થયો હતો ત્યાર બાદ ઘર્ષણમાં ચાર એજન્ટ ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ અધિકારીની સમજાવટ બાદ એજન્ટોને અંદર જવા દેવાતા મામલો થાળે પડ્યો હતો.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: સુરતમાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ, ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારને 50 મત
Gujarat Municipal Election Result 2021 LIVE:
સુરતમાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ
વોર્ડ નંબર 20 માં હાથ ધરાઈ ગણતરી
ભાજપના ઉષાબેનને 50 મત
કોંગ્રેસના ઉમેદવાર અશોક કારોડવાળા ને 50 મત મળ્યા
-
Gujarat Municipal Election Result 2021 LIVE: અમદાવાદ LD કોલેજ ખાતે 100 CCTV કેમેરાથી સીધી નજર
Gujarat Municipal Election Result 2021 LIVE:
એલ ડી એન્જીનીયરીંગ કોલેજ પર cctvથી સઘન મોનીટરીંગ કરાઈ રહ્યું છે. પોલીસ બળ સાથે CCTV ટેક્નોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. 100થી વધુ કેમેરા મારફતે નજર રખાઈ રહી છે. મતગણતરી સેન્ટર અને સ્ટ્રોંગ રૂમ સહિતનાં એરિયા પર નજર રખાશે જેથી કોઈ પણ ઘટના બને તો તેને CCTVથી જાણી કંટ્રોલ મેળવી શકાય તેવા પ્રયાસ કરાશે.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: બેલેટ પેપરની ગણતરી શરૂ, ટેકેદારો-ઉમેદવારોનો જમાવડો શરૂ
Gujarat Municipal Election Result 2021 LIVE: 6 મહાનગર માટે કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ ટૂંક સમયમાં આવવાની શરૂઆત થઈ ગઈ . આ સાથે જ બેલેટચ પેપરથી મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે અને હવે બાદમાં EVMથી કાઉન્ટીંગ શરૂ કરવામાં આવશે. વિવિધ પક્ષનાં ઉમેદવારો અને ટેકેદારોનો જમાવડો શરૂ થઈ ગયો છે.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: ભાવનગરમાં બીપીટીઆઈ એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી
Gujarat Municipal Election Result 2021 LIVE:
ભાવનગરની બીપીટીઆઈ એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી થશે, કે જેમાં ચાર ઝોનમાં ગણતરી કરવામાં આવશે, એક ઝોનમાં 3 વોર્ડનો સમાવેશ હશે. કુલ 841 કર્મચારીઓ મત ગણતરીમાં જોડાશે. કુલ 28 ટેબલો પર મત ગણતરી થશે અને 400થી વધારે પોલીસ કર્મીઓ સુરક્ષા માટે જોડાશે. કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે 24 હેલ્થકર્મીઓ પણ હાજર રહેશે અને કોવીડની ગાઈડલાઈનનું પાનલ થાય છે કે કેમ તેના પર પણ તંત્રનું ધ્યાન રહેશે.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: અમદાવાદ ખાતે CCTVની નજર હેઠળ મતગણતરી
Gujarat Municipal Election Result 2021 LIVE: અમદાવાદમાં બે સેન્ટર પર ગણતરી થશે. બંને સેન્ટરો પર 1700 જેટલો સ્ટાફ મતગણતરીમાં જોડાશે. બંને સેન્ટરો પર 1400 જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં તૈનાત રહેશે. મતગણતરી સેન્ટરમાં કોવિદ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે એક એક વોર્ડના એજન્ટોને જ પ્રવેશ આપવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવશે. મતગણતરી પ્રક્રિયાનું CCTV દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: રાજકોટમાં પરિણામ માચે રાજકીય પક્ષો તૈયાર, 6 સ્થળ પર કરાશે મતગણતરી
Gujarat Municipal Election Result 2021 LIVE: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 50.75 ટકા મતદાન થયું હતું. રાજકોટમાં 6 સ્થળોએ મતગણતરી કરવામાં આવશે. 6 સ્થળોએ 11 થી 14 રાઉન્ડમાં 982 નો ચૂંટણી સ્ટાફ કરશે મતગણતરી મનપાની તમામ 72 બેઠકનું બપોર સુધીમાં ચિત્ર થશે સ્પષ્ટ વોર્ડ નંબર 1 થી 3 માં 12 રાઉન્ડ માટે 184 નો સ્ટાફ મતગણતરી કરશે વોર્ડ નંબર 4 થી 6 માં 12 રાઉન્ડમાં 140 નો સ્ટાફ વોર્ડ નંબર 7 થી 9 માં 12 રાઉન્ડમાં 174 નો સ્ટાફ વોર્ડ નંબર 10 થી 12 માં 12 રાઉન્ડમાં 170 નો સ્ટાફ મતગણતરી કરશે વોર્ડ નંબર 13 થી 15 માં 11 રાઉન્ડમાં 152 નો સ્ટાફ વોર્ડ નંબર 16 થી 18 માં 14 રાઉન્ડમાં 162 નો સ્ટાફ મતગણતરી કરશે રાજકોટ મનપા ચૂંટણીમાં મતગણતરીમાં ટેબલો વધારવામા આવ્યા કોરોના કારણે ટેબલો વધારવામાં આવ્યા 7 ટેબલ પર મત ગણતરીની બદલે હવે 14 ટેબલો પર મતગણતરી થશે. ટેબલો વધતા પરિણામ પણ આવશે ઝડપી 6 સ્થળ પર મત ગણતરીનુ આયોજન
રાજકોટ ક્યાં વોર્ડની ક્યાં થશે મતગણતરી
વોર્ડ નંબર 1.2.3. નું વિરબાઈમાં મહિલા કોલેજ વોર્ડ નંબર 4.5.6 નું એ.એસ.ચૌધરી હાઈસ્કૂલ વોર્ડ નંબર 7.8.9 નું એસ.વી.વિરાણી હાઈસ્કૂલ વોર્ડ નંબર 10.11.12 નું એ.વી.પારેખ ઇન્સ્ટીયુટ વોર્ડ નંબર 13.14.15 નું પી.ડી.માલવીયા કોલેજ વોર્ડ નંબર 16.17.18 નું રણછોડદાસ બાપુ આશ્રમ કોમ્યુનિટી હોલ
-
Gujarat Municipal Election Result 2021 LIVE: સુરતમાં પરિણામ પહેલા SVNIT કોલેજમાં સ્ટાફ સજ્જ
Gujarat Municipal Election Result 2021 LIVE: સુરતમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ઇવીએમ રાખવામાં આવ્યા છે. શહેરમાં 30 વોર્ડની 120 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં સુરત પાલિકાનું 46 ટકા નોંધાયું હતું મતદાન. શહેરમાં શહેરમાં બે જગ્યા એ યોજાશે ગણતરી. 16 વોર્ડની ગણતરી એસવીએનઆઇટી કોલેજ જ્યારે બીજા 14 વોર્ડની ગણતરી ગાંધી એન્જીનયરિંગ કોલેજ ખાતે યોજાશે. પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઇવીએમ ખુલશે.
સુરતમાં આ રહેશે ગણિત
કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો.
મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવાયો.
ગાંધી એન્જીનિયરિં કોલેજ અને એસ વી એન આઈ ટી કોલેજ ખાતે મતગણતરી.
એસ વી એન આઈ ટી ખાતે વોર્ડ નમ્બર 30, 29, 14, 19, 27, 28, 25,26, 1, 9, 21, 22,10, 11, 15 અને 18 ની મતગણતરી.
ગાંધી કોલેજ ખાતે વોર્ડ નમ્બર 23, 24, 4, 5, 6, 7, 8, 12, 16, 17, 2, 3, 13 અને 20 ની મતગણતરી થશે.
પોલીસ, પેરા મિલિટરી ફોર્સ અને એસઆરપીનો કડક બંદોબસ્ત.
બંને મતગણતરી સેન્ટર પર બે તબક્કામાં થશે મતગણતરી.
ગાંધી કોલેજ ખાતે પહેલા તબક્કામાં વોર્ડ નમ્બર 23, 4, 6, 8, 16, 2 અને 13ની થશે મતગણતરી
બીજા તબક્કામાં વોર્ડ નંબર 24, 5, 7, 12, 17, 3 અને 20 ની થશે મતગણતરી
તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: વડોદરામાં 8 સ્ટ્રોંગ રૂમ ફરતે પોલીસની કિલ્લેબંધી
Gujarat Municipal Election Result 2021 LIVE: વડોદરામાં સ્ટ્રોંગ રૂમ ખાતે પેરામિલેટ્રી, સ્થાનિક પોલીસની સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. ફરજ પરના અધિકારીઓ, ઉમેદવારો અને ચૂંટણી એજન્ટ સિવાય કોઈજ પ્રવેશી શકશે નહીં કે મોબાઇલ ફોન નહીં લઇ જઇ શકાય. કોવિડને ધ્યાનમાં રાખીને હેલ્થ ટિમ તૈનાત રખાશે. 8 સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. 6 RO છે, દરેક RO દીઠ એક વધારાનો ગણતરી રૂમ સાથે કુલ 12 ગણતરી રૂમ બનાવવામાં આવ્યા. એક વધારાના ગણતરી રૂમ બનાવવામાં આવ્યા છે તે માટે આસિસ્ટન્ટ રિટરનીંગ ઓફિસર નિમણુંક પણ કરવામાં આવી છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે ત્યારબાદ નિરીક્ષક,સુપરવાઇઝર સહિતના સ્ટાફની તાલીમ આપવામાં આવી છે અને તમામને હેલ્થ કીટ આપવામાં આવી છે.
સૌથી પહેલા મતગણતરી રિટર્નીગ ઓફિસર ના પ્રથમ વોર્ડની કરવામાં આવશે 1,4,7, 10,13, 16 2, 5 ,8 ,11,14, 17 3 6 9 12 15 18 16 17 18 ના RO ની ગણતરી પુરી થયા પછી 19 માં વોર્ડની ગણતરી થશે. આ પરિણામ ઓનલાઇન LIVE જોઈ શકાશે લોકો ને જાણકારી માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ મુકવામાં આવશે. અલગ અલગ વિભાગોના નોડેલ ઓફિસર 6 રિટર્નીગ ઓફિસર વાઇઝ જેમ જેમ વોર્ડની ગણતરી પૂર્ણ થયે પરિણામ જાહેર થયા બાદ બીજા વોર્ડ ની ગણતરી શરૂ કરવામાં આવશે.અન્ય વોર્ડના ઉમેદવાર એજન્ટને બાદમાં એન્ટ્રી આપવામાં આવશે. સ્ટ્રોંગ રૂમ એડવાન્સમાં ખોલવામાં આવશે. દરેક ટેબલ ઉપર 84 ટેબલ બનાવવામાં આવ્યા છે,એ મુજબ કાઉન્ટિંગ સ્ટાફની નિમણુંક કરવામાં આવી છે.
-
Gujarat Municipal Election Result 2021 LIVE: જામનગર ખાતે પરિણામ પહેલા ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Gujarat Municipal Election Result 2021 LIVE: જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં મત ગણતરી હરીયા કોલેજ ખાતે થશે. જણાવી દઈએ કે રવિવારે મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાનમા 53.64 ટકા મતદાન થયુ હતું. કુલ 488996 મતદારો પૈકી 262300 મતદારોએ મતદાન કર્યું. અન્ય મહાનગરપાલિકાની સરખામણીમાં સૌથી વધુ મતદાન જામનગરમા થયુ હતું. જો કે ગત 2015ની ચૂંટણીમા જામનગરમા 56.77 ટકા મતદાન થયું હતું, જેની સરખામણીમાં 3.13 ટકા મતદાન ઓછુ થયુ છે. 16 વોર્ડની 64 બેઠકો પર કુલ 236 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થયું છે. 4 સ્ટ્રોંગ રૂમમાં EVM બંધ ઠે જે ફરતે ચાર અલગ અલગ સ્ટ્રોંગરૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, સહીત કુલ 429 જવાનો સુરક્ષા માટે તૈનાત કરાયા છે. એક એસઆરપીની ટીમ પણ રહેશે. મતગણતરી માટે કુલ 450 જેટલા કર્મચારીઓને ફરજ સોપવામાં આવી છે.
Published On - Feb 23,2021 7:56 PM