28 જાન્યુઆરીના મહત્વના સમાચાર : અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર કારની સફેદ લાઈટથી અંજાઈ જતા બાઈક ચાલક ડિવાઈડર સાથે અથડાયો
આજે 28 જાન્યુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 28 જાન્યુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર કારની સફેદ લાઈટથી અંજાઈ જતા બાઈક ચાલક ડિવાઈડર સાથે અથડાયો
અમદાવાદ મહેસાણા હાઈવે છત્રાલ ગામના બ્રિજના સર્વિસ રોડ ઉપર અકસ્માતની ઘટના. બાઇક અને કાર વચ્ચે થયો અકસ્માત. સામેથી આવતી કારની સફેદ લાઇટ બાઇક ચાલકની આખોમાં પડતા બાઇક ચાલક કાબુ ગુમાવતા બાઇક ડીવાઈડર સાથે ટકરાઈ જતા થયો અકસ્માત. અકસ્માતમાં બાઇક ચાલકને પહોંચી સામાન્ય ઇજાઓ સદનસીબે જાનહાનિ ટળી. અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર વધતા અકસ્માત ચિંતા નો વિષય.
-
CM ભૂપેન્દ્ર પટેલે સાસણ ગીરની બજારમા લટાર મારી, ચા પીતા પીતા લોકો સાથે કરી વાતો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરળતા , મૃદુતા અને નિખાલસતા પ્રવાસીઓ, વેપારીઓને સ્પર્શી ગઈ. મુખ્યમંત્રી સાસણમાં સિંહસદનની બહાર નીકળી વેપારીઓ અને પ્રવાસીઓને મળ્યા હતા. સાસણના બજારમાં ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક નાગરિકોના ખબર-અંતર પૂછી સ્થાનિક લોકો સાથે ચા-પાણી પીને શુભકામના પાઠવી હતી.
-
-
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરીયલ ટ્ર્સ્ટ ગવર્નિંગ કાઉન્સીલના વાઈસ ચેરમેન
મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ અંગેની ગવર્નિંગ કાઉન્સિલ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપાઈ વધુ એક મહત્વની જવાબદારી. નાયબ મુખ્યમંત્રીને ગવર્નિંગ કાઉન્સીલના વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ દ્વારા જાબેહનામુ બહાર પાડવામાં આવ્યું છે. આઈ કે પટેલને ટ્રસ્ટમાં મેમ્બર સેક્રેટરી તરીકે કરાયા નિયુક્ત.
-
હત્યા કે આત્મહત્યા ! ગાંધીનગરના જાણીતા બિલ્ડરના યુવાન પુત્રનો મળ્યો મૃતદેહ
ગાંધીનગર બિલ્ડરના 24 વર્ષીય પુત્રની આત્મહત્યાની ઘટના સામે આવી છે. ગાંધીનગર સુઘડ વિસ્તારમાં રહેતા જાણીતા બિલ્ડરનો પુત્ર 25 જાન્યુઆરી ગુમ થયો હતો. રહસ્યમય યુવકની લાશ કડી પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવી. યુવક 25 જાન્યુઆરી ઘરેથી પોતાની કન્સ્ટ્રકશન સાઇટ ઉપર જવાનું કહી નિકળ્યો હતો. રાયપુરની સીમમાંથી યુવક કાર મોબાઇલ અને સુસાઇટ નોટ મળી આવી હતી. પરિવારે યુવકની ગુમ થવાની ફરિયાદ ડભોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. યુવકના હજુ 12 જાન્યુઆરીના દિવસે જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. કડી પોલીસે પણ યુવકની હત્યા થઈ છે કે આત્મહત્યા થઈ એ અંગે પણ તપાસ હાથ ધરી છે. યુવકને 50 લાખની લેતી દેતી મામલે અમુક શખ્સો સાથે બબાલ થઈ હોવાના અને તેને માર મારવા અંગેના પણ સમાચાર પ્રાપ્ત થયા છે.
-
SIRની કામગીરીને કારણે રાજ્યની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી છ માસ સુધી મોકૂફ
ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં મતદાર યાદી સુધારણાની SIRની અગત્યની કામગીરી ચાલુ છે. જે અન્વયે રાજ્યના મહેસૂલી તંત્ર દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું આયોજન કરવુ મુશ્કેલ હોઈ આ તમામ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા આજે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
-
-
અમદાવાદ – મહેસાણા 8 માર્ગીય હાઈવે બનાવાશે, 8 ફ્લાયઓવર-5 અન્ડરબ્રિજ બનશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, આજ મળેલી કેબિનેટની બેઠકમાં અમદાવાદ મહેસાણા રોડ પર વધતા જતા ટ્રાફિકને ધ્યાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. અડાલજથી મહેસાણા સુધીના રોડને અડચણ મુક્ત કરવા માટે, 8 માર્ગીય બનાવવાની મંજૂરી આપી છે. 8 માર્ગીય રોડ બનશે જેથી ટ્રાફિક દૂર થશે. 8 ફ્લાય ઓવર બ્રિજ બનશે. છત્રાલ બે ચાર માર્ગીય ફલાય ઓવર બનશે. 5 કરતા વધુ અન્ડર પાસ બનશે.
-
BAPS ના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામીનો 92મો જન્મજયંતી મહોત્સવ, 2 ફેબ્રુઆરીએ વડોદરામાં APMC માર્કેટ નજીક યોજાશે
આગામી 2 ફેબ્રુઆરી, 2026 સોમવારના દિવસે સાંજે 5થી 8વાગ્યા દરિમયાન બી.એ.પી.એસ.ના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ વડોદરામાં ‘એ.પી.એમ.સી. માર્કેટ નજીક, નેશનલ હાઈવે-48’ખાતે ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવશે. 350 એકરના મહોત્સવ સ્થળે 14000 જેટલાં સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે તેઓ બી.એ.પી.એસ. સંસ્થાના વૈશ્વિક સેવાકાર્યોનું સુકાન સંભાળી રહ્યા છે. તેઓની નિશ્રામાં વિશ્વભરના 1800 થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જતન થઈ રહ્યું છે. વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર એવા રૉબિન્સવિલ, ન્યૂજર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામથી લઈને મિડલ ઈસ્ટમાં સૌપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર એવા અબુ ધાબી સ્થિત ‘બી.એ.પી.એસ. હિન્દુ મંદિર’ જેવા અનેક મંદિરોના નિર્માણ દ્વારા તેમણે સનાતન પરંપરાનો અભૂતપૂર્વ જયઘોષ કર્યો છે.
-
સુરેન્દ્રનગરના લીંબડી સરકારી હોસ્પિટલ પાસે આવેલા મોબાઈલ ટાવરમાં લાગી આગ
સુરેન્દ્રનગરના લીંબડીની સરકારી હોસ્પિટલ પાસે આવેલા મોબાઈલ ટાવરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. શહેરની મધ્યમાં આવેલ ખાનગી મોબાઈલ ટાવરમાં આગ લાગતા અફડા તફડી સર્જાઈ હતી. લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા અને આ અંગે પાલિકાની ફાયર ફાયટર ટીમને કરી જાણ. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન.
-
અજિત પવારની અંત્યેષ્ઠી આવતીકાલે બુધવારે બારામતીમાં કરાશે, PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સહિતના અનેક નેતાઓ રહેશે ઉપસ્થિત
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારના અંતિમ સંસ્કાર આવતીકાલ 29મી જાન્યુઆરીને બુધવારના રોજ, બારામતી ખાતે યોજાશે. અંત્યેષ્ઠી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહીત દિલ્હી અને દેશભરમાંથી અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેશે. વિદેશમાં રહેતા પવાર પરિવારના ઘણા સંબંધીઓ પણ અંતિમવિધીમાં હાજરી આપશે. બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડ ખાતે સવારે 11 વાગ્યે કરાશે અંતિમ સંસ્કાર.
-
દાવો કરવામાં આવી રહ્યો છે કે અજિત પવારના વિમાન દુર્ઘટના પછી ત્રણથી ચાર વિસ્ફોટ થયા હતા
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે વિમાન દુર્ઘટના પછી ત્રણથી ચાર મોટા વિસ્ફોટ થયા હતા. ક્રેશનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે, જેમાં વિમાન આકાશમાં ફરતું દેખાય છે. ત્યારબાદ, જમીન પર પટકાયા પછી એક મોટો વિસ્ફોટ થયો. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યારબાદ ત્રણથી ચાર વધુ વિસ્ફોટ થયા.
-
અજિત પવારના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર બારામતીના શારદા મેદાનમાં થશે
અજિત પવારના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કાલે બારામતીના શારદા મેદાનમાં થશે. પવાર પરિવાર બારામતી પહોંચી ગયો છે.
-
બનાસકાંઠા : ધાનેરાના ઋણી ગામે વીજ કરંટથી વીજકર્મીનુ મોત.
બનાસકાંઠાના ધાનેરાના ઋણી ગામે વીજ કરંટથી વીજકર્મીનુ મોત થયુ છે. નવીન વીજ લાઈન નાખવાની કામગીરી દરમિયાન ઘટના બની. કામગીરી સમયે વીજ કામદારનો હાથ વીજ લાઈનને અડી જતા ઘટના બની. ઘટનામાં પંચમહાલના વીજ કામદારનુ મોત થયુ છે. મૃતદેહને પીએમ અર્થે ધાનેરા રેફરલ લવાયો. પીએમ બાદ મૃતદેહને પંચમહાલ રવાના કરાશે.
-
નવસારી: બિલીમોરા શહેરમાં વાનરનો આતંક, 4 જેટલા મુસાફરો પર કર્યો હુમલો
નવસારી: બિલીમોરા શહેરમાં વાનરનો આતંક જોવા મલી રહ્યો છે. રેલવે સ્ટેશન પર વાનર 4 જેટલા મુસાફરો પર હુમલો કર્યો. વાનરના હુમલાથી મુસાફરોમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. તોફાને ચડેલા વાનરને પકડવા માટે વન વિભાગને જાણ કરાઈ.
-
વડોદરા: પોરથી જાંબુઆ તરફ જતાં નેશનલ હાઈવે પર અકસ્માત
વડોદરા: પોરથી જાંબુઆ તરફ જતાં નેશનલ હાઈવે પર રફ્તારનો કહેર જોવા મળ્યો. કાર ચાલકે બાઈકને અટફેટે લેતા કારે પલટી મારી. બેફામ કાર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતાં એકનું મોત થયુ છે. બાઈક પર સવાર અન્ય યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની ઘટનાના ચોંકાવનારા CCTV સામે આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી.
-
વડોદરામાં દૂષિત પાણીની સમસ્યાનો અનોખો વિરોધ
વડોદરામાં દૂષિત પાણીની સમસ્યાનો અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે. અધિકારીનાં ટેબલ પર દૂષિત પાણી ઢોળી આક્રોશ વ્યક્ત કરાયો. વોર્ડ નં.14 ની કચેરીમાં કોંગ્રેસ કાર્યકરોએ હલ્લાબોલ કર્યો. વાડી સોની પોળમાં મહિનાથી દૂષિત પાણીની સમસ્યા છે. લોકોનાં ઘરોમાં નળ ખોલતાં જ કાળું પાણી આવે છે.
-
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂનો વેપલો ઝડપાયો
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂનો વેપલો ઝડપાયો. હોસ્ટેલના કેમ્પસ પાસે દારૂની બોટલોનો ઢગલો જોવા મળતાં ચકચાર મચી. અંદાજે 100થી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચ્યો છે. NSUIના કાર્યકરોએ ઝાડીમાં પડેલા ખાલી દારૂની બોટલો એકત્રિત કરી. D બ્લોકના ધાબા પર પણ મોડી રાત્રે 10 બોટલો મળી આવી હતી. હોસ્ટેલમાં દારૂની મહેફિલ થતી હોવાના આક્ષેપ છે. હોસ્ટેલમાં કેવી રીતે દારુ આવ્યો તે અંગે પણ સવાલ ઉઠ્યા. અગાઉ પણ યુનિવર્સિટીના સફાઈ અભિયાનમાં દારૂની બોટલો મળી હતી.
-
T20 વર્લ્ડકપ ટ્રોફીની રેપ્લિકા અમદાવાદ લવાઈ
T20 વર્લ્ડકપ ટ્રોફીની રેપ્લિકા અમદાવાદ લવાઈ. ICC ટ્રોફી ટૂરમાં ટ્રોફી જસપ્રીત બુમરાહની સ્કૂલમાં પહોંચી. સ્કૂલમાં આચાર્ય રહેલા બુમરાહના માતા પણ ઉપસ્થિત રહ્યા. ‘ક્લાસ ઓફ 26’ પહેલના ભાગ રૂપે, ટ્રોફી અમદાવાદમાં લવાઇ. બુમરાહની માતાએ બાળકો પર ભણતરનુ દબાણ ન કરવા સૂચન આપ્યુ. બાળકોને પસંદગીની ફિલ્ડમાં જવા સપોર્ટ કરવા સૂચન કરવામાં આવ્યુ.
-
અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં વહેલી સુનાવણીની ખાતરી SCએ આપી
અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશ કેસમાં વહેલી સુનાવણીની ખાતરી સુપ્રીમ કોર્ટે આપી છે. અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મામલો રજૂ કરતા જણાવ્યું હતું કે સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી, કે AIIB તરફથી કોઈ જવાબ મળ્યો નથી. CJI સૂર્યકાંતે જવાબ આપતા કહ્યું કે ટૂંક સમયમાં તારીખ જાહેર કરવામાં આવશે અને સુનાવણી હાથ ધરવામાં આવશે.
-
અમદાવાદઃ ફરી એક વાર ગ્રામ્ય કોર્ટને મળી ધમકી
અમદાવાદઃ ફરી એક વાર ગ્રામ્ય કોર્ટને ધમકી મળી છે. ઇમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ઇમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તમિલનાડુથી ઇમેલ આવ્યો હોવાની પ્રાથમિક વિગત છે. ફાયર વિભાગની 3 ગાડીઓ ગ્રામ્ય કોર્ટ પહોંચી. 2 આત્મઘાતી હુમલાખોરો કોર્ટમાં હોવાનો ઇમેઇલમાં ઉલ્લેખ છે.
-
સુરતના જાણીતા ઉદ્યોગકારના અનેક સ્થળે દરોડા
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ ઇન્કમટેક્સ વિભાગે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. સુરતના જાણીતા ઉદ્યોગકારોના અનેક સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ડાયમંડ અને રીયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રખ્યાત ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુનીભાઈ ગજેરાના વિવિધ ઠેકાણાઓ પર ઇન્કમટેક્સની ટીમોએ તપાસ શરૂ કરી છે. સુરત ઉપરાંત મુંબઈમાં પણ IT વિભાગની ટીમો ત્રાટકી હોવાનું જાણવા મળે છે. સુરતના કતારગામ, પીપલોદ અને વરાછા વિસ્તારોમાં આવેલા તેમના સ્કૂલની ઓફિસ, ડાયમંડ ઓફિસ તેમજ રીયલ એસ્ટેટ ઓફિસ ખાતે દસ્તાવેજોની ચકાસણી અને સર્ચ કાર્યવાહી ચાલી રહી છે. કુલ મળીને ડાયમંડ અને રીયલ એસ્ટેટ ક્ષેત્રના 30થી વધુ સ્થળોએ એકસાથે તપાસ હાથ ધરાતા ઉદ્યોગજગતમાં હડકંપ મચી ગયો છે.
-
સુરત: હીરાની મંદીએ વધુ એક રત્નકલાકારનો લીધો ભોગ
સુરત: હીરાની મંદીએ વધુ એક રત્નકલાકારનો ભોગ લીધો. 22 વર્ષીય તુષાલ બારૈયા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. હીરામાં કામ ઓછું મળતા સતત તણાવમાં હતા. ઘરમાં જ પંખા સાથે લટકી જીવન ટૂંકાવ્યું. આવનાર બજેટમાં રત્ન કલાકારનું ધ્યાન રાખે તેવી માગ ઉઠી છે.
-
બારામતી વિમાન દુર્ઘટના: અજિત પવારની ઓળખ તેમના ચશ્મા અને ઘડિયાળ દ્વારા કરવામાં આવી
સાક્ષીઓ કહે છે કે વિમાન દુર્ઘટનાના વિસ્ફોટથી બે મૃતદેહ હવામાં ઉડી ગયા હતા. અમે અજિત પવારને તેમના ચશ્મા અને ઘડિયાળની મદદથી ઓળખી કાઢ્યા અને તેમને બહાર કાઢ્યા.
-
ગોધરામાં ઓરી વાયરસના 6 પોઝિટિવ કેસ નોંધાયા
પંચમહાલ: ગોધરામાં ઓરી વાયરસના 6 પોઝિટિવ કેસ નોંધાયા. 6 ઓરીના કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી. સાતપુલ વિસ્તારમાં 6 બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આરોગ્ય વિભાગની 132 ટીમો સરવેની કામગીરીમાં લાગી. અન્ય બાળકોમાં ફેલાય નહીં તે માટે એક્શન. 9માસથી 5 વર્ષ સુધીના 14 હજાર બાળકોને રસી આપવાનું આયોજન કરાયુ.
-
પીએમ મોદીએ અજીત પવાર નિધન પર દુખ વ્યક્ત કર્યુ
બારામતીમાં વિમાન દુર્ઘટના બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે અકસ્માત વિશે પૂછપરછ કરવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ ટ્વીટ કરીને અજીત પવાર નિધન પર દુખ વ્યક્ત કર્યુ.
Baramati crash landing | PM Narendra Modi condoles the demise of Maharashtra Deputy CM Ajit Pawar.
“Shri Ajit Pawar Ji was a leader of the people, having a strong grassroots level connect..His untimely demise is very shocking and saddening. Condolences to his family and… pic.twitter.com/sdXV5jwemU
— Tv9 Gujarati (@tv9gujarati) January 28, 2026
-
રાજકોટ: હિરાસર એરપોર્ટને લઈને નવો નિર્ણય, એરપોર્ટ તરફના એપ્રોચ રોડ ઉપર પાર્ક કરનારને કરાશે દંડ
રાજકોટ: હિરાસર એરપોર્ટને લઈને નવો નિર્ણય લેવાયો. નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્કિંગ પેનલ્ટીને લઈને નિર્ણય લેવાયો. એરપોર્ટ તરફના એપ્રોચ રોડ ઉપર પાર્ક કરનારને કરાશે દંડ. એરપોર્ટ ઓથોરિટીએ અત્યાર સુધી નરમ વલણ રાખ્યુ હતુ. નો પાર્કિંગ ઝોનમાં પાર્ક ગાડીઓ પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલાશે.
-
સુરત: પાવરગ્રીડ લાઇન સામે ખેડૂતોનો વિરોધ
સુરત: પાવરગ્રીડ લાઇન સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. 12 ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મહારેલી યોજાશે. 5 હજાર જેટલા ખેડૂતો વિરોધમાં જોડાશે. સુરત,ભરૂચ,અંકલેશ્વર,નવસારી,વલસાડના ખેડૂતો જોડાશે. જમીન સંપાદન સામે ખેડૂતોનો વિરોધ જોવા મળી છે. અઠવાલાઇન્સથી કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજાશે. 1885ના ટેલિગ્રાફનો હવાલો આપી શોષણનો આરોપ છે. પાવરગ્રીડ કોર્પોરેશન અને સરકાર સામે વિરોધ નોંધાવશે.
-
મહારાષ્ટ્રના બારામતીમાં લેન્ડિંગ દરમિયાન અજિત પવારનું વિમાન ક્રેશ થયું
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થયું છે. બારામતીમાં લેન્ડિંગ કરતી વખતે વિમાન ક્રેશ થયું.
Plane crashes in Baramati; details awaited on Ajit Pawar’s condition#MaharashtraPlaneCrash #AjitPawar #PlaneCrash #BaramatiPlaneCrash #PlaneCrash2026 #AjitPawarPlaneCrash #BreakingNews #TV9Gujarati pic.twitter.com/zmZy8KMLQi
— Tv9 Gujarati (@tv9gujarati) January 28, 2026
-
યુએસ-મેક્સિકો સરહદ પર ગોળીબારમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ
યુએસ-મેક્સિકો સરહદ નજીક ગોળીબારમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટનાની જાણ એરિવાકા, એરિવાકામાં બોર્ડર પેટ્રોલને કરવામાં આવી રહી છે. ઘાયલ વ્યક્તિને સ્થાનિક હેલિકોપ્ટર દ્વારા નજીકના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. પિમા કાઉન્ટી શેરિફ વિભાગે જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ એફબીઆઈ અને યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન સાથે મળીને કરવામાં આવી રહી છે.
-
સુરતઃ કુંવરદા ગામે કુવામાં પડ્યો યુવક
સુરતઃ કુંવરદા ગામે કુવામાં યુવક પડ્યો. કુવાની પાળી પર બેસીને ફોન પર વાત કરતો હતો. અચાનક ચક્કર આવતા યુવક કૂવામાં પડ્યો. ગામલોકોની બચાવ કામગીરી છતાં યુવકનું મોત થયુ, યુવકને બહાર કાઢવા ફાયર વિભાગની મદદ લેવાઈ.
-
રાષ્ટ્રપતિના અભિભાષણથી આજે સંસદના બજેટ સત્રની શરૂઆત થશે
સંસદનું બજેટ સત્ર આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન સાથે શરૂ થશે. દેશના સંસદીય ઇતિહાસમાં આ બીજી વખત બનશે જ્યારે કેન્દ્રીય બજેટ રવિવારે રજૂ કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ, નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત નવમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બધી તૈયારીઓ ચાલી રહી છે.
Published On - Jan 28,2026 7:33 AM