4 ઓગષ્ટના મહત્વના સમાચાર : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 230 તાલુકામાં વરસાદ પડ્યો, સૌથી વધુ નવસારીના વાંસદામાં 7 ઈંચ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2024 | 11:48 PM

Gujarat Live Updates : આજે 4 ઓગષ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

4 ઓગષ્ટના મહત્વના સમાચાર :  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 230 તાલુકામાં વરસાદ પડ્યો, સૌથી વધુ નવસારીના વાંસદામાં 7 ઈંચ

સંઘપ્રદેશ દમણના દલવાડામાં શંકાસ્પદ ખોરાક ખવડાવ્યા બાદ ગૌશાળામાં 35થી વધુ ગૌવંશના મોત થયા છે. ખાદ્ય સામગ્રી બનાવતી કંપનીએ બનાવેલી વાનગી પશુઓને ખવડાવતા મોતની આશંકા છે. રાજ્યના 226 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તાપીના ડોલવણમાં પણ પોણા ચાર ઈંચ વરસાદ ખાબકી ગયો છે. આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અપાયુ છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદકા નગર હવેલીમાં આજે રેડ એલર્ટ છે.  દક્ષિણ ગુજરાતની તમામ નદીઓમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ છે. પૂર્ણા, અંબિકા, કાવેરી, મીંઢોળા, ઓરંગા, દમણ ગંગા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 Aug 2024 11:47 PM (IST)

    છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીના વાંસદામાં 7 ઈંચ

    હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ભારે વધારે વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 230 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નવસારીના વાંસદામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના વઘઈમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. કપરાડામાં પોણા 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ ડોલવણ અને ધરમપુરમાં પોણા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત આહવા અને ખેરગામમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. 13 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

  • 04 Aug 2024 09:57 PM (IST)

    વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઇ શાળા-કોલેજો રહેશે બંધ

    • વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઇ વહીવટી તંત્ર એલર્ટ
    • જિલ્લાની તમામ શાળા, કોલેજો, ITI, આંગળવાડીઓને બંધ રાખવા આદેશ
    • જિલ્લા વિકાસ અધિકારીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
    • વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને લેવાયો નિર્ણય
  • 04 Aug 2024 09:18 PM (IST)

    અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર વધ્યું, નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ

    • અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ
    • અંબિકાની જળસપાટી 23 ફૂટે પહોંચી, ભયજનક સપાટી 28 ફૂટ
    • કાવેરીની જળસપાટી 18 ફૂટ, ભયજનક જળસપાટી 19 ફૂટ
    • બીલીમોરા પાલિકા વિસ્તારમાં શરૂ કરાયું સ્થળાંતર
    • દેસરા, વાડીયા સીપયાર્ડ અને બંદર રોડ વિસ્તારમાંથી સ્થળાંતર
    • નદી કાંઠાના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ
  • 04 Aug 2024 08:46 PM (IST)

    વડોદરામાં રહસ્યમય સંજોગોમાં 19 વર્ષિય યુવતીનું મોત

    • વડોદરામાં રહસ્યમય સંજોગોમાં 19 વર્ષિય યુવતીનું મોત
    • અવનિત શર્માને એક સપ્તાહથી થતો હતો પેટમાં દુખાવો
    • તબીબી સારવારથી ફેર ન પડતા તાંત્રિકની લીધી હતી મદદ
    • તાંત્રિકે આપેલો પાવડર પીધા બાદ અવનિત શર્માનું મોત
    • અંધશ્રદ્ધાએ અવનિત શર્માનો જીવ લીધો હોવાની આશંકા
    • વાઘોડીયાની ખાનગી યુનિ.માં એન્જીનિયરીંગનો કરતી હતી અભ્યાસ
    • યુવતીના મોતનું કારણ જાણવા પોલીસે હાથ ધરી તપાસ
  • 04 Aug 2024 08:04 PM (IST)

    ઉકાઈ ડેમની જળસપાટી પહોંચી 331.89 ફૂટ પર

    ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલ સતત વરસાદને કારણે ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી 5 ગેટ ખોલી 61,860 ક્યુસેક પાણી છોડાઈ રહ્યુ છે. હાલ ઉકાઈ ડેમમાં 69,615 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની જળસપાટી 331.89 ફૂટ પર પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે.  ડેમની જળસપાટી રૂલ લેવલ નજીક પહોચતા ડેમનું રૂલ લેવલ મેઇન્ટેઇન કરવા હાઈડ્રો પાવરના બે યુનિટ વાટે 11,236 ક્યુસેક, જ્યારે નહેરમાંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના દરવાજા ખોલવામાં આવશે નહી.

  • 04 Aug 2024 07:07 PM (IST)

    ઔરંગાના પૂર વલસાડના વિવિધ વિસ્તારોમાં પ્રવેશ્યા, નીચાણવાળા વિસ્તારના લોકોનું કરાયું સ્થળાંતર

    વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદ કારણે ઔરંગા નદીના જળસ્તરે ભયજનક સપાટી વટાવી દીધી છે. આ સમાચાર સામે આવ્યા ત્યારે ઔરંગા નદી ભયજનક સપાટી વટાવી 6 મીટર પર વહેતા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોનુ સ્થળાંતર કરાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ઔરંગાના પાણી ભાગડા ખુર્ડ ગામ તથા વલસાડ શહેરના બંદર રોડ, કશ્મીર નગર, કૈલાશ રોડ સહિતના શહેરી વિસ્તારોમાં ઘુસી જવા પામ્યા હતા. વલસાડ જિલ્લા કલેક્ટર સહીતની ટીમ પૂરની પરિસ્થિતિને પહોચી વળવા માટે સ્થિતિની સમિક્ષા માટે નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી હતી.

  • 04 Aug 2024 05:53 PM (IST)

    ઔરંગા નદીના નીર ભયજનક સપાટી વટાવી 5.59 મીટરે વહ્યા, નીચાણવાળા ગામને કરાયા એલર્ટ

    વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા ઔરંગા નદીમાં ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં વરસાદના કારણે ઔરંગા નદીના જળે ભયજનક સપાટી વટાવી લીધી છે. ઔરંગા નદીના નીર ભયજનક સપાટી વટાવી 5.59 મીટરે વહી રહ્યાં છે. વલસાડ અને 40 ગામોને જોડતા બ્રિજ પણ ઔરંગા નદીના પૂરના પાણીમાં ડૂબ્યો છે. જેના કારણે વહીવટી તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

  • 04 Aug 2024 05:50 PM (IST)

    નવસારીના ખેરગામમાં ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ

    ગુજરાતમાં આજે સવારના 6થી સાંજના ચાર વાગ્યા સુધીના સમયગાળામાં કુલ 89 તાલુકામાં વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ખેરગામમાં ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડના કપરાડા, નવસારીના ચિખલીમાં સાંજના ચાર વાગ્યા સુધીમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગ આહવામાં પણ ચારેક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડમાં ત્રણ ઈંચ, ડાંગના સુબિરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે..

  • 04 Aug 2024 04:13 PM (IST)

    વિપક્ષને જે કરવું હોય તે કરે, 2029માં ફરીથી NDA જ આવશેઃ અમિત શાહ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચંદીગઢ પહોંચી ગયા છે. જ્યાં તેમણે કહ્યું કે હું તમને ખાતરી આપું છું કે વિપક્ષને જે કરવું હોય તે કરે, 2029માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ જ સત્તામાં આવશે. વિપક્ષ જાણતુ નથી કે આ ચૂંટણીમાં ભાજપે, પાછલી 3 ચૂંટણીમાં કોંગ્રેસ જેટલી બેઠકો જીતી હતી તેના કરતા વધુ બેઠકો જીતી છે.

    તેમણે કહ્યું કે, આ લોકો અસ્થિરતા ફેલાવવા માંગે છે, વારંવાર કહે છે કે આ સરકાર નહીં ચાલે. હું તેમને આશ્વાસન આપવા આવ્યો છું કે, આ સરકાર માત્ર પોતાનો કાર્યકાળ પૂરો કરવાની સાથો સાથ આગામી સરકાર પણ એનડીએની જ હશે અને ઈન્ડિયા ગઠબંધન વિપક્ષમાં બેઠુ હશે અને વિપક્ષમાં કેવી રીતે મ કરવું તે પણ શીખી ગયું હશે.

  • 04 Aug 2024 04:02 PM (IST)

    વલસાડમાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ

    વલસાડ તાલુકામાં બે કલાકમાં જ 2 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે વરસાદી પાણી આવતા ભાગડા ખુર્દ ગામનું તળાવ ઓવરફ્લો થયું છે. જેના કારણે ગામમાં ચોમેર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ છે. ઔરંગા નદીની જળસપાટી 3.50 મીટરે પહોચી છે.

  • 04 Aug 2024 03:58 PM (IST)

    અમદાવાદના ગ્યાસપુરમાં જમીન પચાવી પાડનાર ભૂ માફિયા-નોટરી કરનાર વકીલ સહિત પાંચ સામે ફરિયાદ

    અમદાવાદના ગ્યાસપુરમાં જમીન પચાવી પાડનાર ભૂ માફિયા-નોટરી કરનાર વકીલ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ સામે ખોટા દસ્તાવેજો બનાવીને જમીન પચાવી પાડીને બારોબાર વેચી મારવાનો આરોપ છે. અગાઉ આ ભૂ માફિયા ટોળકી વિરુદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં પણ ગુનો નોંધાયો હતો.

  • 04 Aug 2024 03:41 PM (IST)

    અમરેલીના બાબાપુર ગામે દિપડાએ બાળકને ફાડી નાખ્યો

    અમરેલી તાલુકાના બાબાપુર ગામમાં દિપડાએ બાળક પર હુમલો કરીને મારી નાખ્યું છે. અમરેલીના બાબાપુર, તરવડા, વાંકિયા, મેડી, સરંભડા, મોટા ભંડારીયામાં દીપડાના આંતકથી રહીશોમાં ભારે ભય ફેલાયેલો છે. બાળકના મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસડાયો છે. જો કે ગ્રામ્યજનોએ જ્યા સુધી દીપડો પાંજરે નહીં પુરાય ત્યા સુધી મૃત બાળકનો મૃતદેહ સ્વીરાવાનો ઈન્કાર કર્યો છે.

  • 04 Aug 2024 03:15 PM (IST)

    વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ,  ધસમસતા પ્રવાહમાં ભેંસોનું ટોળુ ફસાયુ

    વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી બેકાંઠે વહી રહી છે.  નદીમાં પૂર આવતા ભેંસોનું ટોળુ પાણીમાં ફસાયુ છે. પોતાની ભેંસોને બચાવવા માલિક પાણીમાં કૂદ્યો હતો અને તમામ ભેંસોમે નદીની બહાર કાઢી હતી. ત્યારબાદ તે ભેસની પૂંછડી પકડીને બહાર નીકળ્યો હતો. પોતાના માલઢોર પ્રત્યો પ્રેમ દાખવનારા સાહસિક માલિકે જીવ પર કુદી ભેંસોનો જીવ બચાવ્યો.

  • 04 Aug 2024 02:47 PM (IST)

    છોટાઉદેપુર: બોડેલીની મેરીયા નદી પરનું ડાયવર્ઝન ધોવાયું

    છોટાઉદેપુરમાં બોડેલીની મેરીયા નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા શાળાના બાળકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. ડાયવર્ઝન ધોવાઇ જતા 25 ગામના લોકોને હાલાકી સર્જાઈ છે. પુલ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી ડાયવર્ઝન અપાયું હતું. જો કે છોટાઉદેપુર અને પંચમહાલને જોડતો માર્ગ ધોવાતા હાલાકી સર્જાઈ છે.

  • 04 Aug 2024 02:14 PM (IST)

    અમદાવાદ: શાંતિપુરા વિસ્તારમાં પાણી નિકાલ ન થતા સ્થાનિકોનો વિરોધ

    અમદાવાદ: શાંતિપુરા વિસ્તારમાં પાણી નિકાલ ન થતા સ્થાનિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. ઔડાના પાપે અલગ અલગ સોસાયટીના રહીશો આમને સામને આવ્યા. એપલ વુડ બંગ્લોઝના પાણી અન્ય જગ્યા પર છોડાતા રહીશોને હાલાકી સહન કરવી પડી રહી છે. એપલ વુડના પાણી રસ્તા પર આવતા સ્થાનિકોનો ભારે વિરોધ નોંધાવ્યો.

  • 04 Aug 2024 01:51 PM (IST)

    ભરૂચ: નેશનલ હાઈવે પર પડ્યા મસ મોટા ખાડા

    ભરૂચ: નેશનલ હાઈવે પર પડ્યા મસ મોટા ખાડા પડ્યા છે. GIDC અને 4 તાલુકાને જોડતા માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ છે. હાલ રસ્તા પર બેરિકેડ મુકી અડધો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટનાથી સ્થાનિકો પરેશાન છે. વહેલી તકે રસ્તાનું સમારકામ કરવાની લોકો માગ કરી રહ્યા છે.

  • 04 Aug 2024 01:49 PM (IST)

    અમદાવાદ: ઘાટલોડિયાના જ્વેલર્સમાં ચોરી કરનાર પકડાયો

    અમદાવાદ: ઘાટલોડિયાના જ્વેલર્સમાં ચોરી કરનાર શખ્સ આખરે ઝડપાયો છે. ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ શોરૂમનો જ કર્મચારી હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. મયુર ખટીક નામના શખ્સે નોકરીના પહેલા જ દિવસે 2.68 લાખની ચેઇન ચોરી હતી.  શખ્સે ચોરી કરીને ચેઇન તેના મિત્રને રાખવા આપી હતી. પોલીસે ચેઇન ચોરી કરનાર અને તેના મિત્રની કરી ધરપકડ કરી છે. પોલીસે બંને શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.

  • 04 Aug 2024 01:47 PM (IST)

    સુરત: સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસની જગ્યા માટે ખેંચતાણ

    સુરત: સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસની જગ્યા માટે ખેંચતાણ. નિયમ મુજબ સાંસદને ફેસિલિટી સેન્ટર માટે સરકારી જગ્યા મળે છે. હાલ આ જગ્યા પર પૂર્વ સાંસદ દર્શના જરદોશનો કબજો છે. ઓફિસ મેળવવા સાંસદ મુકેશ દલાલે ત્રણ વખત રજૂઆત કરી ચુક્યા છે. બે વખત લેખિતમાં અને એક વખત મૌખિક રજૂઆત કરી છે. કલેક્ટરે પૂર્વ સાંસદ દર્શના જરદોશને ઓફિસ પરત કરવા પત્ર લખ્યા અને સાંસદને જગ્યા ફાળવવાની હોઈ તાત્કાલિક ખાલી કરવા વિનંતી કરાઈ છે. વારંવાર પત્ર લખવા છતાં ઓફિસ ખાલી ન કરાતા વિવાદ વકર્યો છે. ઓફિસની ખેંચતાણમાં કલેક્ટરને સૂડી વચ્ચે સોપારી જેવો ઘાટ સર્જાયો છે.

  • 04 Aug 2024 12:41 PM (IST)

    વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

    રાજ્યમાં વરસાદને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમા પંચમહાલ, છોટાઉદેપુર, તારાપુર,કપડવંજ,વડોદરામાં ભારે વરસાદની સંભાવના છે. 2 થી 4 ઇંચ વરસાદ ગુજરાતના 10 ભાગોમાં પડવાની શક્યતા છે. આ તરફ પાટણ, માંડલમાં છુટા છવાયા ઝાપટા થવાની અનુમાન વ્યક્ત કરાયુ છે.

  • 04 Aug 2024 12:37 PM (IST)

    સુરત: સંકલન સમિતીની બેઠકમાં સણસણતા આક્ષેપો ઉઠ્યા

    સુરત: સંકલન સમિતીની બેઠકમાં સણસણતા આક્ષેપો ઉઠ્યા. શહેરી વિકાસ અને આકારણી ખાતામાં ચાલતા ભ્રષ્ટાચારનો મુદ્દો ગાજ્યો. ધારાસભ્ય અરવિંદ રાણાએ  શહેરી વિકાસ ખાતા પર આકરા પ્રહાર કર્યા. તેમણે આક્ષેપ લગાવ્યો કે “ગેરકાયદેસર મિલકતોની જાણ હોવા છતાં કાર્યવાહી થતી નથી અને ગેરકાયદેસર મિલકતોમાં વસવાટ ચાલુ કરાવી ભ્રષ્ટાચાર આચરાય છે.” MP, MLAની બેઠકમાં આકારણી ખાતાના અધિકારીઓ પર આક્ષેપો થતા મામલો બિચક્યો હતો. ધારાસભ્ય અરવિંદ રાણાએ સણસણતો સવાલ કર્યો કે રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં BU, ફાયર NOC વગરની 1045 મિલકતો સીલ કરાઈ તો કોઈ દુર્ઘટના બાદ જ કેમ પગલાં લેવાય છે?

  • 04 Aug 2024 11:59 AM (IST)

    વીન્ડ મિલ માટે જમીન ફાળવણીના કેસમાં હાઇકોર્ટની ભાવનગર કલેકટર સામે લાલ આંખ

    વીન્ડ મિલ માટે જમીન ફાળવણીના કેસમાં હાઇકોર્ટની ભાવનગર કલેકટર સામે લાલ આંખ. શાળાની 500 મીટર નજીક જગ્યા આપવા મામલે હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલ. હાઇકોર્ટે ગુજરાત રાજ્ય ડેવલપમેન્ટ એજન્સીના ચેરમેન પાસે માંગ્યો ખુલાસો. કલેકટરના તપાસ રિપોર્ટમાં બેદરકારી બદલ જવાબ રજૂ કરવા કોર્ટનો આદેશ. કલેકટર સહિત પ્રોજેક્ટ માટે જવાબદાર અધિકારીઓ સામે તપાસના આદેશ .વીન્ડ મિલ માટે ફાળવાયેલી જમીન મામલે હાઇકોર્ટની ટકોર.  હાઈકોર્ટે વેધક સવાલ કર્યો કે  તમને ખ્યાલ છે કે શાળાની નજીક 500 મીટર સુધી કંઈ કરી ના શકાય, તો શા માટે જમીન આપવામાં આવી. કોર્ટે ફટકાર લગાવતા કહ્યુ કે અમે અહીંયા સંતાકૂકડી રમવા નથી બેઠા, તમને ખબર હોવી જોઈએ કે કોર્ટમાં રિપોર્ટ કેવી રીતે આપવામાં આવે છે. જે અધિકારીઓ આના માટે જવાબદાર છે તેને અમે નહીં છોડીએ. તમે તમારી જવાબદારીઓ બીજા પર ઢોળવા માંગો છો?

  • 04 Aug 2024 11:11 AM (IST)

    અમરેલીમાં શેત્રુંજી નદીમાંથી બેફામ રેત ખનન, જીરા ગામના મહિલા સરપંચે કલેક્ટરને લખ્યો પત્ર 

    અમરેલીમાં શેત્રુંજી નદીમાંથી બેફામ રેત ચોરી થતા જીરા ગામના મહિલા સરપંચે કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે. રેતી લઈને પસાર થખતા ડમ્પરથી ગામમાં નુકસાન થતુ હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. રેતી ભરેલા વાહનોથી ગામમાં ગટર લાઈન અને રોડ તૂટ્યાની ફરિયાદ કરાઈ છે. ભમોદરા જીરાથી આંબા રોડ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો. રેતી લઈન પસાર થતા ભારે વાહનોને કારણે રોડ બિસ્માર બન્યો છે. સરપંચે રેતી ભરેલા વાહનોના સીસીટીવી સાથે રજૂઆત કરી છે.

  • 04 Aug 2024 11:04 AM (IST)

    AMCના લાંચિયા ATDO હર્ષદ ભોજકની વધુ બેનામી સંપત્તિનો ચોંકાવનારો ખૂલાસો

    અમદાવાદની વિરાટનગર સ્થિત ઓફિસ પર કાર્યરત AMCના લાંચિયા ATDO હર્ષદ ભોજકની વધુ બેનામી સંપત્તિ મામલે ચોંકાવનારો ખૂલાસો થયો છે. ACBએ હર્ષદ ભોજકના બેંક લોકરની તપાસ કરતા તેમાંથી 30 લાખની કિંમતના સોનાના બિસ્કીટ અને 40 લાખના ઘરેણા મળી આવ્યા છે. SBIની વાડજ બ્રાંચનું ભોજકનું લોકર સીલ કરાયુ છે. 70 લાખનું સોનું જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

  • 04 Aug 2024 11:02 AM (IST)

    બનાસકાંઠા: પાલનપુરમાં બાયપાસ રોડનો ખેડૂતોએ કર્યો વિરોધ

    બનાસકાંઠા: પાલનપુરમાં બાયપાસ રોડનો ખેડૂતોએ વિરોધ કર્યો. પાલનપુરમાં ટ્રાફિક નિવારણ માટે 24 કિમીને બાયપાસ રોડ મંજૂર થયો છે.  જેમા 30 મીટરની જગ્યાની જરૂર સામે 100 મીટર જગ્યા લેવાનો ખેડૂતોનો આરોપ છે. પાલનપુરના ખોડલા ગામમાં 500 જેટલા ખેડૂતોએ એક્ઠા થઈ આ મામલે વિરોધ નોંધાવ્યો. ખોડલા, મોરિયા અમે એગોલાના ખેડૂતોના વિરોધ બાદ અન્ય 16 ગામના ખેડૂતો પણ વિરોધમાં ઉતર્યા છે. સરકાર ખેડૂતોની માગ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

  • 04 Aug 2024 10:58 AM (IST)

    સંઘ પ્રદેશ દમણમાં શંકાસ્પદ ખોરાક ખાધા બાદ 35 થી વધુ ગૌવંશના મોત

    સંઘ પ્રદેશ દમણના દલવાડામાં એકસાથે 35થી વધુ ગૌવંશના મોત થયા છે.  શંકાસ્પદ ખોરાક ખાધા  ગૌશાળામાં ગૌવંશના મોત થયા હોવાની આશંકા સેવાઈ છે. ખાદ્ય સામગ્રી બનાવતી કંપનીએ બનાવેલ વાનગી પશુઓએ ખાધા બાદ મોત થયા હોવાની આશંકા છે. હાલ ગૌશાળામાં અન્ય ગૌવંશની પણ તપાસ ચાલી રહી છે. તમામ મૃત ગૌવંશની દેવકા બીચ ખાતે દફનવિધિ કરવામાં આવશે.

  • 04 Aug 2024 09:49 AM (IST)

    વડોદરામાં ફરી ચાંદીપુરા વાયરસના કેસ નોંધાતા તંત્ર એક્શનમાં, શહેરમાં શંકાસ્પદ 34 કેસ નોંધાયા

    વડોદરામાં ફરી ચાંદીપુરા વાયરસના કેસ નોંધાતા તંત્ર એક્શનમાં આવ્યુ છે. શહેરમાં અત્યાર સુધીમાં 34 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 6 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે.  8 જેટલા બાળકો સારવાર હેઠળ છે  જે પૈકી 2ની હાલત ગંભીર છે. હાથીખાનાની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરાથી મોત થયુ છે. હાલ ચાંદીપુરા વાયરસને ડામવા તંત્ર ખડે પગે છે .

  • 04 Aug 2024 08:48 AM (IST)

    સાપુતારામાં ખાબક્યો 7.5 ઈંચ વરસાદ, અનેક માર્ગો પર ફરી વળ્યા પાણી

    સાપુતારામાં 24 કલાકમાં 7.5 ઈંચ પડતા અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા ગાર્ડ મૂકીને લોકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા સૂચના આપવામાં આવી છે. અંબિકા નદી ઉપર ગિરાધોધ સતત બીજા દિવસે રૌદ્ર સ્વરૂપે જોવા મળ્યો હતો.

  • 04 Aug 2024 08:26 AM (IST)

    વલસાડ: દહીંખેડ ગામે વાંકી નદીના પુલ પર પાણી ફરી વળ્યાં

    વલસાડમાં દહીંખેડ ગામે વાંકી નદીના પુલ પર પાણી ફરી વળ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પુલ પર ફરી પાણી ફરી વળ્યા છે. નદીના પૂલ પરથી પશુઓ સાથે જોખમી રીતે લોકો પસાર થતા જોવા મળ્યા. અનેક પશુઓ નદીના વહેણમાં તણાવાનો વીડિયો સામે આવ્યો છે.

  • 04 Aug 2024 08:24 AM (IST)

    જામનગરમાં 3 માળની બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી, એક શ્રમિકનું કાટમાળમાં દબાતા મોત

    જામનગરમાં સાધના કોલોનીમાં આવાસના 3 માળના બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ દરમિયાન એક શ્રમિકનું કાટમાળ નીચે દબાઈ જતા તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. વહેલી સવારે બિલ્ડિંગ પડતા ફસાયેલા વ્યકિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો. ગત વર્ષે આ વિસ્તારમાં એક બિલ્ડિંગ પડવાથી ત્રણ લોકોના મોત થયા હતા. જર્જરીત હાલતમાં આવાસ તંત્ર દ્વારા ખાલી કરાવ્યા હતા. જો કે હજુ પણ કેટલાક લોકો આ જોખમી આવાસમાં રહે છે

  • 04 Aug 2024 08:22 AM (IST)

    સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ, વિજયનગરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

    સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. વિજયનગરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો. ખેડબ્રહ્મા અને વડાલીમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો. ઈડરમાં પોણા બે ઈંચ, હિંમતનગરમાં સવા ઈંચ, પ્રાંતિજ અને પોશીનામાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે. રાત્રી દરમિયાન અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો.

  • 04 Aug 2024 08:21 AM (IST)

    અરવલ્લી: જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ, સૌથી વધુ ભીલાડોમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ

    અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે. સૌથી વધુ ભીલોડામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. બાયડમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. મોડાસામાં દોઢ ઈંચ, મેઘરજમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. સતત વરસાદી માહોલથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ધીમી ધારના વરસાદથી ખેડૂતોએ રાહત અનુભવી છે.

  • 04 Aug 2024 08:19 AM (IST)

    દક્ષિણ ગુજરાતની પૂર્ણા, અંબિકા, કાવેરી, મીંઢોળા, ઓરંગા, દમણ ગંગા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ 

    દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા દક્ષિણ ગુજરાતની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. સુરત તાપી અને ડાંગ જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં વરસેલો વરસાદ સીધો નદીઓમાં આવતા પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે. નવસારી જિલ્લામાંથી વહેતી પૂર્ણા અંબિકા અને કાવેરી ત્રણેય નદીઓ બંને કાંઠે વહી રહી છે ભયજનક સપાટી નજીક વહી રહેલી નદીઓના કારણે પૂરની સ્થિતિ નિર્માણ થઈ શકે તેવી શક્યતાઓને પગલે જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. પૂર્ણ નદી કાંઠે વસેલા નવસારી અને કાવેરી અને અંબિકા નદીના કાંઠે વસેલા બીલીમોરા શહેરમાં પૂરની શક્યતાઓ સૌથી વધુ જોવામાં આવી રહી છે જેને લઇને સમગ્ર જિલ્લાનું તંત્ર નદીઓની સપાટી પર નજર રાખી રહ્યું છે.

  • 04 Aug 2024 08:18 AM (IST)

    સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે રેડ એલર્ટ

    રાજ્યમાં આગામી ચાર દિવસ હજુ વરસાદી વાતાવરણ રહેશે. હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યુ છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે. દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.

Published On - Aug 04,2024 9:54 AM

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">