Gujarat Latest News: Asian Championship 2023: ક્રિકેટ પહેલા હોકીને લઈ સારા સમાચાર, ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 5:50 AM

Gujarat Live Updates : આજ 9 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

Gujarat Latest News: Asian Championship 2023: ક્રિકેટ પહેલા હોકીને લઈ સારા સમાચાર, ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું

આજે 9 ઓગસ્ટને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Aug 2023 11:17 PM (IST)

    સરકાર આવતીકાલે ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર GST લાદવાનું બિલ લાવશે

    ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને ઘોડેસવારી પર જીએસટી લાદવા માટે કેન્દ્ર સરકાર આવતીકાલે લોકસભામાં બિલ લાવશે. આજે જ કેન્દ્રીય કેબિનેટે ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને ઘોડેસવારી પર 28% GST લાદવાના બિલને મંજૂરી આપી દીધી છે.

  • 09 Aug 2023 10:44 PM (IST)

    અમદાવાદ મણીનગર રેલ્વે ટ્રેક પાસે ચાલુ ટ્રેનમાંથી મહિલા નીચે પટકાઈ

    અમદાવાદના મણીનગર રેલ્વે ટ્રેક પાસે ચાલુ ટ્રેનમાંથી મહિલા નીચે પટકાઈ હોવાની ઘટના બની છે. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને કોલ મળતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટ્રેનમાંથી પડેલી મહિલાને 108 મારફતે હોસ્પિટલ ખસેડી સારવાર આપ્વમાં આવી.

  • 09 Aug 2023 10:30 PM (IST)

    મહાઠગ કિરણ પટેલને જમ્મુથી અમદાવાદ લવાશે

    મહાઠગ કિરણ પટેલને આવતીકાલે જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લવાશે. ટ્રાન્ઝિટ રિમાન્ડને આધારે અમદાવાદ લાવીને પુછપરછ કરાશે. કિરણ પટેલ સામે PMOના ખોટા અધિકારીની ઓળખ આપ્યાનો આરોપ છે. સાથે સાથે મકાન પચાવી પાડવા અને જમીનની ઠગાઈ સંબંધિત ગુના પણ નોંધાયા છે.

  • 09 Aug 2023 09:07 PM (IST)

    રાજ્યની શૈક્ષણિક સંસ્થામાં ગાંજાનો છોડ મળવા મુદ્દે વિરોધ, કલેક્ટર કચેરી ખાતે NSUIનું વિરોધ પ્રદર્શન

    NSUIએ પોતાના મોઢામાં ચલણી નોટ મૂકી અને આંખે કાળા પાટા બાંધીને વિરોધ નોંધાવ્યો. NSUIનો આક્ષેપ છે, કે શૈક્ષણિક સંસ્થાઓમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે, છતાં જવાબદાર લોકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી

  • 09 Aug 2023 09:04 PM (IST)

    આણંદ કલેકટર ડીએસ ગઢવી સસ્પેન્ડ, Video વાયરલ થવાને લઈ IAS સામે તપાસ શરુ કરાઈ હતી

    આણંદ કલેકટર ડીએસ ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. કલેકટરનો ચાર્જ મિલિંદ બાપનાને સોંપવામાં આવ્યો હોવાનો પણ આદેશ કરાયો છે.

  • 09 Aug 2023 07:37 PM (IST)

    Gujarat Latest News : વિશેષાધિકાર સમિતિએ રાઘવ ચઢ્ઢાને કારણ બતાવો નોટિસ ફટકારી છે

    વિશેષાધિકાર સમિતિએ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સામે કારણ બતાવો નોટિસ ઈસ્યું કરી છે. રાઘવ ચઢ્ઢાને પૂછવામાં આવ્યું છે કે શા માટે તમારી સામે કાર્યવાહી ન કરવામાં આવે. રાઘવ ચઢ્ઢા પર એવો આરોપ છે કે, દિલ્હી સર્વિસ બિલ સિલેક્ટ કમિટીને મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં તેમણે પાંચ લોકોના નામ સામેલ કર્યા હતા. જેમણે તેના પર હસ્તાક્ષર પણ કર્યા ન હતા.

  • 09 Aug 2023 06:54 PM (IST)

    Gujarat Latest News: કુકી અને મૈતેઈ સમુદાયના લોકો સાથે વાત કરી

    અમિત શાહે કહ્યુ કે, હું મણિપુરમાં 3 દિવસ રહ્યો હતો. મણિપુરમાં જલદીથી હિંસા સમાપ્ત થશે. હું કુકી અને મૈતેઈ સમુદાયના લોકો સાથે વાત કરી રહ્યો છું.

  • 09 Aug 2023 06:51 PM (IST)

    Gujarat Latest News: મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા

    મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. મણિપુરમાં 36000 થી વધારે સુરક્ષાદળો તૈનાત છે.

  • 09 Aug 2023 06:48 PM (IST)

    Gujarat Latest News: કેન્દ્ર સરકાર પાસેથી કોઈ સલાહ લેવામાં ન આવી

    મણિપુર હાઈકોર્ટના આદેશે હિંસામાં આગમાં તેલ નાખવાનું કામ કર્યાનું શાહનું નિવેદન. રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી કોઈ સલાહ લેવામાં ન આવી.

  • 09 Aug 2023 06:45 PM (IST)

    Gujarat Latest News: મણિપુરમાં અત્યાર સુધીમાં 152 લોકોના મોત થયા

    અમિત શાહે કહ્યુ કે, મણિપુરમાં અત્યાર સુધીમાં 152 લોકોના મોત થયા છે.

  • 09 Aug 2023 06:43 PM (IST)

    Gujarat Latest News: વિપક્ષ મણિપુર હિંસાની આગમાં તેલ નાખવાનું કામ કરે છે

    અમિત શાહે કહ્યું કે, વિપક્ષ મણિપુર હિંસાની આગમાં તેલ નાખવાનું કામ કરે છે.

  • 09 Aug 2023 06:41 PM (IST)

    Gujarat Latest News: CM ત્યારે બદલવા પડે જ્યારે તેઓ સહયોગ ન કરતા હોય

    અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યુ કે, CM ત્યારે બદલવા પડે જ્યારે તેઓ સહયોગ ન કરતા હોય. UPA ની સરકારમાં નાકાબંંધી કરવામાં આવતી હતી.

  • 09 Aug 2023 06:38 PM (IST)

    Gujarat Latest News: મનમોહન સિંહની સરકાર હતી અને  1700 લોકોનું એન્કાઉન્ટર થયું

    અમિત શાહે કહ્યુ કે, મનમોહન સિંહની સરકાર હતી અને  1700 લોકોનું એન્કાઉન્ટર થયું હતુંં.

  • 09 Aug 2023 06:35 PM (IST)

    Gujarat Latest News: મણિપુરમાં આતંકવાદી હિંસા લગભગ સમાપ્ત થઈ ગઈ

    અમિત શાહે કહ્યું કે મણિપુરમાં લગભગ છ વર્ષથી ભાજપની સરકાર છે. ત્યાં એક દિવસ પણ કર્ફ્યુ લાદવો પડ્યો ન હતો. આતંકવાદી હિંસા લગભગ સમાપ્ત થઈ ગઈ છે.

  • 09 Aug 2023 06:33 PM (IST)

    Gujarat Latest News: અમે પહેલા દિવસથી ચર્ચા માટે તૈયાર હતા, વિપક્ષ હંગામો ઈચ્છે છે, ચર્ચા નહીં

    અમિત શાહે કહ્યું કે આ ભ્રમણા ફેલાવવામાં આવી હતી કે સરકાર મણિપુર પર ચર્ચા કરવા માંગતી નથી. અમે પહેલા દિવસથી ચર્ચા માટે તૈયાર હતા, વિપક્ષ હંગામો ઈચ્છે છે, ચર્ચા નહીં.

  • 09 Aug 2023 06:32 PM (IST)

    Gujarat Latest News: મણિપુરમાં હિંસા થઈ છે, અમે પણ દુઃખી છીએ

    અમિત શાહે કહ્યું કે હું વિપક્ષ સાથે સહમત છું કે મણિપુરમાં હિંસા થઈ છે. અમે પણ દુઃખી છીએ. ત્યાં જે ઘટનાઓ બની તે શરમજનક છે, પરંતુ તેના પર રાજનીતિ કરવી તેનાથી પણ વધુ શરમજનક છે.

  • 09 Aug 2023 06:29 PM (IST)

    Gujarat Latest News: ઉત્તર પૂર્વના રાજ્યોમાં હિંસક ઘટનાઓમાં ઘટાડો થયો

    ઉત્તર પૂર્વના રાજ્યો વિશે વાત કરતા અમિત શાહે કહ્યું કે હવે ત્યાં હિંસક ઘટનાઓમાં ઘટાડો થયો છે.

  • 09 Aug 2023 06:27 PM (IST)

    Gujarat Latest News: તમે મને ચુપ નહીં કરાવી શકો, દેશની 130 કરોડની જનતાએ અમને ચૂંટીને અહીં મોકલ્યા છે: અમિત શાહ

    વિપક્ષ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યુ કે, તમે મને ચુપ નહીં કરાવી શકો, દેશની 130 કરોડની જનતાએ અમને ચૂંટીને અહીં મોકલ્યા છે.

  • 09 Aug 2023 06:24 PM (IST)

    Gujarat Latest News : કલમ 370 નેહરુની ભૂલ હતી: અમિત શાહ

    અમિત શાહે કહ્યું કે કલમ 370 નેહરુની ભૂલ હતી, જેને મોદીએ હટાવી દીધી હતી. આ સાથે કાશ્મીરની અંદરથી બે ધ્વજ, બે બંધારણનો અંત આવ્યો અને તે ભારત સાથે સંપૂર્ણ રીતે જોડાઈ ગયું.

  • 09 Aug 2023 06:17 PM (IST)

    Gujarat Latest News : નોર્થ ઈસ્ટમાં વડાપ્રધાન મોદી 50થી વધુ વાર મુલાકાતે ગયા છે

    નોર્થ ઈસ્ટના લોકોના દિલમાં જે દૂરી હતી તે દિલથી દૂર કરવામાં મોદી સરકારે પ્રયાસ કર્યા છે. 50થી વધુ વાર નોર્થ ઈસ્ટમા વડાપ્રધાન મોદી ગયા છે. ઉતરપ્રદેશથી મોટા પ્રદેશ એવા નોર્થ ઈસ્ટને કોંગ્રેસ છોડી દીધો હતો. પૂર વિહોણુ નોર્થ ઈસ્ટ બનાવવામાં આવશે.

  • 09 Aug 2023 06:15 PM (IST)

    Gujarat Latest News : વામપંથી ઉગ્રવાદને ડામવાનું કામ મોદી સરકાર કરી રહી છે

    અમિત શાહે કહ્યું કે, ડાબેરીઓ કાઠમંડુથી તિરુવંતપુરમ સુધી સત્તાનું સ્વપ્ન જોતા હતા પરંતુ વિખરાઈ ગયા. માત્ર ત્રણ જિલ્લા પુરતી રહી ગઈ છે. વામપંથી ઉગ્રવાદને ડામવાનું કામ મોદી સરકાર કરી રહી છે. પૂર્વોતરમાં પણ સરકારે અનેક આતંકી સંગઠનોને નષ્ટ કર્યા છે.

  • 09 Aug 2023 06:12 PM (IST)

    Gujarat Latest News : કલમ 370 નાબૂદ થતા ખુનની નદીઓ વહેવાની વાતો કરાતી હતા પણ એક કાંકરો પણ ના પડ્યો

    પરિવારવાદ, ભ્રષ્ટાચાર, તૃષ્ટીકરણના આધારે સતામાં બેઠક કોંગ્રેસ સરકાર અને બીજી બાજુ દેશભક્ત અને લોકોના સુખાકારી માટે કામ કરનાર સરકારની 9 વર્ષની તુલના કરવી જરૂરી છે. કલમ 370 રદ કરવાથી ખૂનની નદીઓ વહેવાની વાત કરનાર જાણે છે કે એક પથ્થર પણ ના પડ્યો.

  • 09 Aug 2023 06:09 PM (IST)

    Gujarat Latest News : મોદી સરકારના વિવિધ પગલાંઓને કારણે કાશ્મીરમાં આજે રોજગારી વધી રહી છે

    જમ્મુ કાશ્મીર પોલીસ 90ના દશક બાદ પહેલી વાર મુક્ત રીતે આતંકવાદનો મુકાબલો કરી રહ્યી છે. 1 કરોડ 80 લાખ પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયા છે. 33 વર્ષ બાદ નાઈટ શો, સિનેમાગૃહ શરુ થયા. મહોરમ પણ મોદી સરકારના કાળમાં શરૂ થયું. આજે રોજગારી વધી રહી છે. કાશ્મીરમાં અનેક ક્ષેત્રે વિકાસ કરવામાં આવી રહ્યો છે.

  • 09 Aug 2023 06:06 PM (IST)

    Gujarat Latest News : કાશ્મીરમાં મોદી સરકારે પંચાયતની ચૂંટણી યોજી

    અમિત શાહે કહ્યું કે, લખનપુર ટોલટેક્સ અમે નાબૂદ કર્યો. બે દરબારની પ્રથા સમાપ્ત કરી. કાશ્મીરમાં દલિત આદિવાસીઓને અનામત આપવાનું કામ મોદીએ કર્યું. મહિલા આયોગ, બાળ આયોગ બનાવવાનુ કામ મોદી સરકારે કર્યું. સફાઈ કામદારોને ડોમીસાઈલ સર્ટીફિકેટ નહોતું મળતું. પણ મોદી સરકારે આપ્યું. કાશ્મીર પર ત્રણ પરિવારોએ શાસન કર્યું. તેઓએ ક્યારેય પંચાયતની ચૂંટણી ના કરી. પણ મોદી સરકારે નવ તબક્કામાં પંચાયતની ચૂંટણી યોજી

  • 09 Aug 2023 06:04 PM (IST)

    Gujarat Latest News : અમે હુરિયત, જમીયત કે પાકિસ્તાન સાથે નહી પરંતુ ખીણના યુવાનો સાથે ચર્ચા કરીશુ

    જમ્મુ કાશ્મીર મુદ્દે બોલતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, અગાઉની સરકારની સરખામણીએ કાશ્મીર મુદ્દે 2014થી અમારી નીતિમાં પરિવર્તન આવ્યું. જમ્મુ કાશ્મીરને આતંકવાદ મુક્ત કરવાની નીતિ અપનાવી. જવાહરલાલ નહેરુની સરકારે કરેલી ગંભીર ભૂલને 5 ઓગસ્ટે મોદી સરકારે સુધારી અને સંપૂર્ણ રીતે કાશ્મીરને ભારત સાથે જોડ્યું. અમે હુરિયત, જમીયત કે પાકિસ્તાન સાથે નહી ખીણના યુવાનો સાથે ચર્ચા કરીશુ

  • 09 Aug 2023 06:00 PM (IST)

    Gujarat Latest News : મોદી સરકારના કાળમાં નાર્કોટિક્સ પદાર્થ પકડવામાં 181 ટકા વૃધ્ધિ થઈ છે

    ગૃહ પ્રધાન અમિત શાહે અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા સંસદમાં જણાવ્યું કે, આંકડાઓ કોઈની શરમ રાખતુ નથી જે હોય તે કહે છે. નાર્કોટિક્સ પદાર્થ પકડવામાં 181 ટકા વૃધ્ધિ થઈ છે. 1 લાખ 65 હજાર કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

  • 09 Aug 2023 05:55 PM (IST)

    Gujarat Latest News : આતંકી સંગઠન પીએફઆઈને પ્રતિબંધિત જાહેર કર્યું

    દેશની આતરીક સુરક્ષા મુદ્દે બોલતા અમિત શાહે કહ્યું કે પીએફઆઈ દેશમાં ભાગલા કરવા ઈચ્છતુ હતું. અમે દેશવ્યાપી દરોડા પાડીને પીએફઆઈને પ્રતિબંધિત જાહેર કર્યું. સચિન બિશ્નોઈને વિદેશથી ભારત લાવ્યા.

  • 09 Aug 2023 05:52 PM (IST)

    Gujarat Latest News : અવિશ્વાસનો પ્રસ્તાવ લાવનારને પરિવારવાદ પ્રિય છે ખેડૂતો, ગરીબો નહી

    નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરાશે. પણ અમારી મજાક ઉડાવવામાં આવતી હતી. પણ હુ કહેવા માંગુ છુ કે, પાક ઉત્પાદનના 50 ટકા એમએસપી રાખવામાં આવી છે. યુપીએ સરકારે જે એમએસપી 1310હતી તેના  ભાવ મોદી સરકારે 2040 કર્યા. આ લોકોને પરિવાર સિવાય કોઈ પ્રિય નથી.

  • 09 Aug 2023 05:49 PM (IST)

    Gujarat Latest News : એમએસપીના ભાવે સૌથી વધુ અનાજની ખરીદી મોદી સરકારે કરી છે

    ચીન સરહદે આપણા શસ્ત્રો અને સૈન્ય ના પહોચે તેવી સ્થિતિ હતી. નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહે સરહદ પર રોડ બનાવ્યા. તેમ જણાવીને અમિત શાહે કહ્યું કે, એમએસપીની વાતો કરાય છે. પણ હુ કહુ છુ કે એમએસપીની સત્યતા શુ છે. ખેડૂતોને કહીશ કે, એમએસપીના ભાવે સૌથી વધુ અનાજની ખરીદી મોદી સરકારે કરી છે.

  • 09 Aug 2023 05:45 PM (IST)

    Gujarat Latest News : મોદીએ પાકિસ્તાનને એર સ્ટ્રાઈક કરી અને સર્જીકલ સ્ટ્રાઈકથી જડબાતોડ જવાબ આપ્યો

    આતંકવાદીઓ સરહદેથી ધૂસીને દેશના જવાનોનુ માથુ વાઢીને લઈ જતા હતા. કોઈ જવાબ નહોતા આપતા. મોદીએ બે વાર જડબાતોડ જવાબ આપ્યો. એકવાર એર સ્ટ્રાઈક કરી અને સર્જીકલ સ્ટ્રાઈક કરી. સુરક્ષા ક્ષેત્રે જે રીતે પરિવર્તન આવ્યું, અગાઉ સંરક્ષણ ક્ષેત્રે જ સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હતો. સંરક્ષણ ક્ષેત્રે જે કામ કર્યું છે તેના કારણે ભારત અનેક દેશ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. 16000 કરોડની નિકાસ કરી છે.

  • 09 Aug 2023 05:42 PM (IST)

    Gujarat Latest News : નરેન્દ્ર મોદીએ વિશ્વમાં ભારતનુ નામ રોશન કર્યું છે

    મોદી સરકારે અનેક ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોવાનો ઉલ્લેખ કરીને અમિત શાહે જણાવ્યું કે, વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર કોઈ હોય તો તે નરેન્દ્ર મોદી છે. મોદીને 14 રાષ્ટ્રે તેમનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે. આ મોદીનું નહી 130 કરોડ ભારતીયોનું સન્માન છે.

  • 09 Aug 2023 05:40 PM (IST)

    Gujarat Latest News : આગામી પાંચ વર્ષમાં ભારત પ્રમુખ રાષ્ટ્ર શક્તિ હશે

    વિપક્ષ દ્વારા લાવવામા આવેલ અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે, વિશ્વના અનેક અર્થશાસ્ત્રીઓ કહે છે કે, આવનારા પાંચ વર્ષમાં વિશ્વમાં ભારત પ્રમુખ શક્તિ બનશે અને તેનો મને વિશ્વાસ છે.

  • 09 Aug 2023 05:38 PM (IST)

    Gujarat Latest News : 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી અર્થતંત્ર ધરાવતુ રાષ્ટ્ર બનશે

    ગરીબો વડાપ્રધાન મોદીમાં એક મિત્ર જોઈ રહ્યાં છે તેમ જણાવીને અમિત શાહે કહ્યું કે, અટલ બિહારી વાજપેયી જનનેતા હતા. છ વર્ષ સુધી સરકાર ચલાવી. તેમના બાદ યુપીએની સરકાર આવી. અર્થતંત્ર બાબતે વાત ફેલાવવામાં આવી. પણ સરપંચની ચૂંટણી લડ્યા વિના સફળ વડાપ્રધાન બનનાર મોદીએ 11માંથી પાંચમાં સ્થાને અર્થતંત્રને પહોચાડ્યું. મને વિશ્વાસ છે કે ફરીથી નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે. 2027 સુધીમાં વિશ્વની ત્રીજી અર્થસત્તા બનશે.

  • 09 Aug 2023 05:34 PM (IST)

    Gujarat Latest News : મોદી સરકારમાં અવિશ્વાસ વિપક્ષને છે, દેશની જનતાને સહેજે પણ અવિશ્વાસ નથી

    ગૃહપ્રધાન અમિત શાહે, કહ્યું કે, મોદી સરકારમાં અવિશ્વાસ તમને છે, દેશની જનતાને સહેજે પણ નથી. 13 વાર લોન્ચ કર્યા હતા તેઓ નિષ્ફળ નિવડ્યા છે. આ નેતા ગરીબ કલાવતીના ઘરે ભોજન કરવા ગયા. તેમની ગરીબીની દારુણ સ્થિતિનું વર્ણન કર્યું. પણ ત્યાર બાદ તેમની સરકાર છ વર્ષ ચાલી. હુ પુછવા માગુ છુ કે જે કલાવતીના ઘરે ભોજન કર્યું છે તેમને વીજળી, શૌચાલય, સસ્તુ અનાજ મોદી સરકારે આપ્યું. આ કલાવતીને પણ મોદીમાં વિશ્વાસ છે.

  • 09 Aug 2023 05:28 PM (IST)

    Gujarat Latest News : જનઘન યોજના લઈને અમારી મજાક કરાતી હતી, પણ ગરીબોના ખાતામાં સરકારી યોજનાના નાણા જમા થઈ રહ્યાં છે

    50 કરોડ લોકોને 5 લાખ સુધીની સારવાર વિના મૂલ્યે કરી શકે તેવી વ્યવસ્થા મોદી સરકારે કરી છે. જનઘન યોજના લઈને આવ્યા ત્યારે અમારી મજાક કરવામાં આવી હતી. નિતીશકુમારે 2 લાખ કરોડ ગરીબોના ખાતામાં જમા કરાવ્યા છે. સીધા બેંક ખાતામાં આ રૂપિયા વિવિધ સરકારી યોજના હેઠળ જમા કરાવ્યા છે. અગાઉ રાજીવ ગાંધી કહેતા હતા કે દિલ્લીથી 1 રૂપિયો મોકલીએ તો 15 પૈસા પહોચે છે. આજે હુ પુછુ છુ કે બાકીના 85 પૈસા ક્યા જતા હતા.

  • 09 Aug 2023 05:24 PM (IST)

    Gujarat Latest News : દેવુ ના કરવુ પડે તે માટે સરકારે ખેડૂતોને 2 લાખ 40 હજાર કરોડની સહાય ચૂકવી

    કોંગ્રેસને પ્રશ્ન કરતા અમિત શાહે કહ્યું કે 10 વર્ષમાં તમે ખેડૂતોનુ દેવુ કેટલુ માફ કર્યું. અમે કોઈનુ દેવુ માફ કરવામાં માનતા નથી. અમે તો કોઈને દેવુ જ ના કરવું પડે તેવી સ્થિતિ સર્જવામાં માનીએ છીએ. એટલા માટે ખેડૂતોના ખાતામાં સીધા જ 2 લાખ40 હજાર કરોડની સહાય ચૂકવી છે.

  • 09 Aug 2023 05:21 PM (IST)

    Gujarat Latest News : મોદી સરકારે 9 વર્ષમાં 11 કરોડ લોકોને શૌચાલયની સુવિધા પૂરી પાડી

    ગરીબોના કલ્યાણ માટે કામ કરનાર સરકાર સામે રાજનીતિ પ્રેરક અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે તેમ જણાવીને અમિત શાહે કહ્યું કે, કેટલાય દેશની વસ્તી 11 કરોડની નથી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 11 કરોડ લોકોને 9 વર્ષમાં શૌચાલયની સુવિધા પૂરી પાડી.

  • 09 Aug 2023 05:18 PM (IST)

    Gujarat Latest News : સત્તા માટે ભ્રષ્ટાચાર ના કરનાર પક્ષ આજે સત્તામાં છેઃ અમિત શાહ

    1999માં અમારી સરકાર એક મતે હારી પણ ત્યાર બાદ બહુમતીએ સરકારમાં પાછી આવી. 130 કરોડ જનતાને યાદ કરાવવા માંગુ છુ કે કરોડો ખર્ચ કરીને સરકાર ટકાવવા માગતી પાર્ટી બેઠી છે. બીજી બાજુ સત્તા માટે ભ્રષ્ટાચાર ના કરનાર પક્ષ છે.

  • 09 Aug 2023 05:17 PM (IST)

    Gujarat Latest News : 1999માં વાજપેયીએ સત્તા બચાવવા કોંગ્રેસની માફક રૂપિયાની લેતી દેતી નહોતી કરી આથી સરકાર પડી

    1999માં અટલ બિહારી વાજપેયીની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત આવી. કોંગ્રેસે જે રીતે રૂપિયાની લેતી દેતીથી સરકાર બચાવી હતી તે રીતે અમે પણ સરકાર બચાવી શક્યા હોત. પરંતુ વાજપેયીની સરકાર એક વોટથી હારી. પણ શુ અમે યુપીએની માફક સરકાર નહોતા બચાવી શકતા. પણ અમે ભ્રષ્ટાચાર આચરીને સરકાર બચાવવા નહોતા માંગતા.

  • 09 Aug 2023 05:15 PM (IST)

    Gujarat Latest News : રૂપિયાની લેતીદેતીથી કોંગ્રેસે સરકાર બચાવી હતી-અમિત શાહ

    અમિત શાહે સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર જવાબ આપતા જણાવ્યું કે, 1993ની જુલાઈમાં નરસિંહારાવ સરકાર હતી. તેમની સામે અવિશ્વાસના પ્રસ્તાવમાં સરકારને ટકાવી રાખવા માટે સરકારે તડજોડ કરી. જો કે આના કારણે કેટલાય લોકોને જેલની સજા થઈ. કારણ કે ઝારખંડ મુક્તિ મોરચા સાથે રૂપિયાની લેતી દેતી કરી હતી.

  • 09 Aug 2023 05:12 PM (IST)

    Gujarat Latest News : ભ્રષ્ટાચાર, પરિવારવાર, તૃષ્ટિકરણ ક્વિટ ઈન્ડિયાનો નારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો

    વડાપ્રધાને છેલ્લા નવ વર્ષમાં નવી રાજનીતિ શરૂઆત કરી છે. પરિવારવાદ, ભ્રષ્ટાચારને તિલાંજલી આપી છે. 2014 પહેલા ભ્રષ્ટાચાર કે પરિવારવાદ, તૃષ્ટીકરણથી પ્રભાવિત હાર જીત હતી. જનતાનો વિકાસ એ ઉપલબ્ધિ છે. આજે ભ્રષ્ટાચાર, પરિવારવાર, તૃષ્ટિકરણ ક્વિટ ઈન્ડિયાનો નારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે.

  • 09 Aug 2023 05:09 PM (IST)

    Gujarat Latest News : 30 વર્ષ બાદ એક સ્થિર સરકાર બે વાર આપવામાં આવી છે

    આ દેશમાં 30 વર્ષ બાદ એક સ્થિર સરકાર બે વાર આપવામાં આવી છે. સૌથી વિશ્વાસપાત્ર વડાપ્રધાન હોય તો તે નરેન્દ્ર મોદી છે. 24માંથી 17 કલાક એક પણ રજા લીધા વિના કામ કરી રહ્યાં છે. સૌથી વધુ કિલોમીટર અને પ્રવાસ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.

  • 09 Aug 2023 05:08 PM (IST)

    Gujarat Latest News : જનતામાં અવિશ્વાસની આછી ઝલક પણ દેખાતી નથી

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, જનતમાં આ સરકાર પ્રત્યે વિશ્વાસ છે. 60 કરોડ ગરિબોમાં આશાનો સંચાર કર્યો હોય તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. હુ દેશમાં ફરુ છુ. જનતા સાથે વાત કરી છે. અવિશ્વાસની આછી ઝલક પણ દેખાતી નથી. આઝાજી બાદ જો કોઈ એક નેતામાં વિશ્વાસ હોય તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં છે.

  • 09 Aug 2023 05:06 PM (IST)

    Gujarat Latest News : જનતામાં ભ્રમ ફેલાવવા વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા છે

    આઝાદી બાદ 27 અવિશ્વાસનો પ્રસ્તાવ અને 11 વિશ્વાસ પ્રસ્તાવ આ ગૃહમાં રજૂ થયો છે. જેમાં પ્રધાનમંડળ અને મંત્રીમંડળમાં પ્રજાને અવિશ્વાસ નથી અને વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવ્યા છે. જે જનતમાં ભ્રાંતિ ફેલાવવા માટે લાવ્યા છે.

  • 09 Aug 2023 04:00 PM (IST)

    Gujarat Latest News : અતીક અહેમદના નજીકના ભૂ માફિયા મોહમ્મદ નસરાતની ધરપકડ

    પ્રયાગરાજ પોલીસે મોડી રાત્રે માફિયા અતીક અહેમદના નજીકના ભૂ માફિયા મોહમ્મદ નસરતની ધરપકડ કરી છે. પોલીસે નસરતને પકડવા માટે ચકિયામાં દરોડો પાડ્યો હતો, ત્યારબાદ નસરે પોતાને ઘરની અંદર બંધ કરી દીધો હતો. ઘણી મહેનત બાદ પોલીસે નાસરની ધરપકડ કરી હતી. નસરતે બિલ્ડર મોહમ્મદ મુસ્લિમ પાસેથી ખંડણીની માંગણી કરી હતી.

  • 09 Aug 2023 03:59 PM (IST)

    Gujarat Latest News : કેરળનું નામ બદલાઈને થઈ જશે કેરળમ

    કેરળ વિધાનસભામાં આજે કેરળ રાજ્યનુ નામ બદલીને કેરળમ કરવાની દરખાસ્ત સર્વાનુમતે પસાર કરાઈ છે. હવે રાજ્ય સરકાર, કેરળનું નામ બદલવાનો વિધાનસભાએ પસાર કરેલ ઠરાવ કેન્દ્ર સરકારને મોકલશે. અને બંધારણની જોગવાઈ અનુસાર કેરળનું નામ કેરળમ કરવા દરખાસ્ત કરશે.

  • 09 Aug 2023 02:51 PM (IST)

    Gujarat Latest News : રાહુલ ગાંધીના ફ્લાઈંગ કિસ પર હોબાળો, ભાજપની 22 મહિલા સાંસદોએ અધ્યક્ષને કરી ફરિયાદ

    રાહુલ ગાંધીના ઉડ્ડયન મુદ્દે ભાજપની 22 મહિલા સાંસદોએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને ફરિયાદ નોંધાવી છે. મહિલા સાંસદોએ કહ્યું છે કે સીસીટીવી ફૂટેજ બહાર કાઢી તેની તપાસ કરવામાં આવે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.

  • 09 Aug 2023 02:14 PM (IST)

    Gujarat Latest News : AAPનું પ્રતિનિધિમંડળ નૂહ હિંસા પીડિતોને મળવા પહોંચ્યું

    આમ આદમી પાર્ટી હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સુશીલ ગુપ્તા સોહનાના ગાદી બાજીદપુર ગામમાં નૂહ હિંસામાં મૃત્યુ પામેલા હોમગાર્ડ નીરજના પરિવારને મળવા પહોંચ્યા.

  • 09 Aug 2023 02:07 PM (IST)

    Gujarat Latest News: રાહુલ ગાંધીએ અભદ્ર ઈશારો કર્યો હોવાનો સ્મૃતિ ઈરાનીનો આક્ષેપ

    બુધવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિવાદ સર્જાયો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભાની બહાર જતા સમયે અભદ્ર ઈશારો કર્યો હતો, જેના માટે તેમણે માફી માંગવી જોઈએ. સ્મૃતિએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે મહિલાઓ સંસદમાં બેઠી હોય ત્યારે કોઈ આ રીતે ફ્લાઈંગ કિસ બતાવે તો તે ખૂબ જ અભદ્ર છે.

  • 09 Aug 2023 01:33 PM (IST)

    સુરત: પિતાએ બાળકના હાથમાં મોપેડનું સ્ટેયરિંગ આપ્યુ હતું

    • ડભોલી બ્રિજ પર પિતાએ 8 વર્ષના બાળકને મોપેડ ચલાવતા હોવાનો વાયરલ વીડિયોની ઘટના
    • પોલીસે વાયરલ વીડિયોના આધારે પિતાની કરી અટકાયત
    • પિતાએ બાળકના હાથમાં મોપેડનો સ્ટેયરિંગ આપ્યુ હતુ
    • બાળકની નાની સરખી ભૂલ અકસ્માતની ઘટનાને આમંત્રણ આપી શકતી હતી
  • 09 Aug 2023 01:28 PM (IST)

    No Confidence Motion LIVE: સ્મૃતિ ઈરાનીએ ચર્ચા દરમિયાન કાશ્મીરમાં પંડિતો સાથે થયેલા અત્યાચારનો ઉલ્લેખ કર્યો

    ચર્ચા દરમિયાન સ્મૃતિ ઈરાનીએ કાશ્મીરમાં પંડિતો પર થયેલા અત્યાચારનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન ઈરાનીએ ગિરિજા ટિક્કુ, શીલા ભટ્ટ સાથે બનેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. સ્મૃતિએ કહ્યું, ‘તમે નથી ઈચ્છતા કે અમે કાશ્મીરી પંડિતો વિશે વાત કરીએ. તેણે કહ્યું, આંસુ પાડ્યા, પ્રવાસ કર્યો. 84ના રમખાણો દરમિયાન, પત્રકાર પ્રણય ગુપ્તાએ લખ્યું હતું કે, “બાળકોની હત્યા કર્યા પછી, તેમના અંગો માતાના મોંમાં ભરી દેવામાં આવ્યા હતા.”

  • 09 Aug 2023 01:17 PM (IST)

    રાહુલ ગાંધીએ સંસદમાં મણિપુર પર ઘેર્યા તો સ્મૃતિ ઈરાનીએ કાશ્મીરી પંડિતોની યાદ અપાવી

    સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે એક સમય હતો જ્યારે કાશ્મીર લોહીથી ખરડાયેલુ હતું, પરંતુ જ્યારે રાહુલ ગાંધી પરિવારના સભ્યો સાથે ત્યાં પહોંચ્યા અને ત્યાં ફરી રહ્યા હતા. ત્યારે આ શક્ય ત્યારે બન્યુ જ્યારે મોદી સરકારે કાશ્મીરમાંથી 370 હટાવી. પરંતુ જ્યારે કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચ્યા તો તેઓએ ફરીથી કલમ 370 લાગૂ કરવાની વાત કરી.

    કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં કહ્યું કે મણિપુર પર ચર્ચાની વાત ચાલી રહી છે, અમારી સરકારના સંસદીય મંત્રી, ગૃહમંત્રીએ વારંવાર ચર્ચા માટે કહ્યું છે પરંતુ વિપક્ષ સહમત નથી. કારણ કે તેઓ જાણે છે કે જ્યારે પરતો ખુલશે, ત્યારે તેઓ પોતે મૌન રહેશે. કોંગ્રેસ કોલસા કૌભાંડ પર પણ મૌન રહી અને યુપીએ સરકાર દરમિયાન થયેલા કૌભાંડો પર પણ મૌન રહી.

  • 09 Aug 2023 01:09 PM (IST)

    No Confidence Motion LIVE: રાહુલ ગાંધી સંસદથી રાજસ્થાન જવા રવાના થયા

    અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી રાજસ્થાનમાં પોતાના કાર્યક્રમ માટે સંસદ ભવનથી નીકળી ગયા હતા.

  • 09 Aug 2023 01:08 PM (IST)

    No Confidence Motion LIVE: ભાજપ સાંસદ સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

    બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે કાશ્મીરી પંડિતો હજુ પણ 90ના દાયકામાં તેમના પર થયેલા અત્યાચાર માટે ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

  • 09 Aug 2023 01:05 PM (IST)

    No Confidence Motion LIVE: લોકસભામાં રાહુલ ગાંધીને જવાબ આપતા સ્મૃતિ ઈરાની

    રાહુલ ગાંધીના ભાષણ બાદ કેન્દ્રીય સ્મૃતિ ઈરાની જવાબ આપી રહ્યા છે. ગૃહમાં પહેલીવાર ભારત માતાની હત્યાની ચર્ચા થઈ હતી. આ અંગે કોંગ્રેસે તાળીઓ પાડી છે. એક ભારતીય હોવાના નાતે હું કહું છું કે મણિપુરનું વિભાજન થયું નથી, તે આ દેશનો એક ભાગ છે. તેમના ગઠબંધનના એક સભ્ય બેઠા છે, જેમણે તમિલનાડુમાં કહ્યું કે ભારતનો અર્થ માત્ર ઉત્તર ભારત છે. જો રાહુલ ગાંધીમાં હિંમત હોય તો તેમણે પોતાના પાર્ટનરના નિવેદનનું ખંડન કરવું જોઈએ. ગાંધી પરિવારમાં હિંમત હોય તો કહે કે કાશ્મીરમાં જનમતની વાત કેમ થઈ.

  • 09 Aug 2023 01:02 PM (IST)

    જો રાહુલ ગાંધીમાં હિંમત હોય તો….: સ્મૃતિ ઈરાની

    કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમના ગઠબંધનના લોકો ભારત વિશે ખોટી ટિપ્પણી કરે છે, કાશ્મીર પર જનમતની વાત થઈ હતી, જો રાહુલ ગાંધીમાં હિંમત હોય તો આ નિવેદનોની નિંદા કરો. શું કોંગ્રેસ કાશ્મીરમાં જનમત સંગ્રહની વાતને સમર્થન આપે છે? સ્મૃતિ ઈરાનીએ આ દરમિયાન કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારનો ઉલ્લેખ કર્યો હતો.

  • 09 Aug 2023 01:00 PM (IST)

    સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા

    લોકસભામાં કોંગ્રેસ પર નિશાન સાધતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સ્પીકરની ખુરશી પર જે રીતે આક્રમક વર્તન કરવામાં આવ્યું છે તે નિંદનીય છે. દેશના ઈતિહાસમાં પહેલીવાર ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસ પક્ષ તાળીઓ પાડતો રહ્યો. ભારત માતાની હત્યાના મામલે જે કોંગ્રેસે તાળીઓ પાડી છે તે વિશ્વાસઘાતનો સંદેશ આપે છે.

  • 09 Aug 2023 12:58 PM (IST)

    સરકાર વતી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આપ્યો જવાબ

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે મણિપુર મુદ્દે લોકસભામાં ભાષણ આપ્યું અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. રાહુલે આરોપ લગાવ્યો કે મોદી સરકારે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી. સરકાર વતી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો. સ્મૃતિએ કહ્યું કે મણિપુર ન તો ખંડિત કે વિભાજિત છે.

  • 09 Aug 2023 12:53 PM (IST)

    દેશના ઈતિહાસમાં પહેલીવાર ભારત માતાની હત્યાની વાત થઈ : સ્મૃતિ ઈરાની

    • મણીપુર દેશનો અભિન્ન અંગ, ક્યારેય ખંડિત નહીં થાય: સ્મૃતિ ઈરાની
    • અવિશ્વાસ પ્રસ્તાવ પર સ્મૃતિ ઈરાનીનો રાહુલ ગાંધીને જવાબ, કહ્યું- મણિપુર ખંડિત નથી, મારા દેશનો ભાગ છે
  • 09 Aug 2023 12:49 PM (IST)

    પીએમ મોદી માત્ર બે લોકોની વાત સાંભળે છે: રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીએ આજે સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન સત્તાપક્ષ તરફ આક્ષેપ કર્યો હતો કે, તમે દેશ ભક્ત નથી. દેશદ્રોહી છો તેથી જ વડાપ્રધાન મણિપુરમાં નથી જતા. મણિપુરમાં ભારત માતાના હત્યા કરાઈ છે. તમે ભારત માતાના રખેવાળ નહી હત્યારા છો. મણિપુરમાં હુ આપણી માતાની હત્યા કરાઈ હોવાની વાત કરુ છુ. એક માતા અહીં બેઠી છે. બીજી માતા મણિપુરમાં હત્યા કરી છે. હિન્દુસ્તાનની સેનાનો પ્રયોગ કરતા નથી. સેના શાંતિ સ્થાપી શકે છે.

  • 09 Aug 2023 12:42 PM (IST)

    ભારે હોબાળા પર અધ્યક્ષે આપી કાર્યવાહીની ચેતવણી

    રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું મણિપુરમાં ભાજપની રાજનીતિએ ભારત માતાની હત્યા કરી. મણિપુર પર રાહુલ ગાંધીના નિવેદન પર સંસદમાં હોબાળો થતા અધ્યક્ષે આપી કાર્યવાહીની ચેતવણી આપી.

  • 09 Aug 2023 12:37 PM (IST)

    થોડા દિવસ પહેલા મણિપુર ગયો હતો, પરંતુ વડાપ્રધાન હજી ગયા નથી: રાહુલ ગાંધી

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ દેશ એક અવાજ છે, આ દેશની જનતાની પીડા અને મુશ્કેલીઓ છે. રાહુલે કહ્યું કે હું થોડા દિવસ પહેલા મણિપુર ગયો હતો, પરંતુ વડાપ્રધાન હજી ગયા નથી. વડાપ્રધાન માટે મણિપુર ભારત નથી, આજે મણિપુર બે ભાગમાં વહેંચાઈ ગયું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુરમાં એક મહિલાએ મને કહ્યું કે તેના એકમાત્ર પુત્રને ગોળી મારી દેવામાં આવી છે, હું આખી રાત તેની લાશ સાથે રહી.

  • 09 Aug 2023 12:35 PM (IST)

    ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા મારા દિલમાં ઘમંડ હતો: રાહુલ ગાંધી

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જે વસ્તુ માટે હું મોદી સરકારની જેલમાં જવા તૈયાર છું, ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા મારા દિલમાં ઘમંડ હતો. પરંતુ ભારત અહંકારને ભૂંસી નાખે છે, ઘૂંટણમાં દુખાવો પ્રવાસની શરૂઆતમાં જ શરૂ થઈ ગયો હતો. જ્યારે પણ મારો ડર વધતો ત્યારે કોઈક શક્તિ મને મદદ કરતી. એક છોકરીએ મને એક પત્ર આપ્યો, જેણે મારા માટે શક્તિનું કામ કર્યું. આ સિલસિલો ચાલુ રહ્યો, એક દિવસ ખેડૂતે મને તેના ખેતરનો કપાસ આપ્યો અને તેનું દુ:ખ મારી સાથે શેર કર્યું.

  • 09 Aug 2023 12:33 PM (IST)

    પ્રવાસ દરમિયાન લોકોએ મને પૂછ્યું કે તમે કેમ ચાલી રહ્યા છો, તમારું લક્ષ્ય શું છે : રાહુલ ગાંધી

    રાહુલ ગાંધીએ કહ્યું કે આજે હું દિમાગથી નહીં દિલની વાત કરીશ, રાહુલ ગાંધીએ કહ્યું કે ગયા વર્ષે હું હજારો લોકો સાથે ભારતના એક ખૂણેથી બીજા ખૂણે, સમુદ્રના કિનારેથી લઈને કાશ્મીરની બરફીલા પહાડીઓ સુધી ફર્યો હતો. પ્રવાસ દરમિયાન લોકોએ મને પૂછ્યું કે તમે કેમ ચાલી રહ્યા છો, તમારું લક્ષ્ય શું છે.

  • 09 Aug 2023 12:23 PM (IST)

    યાત્રા પહેલા મારા દિલમાં અહંકાર હતો: રાહુલ ગાંધી

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત લોકસભા સ્પીકર ઓમ બિરલાનો આભાર માનીને કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે તમે મને ફરીથી સંસદમાં બોલાવ્યો. આ દરમિયાન રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું નામ લીધું, જેના પર ગૃહમાં હોબાળો થયો.

  • 09 Aug 2023 12:16 PM (IST)

    અદાણી પર બોલવાથી કેટલાક નેતાઓને દુઃખ થયું છેઃ રાહુલ ગાંધી

    • કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા છે. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું અદાણી પર બોલવાથી કેટલાક નેતાઓને દુઃખ થયું છે.
    • અદાણી પર નહીં બોલીશ, મારું ભાષણ બીજી દિશામાં હશેઃ રાહુલ ગાંધી
    • આજે હું દિમાગથી નહીં દિલથી બોલીશ: રાહુલ ગાંધી
    • યાત્રા હજુ પૂર્ણ નથી થઈ, લદ્દાખ પણ યાત્રા જશે: રાહુલ ગાંધી
  • 09 Aug 2023 12:09 PM (IST)

    રાજકોટ: યાત્રાધામ વીરપુરમાં રખડતા ઢોરનો ત્રાસ

    • મંદિર તરફની મુખ્ય બજારમાં ઢોરનો ત્રાસ
    • રખડતા ઢોરનો ત્રાસ CCTVમાં કેદ થયો
    • પ્રસાદી વેંચતા વેપારીની પ્રસાદી રખડતા ઢોરે ખાવાનો કર્યો પ્રયાસ
    • વેપારીએ પ્રસાદી ખાતા ઢોરને રોકવાનો કર્યો પ્રયાસ
    • યાત્રાધામ વીરપુરમાં જલારામબાપાની જગ્યામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે
    • બજારમાં રખડતા ઢોર કોઈને અડફેટે લે તે પહેલાં ઢોર પકડવાની કામગીરી કરવી જરૂરી
  • 09 Aug 2023 12:03 PM (IST)

    રાહુલ ગાંધી ટૂંક સમયમાં લોકસભામાં બોલશે

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા છે. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. રાહુલ ગાંધી થોડીવારમાં લોકસભામાં બોલશે.

  • 09 Aug 2023 11:40 AM (IST)

    અમદાવાદ: અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ સામે બદનક્ષીનો કેસ

    • અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ તરફથી હાઇકોર્ટમાં થઈ રજૂઆત
    • કેસની તત્કાલ સુનાવણીની કરી માગ
    • હાલકોર્ટમાં કેસ દાખલ થઈ ગયો હોવાની કોર્ટ સમક્ષ કરાઈ રજૂઆત
    • હાઇકોર્ટે કહ્યું કેસનો પાક્કો નંબર પડે પછી રજૂઆત કરજો
    • આવતીકાલે સુનાવણીની માંગ સામે હાઇકોર્ટે કરી ટકોર
    • તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થાય બાદ જ કરો રજૂઆત
  • 09 Aug 2023 11:28 AM (IST)

    અમદાવાદ: ફરિયાદ નિવારણ વોર્ડ સભા કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન

    • મેયર કિરીટ પરમારના વોર્ડમાં જ વિરોધ
    • ઠક્કરબાપા નગર વિસ્તારના રહીશો દ્વારા ફરિયાદ નિવારણ વોર્ડ સભા કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન
    • વિરોધની જાણ થતાં મેયર કિરીટ પરમાર કાર્યક્રમમાં આવ્યા જ નહીં
    • ઠક્કરબાપાનગરના નંદલાલ વાધવા હોલના કાર્યક્રમના સ્થળે જ થયો વિરોધ
    • સ્થાનિક કોર્પોરેટર અને મેયર સામે કરાયા સૂત્રોચાર
    • ટીપી 65ને લઈને સ્થાનિકોએ કાર્યક્રમના સ્થળે હૂરિયો બોલાવ્યો
    • મણીબા સ્કૂલની પાછળ 16 સોસાયટીઓનો વિરોધ
  • 09 Aug 2023 11:07 AM (IST)

    ભાવનગર: નદીમાં તણાય રહેલા 10થી 12 વર્ષનાં બાળકનો જીવ બચાવાયો

    • ઉમરાળા તાલુકાના પાનબાઈ સમઢીયાળા ગામ પાસેની નદીમાં તણાય રહેલા 10થી 12 વર્ષનાં બાળકનો જીવ બચાવાયો
    • નદીના પ્રવાહમાં બાળકને બચાવવા માટે મહિલાએ જીવના જોખમે જંપલાવી ડૂબતા બાળકને સુરક્ષિત બહાર કાઢ્યો
    • જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે
    • ભાવનગરથી બે દિવસ પહેલા ગંગાસતી પાનબાઇ સમઢીયાળા દર્શનાર્થે ગયેલ એ સમયે નદીમાં બાળકને તણાતા જોઈને દર્શનાબેન રાઠોડ નામની મહિલા નદીમાં કૂદી પડી હતી અને બાળકને નદીમાંથી સહી સલામત બહાર કાઢી લીધો હતો
  • 09 Aug 2023 10:34 AM (IST)

    મહેસાણા: CCTV સામે પિસ્તોલ તાકી સ્ટાઈલ મારતો ચોર

    • વિસનગર તાલુકાના ભાલક ગામની ઘટના
    • ભાલક ગામે દૂધ મંડળીમાં તસ્કરો ત્રાટકયા હતા
    • દૂધ મંડળીની સાથે 4 બંધ મકાનના પણ તાળા તૂટ્યા
    • દૂધ મંડળીમાં કોઈ મત્તા હાથ ના લાગતા તસ્કરો દૂધ ભરવાના કેન ઉઠાવી ગયા
    • દૂધ મંડળીમાં ત્રાટકેલા તસ્કરો હાથમાં પિસ્તોલ જેવું હથિયાર લઈ ઘૂસ્યા હતા
    • પિસ્તોલ સાથે ત્રાટકેલા તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ
  • 09 Aug 2023 10:02 AM (IST)

    અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માતનો કેસ

    • આરોપી તથ્ય પટેલની જુદી જુદી અરજી ઉપર આજે કોર્ટ આપી શકે છે નિર્ણય
    • જેલના ભોજનની જગ્યાએ ઘરનું ભોજન મેળવવા માટે તથ્ય પટેલે કોર્ટમાં કરી હતી અરજી
    • તેની ઉંમર 20 વર્ષ છે અને ભણવાનું ચાલુ છે તેવા સમયે તેના ભણતરની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે પણ કરી છે અરજી
    • તથ્ય પટેલ અત્યારે સાબરમતી જેલમાં છે તેવા સમયે પરિજનોને વધુ સમય સુધી મળવા માટે પણ કરી છે અરજી
    • અમદાવાદની ગ્રામ્ય મેટ્રો કોર્ટ આજે સંભળાવશે નિર્ણય
  • 09 Aug 2023 09:50 AM (IST)

    રાજકોટમાં મવડી બાયપાસ નજીકની દુકાનોમાં આરોગ્ય વિભાગની તવાઇ, અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો

    રાજકોટના મવડી બાયપાસ નજીક ઓકોડેન કેકની દુકાનમાંથી 85 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. એક્સપાયરી ડેટનો 60 કિલો આઈસ્ક્રીમ મળી આવતા ચકચાર મચી છે. સાથે 15 કિલો ફૂગવાળા કુકીઝ અને સોસ મળ્યા છે. સાથે 10 કિલો અખાદ્ય જામક્રશ અને ક્રીમનો જથ્થો મળી આવ્યા છે. તો બીજી તરફ હનુમાન મઢીચોકમાં મુરલીધર ફરસાણમાંથી પણ 13 કિલો દાજીયા તેલનો નાશ કરાયો છે. તમામ જગ્યાએ અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરીને દુકાનના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે.

  • 09 Aug 2023 09:38 AM (IST)

    Surat: લીંબાયતમાં લુખ્ખા તત્વો બન્યા બેફામ, ધોળા દિવસે મોબાઈલ અને પાકીટની લૂંટ ચલાવી

    1. સુરત: લીંબાયતમાં લુખ્ખા તત્વો બન્યા બેફામ
    2. ધોળા દિવસે મોબાઈલ અને પાકીટની લૂંટ ચલાવી
    3. કામ પર જતાં કારીગરને મારમારી મોબાઈલ અને પાકીટ લૂંટી લીધાં
    4. સમગ્ર ઘટના સ્થાનિકએ કેમેરા કરી કેદ
    5. ટીવી9 આ વીડિયોની પુષ્ટિ કરતું નથી
  • 09 Aug 2023 09:21 AM (IST)

    શામળાજીને અલગ તાલુકો બનાવવાનુ સપનુ પુરુ થશે!

    અરવલ્લી જિલ્લાની રચનાને 10 વર્ષનો સમય થઈ ચૂક્યો છે. આ દરમિયાન પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીને અલગ તાલુકા તરીકે વિકસાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે. વર્ષો જૂની માંગને પુરી કરવા માટે સ્થાનિકો દ્વારા પણ ખૂબ રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ આ માટે ખૂબ જ દેખાવ પણ કરવામાં આવ્યા હતા. શામળાજીની આસપાસના ગામડાઓના વિકાસ માટે તાલુકો જાહેર કરવાની માંગ સતત કરવામા આવી રહી હતી.

    આ દરમિયાન હવે તાલુકા કક્ષાએથી કેટલાક પ્રકારની કાર્યવાહીની ચહલ પહલ શરુ થતા જ હવે ટૂંક સમયમાં ભિલોડામાંથી અલગ પડીને નવો શામળાજી તાલુકો રચાય એવી આશા જાગી છે. વર્ષો જૂનુ સપનુ આગામી દિવસોમાં પુરુ થાય તો નવાઈ નહીં. રાજ્ય સરકાર દ્વારા શામળાજીના વિકાસ માટે અથાગ પ્રયાસ છેલ્લા દોઢ દાયકામાં કરવામાં આવ્યા છે. હવે આ પ્રયાસમાં મહત્વુ સપનુ સ્થાનિકોનુ પુરુ થાય એવા દિવસો નજીક લાગી રહ્યા છે.

  • 09 Aug 2023 08:55 AM (IST)

    ખેડા: અમદાવાદ બાદ હવે ખેડામાંથી પ્રતિબંધિત ગાંજાના છોડનું વાવેતર પકડાયું

    1. ખેડા: અમદાવાદ બાદ હવે ખેડામાંથી પ્રતિબંધિત ગાંજાના છોડનું વાવેતર પકડાયું
    2. નડિયાદના હાથનોલી ગામના ખેતરમાંથી પ્રતિબંધિત ગાંજાના લીલા છોડ પકડાયા
    3. હાથનોલી ગામના ખેડૂત વજેસિંહ દેસાઈભાઈ રાઠોડ઼ે પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું
    4. ખેડા SOGની ટીમે બાતમીના આધારે ખેતરમાં હાથ ધરી તપાસ
    5. તપાસ દરમિયાન કુલ 19 લીલા ગાંજાના છોડ ખેતરમાંથી મળ્યા
    6. Sogએ કુલ 19 લીલા ગાંજાના છોડ જેની કુલ કિંમત 1 લાખ 32 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી
    7. ગાંજાના છોડ વાવનાર ખેડુત ફરાર
  • 09 Aug 2023 08:36 AM (IST)

    કચ્છના અંજારમાં વીજ કરંટ લાગતા 8 વર્ષના બાળકનું મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

    Kutch : કચ્છના અંજારમાં વીજ કરંટ લાગતા 8 વર્ષના બાળકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર PGVCLના થાંભલે કરંટ લાગતા બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. અંજારની અંજલી વિહાર સોસાયટીમાં આ ઘટના બની હતી. કરંટ લાગતા બાળકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

  • 09 Aug 2023 07:44 AM (IST)

    જમ્મૂ-શ્રીનગર હાઈવે પર લેન્ડસ્લાઈડ, અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી

    જમ્મૂ-શ્રીનગર હાઈવે પર લેન્ડસ્લાઈડ, અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી

  • 09 Aug 2023 07:33 AM (IST)

    ભાવનગરમાં અકવાડા તળાવ બ્યુટીફિકેશન ફેઝ 2 કામમાં ગેરરીતિ, ડી.એસ.પટેલ એજન્સીને કોર્પોરેશને ફટકારી નોટિસ

    Bhavnagar : ભાવગનર શહેરમાં વિકાસના કામમાં ગેરરીતિ આચરનાર ડી.એસ.પટેલ એજન્સીને કોર્પોરેશને નોટિસ ફટકારી છે. ટેન્ડરની જોગવાઈ સિવાય સસ્તું લોખંડ વાપરતા બ્લેકલિસ્ટ કરવા નોટિસ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અકવાડા તળાવ બ્યુટીફિકેશન ફેઝ 2 માટે સરકારે 16 કરોડ મંજૂર કર્યા છે.

    દોઢ વર્ષ પહેલા આ કામ માટે એલ 1 ભવાની કન્સ્ટ્રક્શને ખોટું સર્ટી રજૂ કરાતા બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. જેથી ડી.એસ.પટેલ એજન્સીએ એલ-1ના ભાવે કામ કરવા સંમતિ દર્શાવતા તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પણ ટેન્ડરની જોગવાઇ કરતા અન્ય સ્ટીલ વાપરવા કન્સલ્ટન્ટે અભિપ્રાય મેળવી કોર્પોરેશનમાં રજૂ કર્યો હતો.

  • 09 Aug 2023 07:15 AM (IST)

    Ahmedabad: ગર્ભવતી મહિલાની ડિલિવરી સમયે માતા અને બાળકનું મૃત્યુનો બનાવ

    1. અમદાવાદ: ગર્ભવતી મહિલાની ડિલિવરી સમયે માતા અને બાળકનું મૃત્યુનો બનાવ
    2. હોસ્પિટલમાં ડૉક્ટર વગર જ નર્સે ગર્ભવતી મહિલાની કરી ડિલિવરી
    3. વટવાની કાશીવા હોસ્પિટલનો બનાવ
    4. ડિલિવરી સમયે માતા અને બાળકનું હોસ્પિટલની બેદરકારી કારણે મોત થયા હોવાના પરિવારના આક્ષેપ
    5. મૃતક પરિવાજનો પોલીસને કરી જાણ
  • 09 Aug 2023 06:39 AM (IST)

    દિલ્હીના ગાંધી નગર માર્કેટમાં પ્લાયબોર્ડની દુકાનમાં લાગી આગ

    રાજધાની દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં બનેલા ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયરની 11 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે. વાસ્તવમાં આજે સવારે 4.07 વાગ્યાની આસપાસ ગાંધીનગર વિસ્તારમાં પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણકારી ફાયર વિભાગને મળી હતી.

  • 09 Aug 2023 05:56 AM (IST)

    સજા સામે ઈમરાન ખાને અપીલ દાખલ કરી

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના વકીલોએ ભ્રષ્ટાચાર માટે તેમની સજા સામે અપીલ દાખલ કરી છે કારણ કે તેઓ ત્રણ વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે.

Published On - Aug 09,2023 5:55 AM

Follow Us:
બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી
બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી
કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video
કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video
થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ
થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ
ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા
ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા
ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો
Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">