Kutch : ભુજ RTO કચેરીમાં 43 દિવસથી લાઇસન્સ ટેસ્ટ ટ્રેક બંધ, અરજદારોને હાલાકી, જુઓ Video
કચ્છમાં ભુજ આરટીઓ કચેરીમાં છેલ્લા 43 દિવસથી લાઇસન્સ ટેસ્ટ ટ્રેક બંધ છે. જેને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દૂર દૂરથી લાઇસન્સ માટે આવતા અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
Kutch : કચ્છમાં ભુજ આરટીઓ કચેરીમાં છેલ્લા 43 દિવસથી લાઇસન્સ ટેસ્ટ ટ્રેક બંધ છે. જેને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દૂર દૂરથી લાઇસન્સ માટે આવતા અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું કોઇ નિરાકરણ નહીં આવતા અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Kutch : ભુજના બન્નીમાં શિક્ષકને અપાઈ ભારે હૈયે વિદાય, ગ્રામજનો સાથે શિક્ષક પણ રડી પડ્યા, જૂઓ Video
તો આ બાબતે આરટીઓના જવાબદાર અધિકારીએ જણાવ્યું કે બિપોરજોય વાવાઝોડામાં ટેસ્ટ ટ્રેકને ભારે નુકસાન પહોંચ્યુ હતું. ત્યારબાદ ઈન્ટરનેટ સેવા ખોરવાતા અને ટેક્નિકલ ખામી સર્જાતા ટ્રેક બંધ કરવામાં આવ્યો છે. આ સાથે તેમણે વહેલામાં વહેલી તકે સમસ્યાનું સમાધાન કરી ટેસ્ટ ટ્રેક કાર્યરત કરવા બાંહેધરી આપી છે.
કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો