3 ઓગષ્ટના મહત્વના સમાચાર :હાઇકોર્ટની ટકોર બાદ પણ સાબરમતીને પ્રદુષિત કરવાનો ખેલ યથાવત, TV9ના કેમેરામાં કેદ થયા સૌથી ચિંતાજનક દ્રશ્યો, AMC અને GPCBની કામગીરી સામે સવાલ..

|

Aug 03, 2024 | 7:48 PM

Gujarat Live Updates : આજે 3 ઓગષ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

3 ઓગષ્ટના મહત્વના સમાચાર :હાઇકોર્ટની ટકોર બાદ પણ સાબરમતીને પ્રદુષિત કરવાનો ખેલ યથાવત, TV9ના કેમેરામાં કેદ થયા સૌથી ચિંતાજનક દ્રશ્યો, AMC અને GPCBની કામગીરી સામે સવાલ..

Follow us on

પેરિસ ઓલિમ્પિકમાં હોકીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ પછી પહેલીવાર હરાવ્યું છે. આર્ચરીમાં ભારતીય મિક્સ્ડ ટીમ સેમિફાઈનલમાં પહોંચી છે , તો મનુ ભાકર શૂટિંગમાં વધુ એક મેડલની રેસમાં છે.  વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત ગામની રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ મુલાકાત લીધી. બે દિવસથી રાહુલ ગાંધી વાયનાડમાં છે.  પાંચ વર્ષ સુધી એક ઝોનમાં ફરજ બજાવનારા PSI-PIની બદલીના નિયમ જાહેર કરાયા છે.  જે-તે ઝોન અને નજીકના જિલ્લામાં બદલી નહીં થાય. વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે. ભ્રષ્ટ ક્લાસ વન અધિકારીઓ પર ગાળિયો કસાશે. ચોમાસુ સત્રમાં સરકાર સુધારા વિધેયક લાવશે. ફરજિયાત નિવૃત્તિથી માંડી મિલકત ટાંચમાં લેવાની તૈયારી છે. અમદાવાદ કોર્પોરેશનના લાંચિયા અધિકારી હર્ષદ ભોજક ત્રણ દિવસના ACBના રિમાન્ડ પર છે.  5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. એક સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Aug 2024 06:39 PM (IST)

    રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા, અંબિકા નદી બે કાંઠે થતા 13 ગામના રસ્તા બંધ

    રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. બનાસકાંઠાના દાંતામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ થયો. સાથે, પાલનપુર, વડગામ, દાંતીવાડા સહિતના વિસ્તારમાં પણ મેઘાએ બેટિંગ કરી. મોરબીમાં પણ સવારથી ધીમીધારે વરસાદ યથાવત છે. વરસાદી ઝાપટાના પગલે અહીં, અમુક રસ્તા પર પાણી ભરાઇ ગયા. બીજી તરફ, બોટાદના રાણપુર અને બરવાળા પંથકમાં પણ જોરદાર વરસાદ થતા માર્ગો પર પાણી વહેતા થયા. આ તરફ, મહેસાણાના ઊંઝામાં પણ વાતાવરણ પલટો થયો અને મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા. ઉપરાંત, ડાંગના સાપુતારામાં સારો વરસાદ થતા અંબિકા નદી બે કાંઠે વહેતી થઇ. અહીંનો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા 13 ગામોના રસ્તા બંધ થયા. ગાંધીનગરના દહેગામમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ થયો. પૂર્ણિમાના ઢાળ, ST સ્ટેન્ડ અને પથિકાશ્રમ વિસ્તારમાં પાણી ભરાયા.

     

  • 03 Aug 2024 06:25 PM (IST)

    દક્ષિણ અમેરિકાની અમેઝોન નદીમાં જોવા મળતી સેલ્ફીન કેટફીશ ભરૂચના આમોદમાં જોવા મળી

    દક્ષિણ અમેરિકાની અમેઝોન નદીમાં જોવા મળતી સેલ્ફીન કેટફીશ ભરૂચના આમોદમાં જોવા મળી. આમોદના પુરસા ગામના તળાવમાંથી સેલ્ફીન કેટફીશ મળી આવી છે. માછલી પકડવા ગયેલા માછીમારને આ પાંખવાળી માછલી મળી આવતા કુતુહલ થયુ હતુ. હાલ માછલીને જોવા માટે લોકો ભેગા થયા હતા. સેલ્ફીન કેટફિશ તરીકે ઓળખાતી માછલી મળી આવતા કૌતુક સર્જાયુ છે.


  • 03 Aug 2024 05:47 PM (IST)

    પોલીસમાં ભરતી અને બઢતી અંગે રાજ્ય પોલીસ વડાનો નિર્ણય, બિન હથિયારી PSIની સીધી ભરતી નહીં થાય 

     

    પોલીસમાં ભરતી અને બઢતી અંગે રાજ્ય પોલીસ વડાનો નિર્ણય. ASI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલની ભરતી અંગે નિર્ણય કરાયો છે. જેમા બિન હથિયારી PSIની હવે સીધી ભરતી નહીં થાય. ASIની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી જ ભરવા આદેશ કરાયો છે. પાત્રતા ધરાવતા હેડ કોન્સ્ટેબલ ASIની બઢતી અપાશે. કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી જગ્યા ભરાશે. 30 ઓગષ્ટ સુધીમાં કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ કરાયો છે.

     

  • 03 Aug 2024 05:41 PM (IST)

    કચ્છ: કોંગ્રેસના નેતા એચ.એસ.આહિર ફરી આવ્યા ચર્ચામાં, IBના અધિકારીની ખેંચી ખુરશી

     

     

    કચ્છ: કોંગ્રેસના નેતા એચ.એસ.આહિર ફરી ચર્ચામાં આવ્યા છે. આઈબીના મહિલા અધિકારીની ખુરશી ખેંચી હોવાનો તેમની સામે આક્ષેપ થયો છે. તેમણે ખુરશી ખેંચતા મહિલા અધિકારી પડ્યા હતા. આહિરે જાણી જોઈને આ કૃત્ય કર્યુ હોવાન મહિલા અધિકારીએ આક્ષેપ કર્યો છે. જિજ્ઞેશમ મેવાણીની પત્રકાર પરિષદ દરમિયાનની આ ઘટના હોવાની વિગતો મળી રહી છે. મહિલા અધિકારીએ આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવી છે. અગાઉ પણ કોંગ્રેસ નેતા એચ.એસ આહિર વિવાદમાં આવી ચુક્યા છે.

     

     

     

     

  • 03 Aug 2024 05:22 PM (IST)

    આટકોટના છાત્રાલયમાં પૂર્વ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના આરોપોને ભાજપના ભરત બોઘરાએ ફગાવ્યા

    રાજકોટના આટકોટમાં આવેલી ડી.બી.પટેલ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરી ચુકેલી વિદ્યાર્થિનીએ ભાજપ આગેવાન મધુ ટાઢાણી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. યુવતીના ચોંકાવનારા આરોપોથી આટકોટનું કન્યા છાત્રાલય ચર્ચામાં આવ્યું. ત્યારે આજે આટકોટ કન્યા છાત્રાલય ખાતે પાટીદાર આગેવાનો બેઠક મળી. જેમાં ભાજપ નેતા ભરત ભોઘરા,  ડી.બી.પટેલ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. બેઠક બાદ ભરત ભોઘરાએ કહ્યું કે પોલીસ તપસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. સાથે ભરત ભોધરાએ કહ્યું કે હોસ્પિટલના કોઈપણ રૂમમાં કે કોઈપણ ખૂણામાં દુષ્કર્મની કોઈપણ ઘટના નથી બની. આવા આરોપો હિતશત્રુઓ ઘડી રહ્યા છે.

  • 03 Aug 2024 05:16 PM (IST)

    વડોદરામાં જરોદ ચોકડી પર ઉઠી મરણચીસો, ચાર વાહનો ટકરાતા બે લોકોના મોત

    વડોદરા: જરોદ ચોકડી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં અન્ય બે વાહન પણ ટકરાયા. જેમા વચ્ચે ઈકો કાર દબાઈ જતા દંપતીનું કારમાં જ મોત નિપજ્યુ હતુ. ગોજારા અકસ્માતને પગલે ઘટનાસ્થળે જાણે મરણચીસો ઉઠી હતી. ગાડી વચ્ચે દબાઈ જતા બે લોકો ગાડીમાં જ ફસાયા હતા.

     

  • 03 Aug 2024 01:48 PM (IST)

    વલસાડઃ મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ છલોછલ

    વલસાડઃ મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ છલોછલ ભરાયો છે. ડેમની સપાટી 73.80 મીટરે પહોંચી છે. મધુબન ડેમમાં પાણીની આવક 55,854 ક્યુસેક છે. ડેમમાંથી 48,307 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. મધુબન ડેમના 8 દરવાજા 1.4 મીટર સુધી ખોલાયા છે. દમણગંગાના ગામ પાસે રહેતા લોકોને એલર્ટ કરાયા છે. લોકોને નદીના પટમાં ન જવાની અપીલ કરાઈ છે.

     

  • 03 Aug 2024 01:09 PM (IST)

    જૂનાગઢ : 8 વર્ષની બાળકીને 3 શ્વાને ભર્યા બચકા

    જૂનાગઢ: કાથરોટા ગામમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. 8 વર્ષની બાળકીને 3 શ્વાને બચકા ભર્યા છે. બાળકીને માથાના ભાગે અને હાથમા ઇજાઓ પહોંચી છે. બાળકી વાડી નજીકના રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે આ ઘટના બની. બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમા ખસેડાઈ છે. બાળકીનો પરિવાર મૂળ મધ્ય પ્રદેશના ધવલી ગામનો વતની છે.

  • 03 Aug 2024 12:05 PM (IST)

    ભરૂચ: ખાનગી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં 1 મોત 5 ઘાયલ

    ભરૂચ: ખાનગી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં 1 મોત 5 ઘાયલ થયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર આ ઘટના બની છે. બિસ્માર રસ્તાને કારણે રોંગ સાઇડથી આવતી ખાનગી બસે અકસ્માત સર્જ્યો હતો. ઝઘડિયાના ખડોલી નજીક અકસ્માતનો બનાવ બન્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.

  • 03 Aug 2024 11:33 AM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલ મહીસાગરની મુલાકાતે

    CM ભૂપેન્દ્ર પટેલ મહીસાગરની મુલાકાતે છે. તેમણે બાલાસિનોરમાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું. 31 સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યુ. 44.05 કરોડના ખર્ચે આ સેન્ટર તૈયાર કરાયા છે. મુખ્યમંત્રીએ સેન્ટરનું નિરીક્ષણ કર્યુ.

  • 03 Aug 2024 10:59 AM (IST)

    રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં ધોળાદિવસે લૂંટનો પ્રયાસ

    રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં ધોળાદિવસે લૂંટનો પ્રયાસ થયો છે. બાઈક પર આવેલા લૂંટારૂએ લૂંટનો પ્રયાસ કર્યો. બાઇકચાલક રિક્ષામાં મુકેલ બેગ ઉપાડી ભાગ્યો હતો. માલિક તેને જોઈ જતા બાઈકચાલકની પાછળ દોડ્યો હતો. બેગ માલિક પાછળ દોડતા લૂંટારૂ બેગ મુકી ફરાર થઇ ગયો હતો. લૂંટના નિષ્ફળ પ્રયાસની ઘટના CCTVમાં કેદ થઇ છે.

  • 03 Aug 2024 10:14 AM (IST)

    સુરતના સરથાણામાં ભૂવો પડવાની શરૂઆત

    સુરતના સરથાણામાં ભૂવો પડવાની શરૂઆત થઇ છે. સામધામ સર્કલ પાસે ભૂવો પડવાની શરૂઆત થઇ છે. રોડ બેસી જતા રાહદારીઓને હાલાકી પડી રહી છે. જો તકેદારીના ભાગ રૂપે બેરિકેટ વગાવવા માગ છે. બેરિકેટ લગાવવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે. મહાનગરમાં ભૂવાઓથી શહેરીજનો પરેશાન છે.

  • 03 Aug 2024 07:50 AM (IST)

    સાબરકાંઠા: LPG ગેસના સિલિન્ડર ચોરતી ગેંગ ઝડપાઈ

    સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને ખેડાની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીના એલપીજી ગેસના બાટલા ચોરતી ગેંગ ઝડપાઈ. હિંમતનગર LCBએ તલોદના રણાસણ નજીકથી બાટલા ચોર ગેંગ ઝડપી પાડી. પોલીસે ત્રણ આરોપીઓને 46 ચોરીના બાટલા સાથે ઝડપી જેલ હવાલે કર્યા. પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાંથી ગેસના બાટલા રાત્રી દરમિયાન તાળા તોડીને ચોરી કરતા હોવાનો પોલીસ તપાસમાં આરોપીઓનો ખુલાસો.

  • 03 Aug 2024 07:50 AM (IST)

    સુરતમાં વધુ એક લાંચિયો લપેટાયો

    સુરતમાં વધુ એક લાંચિયો લપેટાયો છે. સુરત ACBએ વદેશીયા ગ્રામ પંચાયતના વહીવટદારને લાંચ લેતા રંગહાથ ઝડપ્યો છે. વહીવટદાર સંજય પટેલ સરકારી કામો કરતા કોન્ટ્રાક્ટર પાસે કમિશન પેટે 42 હજાર 500ની લાંચ માગી હતી. છેલ્લે બંને પક્ષો વચ્ચે રૂપિયા 35 હજારમાં સમાધાન થયું હતું. જોકે ફરિયાદીએ આ અંગે ACBમાં ફરિયાદ કરી દેતા છટકું ગોઠવાયું અને વહીવટદારને રંગેહાથ લાંચની રકમ સ્વિકારતા ઝડપી લેવાયો હતો.

  • 03 Aug 2024 07:49 AM (IST)

    સોમનાથમાં શ્રાવણની શરુઆત પહેલાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

    સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થઇ રહ્યો છે… શ્રાવણ માસમાં ભક્તો શિવના રંગે રંગાઇ જશે… ત્યારે, દેશના પ્રથમ જ્યોતિર્લિંગ ગીર સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ હજારો ભક્તો ઉમટી પડશે… જેને લઇ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવાયો છે… ભક્તો શાંતિથી મહાદેવના દર્શન કરી શકે… કોઇ અગવડતા ના પડે તે માટેનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે…. આ વખતે સોમનાથનું કેમ્પસ પણ મોટું કરી દેવાયું છે…. ઉલ્લેખનીય છે, શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં 300 પોલીસ જવાન… SRPની 2 કંપની… QRTની ટીમ અને ધોડેસવારની પોલીસ તૈનાત રહેશે… ઉપરાંત, બોમ્બ સ્કવોડને પણ તૈનાત રખાશે…

Published On - 7:48 am, Sat, 3 August 24