AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

31 જાન્યુઆરીના મહત્વના સમાચાર : આવતીકાલે રજૂ થશે દેશનું બજેટ, 5 મોટી જાહેરાતોની શક્યતા, સોના-ચાંદીમાં ઘટી શકે ડ્યુટી, તો 300 નવી ટ્રેનની મળી શકે છે ભેટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2026 | 7:27 AM
Share

આજે 31 જાન્યુઆરીને શનિવાર રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

31 જાન્યુઆરીના મહત્વના સમાચાર : આવતીકાલે રજૂ થશે દેશનું બજેટ, 5 મોટી જાહેરાતોની શક્યતા, સોના-ચાંદીમાં ઘટી શકે ડ્યુટી, તો 300 નવી ટ્રેનની મળી શકે છે ભેટ

આજે 31 જાન્યુઆરીને શનિવાર રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 31 Jan 2026 08:37 PM (IST)

    કરોડોનું આંધણ કરી યોજેલા ફ્લાવર શોમાં ઘટ્યા મુલાકાતીઓ

    AMCના અધિકારીઓ મેગા સિટીમાં નવા નવા દેખાડા કરીને કરોડો રૂપિયાનું આંધણ કરે છે. કંઈક આવી જ દશા થઈ છે ફ્લાવર શોની. જે ફ્લાવર શોની દેશ-વિદેશમાં ચર્ચા છે. એ ફ્લાવર શો આ વર્ષે રહ્યો છે ફ્લોપ. પાછલા ચાર વર્ષમાં ફ્લાવર શોમાં મુલાકાતઓની સંખ્યા ઉત્તરોત્તર વધી હતી. અને આવકમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો હતો.આ બાબતથી અંજાઈ ગયેલા અધિકારીઓ અને AMCના નેતાઓએ આ વર્ષે ફ્લાવર શોનો ફિયાસકો કર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વખતનો 29 દિવસનો અત્યાર સુધીનો સૌથી લાંબો ફ્લાવર શો જાણે કે ફ્લોપ રહ્યો હોય તેમ ગત વર્ષની તુલનાએ બે લાખ મુલાકાતી ઘટ્યાં છે. પાછલા વર્ષે ફ્લાવર શો પાછળ અંદાજે 15 કરોડ ખર્ચ થયો હતો અને 13.5 કરોડ આવક થઈ હતી. ગયા વર્ષની આવકથી અંજાઈને આ વખતે અધિકારીઓએ ફ્લાવર શો પાછળ 17 કરોડનો ખર્ચ કર્યો પણ તેની સામે આવક માત્ર 11 કરોડ થઈ.

  • 31 Jan 2026 08:35 PM (IST)

    અમરેલીઃ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે સિંહ

    અમરેલીઃ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણને અજાણ્યા વાહને અડફેટે લીધી હતી. નાગેશ્રી ટોલનાકા નજીક વાહનની અડફેટે આવતા સિંહણનું મોત થયુ છે. જાફરાબાદ રેન્જ વનવિભાગની ટીમે તપાસ હાથ ધરી. કારચાલક ટોલનાકાથી પ્રવેશ કરી ઉના તરફ ફરાર થયો. વનવિભાગ દ્વારા CCTVની ચકાસણી શરૂ કરાઇ છે. એક માસમાં 2 સિંહ અને 1 દીપડા સહીત 3 વન્યજીવના મોત થયા છે.

  • 31 Jan 2026 08:33 PM (IST)

    સુરેન્દ્રનગરઃ દેહવેપાર મામલે હોટેલો પર પ્રાંત અધિકારીના દરોડા

    સુરેન્દ્રનગરઃ દેહવેપાર મામલે હોટેલો પર પ્રાંત અધિકારીએ  દરોડા પાડ્યા હતા. ડમી ગ્રાહકો મોકલી દેહવેપારનો પર્દાફાશ કર્યો છે. સિટી પેલેસ અને બાલાજી હોટેલમાં દેહવેપારનો પર્દાફાશ થયો છેય નોટિસ ફટકારી બન્ને હોટેલ સીલ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે યાત્રાધામ ચોટીલામાં કેટલીક હોટેલોમાં દેહવેપારની ફરિયાદ ઘણા સમયથી હતી પવિત્રધામમાં હોટેલોમાં ચાલતી વેશ્યાવૃતિથી ભાવિકોમાં નારાજગી હતી આ અંગે ફરિયાદ મળ્યા બાદ પ્રાંત અધિકારીએ અલગ-અલગ ટીમ બનાવીને ડમી ગ્રાહકો મોકલી બે હોટેલમાં થતા દેહવેપારનો પર્દાફાશ કર્યો છે

  • 31 Jan 2026 06:52 PM (IST)

    રાજકોટ: જસદણના આટકોટ ગામમાં કાર અકસ્માત

    જસદણના આટકોટ ગામ પાસે ડિવાઈડર સાથે ભયાનક ટક્કર થતાં કાર પુલ નીચે ખાબકી હતી અને તે બાદ કારમાં ભીષણ આગ લાગી હતી. અકસ્માતમાં કારના દરવાજા જામ થઈ જતાં કારમાં સવાર બંને મહિલા અને એક યુવક કારની બહાર ન નીકળી જીવતાં ભૂંજાયા હતા. જો કે સમગ્ર મામલે પોલીસે કારની કંપની, FSL, RTO સહિતના વિભાગોને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ અકસ્માતમાં તૂટી ગયેલા ડિવાઈડરનું રિપેરીંગ કામ પણ હાથ ધરાયું છે…

  • 31 Jan 2026 06:01 PM (IST)

    ખંભાળિયામાં સહકારી અધિકારી બન્યો નકલી CA

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં સહકારી મંડળીઓના ઓડિટમાં થયેલા કૌભાંડમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે, સરકારી સેવામાં ફરજ બજાવતા અધિકારીએ ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કરીને ગેરકાયદે ઓડિટ કર્યું હોવાનો ખુલાસો થયો છે, મહેન્દ્રસિંહ જાડેજાએ પોતે અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન હોવા છતાં ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ 26 અલગ અલગ સહકારી મંડળીઓના ઓડિટ કરી નાખ્યા હતા. ઓડિટ કરવાની સત્તા ન હોવા છતાં અંગત આર્થિક લાભ મેળવવા આ ગેરકાયદે કૃત્ય કર્યું હતું..તમામ મંડળીઓ પાસેથી ઓડિટ ફી પેટે કુલ રૂપિયા 78 હજાર વસૂલવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વધુમાં, આરોપીએ બે અલગ અલગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પેનલ ઓડિટરની ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કરી ખોટા ઓડિટ અહેવાલ તૈયાર કર્યા હતા. અને અહેવાલને જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીમાં રજૂ કર્યા હતા..પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

  • 31 Jan 2026 05:36 PM (IST)

    સુરત: જાતિસૂચક નામોને બદલવાની કવાયત હાથ ધરાઈ

    સુરત પાલિકાના સત્તાધીશો ચૂંટણી પહેલા કામો પૂર્ણ કરવાની દોડમાં લાગ્યા છે. ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા માટેનો પ્રયાસ કરતા નજરે પડ્યા. આ વચ્ચે શહેરના અલગ અલગ વિસ્તારના જાતિસૂચક નામો બદલવાની દરખાસ્તને મંજૂરી મળી છે. શહેરના તમામ 9 ઝોનમાં આવેલી 75 શેરી, મહોલ્લાઓ અને ગલીઓને નવા સન્માનજનક નામ આપવામાં આવશે. જાતિસૂચક નામોને સ્થાને હવે આ વિસ્તારોમાં મહાનુભાવો, ક્રાંતિકારીઓ અથવા સામાજિક રીતે પ્રતિષ્ઠિત અને સન્માનજનક નામો આપવામાં આવશે. જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા સૂચવાયેલા નામોને પ્રાધાન્ય આપીને નવા નામો નક્કી કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રેકોર્ડ પર આ નામો બદલવાની કામગીરી સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે.

  • 31 Jan 2026 04:00 PM (IST)

    ભાવનગર માં મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીની દયનીય સ્થિતિ

    ભાવનગર માં મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીની પરિસ્થિતિ દયનીય બની છે. જે જગ્યા પર સ્માર્ટ આંગણવાડી બનાવવાના દાવા કરવામાં આવે છે તે જગ્યા ઉપર દારૂની મહેફિલ થતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સૌથી ચોકાવનારી વાત તો એ છે કે સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે જે આંગણવાડી પસંદ કરાય છે ત્યાં આઠ મહિના બાદ માત્ર કલર કામ જ થઈ શક્યું નથી, જેના કારણે 87 જેટલી જેટલી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. મોટી બેદરકારી તો એ છે કે આંગણવાડી બની ને તૈયાર નથી થઈ તે પહેલા તો તિરાડો પડી ગઈ છે જ્યાં સાંધા મારવામાં આવ્યા છે અમદાવાદની એજન્સીને કરોડો રૂપિયાના ખર્ચે 87 સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે કામ સોંપાયું છે. એક તરફ આંગણવાડીમાં પૂરતી સુવિધા મળતી નથી તે સુવિધા પૂરી પાડવાની વાત તો દૂર રહે પરંતુ મનપાના ચેરમેન નવી 500 આંગણવાડી બનાવવાના બણગાં ફૂંકી રહ્યા છે.

  • 31 Jan 2026 03:41 PM (IST)

    કચ્છના છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટ તરીકે આંતરાષ્ટ્રીય ઓળખ પ્રાપ્ત

    કચ્છના છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટ તરીકે આંતરાષ્ટ્રીય ઓળખ પ્રાપ્ત થઈ છે. ત્યારે વધુ એક રામસર સાઈટ ઉમેરાતા ગુજરાતમાં રામસર સાઇટની સંખ્યા વધીને પાંચ થઈ છે. ત્યારે 5 રામસર સાઈટ, 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ સહિત દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો 21 ટકા હિસ્સો ગુજરાતનો છે. જે અન્ય રાજ્યો કરતા સૌથી વધુ છે. પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આશ્રયસ્થાન તરીકે ગુજરાતની ઓળખને વધુ મજબુત બનાવે છે. ત્યારે છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા, સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે.

  • 31 Jan 2026 02:40 PM (IST)

    રાજકોટ: જંગલેશ્વર વિસ્તારના ડિમોલેશન પહેલા મોટો ખુલાસો

    રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન કાર્યવાહી પહેલા મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદના ચંડોળા તળાવની જેમ અહીં પણ ગેરકાયદે ભાડાનો ગોરખધંધો ચાલી રહ્યો હતો. ગેરકાયદે મકાનો ઊભા કરીને મોટા પ્રમાણમાં ભાડાની કમાણી કરવામાં આવી રહી હોવાનો ખુલાસો થતાં વહીવટી વિભાગ હરકતમાં આવ્યો છે. વહીવટી વિભાગ દ્વારા 1300થી વધુ ગેરકાયદે મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે. મહત્વનું છે કે આ વિસ્તારમાં 40 ટકા કરતાં વધુ રહીશો ભાડાના મકાનોમાં રહેતા હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે આગામી સમયમાં મોટા પાયે ડિમોલેશન કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 31 Jan 2026 02:33 PM (IST)

    અમદાવાદ બાદ સુરતથી નવજાત બાળકીને વેચવાનું કૌભાંડ ઝડપાયું

    અમદાવાદ બાદ સુરતથી નવજાત બાળકીને વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. સુરત ક્રાઇમ બાન્ચે  મોટું કૌભાંડ ઝડપી પાડ્યું. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે મહિલાની ધરપકડ કરી. મહારાષ્ટ્રથી બાળકીનું અપહરણ કરી સુરત વેચવાની ફિરાકમાં હતી મહિલાઓ. ટોળકી સોદો કરે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓને ઝડપી લીધી. અંજલિ મિશ્રા અને લક્ષ્મી સોનવાણે નામની મહિલાઓની ધરપકડ કરી. તપાસમાં બાળક ચોરીના બીજા કિસ્સા સામે આવે તેવી શક્યતા છે. કેટલા બાળકોની અત્યાર સુધી ચોરી કરી વેચી નાખ્યા તે બાબતની મુખ્યત્વે તપાસ થશે.

  • 31 Jan 2026 02:32 PM (IST)

    મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર બનશે રાજ્યનાં પ્રથમ મહિલા નાયબ મુખ્યપ્રધાન

    મહારાષ્ટ્ર: સુનેત્રા પવાર રાજ્યનાં પ્રથમ મહિલા નાયબ મુખ્યપ્રધાન  બનશે. આજે સાંજે 5 વાગ્યે સુનેત્રા પવારની શપથવિધિ છે. રાજભવનમાં શપથવિધિ માટે તૈયારીઓ તેજ થઇ છે. સુનેત્રા પવાર રાજ્યસભાનું સભ્યપદ છોડશે અને રાજ્યસભામાં સુનેત્રાની ખાલી બેઠક પર પુત્ર પાર્થ પવાર જશે.

  • 31 Jan 2026 01:37 PM (IST)

    અમદાવાદ : વટવા પોલીસે 1.70 કરોડની એમ્બરગ્રીસ પકડી

    અમદાવાદ : વટવા પોલીસે 1.70 કરોડની એમ્બરગ્રીસ પકડી. મહુવાનો એક શખ્સ એમ્બરગ્રીસ વેચવા આવ્યો હતો. પોલીસે બાતમી આધારે એમ્બરગ્રીસ જથ્થો પકડી પાડ્યો. પોલીસે 1 કિલો 718 ગ્રામ એમ્બર ગ્રીસ કબજે કરી જેની કિંમત આશરે 1.70 કરોડ છે. વટવા પોલીસે ખરીદનારની શોધખોળ શરૂ કરી.

  • 31 Jan 2026 12:54 PM (IST)

    કચ્છના છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યનો રામસર સાઇટમાં સમાવેશ

    કચ્છના છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટ તરીકે આતંરાષ્ટ્રીય ઓળખ પ્રાપ્ત થઈ. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટની સંખ્યા વધીને પાંચ થઈ. છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા, સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે. પાંચ રામસર સાઇટ, 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ સહિત દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો 21 ટકા હિસ્સો ગુજરાતનો છે જે અન્ય રાજ્યો કરતા સૌથી વધુ છે. જે પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આશ્રયસ્થાન તરીકે ગુજરાતની ઓળખને વધુ મજબુત બનાવે છે.

  • 31 Jan 2026 12:40 PM (IST)

    મહીસાગર જિલ્લામાં છુટોછવાયો વરસાદ

    મહીસાગર જિલ્લામાં છુટોછવાયો વરસાદ ખાબક્યો. સવારથી વાદળછાયા વાતાવરણ સાથે છૂટોછવાયો વરસાદ વરસ્યો. જિલ્લામાં સવારથી જ વાદળો ઘેરાયા. કાળા ડીંબાગ વાદળો ઘેરાતા ખેડૂતોમાં ચિંતા વધી. જો માવઠું થાય તો ખેતીપાકોને મોટું નુકસાન થઇ શકે છે. ઘઉં, બાજરી, મકાઈ, મગફળીને નુકસાન થશે. ઘાસચારાના પાકો, ફળાઉ પાકોને નુકસાન થઈ શકે છે.

  • 31 Jan 2026 12:37 PM (IST)

    વડોદરાઃ ધારાસભ્ય કેયુર રોકડીયા બન્યા રોષનો ભોગ

    વડોદરાઃ ધારાસભ્ય કેયુર રોકડીયા રોષનો ભોગ બન્યા . સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો. ધારાસભ્ય બસો ચાલુ થવાના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. બસો ચાલુ થવાના નામે એક જ બસ ચાલુ કરાતા વિરોધ થયો. ધારાસભ્ય કેયુર રોકડિયાએ બે હાથ જોડી લોકોની માગી માફી.

  • 31 Jan 2026 11:58 AM (IST)

    રાજકોટ: જંગલેશ્વર વિસ્તારના અસરગ્રસ્તોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

    રાજકોટ: જંગલેશ્વર વિસ્તારના અસરગ્રસ્તોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. ડિમોલિશન મુદ્દે સરકારી વકીલે અસરકારક પગલાં ન ભર્યા હોવાની દલીલ કરી. હાઈકોર્ટે 2 ફેબ્રુઆરી સુધી સ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યો. વધુ સૂનાવણી 2 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.

  • 31 Jan 2026 11:15 AM (IST)

    સુરતઃ વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં જોવા મળ્યું ગાઢ ધુમ્મસ

    સુરતઃ વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. હાઇવે પર વાહનચાલકોને ધુમ્મ્સના કારણે ડ્રાઈવિંગ કરવું મુશ્કેલ બન્યુ છે. રસ્તાઓ પર વિઝિબિલિટી ઓછી થઈ. દિલ્હી-શિમલા જેવો માહોલ સુરતમાં થયો. વિઝિબિલિટી ડાઉન થતા વાહનચાલકો પરેશાન થયા છે.

  • 31 Jan 2026 10:27 AM (IST)

    મોરબીઃ મનપાની ઢોર પકડનારી ટીમને ધમકી

    મોરબીઃ મનપાની ઢોર પકડનારી ટીમને ધમકી મળી છે. બે ઈસમો ધમકી આપીને ઢોર છોડાવી ગયા. મનપાની ઢોર પકડ પાર્ટીએ ઢોર પકડ્યા હતા. રાજુ રાતડિયા અને વિજય રાતડિયા સામે ગુનો નોંધાયો. ઢોર જઈને જતાં વાહનોમાંથી ઢોર ઉતારી લીધા. બંને ઈસમો ઈમકી આપીને ઢોર છોડાવી ગયા.

  • 31 Jan 2026 10:03 AM (IST)

    મોરબીઃ વાંકાનેર ટોલનાકે ખુલ્લી દાદાગીરીના વીડિયો વાયરલ

    મોરબીઃ વાંકાનેર ટોલનાકે ખુલ્લી દાદાગીરીના વીડિયો સામે આવ્યો છે. અનેક ટ્રકને ટોલ ભર્યા વગર દાદાગીરીથી પસાર કરાવાયા. જયરાજસિંહ નામના વ્યકિત સામે ગુનો નોંધાયો. ટોલ પ્લાઝાના સ્ટાફને ધમકી આપીને બેરીકેડ તોડ્યા.

  • 31 Jan 2026 09:16 AM (IST)

    વડોદરાઃ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત

    વડોદરાઃ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત થયો. ટ્રક સાથે બસ અથડાતા ચાલકનું મોત નિપજ્યું. અમરેલીથી સુરત જતી લકઝરીએ આગળ જતી ટ્રકને ટક્કર મારી. 4 લોકો ગંભીર રીતે ઘાયલ, 14 લોકોને સામાન્ય ઈજા પહોંચી. અકસ્માત બાદ એક સાથે 10થી વધુ એમ્બ્યુલન્સ પહોંચી. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી થઈ.

  • 31 Jan 2026 09:14 AM (IST)

    બનાસકાંઠાઃ વડગામના નળાસર ગામમાં હડકવાનો કેસ

    બનાસકાંઠાઃ વડગામના નળાસર ગામમાં હડકવાનો કેસ સામે આવ્યો છે. મજૂરી કામ કરતા યુવકને ત્રણ મહિના પહેલા શ્વાન કરડ્યો હતો. શ્વાન કરડ્યા બાદ યોગ્ય સારવાર ન લેવાતા દેખાયા હડકવાના લક્ષણો જોવા મળ્યા છે. યુવકને અચાનક હડકવા લાગતા ગામમાં ભયનો માહોલ છે. પરિસ્થિતિ ગંભીર બનતા ગામ લોકોએ સાવચેતીના પગલા લીધા. ગામ લોકોએ યુવકને બાંધીને સારવાર માટે ખસેડ્યો. હાલમાં યુવક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. સિવિલમાં પણ સુરક્ષાની દ્રષ્ટિએ બાંધેલી હાલતમાં રખાયો.

  • 31 Jan 2026 09:06 AM (IST)

    સુરતઃ લક્ષ્મી ગ્રુપમાં ચોથા દિવસે પણ ITની રેડ યથાવત

    સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ઇનકમ ટેક્સ વિભાગની કાર્યવાહી ચોથા દિવસે પણ યથાવત ચાલી રહી છે અને આ કાર્યવાહી સુરતની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી બની શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. તપાસ દરમિયાન આશરે 8 કરોડ રૂપિયાનાં સોના-ચાંદીના જવેલરી તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજો કબ્જે લેવામાં આવ્યા છે. આ સાથે ચીખલી પાસે વારી એનર્જી ગ્રુપને જમીન આપનાર અનિલ બગદાણાના ઠેકાણે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં જો અન્યના નામે જમીન ખરીદવામાં આવી હોવાનો ખુલાસો થશે તો તેવી મિલકતો સરકાર હસ્તક લેવામાં આવશે. સમગ્ર પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પણ તપાસ થવાની શક્યતા છે. સાથે જ મોટા પાયે હવાલા મારફતે વિદેશમાં નાણાં મોકલવામાં આવ્યા હોવાની આશંકા વચ્ચે વિદેશી હવાલા કૌભાંડ મોટા પ્રમાણમાં બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

  • 31 Jan 2026 08:32 AM (IST)

    વડોદરાઃ MS યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી મળી દારૂની બોટલો

    વડોદરાઃ MS યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી દારૂની બોટલો મળી. બોયઝ હોસ્ટેલના રૂમમાં નશીલા પદાર્થોનો મોટો જથ્થો મળ્યો. સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમે દરોડા પાડ્યા. હોસ્ટેલની એક રૂમમાંથી 25થી 30 દારૂની ખાલી બોટલો મળી. હોસ્ટેલ રૂમમાંથી મોટી સંખ્યામાં સિગરેટના ખાલી પેકેટ મળ્યા. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી.

  • 31 Jan 2026 08:31 AM (IST)

    સાબરકાંઠાઃ રણાસણ નજીક ફેક્ટરીમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ

    સાબરકાંઠાઃ રણાસણ નજીક ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો. 10 જેટલી ફાયર ટીમોએ ભારે જહેમત બાદ આગ બુઝાવી. ફેક્ટરીમાં થયેલા નુક્સાનને લઈને સરવે કરાશે. નાયબ કલેક્ટર, મામલતદાર અને પોલીસે નિરિક્ષણ કર્યું. કાપડની ફેક્ટરીમાં આગ લાગતા આગ વિકરાળ બની હતી.

  • 31 Jan 2026 07:31 AM (IST)

    તુર્કિયેમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

    તુર્કિયેમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે અનેક સ્થળો પર પૂરની સ્થિતિ છે. ઈસ્તંબુલના આજૂબાજૂના વિસ્તારો જળબંબાકારની સ્થિતિ છે. પૂરને કારણે જાનમાલને ભારે નુક્સાન પહોંચ્યુ છે. અનેક પ્રાંતોમાં ઈમરજન્સી જાહેર કરવાની સ્થિતિ છે.

  • 31 Jan 2026 07:30 AM (IST)

    આગામી 3 દિવસ સુધી ભારે બરફ વર્ષાની જ આગાહી

    પહાડી રાજ્યો હાલ બરપથી સફેદ જોવા મળી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરથી લઇને હિમાચલ પ્રદેશ સુધી આગામી ત્રણ સુધી ભારે બરફવર્ષાની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડના અનેક ભાગોમાં 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી ભારે હિમવર્ષા સહિત વરસાદ અને કાતિલ પવનોનું એલર્ટ આપવામાં આવ્યું.

Published On - Jan 31,2026 7:29 AM

કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">