સુરત મહાનગરપાલિકાને 6 ફ્લાય ઓવરબ્રિજના કામો માટે રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ મળી 

29 Oct, 2024

મુખ્યમંત્રીએ સુરતમાં જે 6 ફ્લાય ઓવરબ્રિજના કામો માટે રૂપિયા 380 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી

મંજૂર થયેલા ફલાય ઓવરમાં ઈસ્ટ ઝોન એ(વરાછા) વિસ્તારમાં સુરત-કામરેજ રોડ ઉપર એન્ટ્રી એક્ઝિટ રેમ્પ શ્યામધામ મંદિર જંક્શન પર ફ્લાયઓવરબ્રિજ.

સુરત-બારડોલી રોડ ઉપર એ.પી.એમ.સી. જંક્શન નજીક ફ્લાયઓવર બ્રિજ.

વલ્લભાચાર્ય રોડ પર હયાત શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ પર જવા માટેનો એન્ટ્રી રેમ્પ.

સાઉથ ઈસ્ટ(લિંબાયત) ઝોન વિસ્તારમાં મીડલ રીંગરોડ મહારાણા પ્રતાપ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ.

નીલગીરી સર્કલ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ વગેરેનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં યાતાયાત સરળ બને અને માર્ગ પરના ટ્રાફિકનું ભારણ હળવું થાય તે હેતુથી મહત્વની ભેટ આપી છે.