AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

29 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદમાં હાથીને માર મારવા મુદ્દે પોલીસે શરૂ કરી તપાસ, 17 જેટલા મહાવત અને સ્ટાફના લેવાયા નિવેદન, તમામ હાથીનું કરાયુ મેડિકલ ચેકઅપ 

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2025 | 10:54 PM

Gujarat Live Updates : આજ 29 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

29 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદમાં હાથીને માર મારવા મુદ્દે પોલીસે શરૂ કરી તપાસ, 17 જેટલા મહાવત અને સ્ટાફના લેવાયા નિવેદન, તમામ હાથીનું કરાયુ મેડિકલ ચેકઅપ 

આજે 29 જૂનને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Jun 2025 09:30 PM (IST)

    જુલાઈ મહિનાની શરૂઆતે દેશમાં લાગુ થશે 5 બદલાવ

    • જુલાઈ મહિનાની શરૂઆતે દેશમાં લાગુ થશે 5 બદલાવ
    • ઘરના બજેટથી લઈ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને અસર
    • ભારતીય રેલવે પણ પોતાના નિયમોમાં થઈ શકે બદલાવ
    • તત્કાલ ટ્રેન ટિકિટ બુકીંગના નિયમમાં પણ મોટો બદલાવ
    • ક્રેડિટ કાર્ડ અને ATM ચાર્જના નિયમોમાં ફેરફાર લાગુ થશે
    • દિલ્લીના જૂના વાહનધારકોને નહીં મળે પેટ્રોલ અને ડિઝલ

    દરેક મહિનાની જેમ જુલાઈની પહેલી તારીખે 5 બદલાવ લાગુ થવા જઈ રહ્યા છે. તેની અસર દરેક ઘર અને દરેકના ખિસ્સા પર પડશે. ઘરની રસોઈમાં ઉપયોગ થનારા LPG ગેસ સિલિન્ડરની કિંમતોથી લઈ ક્રેડિટ કાર્ડના વપરાશ પર લાગતા ચાર્જમાં વધારો થઈ શકે છે. ભારતીય રેલવે પણ પહેલી જુલાઈથી પોતાના નિયમોમાં બદલાવ કરવા જઈ રહ્યું છે.

  • 29 Jun 2025 09:00 PM (IST)

    સુરત: સરથાણામાં નકલી સોનાના દાગીના બનાવતું કારખાનું ઝડપાયું

    • સુરત: સરથાણામાં નકલી સોનાના દાગીના બનાવતું કારખાનું ઝડપાયું
    • દાગીનામાં અસલી સોનું ફક્ત નામ પૂરતુ ભેળવી કરતા કૌભાંડ
    • પોલીસે નકલી સોનું બનાવતી ગેંગના 12 આરોપીની કરી ધરપકડ
    • ચાર ચેન,ચેન બનવાનું મશીન,હોલમાર્કનો સિક્કો કર્યો જપ્ત
    • 100 ટકામાં 23 ટકા ગોલ્ડ નાખી હોલમાર્ક સિક્કો મારી કરતા હતા વેચાણ
    • એક મહિનાથી કારખાનું ચલાવવામાં આવતું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું
    • શિવ મંદિર જ્વેલર્સમાં બે આરોપીઓ આપવા ગયો હતો ડુપ્લીકેટ સોનું
    • જ્વેલર્સના માલિકને ડુપ્લીકેટ સોનું હોવાની જાણ થતાં પોલીસને કરી ફરિયાદ
    • પોલીસે અલગ અલગ ટીમ બનાવી તમામ આરોપીની કરી ધરપકડ
  • 29 Jun 2025 08:39 PM (IST)

    હાથીને લાકડી વડે મારવાની ઘટનાને જ્યોતિર્નાથ મહારાજે વખોડી

    • હાથીને લાકડી વડે મારવાની ઘટનાને જ્યોતિર્નાથ મહારાજે વખોડી
    • હાથી પર બર્બરતા દાખવી તે અસ્વીકાર્ય છે: જ્યોતિર્નાથ મહારાજ
    • “હાથીને બાંધીને માર્યો એના કરતા છુટ્ટો હોય ત્યારે મારી બતાવો”
    • વનવિભાગ, સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ: જ્યોતિર્નાથ મહારાજ
    • “રથયાત્રામાં DJ, સિસોટીના અવાજ વચ્ચે ચલાવતા પણ બર્બરતા”
    • પ્રાણીઓને પ્રેમથી જ કાબૂ કરવા જોઈએ: જ્યોતિર્નાથ
  • 29 Jun 2025 08:00 PM (IST)

    અમદાવાદના નરોડામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

    અમદાવાદના નરોડામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો અને મિત્ર જ નીકળ્યો જાની દુશ્મન. બે દિવસ પહેલા નરોડામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે રાજસ્થાનથી બે આરોપીને ઝડપી પાડ્યા છે.. જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક તેમજ બંને આરોપી મિત્રો હતા. એકબીજાને અપશબ્દો બોલાવા મુદ્દે ત્રણેય વચ્ચે બોલાચાલી થઈ. જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપી ભાવેશ અસારીએ સગીર મિત્ર સાથે મળી મૃતક વચનારામ પરમારને માર માર્યો. બાદમાં પાણી ભરેલા ગરનાળામાં ફેંકી હત્યા નીપજાવી. પોલીસે CCTV ફૂટેજના આધારે બંને આરોપીને ઝડપી પાડ્યા છે

    પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ત્રણેય મિત્રો નરોડાની ખાનગી કંપનીમાં સાથે કામ કરતા હતા અને હત્યા થઈ તે સાંજે ત્રણેય મિત્રો ચાલવા નીકળ્યા હતા જો કે, મજાકમાં થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી ગઈ. મિત્રએ જ મિત્રની હત્યા નીપજાવતા પોલીસે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • 29 Jun 2025 07:33 PM (IST)

    ડાંગમાં વરસાદી સીઝને વાતાવરણને બનાવ્યુ આહ્લાદક

    ડાંગ જિલ્લામાં ધીમીધારે વરસતા વરસાદે સમગ્ર વાતાવરણને આહ્લાદક બનાવી દીધુ છે. ચોમાસું જામતાની સાથે જ દર વર્ષે ડાંગમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી છે.. આ વર્ષે પણ રાજ્યના અનેક જિલ્લામાંથી પ્રવાસીઓ ડાંગમાં કુદરતી સૌંદર્યને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે.. ખાસ કરીને અંબિકા નદી ઉપરના ગીરા ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.. ઉપરાંત સાપુતારામાં ધીમી ધારે વરસતા વરસાદની વચ્ચે પ્રવાસીઓએ બોટિંગ, રોપ-વે અને અન્ય પ્રવૃત્તિઓનો ભરપૂર આનંદ માણ્યો હતો. વરસાદી વાતાવરણ અને ધુમ્મસભર્યા દ્રશ્યોએ પ્રવાસીઓનાં મન મોહી લીધા હતા. મહાલ ઇકો ટુરિઝમ સાઇટ, શબરીધામ અને અંજનકુંડ જેવા ડાંગના અન્ય પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી.

  • 29 Jun 2025 07:00 PM (IST)

    ભરૂચ: નેશનલ હાઈવે 48 પર ફરી વાહનોની લાંબી કતાર

    • ભરૂચ: નેશનલ હાઈવે 48 પર ફરી વાહનોની લાંબી કતાર
    • અંકલેશ્વર નજીક ચક્કાજામ થતા વાહનચાલકો અટવાયા
    • ટ્રાફિકજામની સમસ્યાથી વાહનચાલકોને ભારે હાલાકી
    • સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે આવશે તે એક મોટો સવાલ
  • 29 Jun 2025 06:31 PM (IST)

    વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે 48 પર પડ્યો ભૂવો

    • વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે 48 પર પડ્યો ભૂવો
    • કરજણના કંડારી ગામના પાટિયા પાસે ભૂવો પડતા થયો ટ્રાફિક જામ
    • નવા બનેલા રોડ પર ભૂવો પડતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ
    • હાઈવે પર પડેલા ખાડા પર તંત્રએ માત્ર કપચી નાખી માન્યો સંતોષ
    • હાઇવે ઓથોરિટી ખાડાઓનું સમારકામ કરે તેવી વાહનચાલકોની માગ

    ઉલ્લેખનીય છે કે વડોદરા અને ભરૂચ વચ્ચે જામ્બુઆ બ્રિજ, પોર બ્રિજ, કંડારી બ્રિજ પર વરસાદને લઈ રસ્તા પર ખાડા પડ્યા છે. આ ત્રણેય બ્રિજ પર ખાડાઓને કારણે સર્જાય છે ટ્રાફિક જામ. જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

  • 29 Jun 2025 06:00 PM (IST)

    4 વાગ્યા સુધી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

    • રાજ્યમાં આજે પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં
    • 128 તાલુકાઓમાં વરસ્યો વરસાદ
    • સૌથી વધુ અમદાવાદના વિરમગામમાં 3.11 ઈંચ વરસાદથી ભરાયા પાણી
    • મહેસાણાના કડીમાં 2.52 ઈંચ વરસાદ
    • અમદાવાદના બાવળા અને સુરતના ઉમરપાડામાં 1.22 ઈંચ વરસાદ
    • આગામી 4 વાગ્યા સુધી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
    • હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
    • કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા
    • અમરેલી, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પડી શકે છે વરસાદ
  • 29 Jun 2025 05:30 PM (IST)

    આર્થિક ભીંસથી કંટાળી ખેડૂતનો આપઘાત

    કમકમાટી છૂટી જાય તેવી આ ઘટના રાજકોટ જિલ્લાના જામકંડોરણાથી સામે આવી. જ્યાં જામદાદાર ગામે ખેડૂતો આર્થિક તંગી અને નુકસાનીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. જામદાદર ગામના મૃતક ખેડૂત માધાભાઈ રાઠોડે 7 વિઘા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું.  મગફળીના વાવેતરમાં ખર્ચ જેટલું પણ વળતર ન મળ્યું જેથી ખેડૂત હતાશ થઈ ગયો હતો. સાથે જ ધાર્યા કરતા ખેડૂતને ઉત્પાદન પણ ખૂબ ઓછું મળવાના કારણે મોટો આર્થિક ફટકો પડ્યો હતો. સાથે જ કમોસમી વરસાદ બાદ આર્થિક નુકસાનથી તેઓ કંટાળ્યા હતા. જેથી બપોરના સમયે વાડીની ઓરડીમાં ગળેફાંસો લગાવી પોતાનું જીવન ટુંકાવ્યું.

  • 29 Jun 2025 05:00 PM (IST)

    અમદાવાદઃ વિરમગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ

    • અમદાવાદઃ વિરમગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
    • વિરમગામ, માંડલ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ
    • વિરમગામમાં 3.11 ઈંચ વરસાદથી ભરાયા પાણી
    • વિરમગામ શહેરના ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, પરકોટા સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા
    • વિરમગામ નગરપાલિકાની પ્રિ-મોન્સુન પ્લાન કામગીરીની પોલ ખુલી
    • માંડલમાં સતત વરસાદથી મામલતદાર કચેરી બહાર ભરાયા પાણી
    • દસાડા રોડ ઉપરની સોસાયટી, ચબૂતરા ચોક અને નીચાણવાળા વિસ્તાર પણ પાણીમાં ગરકાવ
    • પરાવાસ, હાજર હનુમાન સહિતના વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય
    • માંડલમાં પણ પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી
  • 29 Jun 2025 04:30 PM (IST)

    ઓડિસામાં ગુંડીચા મંદિર નજીક નાસભાગમાં 3ના મોત, 50 થી વધુ ઈજાગ્રસ્ત

    • ઓડિશા: પુરીમાં નાસભાગ થતા ત્રણના મોત
    • ગુંડિચા મંદિર નજીક નાસભાગ થતા 50થી વધુ લોકો ઘાયલ
    • 6 ઘાયલની હાલત વધુ ગંભીર હોવાનું સામે આવ્યું
    • પ્રશાસનની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ
    • એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ એક જ હોવાથી ભીડ વધી હોવાનો દાવો
    • પ્રશાનને VIP લોકો માટે અલગથી નવો રસ્તો બનાવ્યો હોવાનો આક્ષેપ
    • આવવા-જવા માટે એક જ બાજુ રસ્તો હોવાથી ભીડ બેકાબૂ થયાનો દાવો
    • ટ્રાફિક મેનેજમેન્ટ સામે પણ ભક્તોએ ઉઠાવ્યા સવાલ

    પુરીના ગુંડિચા મંદિર પાસે મળસ્કે 4 કલાકે નાસભાગ થઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. ભગવાન બલભદ્ર અને સુભદ્રાજીના રથ અંતિમ સ્થળ સુધી પહોંચી ગયા હતા. બાદમાં, ભગવાન જગન્નાથનો રથ તેમના માસીને ત્યાં, ગુંડીચા મંદિર પહોંચ્યો હતો. જ્યાં ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.. આ દરમિયાન દોડધામ મચી અને જોતજોતામાં સ્થિતિ બેકાબૂ થઈ ગઈ.

  • 29 Jun 2025 04:00 PM (IST)

    સુરત: 22 કિલો ગાંજા સાથે ઝડપાયો CRPF કોન્સ્ટેબલ

    • સુરત: 22 કિલો ગાંજા સાથે ઝડપાયો CRPF કોન્સ્ટેબલ
    • વરાછા વિસ્તારમાંથી ગાંજો લઈ જતો હતો આરોપી
    • વરાછા પોલીસે આરોપીને બાતમીના આધારે ઝડપ્યો
    • ઓડિશાથી ગાંજો લાવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન
    • મૂળ ઓડિશાનો વતની છે આરોપી CRPF કોન્સ્ટેબલ
    • CRPF કોન્સ્ટેબલ સીમાચલ નાહક વિરૂદ્ધ કાર્યવાહી
    • ગાંજો ક્યાં પહોંચાડવાનો હતો તેની હાથ ધરાઈ તપાસ
  • 29 Jun 2025 03:17 PM (IST)

    અમદાવાદમાં રથયાત્રા બાદ હાથીને માર મારવાના વીડિયો મુદ્દે તપાસ શરૂ

    • અમદાવાદઃ હાથીને માર મારવાના વીડિયો મુદ્દે તપાસ શરૂ
    • પોલીસે હાથીના મુખ્ય મહંતની કરી પૂછપરછ
    • મુખ્ય મહંતની સાથે હાથીના અન્ય મહાવતની પણ કરવામાં આવી પૂછપરછ
    • મંદિરના ગાદીપતિ મહંતની પણ કરાઈ પૂછપરછ
    • હાથીને માર મારનાર વ્યક્તિ કોણ હતો તે બાબતે પૂછપરછ કરાઈ
    • દરેક હાથી અને તેના મહાવત વિશે પોલીસે વિગત મેળવી

    તો આ તરફ હાથીને માર મારવાના વીડિયો પર વિવાદ વધતા હાથીખાનાના મહંત જગદીશ મહારાજે ઘટનાને વખોડી છે.. તેમણે દાવો કર્યો છે કે હાથીને માર મારનાર વ્યક્તિ કોણ હતો તેની તપાસ ચાલુ છે.. પોલીસ સાથે મળી તેઓ પગલાં લેશે.. હાથીને માર મારવો અયોગ્ય છે અને માર મારવા પાછળનું કારણ જાણી આરોપી સામે પગલાં ભરવામાં આવશે..

  • 29 Jun 2025 02:41 PM (IST)

    સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 128 તાલુકામાં વરસાદ, સૌથી વઘુ વિરમગામમાં 3.11 ઈંચ

    ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં 31 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આજે રવિવારે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના સમયગાળામાં 128 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વિરમગામ તાલુકામાં 3.11 ઈંચ નોંધાયો છે. મહેસાણાના કડીમાં અઢી ઈંચ, સુરતના ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.

  • 29 Jun 2025 01:47 PM (IST)

    સુરતમાં 100 ટકા અસલીને નામે 77 ટકા ભેળસેળયુક્ત સોનાના દાગીના બનાવીને વેચનાર 12ની ધરપકડ

    સુરત શહેરમાં અસલી સોનાના માર્કા સાથે ભેળસેળયુક્ત સોનાના દાગીના વેચનારા 12ની ધરપકડ કરવામાં આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાંથી હોલમાર્ક ખરા પરંતુ તેમા ભેળસેળયુક્ત દાગીના બનાવતુ કારખાનું ઝડપાયું છે. આ કારખાનામાં ઉત્પાદિત થતા દાગીના ઉપર 100%  શુદ્ધનો સિક્કો મારીને તેમાં માત્ર 23 % ગોલ્ડ નાખી હોલમાર્કની સિક્કો લગાવીને વેચાણ કરતા હતા. સુરત પોલીસે, ચાર ચેન, ચેન બનવાનું મશીન, હોલમાર્કનો સિક્કો કબજે કર્યા છે. ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલ વેલંજા ખાતે રુદ્રાક્ષ સોસાયટીમાં ઘરમાં જઅસલી સોનાના નામે ભેળસેળયુક્ત સોનાના દાગીના બનાવવામાં આવતા હતા. આ કેસમાં,  વિવેક સોની મુખ્ય આરોપી સહિત 12 લોકો સાથે મળી ભેળસેળયુક્ત સોનુ બનાવતા હતા. એક મહિનાથી આ કારખાનું ચલાવવામાં આવતું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

  • 29 Jun 2025 01:41 PM (IST)

    અમદાવાદમાં કાંકરિયા પુષ્પકુંજ સોસાયટી પાસે પડ્યો મોટો ભૂવો

    અમદાવાદમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે વધુ એક ભૂવો પડ્યો છે. કાંકરિયા પુષ્પકુંજ સોસાયટીના પ્રવેશદ્વાર બહાર જ મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે. દરરોજ હજારો વાહનો સાથે વાહનચાલકો અહીંથી પસાર થાય છે. મુખ્ય રોડ પર મસમોટો અંદાજિત 25 ફૂટ લાંબો અને 15 ફૂટ પહોળો ભૂવો પડતા ટ્રાફિક સમસ્યા સર્જાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

  • 29 Jun 2025 01:39 PM (IST)

    જૂનાગઢ જેલ તોડીને ભાગવાનો 4 કેદીએ કર્યો પ્રયાસ

    જૂનાગઢ જેલમાંથી ચાર કેદીએ ફરાર થવાની કોશિષ કરી હતી. રાત્રિના સમયે બેરેકના લોખંડના સળિયા વાળીને બાજુ બિલ્ડિંગમાં છુપાયા હતા. રાત્રિ ડ્યુટી કરતા ગાર્ડે, જેલ અધિકારીએ જાણ કરી હતી. જેલના તમામ સ્ટાફ દ્વારા જેલને કોર્ડન કરી લેવામાં આવી હતી. ચારેય કેદીઓ ભાગતા પહેલા જ પકડી લેવાયા હતા. જેલ તોડીને ભાગી છૂટવાનો પ્રયાસ કરનારા આરોપીઓમાં, ચારેય આરોપીઓ અલગ અલગ પોક્સોના ગુન્હામાં જેલમાં આવ્યા હતા. પોતાને મોટી સજા થશે તેવા ડરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

  • 29 Jun 2025 11:59 AM (IST)

    સુરતમાં ભારે પવન ફૂંકાતા 200 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી

    સુરતમાં ભારે પવનથી 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થયું છે. દિલ્હીગેટ ગોપાલજીની હવેલી નજીક આવેલ હતુ આ વૃક્ષ.  વિશાળ વૃક્ષ ધરાશાયી થતા એક રીક્ષા અને એક મકાનને નુકશાન પહોંચ્યું છે. સદનસીબે વૃક્ષ તુટી પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ઝાડ પડ્યું ત્યાં નજીકમાં જ ભગવાન ગણપતિજીની મૂર્તિ તેયાર કરવામાં આવતી હતી. ઝાડ પડવાથી ગણપતિજીની મૂર્તિને પણ કોઈ નુકશાન થયું નથી.

  • 29 Jun 2025 11:31 AM (IST)

    સુરત એરપોર્ટનું વિસ્તરણ હવે નહીં થાય ! એરપોર્ટ ઓથોરિટીએ જમીન સંપાદનની જરૂર ના હોવાનો લખ્યો પત્ર

    સુરત એરપોર્ટનું વિસ્તરણ કરવા માટેનુ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેના માટે ગુજરાત સરકારે ખાસ નાણાકીય જોગવાઈ કરીને રૂપિયાની ફાળવણી કરી હતી. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે કુલ 215 કરોડ મંજૂર કર્યા હતા. જેમાંથી 100 કરોડનો પ્રથમ હપ્તો જમીન સંપાદન માટે આપવામાં આવ્યો હતો. પરંતુ  એરપોર્ટ ઓથોરિટીએ, જમીન સંપાદનની જરૂર ના હોય તેવો પત્ર લખતા, વિભાગે નાણાં પરત કર્યા છે.

  • 29 Jun 2025 11:17 AM (IST)

    સુરતમાં રેલવે સ્ટેશન પાસે 100 કરોડની સરકારી જમીનમાં કરાયેલ દબાણ તોડી પાડ્યું

    સુરતમાં જિલ્લા પંચાયત દ્વારા અનાધિકૃત કબજેદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે સ્ટેશન નજીક 100 કરોડથી વધુની કિંમતની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. છ દાયકા જુના અને અનઅધિકૃત કબજાનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની 800037 ચોરસ મીટર જગ્યામાં અંબિકા ઓટોમોબાઇલ તેમજ રાણા ટ્રાવેલ્સ દ્વારા દબાણ કરાયું હતું. આ દબાણ વર્ષોથી ખાલી કરવામાં આવતું ના હતું તેથી તેને ડિમોલિશન કરી તોડી પાડવામાં આવ્યું છે. 1961માં જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતા મિલકત જિલ્લા પંચાયત હસ્તક આવી હતી. 1960 ના અરસામાં આ પેઢીઓને સાત વર્ષ માટે લીઝ પર જમીન અપાઈ હતી. સમય મર્યાદા પૂરી છતાં આ પેઢી જમીન ખાલી કરતી ના હતી અને છેલ્લા 50 વર્ષથી મંજૂરી વગર જ દબાણ કરવામાં આવ્યું હતું.

  • 29 Jun 2025 11:15 AM (IST)

    ગીર સોમનાથના ઉનામાં શિકારની શોધમાં નીકળેલો દીપડો ઘરમાં ઘૂસ્યો, ઘર માલિક પર હુમલો

    ગીર સોમનાથના ઉનાના આમોદ્રા ગામે શિકારની શોધમાં દીપડો ઘરમાં ઘૂસ્યો હતો. આજ રોજ વહેલી સવારના સમયે દીપડો ઘરમાં ઘૂસ્યો હતો. આમોદ્રા ગામે શિકારની શોધમાં આવેલ દીપડો ઘરના પાછળના ભાગેથી રસોડામાં ઘૂસ્યો હતો. ઘર માલિક રમેશભાઈ ડોડીયાએ ઘરનો દરવાજો ખોલતા જ શિકારની શોધમાં આવેલ દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ હુમલો કરતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘરમાં ઘૂસેલા દીપડાને વન વિભાગ દ્વારા ટ્રાન્કવિલાઈઝર ગન વડે બેભાન કરી પાંજરે પુરવામાં આવ્યો છે. પાંજરે પુરાયેલ દીપડાને વન વિભાગ દ્વારા જસાધાર એનિમલ કેર સેન્ટરમાં લઇ જવાયો.

  • 29 Jun 2025 11:11 AM (IST)

    સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા પાણી આવક થતા 4 પાવર હાઉસ ચાલુ કરાયા

    સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 54,032 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવાનીરની આવક થવા પામી છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 118.08 મીટરે પહોચી છે. પાણીની આવક થતા CHPH 1 અને RBPH ના 4 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. પાવર હાઉસ ચાલુ થતા નિગમને કરોડો રૂપિયાની આવક થશે. નર્મદાની મેઈન કેનલમાં 12,200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

  • 29 Jun 2025 09:21 AM (IST)

    ઘરે બેઠા બેઠા રૂપિયા કમાવવાની લાલચમાં પ્રૌઢે રૂપિયા 62.93 લાખ ગુમાવ્યા

    ઘરે બેઠા બેઠા રૂપિયા કમાવવાની લાલચમાં પ્રૌઢે 62.93 લાખ ગુમાવ્યા છે. મૂળ આંધ્રપ્રદેશના અને હાલ મોરબીમાં રહેતા પ્રૌઢ સાથે 62 લાખની છેતરપિંડી થવા પામી છે. ટેલીગ્રામમાં વિવિધ આઇડી મારફતે ઘરે બેઠા રૂપિયા કમાવવાની લાલચ આપી પ્રૌઢ પાસે લાખોનું રોકાણ કરાવ્યું હતું. લાલચમાં આવી ધીરે ધીરે પ્રૌઢે 62.93 લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છેતરાયા હોવાની જાણ થતા સત્યનારાયણ નાગેન્દ્રવરાપ્રસાદ નામના પ્રૌઢ એ ફરિયાદ નોંધાવી છે. મોરબી સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી

  • 29 Jun 2025 08:39 AM (IST)

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 232 તાલુકામા મેઘમહેર

    ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 232 તાલુકામાં વત્તાઅંશે વરસાદ નોંધાયો છે. સૌથી વઘુ વરસાદ નવસારી જિલ્લાના ચિખલીમાં 88 મિલિમીટર નોંધાયો છે. આ સાથે ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં કૂલ 31 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

  • 29 Jun 2025 08:24 AM (IST)

    ભાવનગરના ઉપરકોટ વિસ્તારની ખાડાવાળી શેરીમાં 2 માળનું મકાન ધરાશાયી

    ભાવનગર શહેરના ઉપરકોટ વિસ્તારમાં આવેલ ખાડા વાળી શેરીમાં, 2 માળનું મકાન ધરાશાયી થયુ હતું. પડી ગયેલા મકાનના કાટમાળમાં 2 માણસ ફસાયેલનો મેસેજ મળતા,  ભાવનગર શહેર ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ધરાશાયી થયેલ મકાનના કાટમાળમાં અંદર તપાસ કરતા બે લોકો દબાયા હતા. તેઓને બહાર કાઢતા સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જેને લઈને સ્થાનિક માણસો તેમજ ફાયર બિગેડની ટીમ દ્વારા બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે મોકલાયા હતા, સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી.

  • 29 Jun 2025 07:59 AM (IST)

    વ્યાજખોરોના ત્રાસથી પિતાએ પુત્રને કુવામાં નાખી પોતે પણ કરી આત્મહત્યા

    સાબરકાંઠાના ઈડરના ફિંચોડમા પિતાએ પુત્રને કૂવામાં નાંખી પોતે આપઘાત કર્યો છે. વ્યાજખોરોના ત્રાસથી તંગ આવી જઈ લાચાર પિતાએ આ પગલું ભર્યું હતું. પાંચ વર્ષના પુત્રને કુવામાં નાંખી દઈ પોતે પણ પડતું મૂક્યું હતું. કુવામાં પડતા પિતા-પુત્ર બંનેના મોત નીપજ્યાં છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે સ્યુસાઈડ નોટ આધારે તપાસ હાથ ધરી છે.

  • 29 Jun 2025 07:44 AM (IST)

    પાવાગઢ તળેટીમાં પાર્ક કરેલ કારમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળ્યો

    પંચમહાલના પાવાગઢ ખાતે કારમાંથી યુવક-યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પાવાગઢ તળેટીમા આવેલ એસ ટી બસ સ્ટેન્ડ સામે પાર્ક કરેલ કારમાંથી યુવક યુવતીની લાશ મળી આવી છે. લોક કરેલી કારમાંથી યુવક યુવતીની લાશ મળી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી એક્સપર્ટની મદદથી કારનું લોક ખોલ્યુ હતું. પોલીસે યુવક યુવતીની લાશને કારમાંથી બહાર કાઢી હાલોલ હોસ્પિટલમાં પી એમ અર્થે મોકલાવી છે. પ્રાથમિક તપાસમાં યુવક યુવતી હિંમતનગરના હોવાનું અને કાર પાછલા બે દિવસથી પાર્ક કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.

  • 29 Jun 2025 07:31 AM (IST)

    જામનગરમાં લાલપુરમાં બ્રિજ પરથી બાઈક પટકાતા 2ના મોત, 1 ગંભીર

    જામનગરના લાલપુર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક પુલ નીચે ખાબકતા બે યુવાનોના મોત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. લાલપુરથી પોરબંદર હાઇવે ઉપર આ ધટના બની હતી. મૃતક બંને યુવાનો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે.

  • 29 Jun 2025 07:30 AM (IST)

    અમદાવાદ એરપોર્ટ પરથી 2 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

    અમદાવાદ એરપોર્ટ પરથી 2 કરોડનું ડ્રગ્સ પકડાયુ છે. આંતરરાષ્ટ્રીય એરપોટ પરથી 2 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ પકડકવાનો સિલસિલો યથાવત રહેવાપામ્યો છે. થાઈલેન્ડથી ડ્રગ્સ મંગાવ્યાનો ખુલાસો થયો છે.  હાઈબ્રિડ ડ્રગ્સ સાથે એક પેડલરની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા પેડલર સામે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરાઈ છે. એરપોર્ટથી પકડાયેલ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત  કરોડો રૂપિયાની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Published On - Jun 29,2025 7:27 AM

Follow Us:
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે 'સુખદ સમાચાર' લાવશે?
આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે 'સુખદ સમાચાર' લાવશે?
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
ચેલેન્જ વોરમાં હવે કોંગ્રેસ પણ કુદી પડી, અમૃતિયાને આપી ચેલેન્જ
ચેલેન્જ વોરમાં હવે કોંગ્રેસ પણ કુદી પડી, અમૃતિયાને આપી ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">