AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના ખેડા જિલ્લામાં એક જ પરિવારના 6 લોકોના નદીમાં ડૂબી જવાથી મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2025 | 10:54 PM
Share

આજે 30 એપ્રિલ 2025ને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

ગુજરાતના ખેડા જિલ્લામાં એક જ પરિવારના 6 લોકોના નદીમાં ડૂબી જવાથી મોત
live blog

આજે 30 એપ્રિલ 2025ને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Apr 2025 10:53 PM (IST)

    ખેડામાં એક જ પરિવારના 6 લોકોના નદીમાં ડૂબી જવાથી મોત

    ગુજરાતના ખેડા જિલ્લામાં 14 થી 21 વર્ષની વયના એક પરિવારના છ સભ્યો નદીમાં ડૂબી જતાં અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા.

  • 30 Apr 2025 10:52 PM (IST)

    શ્રેયસ અય્યરની ફિફ્ટી

    શ્રેયસ અય્યરની ફિફ્ટી, પંજાબ કિંગ્સનો સ્કોર 14 ઓવર બાદ 131/2

  • 30 Apr 2025 10:37 PM (IST)

    પ્રભાસિમરન સિંહની ફિફ્ટી

    પંજાબ કિંગ્સનો સ્કોર 100 ને પાર, પ્રભાસિમરન સિંહની ફિફ્ટી

  • 30 Apr 2025 10:24 PM (IST)

    પંજાબનો સ્કોર 50 ને પાર

    પંજાબ કિંગ્સનો સ્કોર 50 ને પાર, પ્રભાસિમરન સિંહ-શ્રેયસ અય્યરની મજબૂત બેટિંગ, પ્રભાસિમરને નૂર અહેમદને બે બોલમાં બે બાઉન્ડ્રી ફટકારી

  • 30 Apr 2025 10:10 PM (IST)

    પંજાબ કિંગ્સને પહેલો ઝટકો

    પંજાબ કિંગ્સને પહેલો ઝટકો, પ્રિયાંશ આર્ય 23 રન બનાવી થયો આઉટ

  • 30 Apr 2025 09:33 PM (IST)

    PBKSને જીતવા 191 રનનો ટાર્ગેટ

    ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સને 191 રનનો આપ્યો ટાર્ગેટ, યુઝવેન્દ્ર ચહલની હેટ્રીક, અંતિમ ઓવરમાં અર્શદીપની બોલિંગમાં સિક્સર ફટકારવા જતા શિવમ દુબે બાઉન્ડ્રી પર થયો કેચ આઉટ.

  • 30 Apr 2025 09:28 PM (IST)

    યુઝવેન્દ્ર ચહલની હેટ્રીક

    યુઝવેન્દ્ર ચહલની હેટ્રીક, એક જ ઓવરમાં લીધી ચાર વિકેટ

  • 30 Apr 2025 09:27 PM (IST)

    ચહલની ચાલાક બોલિંગ

    ચહલની ચાલાક બોલિંગ, એક જ ઓવરમાં લીધી ત્રણ વિકેટ, ધોની, હુડા બાદ કમબોજને કર્યો આઉટ

  • 30 Apr 2025 09:22 PM (IST)

    ધોની આઉટ

    જોરદાર સિક્સર ફટકાર્યા બાદ ધોની આઉટ, ચહલે લીધી વિકેટ

  • 30 Apr 2025 09:17 PM (IST)

    સેમ કરન 88 રન બનાવી આઉટ

    ચેન્નાઈ સુપર કિંગ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, સેમ કરન 88 રન બનાવી થયો આઉટ, સેમ કરન 12 રન માટે સદી ચૂકી ગયો

  • 30 Apr 2025 09:02 PM (IST)

    સેમ કરનની ફિફ્ટી

    ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 150 ને પાર, સેમ કરનની ફિફ્ટી, સેમ કરને સૂર્યાંશ શેડગેને ધોઈ નાખ્યો, શેડગેની ઓવરમાં કરને બે ચોગ્ગા, બે છગ્ગા ફટકાર્યા

  • 30 Apr 2025 08:33 PM (IST)

    CSK નો સ્કોર 100 ને પાર

    ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 100 ને પાર, બ્રેવિસ-સેમ કરને બાજી સંભાળી, બંને વચ્ચે ફિફ્ટી પાર્ટનરશિપ

  • 30 Apr 2025 08:03 PM (IST)

    જાડેજા સસ્તામાં આઉટ

    ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રીજો ઝટકો, રવીન્દ્ર જાડેજા 17 રન બનાવી થયો આઉટ, બ્રારે લીધી વિકેટ

  • 30 Apr 2025 07:51 PM (IST)

    મ્હાત્રે 7 રન બનાવી આઉટ

    ચેન્નાઈ સુપર કિંગ્સને બીજો ઝટકો, આયુષ મ્હાત્રે 7 રન બનાવી થયો આઉટ, માર્કો જેન્સેને લીધી વિકેટ

  • 30 Apr 2025 07:46 PM (IST)

    ચેન્નાઈને પહેલો ઝટકો

    ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલો ઝટકો, રશીદ 11 રન બનાવી થયો આઉટ, અર્શદીપ સિંહે લીધી વિકેટ

  • 30 Apr 2025 07:31 PM (IST)

    અમદાવાદમાં શિવરંજનીથી આઈઆઈએમ ખાતે ડ્રગ્સ વેચવા જનારો પકડાયો

    સ્ટેટ મોનિટરીંગ સેલે અમદાવાદમાંથી  રિક્ષામાં એમડી ડ્રગ્સ વેચવા જતા શખ્સને ઝડપી પાડ્યો છે. શિવરંજનીથી આઈઆઈએમ ખાતે ડ્રગ્સ વેચવા જનારો પકડાયો છે. એસએમસી એ રિક્ષામાં હેરાફેરી થતો ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડ્યો. મતીન ઉર્ફે બાલુ શેખ અને શાહનવાઝ ઉર્ફે અંડાની ધરપકડ કરવામાં આવી છે. શિવરંજનીથી આઈઆઈએમ ખાતે ડ્રગ્સ વેચવા જતો હતો. બંને પાસેથી પાંચ લાખથી વધુની કિંમતનો 55 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. ડ્રગ્સ, રોકડ, રિક્ષા સહિત 6.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ડ્રગ્સનો જથ્થો અજમલ અને બાદશાહ ખાન પાસેથી ખરીદી કર્યા હોવાનું સામે આવ્યું છે.

  • 30 Apr 2025 07:30 PM (IST)

    પંજાબ કિંગ્સ પ્લેઈંગ 11

    શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંઘ, જોશ ઇંગ્લિસ, નેહલ વાઢેરા, શશાંક સિંઘ, માર્કો જાનસેન, સૂર્યાંશ શેડગે, અઝમતુલ્લા ઓમરઝાઈ, હરપ્રીત બ્રાર, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ.

  • 30 Apr 2025 07:29 PM (IST)

    ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ 11

    એમએસ ધોની (કેપ્ટન), શેખ રશીદ, આયુષ મ્હાત્રે, સેમ કુરાન, રવિન્દ્ર જાડેજા, દેવલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, દીપક હુડા, નૂર અહેમદ, મથિશા પથિરાના, ખલીલ અહેમદ

  • 30 Apr 2025 07:07 PM (IST)

    પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

    પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતી બોલિંગ પસંદ કરી અને ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું

  • 30 Apr 2025 07:02 PM (IST)

    ખેડાના કનીજ ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં નાહવા ગયેલી 5 બાળકી ડૂબી

    ખેડા જિલ્લાના મહેમદાવાદના કનીજ ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં નાહવા ગયેલી 5 બાળકી ડૂબી છે. ઉનાળાની ગરમીમાં બપોરના સમયે મેશ્વો નદીમાં નાહવા ગયેલી 5 બાળકી ડુબી ગઈ હોવાની ઘટના બની છે. હાલમાં બે મૃતક બાળકીને બહાર કાઢવામાં આવી છે. બાકીની ત્રણ બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહેમદાવાદ મામલતદાર અને પોલીસ સ્ટાફ સહીતની ટિમ ઘટના સ્થળે પહોંચી છે.

  • 30 Apr 2025 07:00 PM (IST)

    ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામ થવા દેનારા અધિકારીઓની તપાસ કરોઃકોર્ટ

    ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામ કરવામાં માસ્ટર માઈન્ડ ગણાતા ઝડપાયેલા આરોપીઓને કોર્ટે 5 મે સુધીના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. રિમાન્ડ અરજી પરની સુનાવણી દરમિયાન કોર્ટે નોધ્યું છે કે, આટલા લાંબા સમયથી અમદાવાદની મધ્યમમાં આવેલ ચંડોળા તળાવમાં કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ, ટોરેન્ટ પાવરના ક્યાં અધિકારી – કર્મચારીઓની મૂક સંમતિથી આ પ્રકારની પ્રવૃતિ ચાલી રહી છે તેની પણ સરકારે તપાસ કરવી જોઈએ. ક્યાં અધિકારીઓની મુક સંમતિથી આ પ્રવૃતિ ચાલી રહી છે તે દિશામાં પણ તપાસ થવી જોઈએ. હવે ચંડોળા તળાવ ફરી બાંગ્લાદેશીઓનો અડ્ડો ના બને તે માટે સરકારના તમામ વિભાગ સંકલન કરી કાર્ય કરે.

  • 30 Apr 2025 06:31 PM (IST)

    અમદાવાદના દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ફટકારી અંતિમશ્વાસ સુધીના કારાવાસની સજા

    અમદાવાદના દુષ્કર્મના એક કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. વર્ષ 2023ના કેસમાં, કોર્ટે સંભળાવી અંતિમશ્વાસ સુધીના કારાવાસની સજા. આરોપીએ પાડોશમાં રહેતી 11 વર્ષીય સગીરા સાથે વારંવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી હતી. સગીરાની માતાએ ફરિયાદ કરતા, અમદાવાદ પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધી હતી ફરિયાદ. પડોશી યુવકથી સગીરા ગર્ભવતી થતા, ગર્ભપાતની કોર્ટ પાસેથી મેળવાઈ હતી મંજૂરી.

  • 30 Apr 2025 04:21 PM (IST)

    મોદી સરકારનો મોટો નિર્ણય, જાતિગત વસ્તી ગણતરીને મંજૂરી

    મોદી કેબિનેટે જાતિગત વસ્તી ગણતરીને મંજૂરી આપી દીધી છે. જાતિગત વસ્તી ગણતરી મૂળ વસ્તી ગણતરીમાં જ કરવામાં આવશે. બુધવારે યોજાયેલી CCPA બેઠકમાં મોદી સરકારે આ મોટો નિર્ણય લીધો છે.

  • 30 Apr 2025 03:57 PM (IST)

    લુણાવાડામાં ભાજપ હસ્તકની નગરપાલિકાએ જવાહર બાગ, ઈન્દિરા મેદાનના નામ બદલ્યા

    મહીસાગરના લુણાવાડા નગરના 592 માં જન્મદિવસે, શહેરના બે સ્થળોના નામ બદલવામાં આવતા શહેરીજનોને આંચકો લાગ્યો હતો. વર્ષોથી એક જ પક્ષની સરકાર અને પાલિકામાં સત્તા સ્થાને હોવા છતા નામ બદલવામાં આવ્યા નહોતા અને હવે અચાનક કોઈ જ પ્રાયોજન વિના નામ બદલી નાખવામાં આવ્યા છે. ભાજપ શાસિત પાલિકાએ લુણાવાડા નગરમાં કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાનોના નામે જે સ્થળ હતા તેના નામ બદલી નાખવામાં આવ્યા છે. જવાહર બાગનું નામ બદલી વખત બાગ કરાયું છે જ્યારે ઇન્દિરા મેદાનનું નામ બદલી આઝાદ મેદાન કરવામાં આવ્યું છે. જોકે પહેલા જવાહર બાગને વિક્ટોરિયા જયુબિલી ગાર્ડન તરીકે ઓળખવામાં આવતો હતો. ત્યારબાદ બાગનું જવાહર બાગ નામ અપાયું. ત્યારબાદ આજે પુનઃ બાગનું નામ બદલીને વખત બાગ કરાયું છે. આ જ રીતે ઇન્દિરા મેદાનનું નામ પણ બદલીને આઝાદ મેદાન કરવામાં આવ્યું છે. બન્ને સ્થળોના નામ એકાએક બદલાતા નગરજનોમાં આશ્ચર્ય

  • 30 Apr 2025 03:52 PM (IST)

    ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ચંડોળા ગેરકાયદે બાંધકામ તોડફોડ અંગે કરી ચર્ચા

    ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ, ચંડોળા તળાવ ખાતે ચાલી રહેલા મેગા ડિમોલીશનની કામગીરીનું નિરીક્ષણ કરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે બેઠક યોજી હતી. બેઠકમાં પોલીસ કમિશ્નર જી.એસ મલિક, સેક્ટર – 2 જેસીપી જયપાલ રાઠોડ , ડીસીપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં, ચંડોળા તળાવ ગેરકાયદેસર બાંધકામ, કેટલા દિવસમાં,  કેવી રીતે અને હજી કેટલો ભાગ તોડવા માટે કામગીરી કરાશે તેની ચર્ચા કરી હતી. પોલીસ અધિકારીઓ સાથે કોર્પોરેશન અધિકારીઓ પણ મિટિંગમાં હાજર રહ્યાં હતા.

  • 30 Apr 2025 02:12 PM (IST)

    પાકિસ્તાનના સિયાલકોટમાં ચિનાબ નદીનાં પાણી સુકાયા

    પાકિસ્તાન પર ભારતની વોટર સ્ટ્રાઈકની અસર જોવા મળી રહી છે. પાકિસ્તાનના સિયાલકોટમાં ચિનાબ નદીનાં પાણી સુકાયા છે. સેટેલાઈટ તસવીરથી  પાણી સુકાયાનો ખુલાસો થયો છે. ભારતની સિંધુ જળ સંધિને રદ કર્યા બાદની અસર જોવા મળી રહી છે.

  • 30 Apr 2025 12:08 PM (IST)

    જૂનાગઢમાં ફરી તંત્રનું મેગા ડિમોલિશન

    જૂનાગઢમાં ફરી તંત્રનું મેગા ડિમોલિશન ચાલી રહ્યુ છે. 59 ગેરકાયદે રહેણાંક બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે. ડિમોલિશન દરમિયાન 350થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત છે. 60થી વધુ તંત્રનો સ્ટાફ સ્ટેન્ડ બાય રખાયો છે. અગાઉ તમામ લોકોને દબાણ દૂર કરવા નોટિસ અપાઈ હતી. કેટલાક અસામાજિક તત્વોના પણ ગેરકાયદે બાંધકામો હટાવાશે. 10 JCB સહિતની મશીનરીનો ઉપયોગ લઈ ડિમોલિશન કરવામાં આવી રહ્યુ છે.

  • 30 Apr 2025 11:29 AM (IST)

    પીએમ મોદીની અધ્યક્ષતામાં CCS બેઠક શરૂ થઈ

    પહેલગામ હુમલા પર આજે પીએમના નિવાસસ્થાને સીસીએસની બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાજર છે.

  • 30 Apr 2025 11:28 AM (IST)

    ICSE બોર્ડના 10મા અને 12મા ધોરણના પરિણામો જાહેર

    ICSE બોર્ડનું 10મા અને 12મા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cisce.org અને results.cisce.org પર તેમના પરિણામો ચકાસી શકે છે. જે વિદ્યાર્થીઓ પોતાના ગુણથી સંતુષ્ટ નથી અને પોતાના ગુણ સુધારવા માંગે છે તેઓ વધુમાં વધુ બે વિષયો માટે સુધારણા પરીક્ષા આપી શકે છે.

  • 30 Apr 2025 11:16 AM (IST)

    સુરત: બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈ સર્ચ ઓપરેશન

    સુરત: બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. ઉતરાણ પોલીસ દ્વારા હાથ ધરાયું સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. ઔધોગિક અને રહેણાંક વિસ્તારમાં હાથ ધરાઈ તપાસ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ મુદ્દે પોલીસની તપાસ ચાલી રહી છે. લોકોના દસ્તાવેજો, આધાર પુરાવાની કરાઈ ચકાસણી.

  • 30 Apr 2025 10:24 AM (IST)

    અટારી બોર્ડર પરથી અત્યાર સુધી 786 પાકિસ્તાનીઓ ફર્યા પરત

    પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા અપાયેલી બીજી ડેડલાઈન પણ ખત્મ થઇ છે. અટારી બોર્ડર પરથી અત્યાર સુધી 786 પાકિસ્તાનીઓ પરત ફર્યા છે. શોર્ટ ટર્મ વિઝા પર આવેલા લોકોને અપાયેલું અલ્ટીમેટમ ખત્મ થયુ. લોન્ગ ટર્મ વિઝા ધારકોની તપાસ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ. લોન્ગ ટર્મ વિઝા ધરાવનારાઓને પણ શોધીને પરત મોકલવા તજવીજ હાથ ધરાઇ.લોન્ગ ટર્મ વિઝા ધારકોમાં સૌથી વધુ મહિલાઓ હોવાનું અનુમાન છે.

  • 30 Apr 2025 09:07 AM (IST)

    અમદાવાદ: ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલિશન

    અમદાવાદ: ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલિશન કરવામાં આવી રહ્યુ છે. 1 હજારથી વધુ ગેરકાયદે કાચા-પાકા મકાનો તોડી પડાયા છે. તળાવ નજીક પૂર્વ અને પશ્ચિમ ભાગમાં ઊભા કરેલા બાંધકામ તોડી પડાયા. હજુ એક અઠવાડિયા સુધી ડિમોલિશનની કામગીરી ચાલી શકે છે. અલગ-અલગ ફેઝમાં ગેરકાયદે બાંધકામ તોડવાનો પ્લાન નક્કી થયો હતો.  દબાણો જમીનદોસ્ત કરી હજારો સ્કવેર મીટર વિસ્તાર દબાણમુક્ત કરાયો.

  • 30 Apr 2025 08:25 AM (IST)

    ઈન્દિરા બ્રિજ આત્રેય ઓર્કિડમાં લાગેલી આગમાં એક મહિલાનું મોત

    અમદાવાદમાં ઈન્દિરા બ્રિજ આત્રેય ઓર્કિડમાં લાગેલી આગમાં વનિતાબેન નામની મહિલાનું મોત થયુ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન આ મહિલાનું મોત થયુ છે.

  • 30 Apr 2025 07:32 AM (IST)

    અમદાવાદ: ઈન્દિરા બ્રિજ પાસે રહેણાંક ઇમારતમાં લાગેલી આગ કાબુમાં

    અમદાવાદ: ઈન્દિરા બ્રિજ પાસે રહેણાંક ઇમારતમાં લાગેલી આગ કાબુમાં આવી ગઇ છે. આત્રેય ઓર્ચિડ નામની ઇમારતમાં  આગ લાગી હતી. આગની ઘટનામાં 20 લોકોને રેસક્યુ કરાયા. ફાયર બ્રિગેડના 100 જવાનો અને 22 ગાડીઓ કામગીરીમાં જોડાઇ. ઇમારતનાં ચોથા માળે આગ લાગી હતી. ઘટનાનાં 5થી વધુ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે. ACમાં આગ લાગ્યા બાદ આગ વધુ ફેલાઇ હોવાની સંભાવના છે.

  • 30 Apr 2025 07:30 AM (IST)

    અમદાવાદ: ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયો 37કરોડનો હાઈબ્રીડ ગાંજો

    અમદાવાદ: ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી  37કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો છે. DRI એ 37 કિલો જેટલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો. બેંગકોકથી આવેલા 4 ભારતીય પ્રવાસીઓ પાસેથી ગાંજો ઝડપાયો. ખાણીપીણીનાં પેકિંગમાં સંતાડીને હાઈબ્રીડ ગાંજાની હેરફેર કરવામાં આવી રહી હતી.

Published On - Apr 30,2025 7:29 AM

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">