31 જાન્યુઆરીના સમાચાર : રોજગાર, સામાજિક કલ્યાણ અને મહિલાઓના સન્માનનું બજેટમાં રાખવામાં આવશે ધ્યાન
આજ 31 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન બુધવારે કથિત જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાના છે. તમામની નજર આ પૂછપરછ પર છે. દરમિયાન, ઝારખંડમાં શાસક જેએમએમની આગેવાની હેઠળના જોડાણના સાથી પક્ષોના ધારાસભ્યોએ ગઈકાલે મંગળવારે એક બેઠકમાં મુખ્ય પ્રધાન સોરેન પ્રત્યે એકતા દર્શાવી હતી. બેઠકમાં, આ ધારાસભ્યોએ સીએમ સોરેનની પત્ની કલ્પના સોરેનને કમાન સોંપવાની અટકળો વચ્ચે કોઈના નામ વિના સમર્થનના પત્ર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. કલ્પના પણ બેઠકમાં હાજર રહી હતી.
બીજી તરફ, આમ આદમી પાર્ટીએ મંગળવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જઈને ચંદીગઢ મેયરની ચૂંટણીના પરિણામોને રદ કરવા અને હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ નવેસરથી ચૂંટણી કરાવવાની અપીલ કરી છે. બુધવારે તેની સુનાવણી થવાની શક્યતા છે. સંસદનું બજેટ સત્ર પણ આજથી શરૂ થવા જઈ રહ્યું છે. આજે રાષ્ટ્રપતિ સંસદના બન્ને ગૃહને સંબોધન કરશે. જેને જોતા રાજ્યસભા અધ્યક્ષે 11 વિપક્ષી સભ્યોનું સસ્પેન્શન રદ કર્યું છે. દિવસના નાના-મોટા સમાચારો માટે પેજ સાથે જોડાયેલા રહો.
LIVE NEWS & UPDATES
-
રોજગાર, સામાજિક કલ્યાણ અને મહિલાઓના સન્માનનું બજેટમાં રાખવામાં આવશે ધ્યાન
નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ આજે સવારે 11 વાગ્યે શરૂ થશે. વચગાળાનું બજેટ હોવા છતાં, કારણ કે તે ચૂંટણી પહેલા છે, લોકોને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નિર્મલા સીતારમણ પણ બજેટમાં રોજગાર, સામાજિક કલ્યાણ અને મહિલાઓના સન્માનનું સંપૂર્ણ ધ્યાન રાખશે.
-
હેમંત સોરેનની ધરપકડના વિરોધમાં આવતીકાલે ઝારખંડ બંધનું એલાન
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની EDના અધિકારીઓએ જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે. EDની આ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરતા તમામ આદિવાસી સંગઠનોએ આવતીકાલે ઝારખંડ બંધનું એલાન આપ્યું છે.
-
-
ED, CBI, IT હવે ભાજપની ‘વિપક્ષ હટાઓ સેલ’ છે – રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ પર ભાજપ અને તપાસ એજન્સીઓ પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે ED, CBI, IT વગેરે હવે સરકારી એજન્સીઓ નથી રહી, હવે તે ભાજપની વિપક્ષી સેલ બની ગઈ છે. ભ્રષ્ટાચારમાં ડૂબી ગયેલી ભાજપ ખુદ સત્તાના વળગાડમાં લોકશાહીને નષ્ટ કરવાનું અભિયાન ચલાવી રહી છે.
-
જમીન કૌભાંડ કેસમાં હેમંત સોરેનની ધરપકડ
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની EDના અધિકારીઓએ જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે. EDના અધિકારીઓ આ મામલામાં ઝારખંડના પૂર્વ સીએમની પૂછપરછ કરી રહ્યા હતા.તેમની આઠ કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) બુધવારે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના ઘરે મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે પહોંચી હતી. ત્યાં અને તેની પૂછપરછ કરી રહી હતી. હેમંત સોરેન સાંજે રાજભવન પહોંચ્યા અને રાજીનામું આપ્યું. જે બાદ EDએ તેની ધરપકડ કરી હતી.
-
જમ્મુ-કાશ્મીરના છ જિલ્લાઓ માટે હિમસ્ખલન ચેતવણી
જમ્મુ-કાશ્મીરમાં તાજેતરની હિમવર્ષાને ધ્યાનમાં રાખીને છ જિલ્લામાં હિમપ્રપાતની ચેતવણી જારી કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં પૂંચ, બારામુલ્લા, બાંદીપોરા અને કુપવાડા જિલ્લામાં 2,400 મીટરથી વધુની ઊંચાઈએ મધ્યમ હિમપ્રપાતની સંભાવના છે. તેમણે કહ્યું કે આગામી 24 કલાકમાં ડોડા અને ગાંદરબલ જિલ્લામાં અનુક્રમે 2,800 અને 3,500 મીટરથી વધુની ઊંચાઈએ હિમપ્રપાતનું જોખમ ઓછું છે.
-
-
હેમંત સોરેનનું રાજીનામું, ચંપાઈ સોરેન બની શકે છે ઝારખંડના આગામી CM
ઝારખંડમાં રાજકીય ગરમાવો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. EDની તપાસ બાદ મુખ્યમંત્રી હેમંત સોરેન રાજભવન પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું. હેમંત સોરેન બાદ ચંપાઈ સોરેન ઝારખંડના આગામી મુખ્યમંત્રી બની શકે છે.
-
હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં પાકિસ્તાનના ધ્વજ સાથેનો બલૂન મળ્યો
હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં એક ઘરના આંગણામાંથી એક શંકાસ્પદ બલૂન મળી આવ્યો છે, જેના પર પાકિસ્તાનનો ઝંડો અને PIA લખેલું છે. પોલીસે જણાવ્યું કે આ બલૂન ઘુમરવિન સબ-ડિવિઝનના ભાપરલ ગ્રામ પંચાયતના નાયબ વડા પૃથ્વીરાજના ઘરે પડેલો મળી આવ્યો હતો. પૃથ્વીરાજે જોયું કે બલૂનમાં પાકિસ્તાનનો ધ્વજ હતો અને તેના પર લીલા અક્ષરોમાં PIA લખેલું હતું. બાદમાં પૃથ્વીરાજે સ્થાનિક લોકો અને પોલીસને ઘટના અંગે જાણ કરી હતી.
-
RBIએ Paytmને આપ્યો મોટો ઝટકો
Paytm માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. RBI એ Paytm પેમેન્ટ્સ બેંક પર ઘણા નિયંત્રણો લાદ્યા છે. 31 જાન્યુઆરીના રોજ, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ Paytm પેમેન્ટ્સ બેંક પર 29 ફેબ્રુઆરી પછી નવી થાપણો સ્વીકારવા અને ક્રેડિટ વ્યવહારો કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
-
વડોદરાના પાદરામાં ઓનેરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ
- પાદરાના એકલબારા ગામ પાસેની ઓનેરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ
- કંપનીમાં બ્લાસ્ટમાં 3 લોકોના મોત
- મૃતકો વડોદરાની ખાનગી હોસ્પિટલમાં
- મોત અંગેની જાણકારી એકલબારા ગામના સરપંચે આપી
- મૃતક કામદારો ત્રનેવ નામના કોન્ટ્રાક્ટમાં કરતા હતા કામ
- ઘટના કેવી રીતે બની તે બાબતે તપાસ હાથ ધરાશે
- સ્થાનિક ધારાસભ્ય , મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા
-
શેર બજારમાં દેવું થઈ જતા પેટ્રોલપંપ આસિ. મેનેજરે લુંટનું નાટક રચ્યું
અમદાવાદમાં પેટ્રોલપંપ ના આસિસ્ટન્ટ મેનેજરને શેરબજારમાં દેવું થઈ જતા નાટક આચર્યુ અને બેંકમાં 9 લાખ રૂપિયા ભરવા જતા સમયે ચીલઝડપ કરાવી જાતે જ લૂંટાયો હતો. લૂંટની રકમમાંથી પોતાના મોજ શોખ પાછળ ખર્ચ કર્યો હતો. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.
-
11 વાગ્યે શરૂ કરશે નિર્મલા સીતારમણ પોતાનું ભાષણ
દેશના નાણામંત્રી 1 ફેબ્રુઆરી 2024ના રોજ અંતરિમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. સામાન્ય બજેટ દર વર્ષે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે આ વખતે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે નહીં. ચૂંટણી પહેલા ખર્ચનું સંચાલન કરવા માટે સરકાર આ બજેટ રજૂ કરે છે. નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે આ વખતે સરકાર બજેટમાં સામાન્ય જનતાને ટાર્ગેટ કરતી યોજનાઓની જાહેરાત કરી શકે છે. આવો સમજીએ કે બજેટના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણનું શેડ્યૂલ શું હશે.
-
જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલામાં મોટો ખુલાસો, તોડકાંડનું કનેક્શન દુબઈ સુધી પહોંચ્યું
જૂનાગઢ તોડકાંડ મામલામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તોડકાંડનું કનેક્શન દુબઈ સુધી પહોંચ્યું હોવાનું અનુમાન છે. તોડકાંડમાં અમદાવાદ માધુપુરા કેસનું કનેક્શન પણ સામે આવી શકે છે, ત્યારે તોડકાંડ મામલામાં ATSએ અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે. અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે 1,000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો,ત્યારે આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યુ છે.
કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છૂપાવી હોવાનું પણ ખુલ્યુ છે. PCB દ્વારા SMCને 535 બેન્ક એકાઉન્ટની જ વિગતો આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ બદલી બાદ તરલ ભટ્ટે પેન ડ્રાઈવમાં સટ્ટાકાંડના 1,000 બેંક ખાતાંની વિગતો સાચવી રાખી હતી.
-
ગાંધીનગર: મનપાના ડમ્પર ચાલકે 4 વર્ષની બાળકીને કચડી
- ગાંધીનગર: મનપાના ડમ્પર ચાલકે 4 વર્ષની બાળકીને કચડી
- સેકટર 30 ડમ્પીંગ સાઈડ ઉપર મનપા ડમ્પર ચાલકની ઘોર બેદરકારીના કારણે 4 વર્ષની બાળકીનું મોત
- અંકિતા સંગાડા નામની 4 વર્ષની બાળકીનું મોત
- મૂળ વતન દાહોદના વતની છે દીકરીના માતા પિતા
- સેકટર 30 ડમ્પીંગ સાઈટ ઉપર કર્મચારી તરીકે નોકરી કરતા હતા
-
ગુજરાતમાં વાદળછાયુ રહેશે વાતાવરણ, ઠંડીમાંથી મળશે રાહત
ગુજરાતમાં આગામી પ દિવસ વાતાવરણ સુકુ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, વાતાવરણ વાદળછાયુ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દિવસના તાપમાનમાં 2 ડીગ્રીનો વધારો થતા ઠંડીમાંથી રાહત મળશે. જો કે રાત્રે તાપમાન ઘટતા ઠંડુ વાતાવરણ રહેશે. જેના કારણે આગામી 5 દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. પવનની દિશા ઉત્તર પશ્ચિમ થી પશ્ચિમ દિશાની રહેશે.
-
સરકારે દેશમાં મોંઘવારી નિયંત્રણમાં રાખી છે – રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિએ કહ્યું કે વૈશ્વિક કટોકટી હોવા છતાં મારી સરકારે દેશમાં મોંઘવારી નિયંત્રણમાં રાખી અને સામાન્ય ભારતીયનો બોજ વધવા દીધો નથી. મારી સરકારનો બીજો મોટો સુધારો ડિજિટલ ઈન્ડિયાનું નિર્માણ છે. મારી સરકાર MSME અને નાના ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આજે ભારતમાં એવુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે, જેનું દરેક ભારતીયનું સપનું છે.
-
પોલીસ તોડકાંડમાં પી આઈ તરલ ભટ્ટે આગોતરા જામીન માટે કરી અરજી
જુનાગઢ પોલીસ તોડકાંડ મામલે પી આઈ તરલ ભટ્ટે આગોતરા જામીન માટે અરજી કરી છે. પી આઈ તરલ ભટ્ટે જુનાગઢ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. પોલીસ તોડકાંડ મુદ્દે નાસત ફરતા આરોપીઓને પકડવા અંગે અન્ય રાજ્યોની પોલીસને એલર્ટ કરાઈ છે.
-
સુરતના ઉન વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 3 ઈજાગ્રસ્ત
ઉન વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે. જેમાં બે વર્ષના માસુમ બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બાળકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવ્યું છે. રસોઈ બનાવતી વેળાએ ગેસ લીકેજ બાદ અચાનક આગ લાગતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ઘટના અંગે પોલીસ દ્વારા અકસ્માતે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
-
ચૂંટણીમાં જીતવાનો વિશ્વાસ, નવી સરકાર બનશે ત્યારે સંપૂર્ણ બજેટ લાવીશુંઃ મોદી
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ચૂંટણીનો સમય નજીક છે ત્યારે અમે સંપૂર્ણ બજેટ રાખતા નથી. જ્યારે નવી સરકાર બનશે ત્યારે અમે તમારી સમક્ષ સંપૂર્ણ બજેટ પણ લાવીશું.
-
2024 માટે આપ સૌને રામ-રામ: પીએમ મોદી
સંસદ સત્ર પહેલા મીડિયાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે 2024માં તમને બધાને રામ-રામ. અમે સંસદમાં મહિલા અનામત બિલ પસાર કરાવ્યું. 26 જાન્યુઆરીએ કર્તવ્ય પથ ઉપર સ્ત્રી શક્તિ અને મહિલાઓની બહાદુરી જોઈ.
-
મેક્સિકો હાઈવે પર પેસેન્જર બસને નડ્યો અકસ્માત, 19 લોકોના થયા મોત
સ્થાનિક મીડિયાને ટાંકીને રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે, મેક્સિકો હાઇવે પર પેસેન્જર બસને નડેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે.
At least 19 dead in Mexico highway crash involving passenger bus, reports Reuters quoting local media
— ANI (@ANI) January 30, 2024
-
દક્ષિણ કોરિયાના દરિયાકાંઠે અમેરિકન F-16 વિમાન ક્રેશ થયું
અમેરિકાનું F-16 ફાઈટર જેટ ક્રેશ થયું છે. આ દુર્ઘટના દક્ષિણ કોરિયાના દરિયાકાંઠે થઈ હતી. છેલ્લા એક વર્ષમાં ત્રીજી વખત આ વિસ્તારમાં F-16 એરક્રાફ્ટ ક્રેશ થયું છે. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.
-
આજથી બજેટ સત્ર, લોકસભાની ચૂંટણી પહેલા સંસદનું છેલ્લું સત્ર
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને આજે સંબોધશે. વર્તમાન લોકસભાનું આ છેલ્લું સત્ર છે. આ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ એપ્રિલ અને મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી બાદ અસ્તિત્વમાં આવનારી નવી સરકાર, સત્તા સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે.
-
હિમવર્ષાને કારણે હિમાચલ પ્રદેશના કુલ્લુ નજીક 300 પ્રવાસીઓ ફસાયા
હિમાચલ પ્રદેશના કુલ્લુ નજીક લગભગ 50 વાહનો અને હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ અટલ ટનલના સાઉથ પોર્ટલ પાસે ફસાઈ ગઈ હતી, જેમાં 300 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. અટલ ટનલમાંથી તમામ પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે તેમ કુલ્લુના એસપી સાક્ષી વર્માએ જણાવ્યું છે.
#WATCH | Kullu, Himachal Pradesh: Police rescue 300 tourists stranded near the South Portal (SP) of Atal Tunnel in Rohtang after snowfall. (30.1)
(Source: Kullu District Police) pic.twitter.com/4Aga3jG5vd
— ANI (@ANI) January 30, 2024
Published On - Jan 31,2024 7:18 AM





