29 જાન્યુઆરીના મહત્વના સમાચાર : યુજીસીના નવા નિયમો વિરુદ્ધ અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે
આજે 29 જાન્યુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
ગીર સોમનાથઃ પિતા-પુત્ર ઉપર દીપડાનો હુમલો
ગીર સોમનાથમાં ઉના-ભાવનગર રોડ પર આવેલા ગાંગડા ગામમાં એક મકાનની ઓસરીમાં સુતેલા પિતા ઉપર દીપડાએ હુમલો કર્યો. પિતા પર હુમલો થતો જોઈ પુત્ર ત્યાં દોડી આવ્યો. તો દીપડાએ તેના પર પણ હુમલો કર્યો.. એટલે પિતાએ દાતરડાંથી દીપડા પર પલટવાર કર્યો અને તેને ત્યાં જ મારી નાખ્યો. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી પિતા-પુત્ર બંનેને સારવાર માટે ઉના ખસેડ્યા.
-
અમદાવાદ: નશાયુક્ત કફ સિરપની હેરાફેરીમાં 2ની ધરપકડ
અમદાવાદ: નશાયુક્ત કફ સિરપની હેરાફેરીમાં 2ની ધરપકડ થઇ. કફ સિરપની હેરાફેરી કરતી ગાડી પોલીસે ઝડપી પાડી. નશાયુક્ત કફ સિરપની 2500થી વધુ બોટલોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. 4.15 લાખની કિંમતની કફ સિરપની બોટલ જપ્ત કરવામાં આવી છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી, અન્ય 3 ફરાર છે.
-
-
મધ્યપ્રદેશઃ ભાજપ નેતાની ગુંડાગર્દી આવી સામે
મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ભાજપ નેતાની ગુંડાગર્દી સામે આવી છે. મળતી માહિતી મુજબ ભાજપ નેતા પુલકિત ટંડન યુવતીને દોડાવી દોડાવીને મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં આરોપી નેતા યુવતીને જાહેરમાં લગભગ છ જેટલા થપ્પડ મારતો જોવા મળે છે. પ્રાથમિક અનુમાન મુજબ આ ઘટના પ્રેમ પ્રકરણ સાથે સંકળાયેલી હોઈ શકે છે. ઘટનાને લઈને ભારે વિરોધ થયો છે અને લોકો તરફથી હુમલાખોર ભાજપ નેતા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
-
મહારાષ્ટ્ર: અજિત પવારનો પાર્થિવ દેહ ટૂંક સમયમાં તેમના પૈતૃક ગામ લાવવામાં આવશે
હારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો પાર્થિવ દેહ ટૂંક સમયમાં તેમના પૈતૃક ગામ કાટેવાડી લાવવામાં આવશે. અંતિમ સંસ્કાર સવારે 11 વાગ્યે કરવામાં આવશે.
-
કોલંબિયામાં લેન્ડિંગ પહેલાં વિમાન ક્રેશ થયું, 15 લોકોના મોત
કોલંબિયામાં લેન્ડિંગ પહેલાં એક વિમાન ક્રેશ થયું. તેમાં સવાર તમામ 15 લોકોના મોત થયા છે.
-
-
યુજીસીના નવા નિયમો વિરુદ્ધ અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે
સુપ્રીમ કોર્ટ નવા યુજીસી નિયમો વિરુદ્ધ અરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચ આ કેસની સુનાવણી કરશે. વકીલ વિનીત જિંદાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આજે 29 જાન્યુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jan 29,2026 7:30 AM