30 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે, બપોરે 4:30 કલાકે વડોદરા પહોંચશે
News Update : આજે 30 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
બનાસકાંઠાઃ વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે ચિત્ર થશે સ્પષ્ટ
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે ચિત્ર સ્પષ્ટ થશે. વાવ પેટાચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. હાલમાં પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, અપક્ષ સહિત 15 ઉમેદવાર છે.ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત સામે અપક્ષના માવજી પટેલ પણ મેદાનમાં છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલની ઉમેદવારી પર સૌની નજર છે. માવજી પટેલ ઉમેદવારી પરત ખેંચે છે કે નહીં તે મહત્વનું છે. માવજી પટેલ ઉમેદવારી પરત નહીં ખેંચે તો ત્રિપાંખીયો જંગ જામશે. -
સલમાન ખાનને ફરી જાનથી મારી નાખવાની ધમકી મળી
બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગત મંગળવારે મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ રુમમાં એક મેસેજ આવ્યો હતો, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી હતી, મેસેજ કરનારે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે મેસેજમાં મોકલનારએ એમ પણ કહ્યું હતું કે જો તેને પૈસા નહીં મળે તો તે સલમાન ખાનને મારી નાખશે.
-
-
અમદાવાદઃ GST કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી
અમદાવાદઃ GST કૌભાંડ મામલે EDએ મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ, સુરત, ભાવનગર સહિત 7 સ્થળોએ EDએ દરોડા પાડ્યા છે. ED મહેશ લાંગાના બેનામી વ્યવહારોની પણ તપાસ કરશે. પ્રાથમિક તપાસમાં તમામ વ્યવહારો ગેરકાયદે હોવાનો ખુલાસો થયો છે. આર્થિક વ્યવહારો સંલગ્ન સ્થળોએ EDની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. અગાઉ EDએ 23 સ્થળોએદરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
-
અમરેલીઃ જાફરાબાદમાં ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર હુમલો
અમરેલીઃ જાફરાબાદમાં ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર હુમલો થયો. સામા કાંઠે બોટ મુકવા બાબતે બબાલ થઈ હતી. કેટલાક સ્થાનિકો સાથે બબાલ થઈ હતી. જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર હુમલો થયો છે. હુમલામાં ચેતન શિયાળ સહિત અન્ય યુવાનને ઈજા પહોંચી છે.
-
નોઈડાના સેક્ટર 24માં બેન્ક્વેટ હોલમાં ભીષણ આગ
નોઈડાના સેક્ટર 24માં બેન્ક્વેટ હોલમાં ભીષણ આગ લાગી છે. બેન્ક્વેટ હોલમાં આગ લાગવાથી એકનું મોત થયુ છે,તો કેટલાક લોકો દાઝ્યા છે. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગ ઓલવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે.
-
-
ગાંધીનગર: મુખ્યપ્રધાનની 4 મનપા અને નગરપાલિકાને દિવાળી ભેટ
ગાંધીનગર: મુખ્યપ્રધાનની 4 મનપા અને નગરપાલિકાએ દિવાળી ભેટ આપી છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરા મનપાને મોટી ભેટ મળી છે. મુખ્યપ્રધાને મનપા અને નગરપાલિકાના કામો માટે 1664 કરોડ ફાળવ્યા છે. વિકાસના વિવિધ 502 કામો માટે રૂપિયા 1664 કરોડની મંજૂરી મળી. ભચાઉ, ધાનેરા, ડાકોર, ખેડબ્રહ્મા નગરપાલિકાને પણ દિવાળી ભેટ મળી. નગરપાલિકાના ભૂગર્ભ ગટર યોજનાના કામો માટે 67.70 કરોડ ફાળવ્યા.
-
આજની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું યાદી જાહેર
દિવાળી સહિતના તહેવારોને લઈને રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. 30 ઓક્ટોબર એટલે કે આજના દિવસની ટ્રેનનું લિસ્ટ નીચે મુજબ છે.
Ensuring passenger convenience!
Please find below the list of festival special trains operational on 30th October 2024 for passenger convenience. pic.twitter.com/xGqNOTFRhR
— Ministry of Railways (@RailMinIndia) October 29, 2024
-
PMએ 12 હજાર 850 કરોડના સ્વાસ્થ્ય પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું. દેશમાં 70 વર્ષથી વધુ વયના નાગરિકોને 5 લાખની મફત સારવાર મળશે. હરિયાણાની ચૂંટણીમાં અનિયમિતતાનો કોંગ્રેસે લગાવેલો આરોપ કેન્દ્રીય ચૂંટણી પંચે ફગાવ્યો. 1600 પાનામાં ચૂંટણી પંચે કોંગ્રેસને જવાબ આપ્યો. દિવાળી પહેલા રાજ્ય સરકારનો મોટો નિર્ણય. પ્રાથમિક શાળામાં 13,800 વિદ્યા સહાયકની ભરતી કરાશે. પહેલી નવેમ્બરે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યનાં 4 મહાનગરો અને નગરપાલિકાઓને રાજ્યસરકારની ભેટ. મુખ્યપ્રધાને 502 જેટલા વિકાસના કામો માટે રૂપિયા 1664 કરોડની મંજૂરી આુપી. કરોડોના GST કૌભાંડ કેસમાં રાજ્યના 7 સ્થળોએ EDના દરોડા. ED લાંગાના બેનામી વ્યવહારોની તપાસ કરશે. તો લાંગ વિરૂદ્ધ રૂ.28 લાખની ઠગાઇમાં વધુ એક ગુનો દાખલ. રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે નડીયાદમાં નકલી શૈક્ષણિક સંઘનો આરોપ. પ્રાથમિક શિક્ષણ સમિતિનો સ્કૂલોના શિક્ષકો પર આક્ષેપ છે.
Published On - Oct 30,2024 7:40 AM